REAL HoverBoards and HoverBikes – It’s really make you cry

9-7-2016-jokes

.

નવરાત્રીમાં સ્ત્રીને મુંઝવતો સવાલ : આજે શું પહેરીશ? અને પુરુષને મુંઝવતો સવાલ : કાલવાળી આજે આવશે કે નહિ?

.

નવરાત્રિ મા  આમ ને આમ વરસાદ ચાલુ રહ્યો તો રાવણને બાળીને નહીં ડુબાડીને મારવો પડશે

.

એક ખાસ મિત્રે પૂછ્યું કે તું નવરાત્રીમાં નાચવા કેમ નથી આવતો? મેં આછું સ્મિત કરીને કહ્યું, “આ જિંદગી કઈ ઓછું નથી નચાવતી!”

.

તહેવારો તો કુંવારાઓ જ મનાવે છે. પરણેલાઓ તો બસ પોતાની પત્નીઓને જ મનાવતા હોય છે…!!

.

જમાનો ખરાબ હતો અને આજે પણ છે. દ્રૌપદીના ચીરનું હરણ કરનારાઓને લોકો ભૂલી ગયા અને જેણે સીતાને હાથપણ નહોતો લગાડ્યો એ રાવણ આજ સુધી સળગતો જ રહે છે!

.

REAL HoverBoards and HoverBikes

.

It’s really make you cry

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

9-21-2016slide3slide4slide5slide9

13 responses to “REAL HoverBoards and HoverBikes – It’s really make you cry

    • મુ.જાનીસાહેબ, આ વિડીયો મેં અગાઉ પણ બે ત્રણ વાર જોયો હતો…ખરેખર આંખમાં આંસુ આવી ગયા હતા…મને તો ઘણીવાર એમ થાય કે અમેરિકામાં બધા છોકરાઓને આ વિડીયો બતાવવો જોઈએ. ખોરાકનો વ્યય તો અહી જેટલો દુનિયામાં ક્યાય નહિ થતો હોય. એક બાજુ દુનિયામાં બે ટંક લોકોને ખાવાનું નથી મળતું અને બીજી બાજુ વ્યય! સ્ટોકમાં તો ઘણા બધા વિડીયો છે એટલે નંબર આવે તેમ મુકતો જાઉં છું…લોકોને બહુ રડાવવું પણ સારું નથી. તમે ઉપર એક વેરાયટી કરીને વિભાગ છે તેમાં “અશ્રુભીની આંખો” વાંચજો, આવા બીજા ઘણા વિષયો અંદર છે, “બોધકથા”, “હસે તેનું ઘર વસે”…વાંચશો તો મઝા આવશે. “ભજન,ગરબા-મ્યુઝીક” પણ એકવાર જોઈ જજો. રોજની પોસ્ટની જેમ ઉપર દરેક વિષયો પર ખુબ જ ભેગું કર્યું છે. ખુબ ખુબ આભાર!

      Like

      • એલા…વિપુલભાઈ.. ન્યા તો મને લાગે છે કે… બહુ બગાડ ના થતો હશે?? જેટલો.. આ ધાર્મિક ભારત માં થાય છે.. અમારા મંદિર માંજ મેં બોર્ડ લગાવ્યું છે છતાં.. પણ..? પછી આવે જાહેર ધાર્મિક સ્થળો..માં જાહેર પ્રસાદી ની વાત.. પછી આવે… જ્ઞાતિ ના મેળાવડા .. પછી આવે… માલેતુજારો ના સમારંભો… પ્રોગ્રામો, લગ્નો.. માં & હવે તો.. સીમંત કે જન્મેલ બાળકો માટે પણ.. ગેટ2 ગેધર.. & all Type of Party..!!..??? પેહલા જમણવાર માં… પંગત પડતી.. હવે કોઈને મેહનત કે કામ કરવું નથી.. એટલે… બુફે.. એટલે.. હું રહી જઈશ તો…?? આ ખાવા માંથી.. અથવા ઘટી જશે તો..?? OR લાવ એક જ વાર બધું લઇ લેવા દે. પાછું લેવા આવવાનું..!! એટલે આખી ડીશ ભરીને લઇ લે.. પછી ના ખવાય એટલે… એટલે…?? અહીં પણ.. સેવા ભાવી સંસ્થા છે વધેલી રસોઈ લઇ જાય છે. હું “મુસ્કાન” ને બોલાવું છું.. કોક’વાર.. ( મારી લાડકી ના લગ્નમાં મેં ખાસ્સ “મુસ્કાન” ને બોલાવી રસોઈ આપી’તી.. એટલે કે વધતા પેહલાજ. પછી પણ.. અમુક ભણેલા મોડર્ન સગાઓએ રસોઈ…?? સમજી જાવની તમે. બોલો.. કેટલું ક્યાં ધ્યાન આપીએ? માણસોએ જાતે જ સમજવું જોઈએ. (& એક આડ વાત..ભાઈ.. મેં પ્રસંગ માં સાદું SMC નું પાણી & બોટલ વોટર રાખ્યું’તું.. તો વધુ.. બોટલ નુજ વપરાયું…!!!!! અમારા મંદિરે હું ઘણું સમજાવું છું જાતે હું માટલા નું પાણી પીવું પણ.. ભક્તો.. દર્શનાર્થીઓ બોટલ જ લાવે કે મંગાવે.)

