Amazing grape harvesting machine – મોડેલ સ્ટેટ ગુજરાતમાં શું થઇ રહ્યું છે?

રઘલો: બાપુ, પથરી થઇ હોય તો કયાની “માનતા” રખાય?

બાપુ: નાની પથરી થઇ હોય તો “દીવ”ની અને મોટી થઇ હોય તો “ગોવા”ની..

.

એક આરબ શેખ લંડનમાં ટેક્ષીમાં બેઠો. એણે ટેક્ષી ડ્રાઈવરને રેડિયો સ્વીચ ઓફ કરવા કહ્યું અને કહ્યું કે અમારા ધાર્મિક ગ્રંથોમાં કહ્યું છે કે કોઈ પણ જાતનું મ્યુઝીક સાંભળવું નહિ કારણ કે અમારા ધર્મગુરુના વખતમાં સંગીત ન હતું, ખાસ કરીને વેસ્ટર્ન મ્યુઝીક કે જે નાસ્તિક લોકો માટે છે. ટેક્ષી ડ્રાઈવરે નમ્રતાથી રેડિયો સ્વીચ ઓફ કર્યો, ટેક્ષી ઉભી રાખી અને આરબનો દરવાજો ખોલી નાખ્યો.

આરબ શેખ: આ તું શું કરે છે?

ટેક્ષી ડ્રાઈવર: તમારા ધર્મગુરુનાં વખતમાં કોઈ ટેક્ષી ન હતી, કોઈ બોમ્બ ન હતા, કોઈ પ્લેન હાઈજેક ન થતા, વેસ્ટર્નમાં શોધ થયેલા લાઉડ સ્પીકરો ન હતા, શુસાઈડ એટેક ન હતા, આર.ડી.એક્શ. ન હતું, એ.કે.૫૬ ન હતી, આખી દુનિયામાં ફક્ત ચારેબાજુ શાંતિ હતી. માટે ચુપચાપ ટેક્ષીમાંથી ઉતરી જા અને ઉંટની રાહ જો

.

ભૂરો હોટલમાં ગયો: એ વેઈટર

વેઈટર: બોલો શેઠ, શું ખાસો?

ભૂરો: આ ટેબલ ખુરસી હટાવી લે, આજ તો ગલોટીયા ખાવા છે, આનંદી ગઈ એ ખુશીમાં!!!!

.

“મનકી બાત”માં સાહેબે પ્રજા જોગ હાકલ કરી હતી કે રક્ષાબંધન નિમિત્તે બહેનનો વીમો ઉતારવો, પરંતુ અહી તો બેનનો જ વીમો પાકી ગયો!

.

મોદી : દુનિયા ની એવી કોઈ જગ્યા નથી જ્યાં હું નહિ ગયો, હોવ..ખૂણે ખૂણે જય આવ્યો છું

બાપુ : સાસરે ગયા છો ક્યારેય ???

.

Amazing grape harvesting machine:

.

મોડેલ સ્ટેટ ગુજરાતમાં શું થઇ રહ્યું છે?:

બિહાર, યુ.પી.ની પરીક્ષામાં થતી ચોરી બાબતમાં ખુબ જ હોબાળો થાય છે, પરંતુ આપણા મોડેલ સ્ટેટ ગુજરાતની હાલત પણ એવી જ છે. જ્યાં રાજકીય નેતાઓ જ ખુલ્લે આમ કટકી લેતા હોય તો પછી એની અસર વિદ્યાર્થીઓ ઉપર થાય એમાં શંકા જ નથી. ગુજરાત સરકારમાં કોંગ્રેસ વખતે ભ્રષ્ટાચાર હતો જેને લઈને લોકોએ તેને જાકારો આપ્યો, પરંતુ હવે ભાજપાએ તો કોંગ્રેસને પણ સારી કહેવડાવે એ હદે ભ્રષ્ટાચાર વધાર્યો છે. કોઈ પણ કામ પૈસા આપ્યા વગર નથી થતું એવો સામાન્ય જનતાનો મત છે.

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide1 (1)Slide2Slide6Slide10Slide16

 

 

6 responses to “Amazing grape harvesting machine – મોડેલ સ્ટેટ ગુજરાતમાં શું થઇ રહ્યું છે?

    • મુ.ગૌતમભાઈ, તમે શાના વિશે વાત કરો છો તે ખ્યાલ નથી આવતો. શાનો જવાબ ખોટો છે? મૌન કોને માટે કહો છો?

      Like

      • ગૌતમભાઈ, લગ્ન તો ધર્મશાળા કે વાડીમાં થયા હશે, પછી ખબર નથી સાસરાના ઘરમાં ક્યારે ગયા? ગયા તો હોવા જ જોઈએ, આ તો જોક્સ હતો

        Like

Leave a comment