.
India unveils world’s largest solar power plant
આજે આપેલા બે વિડીયો ભવિષ્યના ભારતની આગાહી છે. દુનિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ અદાણી ગ્રુપ દ્વારા સાઉથ ઇન્ડિયામાં નાખવામાં આવી રહ્યો છે. મને લાગતું હતું કે સોલાર એનર્જીનો ભારતમાં ખાસ ઉપયોગ નથી થતો. પણ આ વિડીયો જોઇને હું પણ નવાઈ પામી ગયો. આજ સુધી ભારત દુનિયાનો અગ્રગણ્ય દેશ થશે એ હાસ્યાસ્પદ લાગતું હતું પરંતુ એ હકીકત બનીને રહેશે એવું લાગે છે. ભારતના કોઈ પણ ન્યુઝ પેપરો કે ચેનલમાં આ નથી બતાવ્યું, અલ ઝઝીરા આ વિગતો લઈને આવ્યું. અમેરિકામાં લાઈટના મોટાભાગના થાંભલાઓ ઉપર સોલાર પેનલો હોય છે. ભવિષ્યમાં આવી પેનલો ભારતમાં આવી જશે. અત્યાર સુધી એના સેલ(બેટરી) ખુબ જ મોંધા પડતા હતા, મને લાગે છે કે તેમાં પણ ભારતે સ્વદેશી સેલ બનાવવાના શરુ કરી દીધા હશે.
.
SOLAR PANELS LIGHT UP RURAL INDIA
.