ગુજ્જુ “દિલ ધડકને દો” – Indian Man Digs Up Own Well

લખુભા બાપુ અમેરિકા પોતાના દીકરાને ત્યાં ગયા. દીકરો એમને એમના ગામના સબંધીના બારમાં લઈ ગયો. ત્યાં લખુભા સંડાસ જવાના થયા. એટલે એ જાજરૂ ગયા. થોડી વારમાં સંડાસમાંથી મોટી ચીસ જેવો અવાજ આવ્યો. થોડી વાર પછી પાછી ચીસ સંભળાઈ, એટલે બારનો માલિક સંડાસમાં ગયો અને ફરી ત્યાં ચીસ સંભળાઈ એટલે એણે લખુભાને કહ્યું કે લખુભા,લખુભા,બારણું ખોલો, રાડ્યો કેમ નાખો છો. લખુભાએ કહ્યું કે હું ફ્લશ કરવા જાઉં છું ને પેસાબ ઉપર જોરમાં કંઈ વાગે છે. પેલા બારના માલિકે કહ્યું લખુભા તમે ટોઈલેટની જગ્યાએ મોપીંગ કરવાની બકેટ ઉપર બેઠા છો! ફ્લશનાં દંડાની જગ્યાએ મોપીંગનો દંડો દબાવો છો, પછી વાગે જ ને!

.

એક પંજાબીએ સો વાર રક્તદાન કર્યું એટલે બ્લડ બેંકવાળાઓએ તેનું સન્માન કર્યું અને ઇનામ આપ્યું. સાથે સાથે તેની પત્નીને પણ એમ કહીને ઇનામ આપ્યું કે “ આપને પતીકા ખૂન નહીં પીયા, તભી તો હમને ખૂન લીયા”

.

मिर्ज़ा ग़ालिब to PM नरेंद्र मोदी…

तेरी हुक़ूमत में अजीब कशमकश में गुज़र रही ज़िन्दगी ग़ालिब, महेंगी दाल खा नही सकते, ऊपर से शौचालय पर शौचालय बनवाये जा रहे हैं! जब खायेगा इंडिया तभी तो जायेगा इंडिया? आलम ये है कि ना खा रहे हैं, ना जा रहे हैं! बस स्वच्छ-भारत-टैक्स भरे जा रहे हैं! – गरीब ग़ालिब

.

સાલો કેવો વખત ચાલી રહ્યો છે, ખાઈએ છીએ તો પચતું નથી અને કમાઈએ તો બચતું નથી

.

ગુજ્જુ “દિલ ધડકને દો”

.

Indian Man Digs Up Own Well:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide1Slide3Slide14Slide15

 

