A Time-lapse of NZ’s Glowworm Caves in 4K – Traditional wedding dresses around the world

એક પોપટ (પક્ષી) અને તેનો માલિક વિમાનમાં સફર કરી રહ્યાં હતા. એરહોસ્ટેસને જોઈ પોપટે સીટી મારી. એરહોસ્ટેસે પાછું વળીને જોઈ સ્માઈલ આપી. આ જોઈ પોપટના માલિકે પણ સીટી મારી. એરહોસ્ટેસ નારાજ થઈ ગઈ અને તેણે ફરીયાદ કરી દીધી. બન્નેને વિમાનમાંથી બહાર ફેંકી દેવાની જાહેરાત થઈ. દરવાજા પર પોપટે માલિકને કહ્યું ઉડતા આવડે છે?

માલિક: નહીં

પોપટ: તો પછી સીટી શું કામ મારી?

.

પત્ની(પતિને):  પેલો માણસ ક્યારનો મને જોયા કરે છે.

પતિ(પત્નીને): એ તો તને જોવાનો જ, એમાં હું કશું  કરી શકું તેમ નથી.

પત્ની :- કેમ

પતિ :- એ ભંગારવાળો છે

.

ગણીતના શિક્ષક : ચંદુ, બોલ ૨,૪,૮,૧૬ એ શું છે

ચંદુ : ઝી,સ્ટાર,કલર અને કાર્ટુન નેટવર્કની ચેનલના નંબરો

.

આનંદી બેને ઉંમરનું બહાનું કાઢ્યું છે, બાકી રાજીનામા પાછળનું સાચું કારણ..પોકીમોન પકડવા માટેનો સમય નહોતો મળતો એ છે

.

“ઉના” હૃદયે આનંદીબેનના નિર્ણયનુ “હાર્દિક” સ્વાગત છે

.

A Time-lapse of NZ’s Glowworm Caves in 4K:

.

Traditional wedding dresses around the world:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide1Slide5Slide6Slide12 (2)Slide12

6 responses to “A Time-lapse of NZ’s Glowworm Caves in 4K – Traditional wedding dresses around the world

  1. Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
    આ બ્લોગ રિબ્લોગ કરવાની કુટેવ પડી ગઈ છે. એવું થોડું છે કે પાગલથી જ હસી શકાય? હું તો ખડખડાટ હસું છું.

    Like

    • તમે રીબ્લોગ કરો તો મને આનંદ છે…ખાસ આનંદ તો એટલે થાય કે આટલું બધું ગાંડપણ કરીને જોક્સ લાવું છું અને થાય છે કે કોઈ હસતું હશે ખરું???? પાગલની જેમ…ખડખડાટ……આ તો તમને જ આવું લખાય બાકી સુરત બહાર તો બધાને ખોટું લાગી જાય…જે સીધાસાદા માણસો હોય તેમને માટે ઘણા જોક્સ સમજવા મુશ્કેલ હોય છે. કહેવાનો મતલબ તમને બધા જ જોક્સમાં સમજણ પડી જાય છે…હા….હા….હા….તમે સીધાસાદા નથી…..

      Liked by 1 person

  2. એ બકાભાઈ….!!!, તમારી જાતે નહીં માની લેવાનું કે લોકોને નથી ગમતું. ન ગમનાર વ્યક્તિ તમારો બ્લોગ “Block” કરી શકે છે. તમને અભિપ્રાય આપનારા અને લાઈક કરનારાઓ ઉપર તમે ધ્યાન આપો…..જો તમને રીસ્પોન્સ ન આવે તોજ તમારે સમજવાનું, બાકી તો તમે સ્પેશિયલમાં સ્પેશિયલ મસ્ત ઉંધિયું પીરસ્યા કરો અને અમે ટેસથી જમતા રહીએ. આટલો સરસ અને જથ્થાબંધ ઈમેલ કે બ્લોગતો કોઈનો આવતો નથી..

    Like

    • મનસુખલાલ, તમારી વાત એકદમ સાચી છે. તમે તો મારા ખુબ જ જુના વાચક શરૂઆતના સંગાથી છો. તમારી સલાહ ખુબ જ સાચી અને સારી હોય છે, આજની વાત નથી કરતો વર્ષો પહેંલા ઈમેલ પર પણ. તમારો અને તમારા જેવા વાચકોને લઈને બધું બરાબર ચાલે છે. ખુબ ખુબ આભાર!

      Like

Leave a comment