Respect your parents – SHARE A MEAL FOOD TRUCK – Best Places to Visit in Sri Lanka

slide1slide2slide3

.

Respect your parents

આ એક ખુબ જ કરુણ વિડીયો છે. આજના જમાનામાં કેટલાય છોકરાઓ મા-બાપની પરિસ્થિતિ જોયા પછી પણ બીજા તવંગર મા-બાપના છોકરાઓને જોઇને એમના જેવી સવલતોની માંગણી કરે છે. ઘણાની કુટુંબોની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી હોય છે. ટૂંકા પગારમાં કઈ કેટલી મુશ્કેલીઓનો સામનો કરીને મા-બાપ છોકરાઓની જરૂરીઆતો પૂરી કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે છોકરાઓએ પણ મા-બાપને સહાય કરવી જોઈએ. તો સામે છેડે જે લોકો પૈસાવાળા છે એમણે પણ પોતાના બાળકોને જે જોઈએ તે તરત લાવી આપવું નહિ જોઈએ. એમને પણ પૈસાની કિંમત ખબર પડવી જોઈએ. સુરતના એક  કરોડપતિ ઉદ્યોગપતિએ પોતાના છોકરાને ૨૦૦૦ રૂપિયા આપીને સુરતથી દૂર ચેન્નાઈ મોકલી આપ્યો હતો અને એ છોકરાએ પુષ્કળ મજુરી કરી એક કે બે વર્ષ કાઢ્યા. એણે પિતાનો આભાર માન્યો. એ જેને ત્યાં  નોકરી કરતો હતો તે ભાઈને ખબર પડી કે એ ભાઈ જેવા હજારો માણસોને આ છોકરાનો બાપ નોકરીએ રાખે છે ત્યારે એણે એના પિતાને સલામ કરી. એક કહેવત છે કે, “કુમળું ઝાડ વાળીએ તેમ વળે”. જો તમે એ ઝાડને લાકડીનો સખત ટેકો નહિ બાંધો તો તે વાંકુ જ ઉગવાનું. મા-બાપના હાથમાં પણ બાળકને કેળવવાની જવાબદારી છે. ઘણીવાર લોકો કહે છે કે તમારા છોકરા ખુબ જ ડાહ્યા છે તો તે માટે એ મા-બાપ છોકરાઓ માટે પોતાની યુવાનીનું બલિદાન આપે છે એ વાત પણ ભુલવી નહિ જોઈએ. જિંદગીમાં કોઈપણ વસ્તુ સહેલાઈથી મળતી નથી અને મળે તો ટકતી નથી. દા.ત. બે નંબરના પૈસા તમારા છોકરાને બગાડે છે, કારણ કે છોકરાઓને આ પૈસા ક્યાંથી આવે છે તે ખબર હોય છે અને એટલે એમને એની કિંમત નથી હોતી.   

.

SHARE A MEAL FOOD TRUCK

.

Best Places to Visit in Sri Lanka

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો

slide2slide3slide4slide5slide6