17 responses to “ગુજ્જુ “દિલ ધડકને દો” – Indian Man Digs Up Own Well

    • સ્નેહી મિત્ર,
      બધાને એમ જ હોય છે કે બ્લોગવાળાઓને જાહેરાતના ખુબ જ સારા પૈસા મળે. મારો બ્લોગ ખુબ જ સારી રીતે ચાલે છે એનું કારણ મારા વાચક મિત્રો છે. મને પોતાને જાહેરાતની કમાણીમાં જરા પણ રસ નથી કારણ કે જાહેરાત લઈએ એટલે મારા પ્રિય વાચકોનાં કમ્પ્યુટરમાં વાયરસ જવાના ચાન્સીસ વધી જાય.સાચી હકીકત એ છે કે મારા ખીસામાંથી સારા એવા પૈસા વર્ડપ્રેસની ફી ભરવામાં(વર્ડપ્રેસ ફક્ત ૩જી.બી.ફ્રી આપે છે અને મારો બ્લોગ ૧૩જી.બી.થી પણ વધારે છે જેના પૈસા હું ખીસામાંથી આપું છું) અને સોફ્વેર ખરીદવામાં જાય છે. તમારો પ્રશ્ન પણ બરાબર છે પરંતુ મારે માટે પૈસા જ બધું નથી, આમ તો બીજી કોઈ રીતે હું લોકોની સેવા કરી શકું એમ નથી, પરંતુ બ્લોગ દ્વારા પણ ઘણી સારી સેવા થઇ શકે એવું મારું માનવું છે. મને ઘણા લોકોના ઈમેલ/કોમેન્ટ મળે છે કે જેમનો ટાઈમ(ખાસ કરીને વિદેશમાં વૃદ્ધ માં-બાપોને) “સુરતીઊંધિયું”ને લઈને ખુબ જ સારી રીતે પસાર થાય છે. ઘણા ભજનો/નાટક/ગરબા સાંભળે છે, તો ઘણા લોકોની એવી ઈમેલ પણ આવી છે કે એમના અસાધ્ય રોગો સારી સારી હોસ્પીટલમાં ખર્ચો કર્યો છતાં સારા નથી થયા અને સુરતીઊંધિયુંનાં આરોગ્યમાં બતાવેલી સામાન્ય વસ્તુઓથી સારા થઇ ગયા. એક દાખલો આપું કે અમદાવાદના એક ભાઈની ૭૦+ બાને મોઢામાંથી સતત લાળ ટપકતી હતી મોટા મોટા ડોકટરો અને હોસ્પિટલ તે સારી નાં કરી શક્યા અને મને એ બાબતમાં મદદ કરવા કહ્યું. મેં ઈન્ટરનેટ પર ઘણું ચેક કરીને એમને બે ત્રણ ઉપાય બતાવ્યા અને એમની બાને સારું થઇ ગયું.(એ ભાઈની અને તેમના ફેમિલીની ખુશી જ મારું વળતર છે). નવાઈ તો ત્યારે લાગી કે લાહોર-પાકિસ્તાનથી પણ એક બેનનો આભાર માનતો ઈમેલ આવ્યો. કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન પણ ન હતું અને શરૂઆતમાં ખુબ જ તકલીફો પડી, આંઠ થી દશ કલાક કમ્પ્યુટર પર બેસતો હતો, પંજામાં દુઃખાવો વગેર પ્રોબ્લેમ, બે ત્રણ કમ્પ્યુટર બગડી ગયા….પણ ઉપરવાળાની મહેરબાની અને મારા ફેમિલીના સપોર્ટથી બધું સારું ચાલે છે. આ તો ફક્ત લોકોને આનંદ મળે અને આપણે કોઈ રીતે તેમને મદદરૂપ બની શકીએ એટલું જ ધ્યેય. સાહેબ, લોકોના આશીર્વાદથી મોટું વળતર શું હોઈ શકે?(આ તો ફેમીલીને લઈને પોષાય છે, બાકી તકલીફ હોય તો હું પણ નાં કરી શકું)

      Liked by 1 person

      • સાહેબ, તમારી નિષ્ઠા અને ઉદાત્ત ભાવના જાણી મને ખુબ આનંદ થાય છે. તમે મારી સાથે એકવાર ફોન પર વાત કરી હતી એ હજી મને યાદ છે અને મને ખરેખર આનંદ છે કે મેં તમારી સાથે વાત કરી. તમને સેલ્યુટ છે કે તમે વિદેશમાં રહીને ભારતીય સાહિત્ય અને આરોગ્યને લોકો સુધી પહોચાડવાનું કામ કરો છો અને એ પણ નિસ્વાર્થ ભાવે. પણ સર, હું જે બ્લોગ ચાલવું છુ તે મારા કુટુંબને આર્થિક મદદ થાય એ હેતુથી બ્લોગ ચાલવું છું. આશા રાખું છું કે તમારા તરફથી મને થોડી હિન્ટ મળે. હું જયારે ઓનલાઈન થાવ ત્યારે તમારી સાઈટની વિઝીટ અવશ્ય કરું છું અને તેના અમુક કન્ટેન્ટને મારા વોટ્સ એપ ગ્રુપમાં શેર પણ કરું છું. આભાર સર, અને દીવ આવો ત્યારે જરૂર મારા ઘરે અવાજો.

