બે શર્મીની પણ હદ હોય છે! મેરા ભારત મહાન!

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

.

શનિવારે પોસ્ટ નથી મુકાતો પરંતુ આપણા નેતાઓ/અધિકારીઓ કેટલી જાડી ચામડીના છે તે બતાવવા અને હિંદુ ધર્મની કેટલીક ખાસ વિગતો રજુ કરવાની રહી જતી હતી તે રજુ કરી છે.

.

Slide6Slide1Slide2Slide3Slide4

MAID IN INDIA: Me, Priyanka! – Food, Taste and Hunger

દિવાળીમાં બાપુ બેન્કમાંથી પૈસા ઉપાડવા ગયા. માંડ માંડ કલાકે તેમનો વારો આવ્યો. ત્યા જઈને કેશીયરને ચેક આપીને સાઈડમાં ઉભા રહ્યા. બાપુ ઉભા ઉભા કંટાળી ગયા હતા ત્યાં જ કેશિયરે કહ્યું, બાપુ, સોરી પૈસા નથી. આ સાંભળીને બાપુ લાલઘુમ થઇ ગયા.

બાપુ: તમારી બેંકમાં આજ વાંધા છે. આવડી મોટી બેંક છે અને ડોફાઓ પૈસા નથી. કલાકથી અહી આળોટું છું અને હવે તમે કયો છો પૈસા નથી. ચેક લેતા પહેલા એમ નો કેવાય કે પૈસા નથી પછી આવજો. અત્યારે ને અત્યારે માણસ મોકલ, મારે ફટાફટ પૈસા જોવે. નહિ તો અંદર આવીને બે લાફા ચોડી દઈશ. કેશિયરે બારીમાંથી હાથ બહાર કાઢી સીધી બાપુની બોચી પકડી અને કહ્યું લાફાની ક્યાં ‘માં” પૈણો છો? તમારા ખાતામાં પૈસા નથી ને લાફો મારવાની વાત કરો છો!

.

સમય પણ કેવો આવ્યો છે સાહેબ? માખણ અમુલનુ થયુ અને “ગોપાલ”ના સેવ મમરા!

.

કેટલાંક વાંઢા બિચારા નસીબના એટલા બધા નબળા હોય છે કે પાના રમે એમાય રાણી નથી આવતી, બોલો!

.

હે વત્સ, તું જુગારમાં હારે કે જીતે પણ ઘરે જઈને ઘરવાળી સામે તો સ્થિતપ્રજ્ઞ રહેવાનું અને રમત સરભર થઈ એવુ જ કહેવાનું. કારણ કે જો તું જીત્યો એમ કહીશ તો ડિમાન્ડ આવશે અને હાર્યો એમ કહીશ તો તારા રિમાન્ડ લેવાશે

.

પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ એવું નિવેદન કર્યું કે જો યુદ્ધ થશે તો અમે પરમાણુ બોમ્બ ફોડીશું

રાજનાથસિંહ: તો અમે પરમાણુ બોમ્બ મોદીના લગ્નમાં ફોડવા માટે બચાવીને નથી રાખ્યો!

.

ગુજરાતનો ઈતિહાસ બોલે છે કે જયારે જયારે પટેલે ખુરશી છોડી ત્યારે વાણીયાએ તે પકડી છે.

ચીમનભાઈ પટેલ-છબીલદાસ મહેતા, કેશુભાઈ પટેલ-સુરેશ મહેતા, આનંદીબેન પટેલ-વિજયભાઈ રૂપાણી

.

MAID IN INDIA: Me, Priyanka!:

.

Food, Taste and Hunger:

.

IRAN – Dried Fruits & Nuts:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide1Slide2Slide3Slide5Slide13Slide14

Dying to be me! – Prakash Javadekar commits a blooper:

બાપુ ૮૦ રોટલી ખાઈ લેતા, સરકસવાળાએ બાપુને નોકરીમાં રાખ્યા. ૧લો શો બાપુએ ૮૦ રોટલી ખાધી, ૨જો શો એક કલાક પછી, બાપુએ ફરીથી ૮૦ રોટલી ખાધી. લોકો દંગ રહી ગયાં. ૩જો શો હાઉસફુલ. આગળનો શો શરૂ ને બાપુ ગુમ. સરકસવાળા બાપુના ઘરે ગયા, બાપુ બેઠાબેઠા રોટલી ખાતા હતાં. સરકસવાળા કહે, “આ શું બાપુ??”