        Like

  1. વાહ!!! અદભુત..! ટેકનોલોજી ક્યાં થી ક્યાં જાય છે..!! આ પણ લાગે છે… અમાપ જ હશે? પિક્ચર મેસેજ… સરસ.. & જય માતાજી.. જોક્સ પણ.. ઓહ.!

    Like

  2. જોક્સ તો બધા સરસ છે.
    અનાજ-ખોરાક્નો બગાડ થાય છે એ ખરું. અને રડવું આવે એવો વીડિયો છે, પણ આ બાળકો માટે જવાબદાર કોણ…અને અનાજનો બગાડ થાય છે, મબલખ પાક થાય છે અને અનાજ ભરવા ગોદામો નથી, ખુલ્લામાં પડેલો માલ પલળી જાય, બગડી જાય, આને માટે કોઈના પેટનું પાણી હલતું નથી, માલ ચોરાઈ જાય(જોકે ચોરેલો માલ પણ લોકોના પેટમાં તો જાયજ છેને), ભુખ્યા લોકો ભુખ્યા રહે અને મોં વકાસીને જોતા રહે, એમને પણ કોઈ શુરાતન નથી ચડતું…શું થાય…??? બાકી તો સસ્તા મોબાઈલની લાહ્યમાં ગરીબ-પૈસાવાળા-ભુખ્યા લોકો ફોન વાપરવામાં સમાજને પણ ભુલી જશે…

    Like

    • મુ. ગાંધી. અહીંજ એક ફોટો આવેલો..( જો હું ભૂલતો ના હોવ તો??) કે BJP નાજ ..?? ગોદામ માં.. ઘઉં ને સડવા દીધા એવું કઈ આવેલું.. એટલે કે.. તેને પછી..ગુજરાતનું પ્રતિબંધિત પીણું માટે અપાય ને.!!

      Like

      • શ્રી ભગવતીભાઈ,
        એજ્તો હું લખવા માંગું છું કે આવું જોઈને કે સરકારી અમલદારો, ધારાસભ્યો, સંસદ સભ્યો કે મીનીસ્ટરોને ત્યાં ગમે તેટલી મોટી અને ભવ્ય જલસા પાર્ટી(અનાજનીબગાડ પાર્ટી) હોય તો પણ આ “ભુખ્યા જનોનો જઠરાગ્ની”-“આક્રોશ” જાગતો નથી કે લોહી પણ ગરમ થતું નથી, બાકીતો જો સરઘસ કાઢવું હોય કે પથરા ફેંકવા હોય, તોફાનો કરવા હોય, દુકાનો લુંટવી હોય, મોટરો-રીક્ષાઓ-પોસ્ટ ઓફીસો-સરકારી બસો બાળવી હોય તો-તો-તો “આવામાંથી” પણ લોકો ચોવીસે કલાક તૈયાર થઈ જાય. આવા લોકો માટે ફક્ત બીજાઓએજ જીવ “બાળવાનો”……….!!!!

        બોટલનું પાણી પીવામાં એ “૧૦૦% શુધ્ધ” છે તેવી માન્યતા-ભાવના કરતાં પણ એક ફેશન પણ બની ગઈ છે, એક જમાનામાં હાથમાં “૫૫૫” સીગારેટનો ડબ્બો રાખવાનું સીમ્બોલ ગણાતું એમ હાલમાં જેમ એક હાથમાં મોબાઈલ હોવો એક સ્ટેટસ છે તેમ બીજા હાથમાં પાણીની બોટલ હોવું એ પણ દેખાદેખીથી એક સ્ટેટસ થઈ ગયું છે..