        Like

      • સ્નેહી મિત્ર, આપણે મિત્રો જ સારા, સાહેબ તો અંગ્રેજો સાથે ગયા. તમને એક સાચી સલાહ આપું તો બ્લોગમાંથી કમાણી થાય એ શક્ય જ નથી, એના કરતા જો કમાણી કરવા જ ઈચ્છતા હો તો કોઈ બીજી જગ્યાએ મહેનત કરવી વધારે સારી એવું મારું મંત્રવ્ય છે, હું કદાચ નેગેટીવ વિચાર તો હોઉં એવું બને. એ માટે ઘણા કારણો છે. એક તો “વોટ્સ અપ”, “ફેસ બુક” આવ્યા પછી બ્લોગ ધીમા પડી ગયા છે. થોડા વખત પહેલા જ ખુબ મોટા ઉપાડે બનતા સુધી “ગુજરાતી” અને “ઇન્ડિયન” નામના બ્લોગવાળા ભાઈને બ્લોગમાંથી કમાણી કરવાનો હેતુ હતો અને બ્લોગ ખુબ જ સારા ચાલતા હતા પરંતુ જાહેરાતો મળી નહિ. એ ભાઈએ ખરેખર ખુબ જ મહેનત કરી હતી. આખરે એમને બંને બ્લોગ બંધ કરી દીધા. એ ભાઈ ખાસ્સો એવો વખત ફાળવાતા હતા પરંતુ મને એવું લાગે છે કે છેલ્લે છેલ્લે બ્લોગમાં લશ્કર ક્યાં લડે છે તેની તેમને જ ખબર નહોતી પડતી. બીજું કે જે રીતે નવી નવી વસ્તુઓ આવતી જાય છે તેમ તેમ બધું ખુબ જ ઝડપથી બદલાય છે. બ્લોગોનું આયુષ્ય વધારેમાં વધારે ૧૦/૧૫ વરસ હશે. કદાચ ઓછું પણ થાય. કારણ કે મોટે ભાગે બ્લોગ જોનારા મોટી ઉંમરના માણસો વધારે છે. બીજું આજે ૧૦૦૦/૧૫૦૦ માંથી ખુબ જ ઓછા બ્લોગો સક્રિય છે અને તે પણ એક બે કાર્ટુન કે નાની નાની વસ્તુઓ અઠવાડિયામાં એક બે વાર આપે છે. સાહિત્ય પીરસતા બ્લોગો તો મૃત અવસ્થામાં હોય એવું લાગે છે. હું ખાસ બ્લોગ જોતો નથી પરંતુ કોઈ કોઈવાર જોયા પછી આ મારું અનુમાન છે, કદાચ ખોટો પણ હોઉં એ શક્ય છે. હાલમાં જ મેં મારા સબંધીને ત્યાં કાર જોઈ તો તેમાં આપણે કશું કરવાનું જ નહિ…જી.પી.એસ. માં એડ્રેસ મુક્યા પછી કારનાં સ્ટીયરીંગને હાથ નાં લગાવો તો ચાલે….ઓટોમેટીક ચાલે છે….હાલની પેટ્રોલવાળી ગાડીઓ બંધ થઇ જશે અને ઇલેક્ટ્રિક ગાડીઓ આવી જવાની અને ભવિષ્યમાં તો સોલાર ગાડીઓ આવી જશે….દુનિયા ખુબ જ ઝડપથી બદલાઈ રહી છે અને એટલે જ બ્લોગનું અસ્તિત્વ કેટલો વખત ટકે એ જ જોવાનું છે. ન્યુઝ પેપરો લોકો બ્લોગમાં વાંચતા હતા તેમાંના મોટા ભાગના ફોન પર વાંચતા થઇ ગયા છે….