બાપુ: “મારે ૨૪ કલાક નોકરી જ કરવાની? ઘરે જમવા માટે ના આવું….?”

.

આંધ્રના સી.એમ. ચંદ્રબાબુએ પી.વી.સિંધુ જોડે બેડમિન્ટન રમીને તેનું સ્વાગત કર્યું. દિલ્હીના સી.એમ. અરવિંદ કેજરીવાલને એ વાતની ખબર પડી એટલે તેમણે સાક્ષી મલિકનાં(રેસ્ટલીંગ) સ્વાગતનો કાર્યક્રમ કેન્સલ કર્યો

.

આજે શિતળા સાતમ હોવાથી મોબાઇલ કાલે રાત્રે જ ચાઁજ કરી લીધો, આજે કોઈ ચીજ ગરમ કરવી નહીં

.

આજે  ખાસ કરીને પત્ની ને ગરમ કરવી નહિ.. તમારી આઠમ બગડી શકે છે, જનહિતમાં જારી

.

હવે તો ઘરવાળીઓએ પણ કહેવા માંડયુ છે કે શરમ કરો શરમ, આ જુવો છોકરીઓ મેડલ જીતીને લાવે છે અને  તમે ઉઘરાણીય નથી લાવી શકતા!

.

ઑલિમ્પિક્માં છોકરીઓને મળેલી સફળતા પછી કેજરીવાલે ટ્વીટ કર્યુંઃ “હું તો નાનપણથી છોકરી જ બનવા માંગતો હતો  પણ મોદીએ બનવા નહીં દીધો….”

.

પાટીદારોએ “રીઝર્વેશન”ની માંગણી કરી, પરંતુ તેમને “રીઝર્વબેંક” મળી ગઈ!

.

Dying to be me!

.

Prakash Javadekar commits a blooper:

अकेला मोदी बिचारा क्या करे? એક જવાબદાર શિક્ષણમંત્રી જો આવા બે જવાબદાર ભાષણ કરતા હોય તો મોદીજીને તો “એક સાંધે ત્યાં તેર તૂટે” જેવી હાલત થઇ ગઈ. સ્મૃતિ ઈરાનીના જેવા બારમુ ધોરણ પાસને શિક્ષણમંત્રી બનાવીને મોદીજી પસ્તાયા અને આ ભણેલા જાવડેકરે દાટ વાળ્યો. હવે તો બધા રાજકીય નેતાઓ એટલા બધા નફફટ છે કે તરત બહાનું કાઢે છે કે મારા બોલવાનો મીડીયાએ ઉંધો અર્થ કર્યો છે. વિડીયોમાં સ્પષ્ટ હોવા છતાં આવી વાહિયાત વાત તો ભારતની જનતા કેવી રીતે પચાવી શકે. સત્તા કે વિપક્ષનાં રાહુલ ગાંધી,દિગ્વિજય બધા જ એક ડાળના પંખીઓ છે.

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide12 (2)

GUJARAT NA SHAHERO OLAKHOSlide6
Slide8
Slide10Slide12

“સુરતી ઊંધિયું” અઢાર લાખ પાર કરી ગયું – Where there’s a WHEEL there’s a way India

મારા પ્રિય વાચક મિત્રો તમારો ખુબ ખુબ આભાર:

આજે મારા વાચક મિત્રોને જણાવતા ખુબ જ આનંદ થાય છે કે ૨૨૫૦ ફોલોવર્સ અને ૧૦૨ દેશોમાં વંચાતું તમારું “સુરતી ઊંધિયું”, તમારા સહકારને લઈને અઢાર લાખ ક્લિક પાર કરી ગયું છે. એક વખત જયારે હું બીજા બ્લોગોની એક લાખ ક્લિક જોતો ત્યારે મનમાં થતું હતું કે “સુરતી ઊંધિયું” માટે તો આ દિવાસ્વપ્ન જ છે. મારા વાચક મિત્રો મારી પાસે તમારો આભાર માનવા માટે શબ્દો નથી. કારણ કે મોટા ભાગના વાચકોનાં ઈમેલ પરથી લાગે છે કે સવારે “ચા” સાથે કે કમ્પ્યુટર ખોલે તો પહેલું એ લોકો “સુરતી ઊંધિયું” ખોલે છે. એમાં પણ હું બહારગામ ગયો હોઉં અને બે-ત્રણ દિવસ જો પોસ્ટ નહિ મુકું તો ઘણા બધાની ઈમેલ આવે છે કે અમને કેમ “સુ.ઉ.” મળતું નથી. આજ વસ્તુ મને ખુબ જ પ્રોત્સાહન આપે છે. ઘણી વસ્તુઓ ઘણાને વ્યક્તિગત રીતે પસંદ નાં પણ હોય, પરંતુ મારે બધાનો જ વિચાર કરીને આઈટેમો મુકવી પડે છે. હું પણ એક સામાન્ય માણસ છું એટલે ઘણીવાર ભૂલો થતી હોય છે તો તે બદલ હું એ બધાની ક્ષમા માંગુ છું.

.

ભારતની બે યુવાન છોકરીઓએ દેશનું નામ રોશન કર્યું એટલે એ બાબતનાં જોક્સ:

.

સિંધુ પર “ગોલ્ડ” લાવવાનું દબાણ નહિ કરવું જોઈએ, તે ખેલાડી છે, તમારી “વહુ” નથી!

.

વહુઓ પાસે “ગોલ્ડ”ની માંગણી કરનારો દેશ, દીકરીઓ પાસે “ગોલ્ડ”ની આશા લગાવીને બેઠો હતો!

.

બસ, થોડી રાહ જુઓ, બહુ જલ્દી આપણને બધાને સાક્ષી મલિક અને પી.વી.સિંધુ ની સફળતા પાછળ જેમનો સિંહફાળો રહ્યો છે એવા ચ્યવનપ્રાશ, પ્રોટીન પાઉડર, મિલ્ક બિસ્કીટ, એનરજી  ડ્રીન્ક, સાબુ, શેમ્પૂ, પંખા, ઇન્વર્ટર, એ.સી. અને સ્કૂટરના નામો જાણવા મળશે. ધીરજ રાખો…..

.

ભારતમાં દિવસો ખુબ જ ઝડપથી બદલાઈ રહ્યા છે. પહેલા સ્ત્રીઓ બ્યુટી કોન્ટેસ્ટ અને પુરુષો રેસ્ટલીંગમાં ચેમ્પીયન થતા હતા અને હવે બંનેના રોલ ઉંધા થઇ ગયા છે. રોહિત ખંડેલવાલ મી.વર્લ્ડ ૨૦૧૬ બન્યો જયારે સાક્ષી ૨૦૧૬મા ઓલેમ્પિકમાં રેસ્ટલીંગ ચેમ્પિયન બની!

.

P V Sindhu to Carolina Marin- मुकाम हासिल हमने  कुछ  यूँ  किया  गालिब  कि तुम्हारी  जीत  से ज्यादा  हमारी  हार के चर्चे है।

.

“છોકરીઓ” ને બચાવોમાંથી બદલીને “છોકરીઓ”એ બચાવ્યા કરી નાંખવુ જોઈએ

.

ભારતમાં શાકભાજી લેવાથી માંડીને ઓલેમ્પિક મેડલ લેવા સ્ત્રીઓને જ જવું પડે છે!

.

સાક્ષીનો કોચ-કુલદીપ, દીપાનો કોચ, બીસ્બેશ્વર અને સિંધુનો કોચ-ગોપી, હવે ભારતીય પુરુષો માટે કહેવાનો સમય આવી ગયો છે કે “ દરેક સ્ત્રીની સફળતા પાછળ એક પુરુષનો હાથ હોય છે!”

.

रिओ ओलम्पिक २०१६में इंडियाने झिरो गोल्ड मैडल पाया. “समझ मॆं नी आ रिओ हैं, कि रिओ मॆं  हो कंई रिओ हैं?