        Like

  3. મુ. ગાંધી. આ સ્ટેટ્સ… ઓહ!! એમાં જ તો.. બીજાના કરતા આપણુ “મેનુ” કે કોઈ થીમ પર લગ્ન મંડપ સવાયો હોવો જોઈએ.. કે લગ્ન પત્રિકા પણ.. અને આજકાલ તો.. બોટલ તો ખરીજ પણ.. પાણીના પાઉચ સામાન્ય લોકો કે ભીખારીઓ પણ એજ પીવે છે.. અરે.. સરઘસ કે.. રેલી કે પોથીયાત્રા કે ધાર્મિક વરઘોડા માં પણ.. પાઉચ વેંહચાય છે.. નહીકે.. પાણી ની પોવાલી & પ્લાસ્ટિક ના ગ્લાસ. ( જે વર્ષો પેહલા ગણેશ વિસર્જન કે રેલીઓ કે સરઘસ માં એક ટેમ્પો પાછળ ચાલતો) અરે ત્યાં સુધી કે.. પર્યાવરણ ની રેલી માં પણ.. મેં બોટલો & પાઉચ જોયા છે!!!!!!!! કોઈ પણ. જાહેર તેહવારો ની યાત્રા પછી રસ્તા પર.. જુઓ.. પ્લાસ્ટિક જ પ્લાસ્ટિક. & આવા બગાડ માટે.. ધાર્મિક સંસ્થાઓ ધર્મ ગુરુઓ કે કથાકારો એ જ પહેલ કે ફરજીયાત નિયમ બનવવા જોઈએ. ( કે જે.. આવા ગુરુઓ કે આચાર્યો કે કથાકારો કે મોલવી ઈમામ ફાધરો ને પડીજ નથી..)બાકી સરકારી જાહેરાતો થી કઈ ના જ થશે.. આ INDIA છે.. ( Its Not Do ( It will not do OR done by) Intelligent/intellectual Activity or Action. from..Indian. ભાઈ.. આ ટ્રાય કરી છે.. INDIA ના ફૂલફોર્મ ની.. ભૂલ હશેજ તો જણાવજો.. કેમકે મારું અંગ્રેજી હજુ Sr./Jun. ક્લાસ જેવુજ છે..!!

    Like

    • ભગવતીભાઈ,
      અરે ત્યાં સુધી કે.. પર્યાવરણ ની રેલી માં પણ.. મેં બોટલો & પાઉચ જોયા છે!!!!!!!! આને માટે શું કહેવું?????
      આ વાક્ય મને ખુબ જ ગમ્યું અને દુઃખ પણ ખુબ થયું.

      Like

      • ભાઈ. એતો…. ગો ગ્રીન, સેવ અર્થ, માં પર્યાવરણ ને લગતા બેનરો હોય છે. નો પ્લાસ્ટીક.. પાણી બચાવો, વીજળી બચાવો. પણ.. કેટલાય.. પાણી ના પાઉચ ૧/૪ પાણી એમજ રાખીને ફેંકી દેતા, કે હાથ ધોવા કે મોઢું ધોવા પાણી બગાડતા હોય છે. રેલીમાં & ( હમણાં એટલે કે ઘણી વખત થી નવો TREND શરુ થયો છે…. નાસ્તાની લારી પર. પેહલા પીવાનું પાણી રાખતા. હવે.. બાજુમાં જ કો’ક કે તેમનોજ આડતિયો પાઉંચ વેચતો હોય & નાસ્તા કર્યા પછી.. લારી વાળા પાસેથી કાગળ માંગીને હાથ લુછી નાખવાના.. બોલો..!! એટલે કેટલા કાગળનો વેસ્ટ.?? ( કદાચ… ન્યૂઝ પેપર ના કાગળ Re Cycle હોય શકે..!!) & વિપુલભાઈ.. આ INDIA ની ડેફિનેશન મારી રીતે બનાવી છે તે યોગ્ય છે કે?? (આમ પણ. મેં વિદેશી ભાષા છોડી દીધેલી એટલે…!!!!!!) હાહાહા.!

        Like

Leave a comment