        Liked by 1 person

      • તમારો આભાર સર, તમારી સલાહ મને માન્ય છે. પણ મને લાગે છે કે થોડી મહેનત કરી લવ. સર મારી વેબસાઈટ જોઈ તમારો પ્રતિભાવ આપશો તો હું તમારો વિશેષ આભારી થઈશ. જય જય ગરવી ગુજરાત

        Like

      • તમારો પ્રયાસ ઘણો જ સારો છે, તમે ૭ જુને ચાલુ કર્યું છે, આવા જ બે/ત્રણ બ્લોગ મેં જોયા છે, મને વેબ બ્લોગનું નામ યાદ નથી. આ સાથે જી.પી.એસ.સી./યુ.પી.એસ.સી. માટેની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરાવી અને તેને લાગતું સાહિત્ય પણ આપી શકાય. તમને યોગ્ય લાગે તો પ્રયત્ન કરજો. બીજું જો તમારો આ પ્રયત્ન થોડા જાહેરાતના પૈસા મળે એ જ હોય તો હજુ પણ હું મારા અભિપ્રાયમાં મક્કમ છું. છતાં તમે પ્રયત્ન કરો અને હું ખોટો ઠરું તો મને આનંદ થશે. આજે ભયંકર બેકારી છે…સરકારને નથી લાગતું કે બેકારી છે..પાનના ગલ્લાઓ કરતા દસ ઘણા એન્જીનીયરો બેકાર છે. સાચા ખોટાનું પરિણામ તો ભવિષ્યમાં ચુંટણીમાં ખબર પડશે. બેકારી છે એટલે તમારો વેબબ્લોગ ક્લિક થઇ જાય તો ઘણું જ સારું.

        Liked by 1 person

      • સર, મને ખબર નહી પણ તમારા જવાબ અને તમારી સુરતી ઊંધિયુંની પોસ્ટ વાંચવવાથી મને આનંદ થાય છે. મને એ વાતનો પણ અનહદ આંનદ છે કે તમે મારી દરેક વાતનો વિગતવાર જવાબ આપો છો. તમારી સલાહ પ્રમાણે હું જી.પી.એસ.સી. ની તૈયારી માટે સાહિત્ય તૈયાર કરવાનો છુ. મારો હેતુ એવો છે કે કોઈ યુવાનને તેની તૈયારી માટે મદદ થાય અને મને કોઈ જાહેરાત મળે તો મને પણ આર્થિક મદદ મળે.
        સર, અત્યારે વર્ડપ્રેસ તરફથી 3 GB અને ગૂગલ ડ્રાઈવમા 13 GB સ્ટોરેજ મારી પાસે છે. હું માત્ર ૧૦ ડોલર આપી મારું પોતાનું ડોમેઈન નેમ લેવા માગું છુ. આભાર સર……..

        બીજી, વાત એ કે સુરતી ઊંધિયુંમા તમારી જે પોસ્ટ આવે એ જોઈને મને એમ થાય કે તમને આવા અવનવા વિચાર ક્યાંથી આવે છે…..ખરેખર વખાણવા લાયક અને જાણવા લાયક તમારી પોસ્ટ હોય હોય છે. પણ સર તમારી વેબસાઈટ મોબાઈલમા થોડો લોડ લે છે અને ખુલતા વાર લાગે છે. જો તમને માન્ય હોય તો મોબાઈલ થીમ એનેબલ કરી દેવા વિનંતી જેથી કોઈ વિઝીટરને મોબાઈલમા ખોલતા કંટાળો ન આવે……તમારો આભાર સર.

        Like

      • સ્નેહી મિત્ર,
        સાચું કહું તો મને પોતાને આ બાબતનું ખાસ જ્ઞાન નથી. બીજા કોઈની આવી ફરિયાદ નથી આવી. મોબાઈલ થીમ કઈ રીતે અનેબલ કરવું તે જણાવશો તો આભારી થઈશ. કારણ કે મેં તપાસ કરી તો વર્ડપ્રેસમાં જેટપેક ઇન્સ્ટોલ થઈને જ આવે છે છતાં એ બાબતમાં મેં હેલ્પમાં વર્ડપ્રેસ પાસે જાણકારી માંગી છે.