.

આપણે શક્ય એવા ચાર ગોલ્ડ મેડલો રીઓ ઓલેમ્પિકમાં ગુમાવ્યા

બાબા રામદેવ: જીમ્નેસ્ટિકમાં, સલમાનખાન: શુટિંગમાં, વિજય માલિયા: લોંગજંપમાં અને અર્નબ ગોસ્વામી: ડિસ્કસમાં  

.

આજે જે બે વિડીયો મુકું છું તે એક PET નામની હોલેન્ડ, મિશિગન, અમેરીકાની સંસ્થા છે. ખાસ કરીને અપંગ ગરીબ લોકોને બીજા દેશોમાં તકલીફ વેઠતા જોઇને આ દંપતીએ સસ્તી એવી હાથથી ચાલતી ત્રણ પૈંડાની સાઈકલ બનાવી છે. મારા મિત્ર ઈશ્વરભાઈ નાયકે જયારે ભારતમાં એમના ગામમાં એક નાનકડી અપંગ છોકરીને ઢસડાઈને ચાલતા જોઈ ત્યારે એમનું હૃદય દ્રવી ઉઠ્યું અને એમને મિત્રો અને સબંધીઓ પાસે ફાળો ઉઘરાવીને પોતાના ગામ અને આજુબાજુના ગામોમાં એક સંસ્થાની મદદથી મફતમાં વિતરણ કર્યું, એ બાબત તમે બીજા વિડીયોમાં જોઈ શકશો.

.

Where there’s a WHEEL there’s a way:

.

Where there’s a WHEEL there’s a way India:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

SISTERS LOVE-GUJARATISlide10Slide14Slide19Slide23Slide24

The first Singapore-developed driverless car – Funny animals troll compilation

બાપુથી પોતાની રાયફલ સાફ કરતાં ભૂલમાં ગોળી છૂટે છે અને તેમાં તેમની પત્ની મરી જાય છે. બાપુ ગભરાઈ જાય છે અને ગભરાઈએ પોલીસને ફોન કરે છે.

બાપુ: સાહેબ, બંદુક સાફ કરવા જતા ભૂલથી મારી પત્નીને ગોળી વાગી અને તે મરી ગઇ છે.

પોલીસ: તમે જરા શાંતીથી કામ લો, પહેલા એ જુવો કે તે મરી ગઇ કે જીવતી છે?

( ત્યાં ગોળી છૂટવાનો અવાજ આવે છે….ફટાક )

બાપુ: બોલો સાહેબ હવે આગળ શું?

.

એક સ્પેલીંગની ભૂલને લઈને એક ચોપડીની ૧૦ લાખ કોપીઓ વેચાઈ ગઈ. હકીકતમાં આ ભૂલ એ ચોપડીનાં નામમાં થઇ ગઈ હતી. ચોપડીનું નામ હતું, “એક આઈડિયા જે તમારી લાઈફ બદલી નાખશે”. પરંતુ છાપખાનાવાળાની ભૂલને લઈને છપાઈ ગયું, “એક આઈડિયા જે તમારી વાઈફ બદલી નાખશે”.

.

ગુજરાતનું સૌથી વધુ વપરાતું જાણીતું ડ્રીંક્સ કયું? જવાબ: “મારું લોહી પી માં”

ગુજરાતનું ખુબ જ જાણીતી ખાવાની વસ્તુ કઈ? જવાબ: “ખા મારા સમ”

ગુજરાતની ખુબ જ જાણીતી “ગ્રોસરી” આઈટેમ કઈ? જવાબ: “તેલ લેવા જા”

.

The first Singapore-developed driverless car:

.

Funny animals troll compilation:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide3Slide4Slide17Slide18 (2)Slide19

Rio de Janeiro Vacation Travel – Microwave radiation dangers in your home

સરદારજીએ એક નંબર ડાયલ કર્યો તો બીજા નંબર પરથી કોઈ એક છોકરીએ રીસીવ કર્યો.

સરદારજી: હેલો, કોણ?

છોકરી: હું, સીતા

સરદારજી: અરે યાર, આતો અયોધ્યાનો નંબર લાગી ગયો…સોરી,માતે!

.

એક યુવાન એક દિવસ પોતાના ફાર્મમાં તળાવની આસપાસ ઉગેલા ઝાડો પરથી ફળો તોડવા માટે બાસ્કેટ લઈને ગયો. ત્યાં ચાર-પાંચ સુંદર યુવતીઓ તળાવમાં સ્નાન કરતી હતી તે બધી તળાવની અંદર આખું શરીર ઢાંકીને ફક્ત મોઢું ઉપર રાખીને બોલી, તું જશે પછી જ અમે બહાર નીકળીશું. એટલે પેલા યુવાને કહ્યું, હું તમને નગ્ન જોવા માટે અહિયાં નથી આવ્યો, હું તો તળાવમાં મગરોને ખોરાક નાખવા આવ્યો છું. જેવું પેલી યુવતીઓએ આ સાંભળ્યું કે બધી તરત તળાવની બહાર આવી ગઈ. સારાંશ: બધા પુરુષો એક જ જાતના હોય છે  

.

વરસાદનું કામ બાજુવાળી ભાભી જેવુ થઈ ગયુ છે, તૈયાર થઈને નીકળે છે પણ આપણી બાજુ જોતી નથી

.

આજનું જ્ઞાન: લોકો પહેલા “સેલરી” સંતાડતા હતા, પછી “જ્વેલરી” સંતાડવા લાગ્યા અને હવે મોબાઈલની ગેલેરી સંતાડે છે

.

Rio de Janeiro Vacation Travel:

.

Microwave radiation dangers in your home:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide3Slide4Slide17Slide18 (2)Slide19

The Making of Urban Gujarati Film – CUSTOMER DELIGHT

અમેરિકામાં પતિ ગુજરી ગયો. પતિનાં કોફીનને કબરમાં દાટવા નીચે મુક્યું. ત્યાં જ તેની પત્ની દોડીને આવી અને પતિની બાજુમાં સુઈ ગઈ. બધાને એકદમ શોક લાગ્યો અને આ ૨૧મી સદીનું નવું નાટક શું છે તે માટે વિચારમાં પડી ગયા. પત્નીએ પોતાનો ફોન કાઢ્યો, સેલ્ફી લીધી અને ફેસબુકમાં કોમેન્ટ પોસ્ટ સાથે કરી, “સ્મશાનમાં, પ્રીસ્ટ અને બીજા પચાસ લોકો સાથે વિધવાપણની લાગણીઓ”

.

આ દેશનું બંધારણ અને તેને ઘડનારને શત્ શત્ વંદન કારણ કે 86 કરોડના બંગલામાં રહેતી માયાવતી અનામતને લાયક અને ખેતરમાં કાળી મજૂરી કરતો સવણૅ અનામત માટે ગેરલાયક.

પાછુ એવું પણ સાંભળ્યું છે કે ભારતનો દરેક નાગરીક સમાન છે!!! આ તે વળી કેવી સમાનતાની વ્યાખ્યા હશે!!!

.

આજ-કાલ તો થપ્પડની બીક નથી લાગતી સાહેબ પણ બધાથી વધારે બીક WhatsAppમાં નવા નવા જોડાયેલા મેમ્બરોની લાગે છે. બધા જ જુના મેસેજ, વિડીયો, ઓડિયો વગેરે રીપીટ થાય છે અને પાછા સાથે નોંધ મુકે છે, “જલ્દી ફોરવર્ડ કરો, માર્કેટમાં નવો છે”. હવે એમને કોણ સમજાવે કે ભાઈ નવો તો તું છે, અમે તો અહિયાં પી.એચ.ડી. કરીએ છીએ!

.

જયારે દુશમન પત્થર મારે તો તેનો જવાબ ફૂલોથી આપો, પણ તે ફૂલ તેની “કબર” પર હોવા જોઈએ – ઇન્ડિયન આર્મી

.

The Making of Urban Gujarati Film:

.

CUSTOMER DELIGHT:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide1Slide2Slide3Slide4Slide7