        Liked by 1 person

      • જય હો.. જય હિન્દ!! જય જય ગરવી ગુજરાત.. ભાઈ ભાઈ.. ગુજ્જુઓ દિલ થી અને સેવા કરવા તત્પર જ હોય છે.. વાહ..!!!

        Like

    • Dear friend,
      Regarding mobile app I ask our happiness engineer and his reply is as under. I got everything as required by you and no complain from other readers, so there is something wrong at your side
      I see that you have already enabled the Mobile Theme for your site, using your WP-Admin Dashboard. Here is the direct link to your WP-Admin Dashboard’s Appearance > Mobile screen, where you can control how it works –

      https://suratiundhiyu.wordpress.com/wp-admin/themes.php?page=mobile-options

      This Mobile Theme is built into WordPress.com, and you do not need the Jetpack plugin to enable it. The Jetpack plugin is only required for sites that don’t run on WordPress.com. Here is more on the WordPress.com Mobile Theme –

      https://en.support.wordpress.com/themes/mobile-themes/

      I loaded your site – https://suratiundhiyu.wordpress.com/ – on an iPhone 6+, and it loaded the Mobile Theme for me. I was able to browse your site without any issue.

      I hope this info helped, but please do ask if you have any other questions!

      Best,

      Mahangu – Happiness Engineer
      Automattic

      Liked by 1 person

      • ?? ?? ???? ???? ???? ?? ?????? ??? ????? ??? ?? ???? ??? ???? ?????? ??. ?? ??? wordpress.org ?? ????? ???? ??? ?? ? ????? ??? ???? ?? ??? ?? ??? ???? ??.

        ?. ?????? ???? ?????? ????? ???.

        https://suratiundhiyu.wordpress.com/wp-admin

        ?. ????? ????????? ???? ??. ???? ?? ????? ???.
        ?.????? ?????? ????? ???? ???? ????.
        ?. ????? ????? ?????? ??? ?? ??? ???.
        ?. ? ???? ?? ? ????? ???? ????? ???? ???? ???? ????? ????? ??? ???? ?????? ??? ???? ??? ??.

        Like

    • સુરેશભાઈ, આપનો ખુબ ખુબ આભાર! સારું-ખરાબ લાગે કોમેન્ટ આપતા રહેજો એટલે ખબર પડે કે સારું કરું છું કે ખરાબ?

      Like

  1. બહુ સુંદર…

    “પ્રતિભાવ”માં તમારા મંત્વ્યો વાંચ્યાં એ પછી બહુ સમજ પડી. ખરેખર જોવા જાવ તો કાર્ટુન, જાણકારી આપતાં વીડિયો અને જોક્સમાં તમારા જેવા બીજા બ્લોગ મેં જોયા નથી, અને તમારી વાત સાચી છે, તમારા જેવો બ્લોગ દરરોજ લખવામાં બહુ મહેનત અને સમય લાગે છે( અમને વાંચવામાં પણ સમય લાગે છે, પણ અમારો સમય અને મહેનત તો બહુ સફળ થઈ જાય છે )

    “ફેસ બુક” અને “વોટ્સ અપ”માં જોક્સ, કાર્ટુન કે નાના વીડિયો આવે, એ કદી પણ બ્લોગની જગ્યા ન લઈ શકે કેમકે બ્લોગ જેટલી માહિતી “વોટસ અપ” માં ન મલે અને “ફેસબુક”માં તો ગપગોળા, પણ આવે અને “જંક” પણ બહુ આવે, એને સાફ કરતાં પણ સમય લાગે.

    વધારે ને વધારે લોકો તમારો બ્લોગ વાંચે એવી મારી હાદિક આશા…………….

    Like

    • મનસુખલાલ, તમે તો ખુબ જ જુના મિત્ર છો અને શરૂઆતથી મારો બ્લોગ વાંચો છો એટલે તમને પણ બધી ખબર જ હશે. કોમેન્ટ બદલ આપનો ખુબ ખુબ આભાર!

      Like

      • આજના જમાનામાં “ધનસુખલાલ” વધતા જાય છે અને “મનસુખલાલ” ઘટતા જાય છે

        Like

Leave a comment