Stent Implantation Coronary Angioplasty Surgery

જ્યાં બધા જ હોય અને કોઈ ના બોલે એને “શોકસભા” કહેવામાં આવે છે

જ્યાં એક બોલે અને બધા સાંભળે તેને “આમસભા” કહેવામાં આવે છે અને

જ્યાં બધા જ બોલે અને કોઈ નહિ સાંભળે તેને “લોકસભા” કહેવામાં આવે છે

.

દીકરો: માં, આજકાલ પ્રેમનો વાઈરસ ચારે બાજુ ફેલાયેલો છે. મારા પર એ વાઇરસે હુમલો કર્યો એવું લાગે છે.

માં: દીકરા, તું ચિંતા નહિ કર, મારી પાસે જે ચપ્પલ છે તે “એન્ટીવાયરસ”નું કામ કરે છે

.

જો અડધા  કલાકના ઝઘડાથી ઘરવાળી ત્રણ ,ચાર દીવસ મોઢુ ફુલાવીને મુંગી રહેતી હોય તો

ઝઘડા કરાય એમા કાઇ વાંધો નહીં

.

Stent Implantation Coronary Angioplasty Surgery:

આજકાલ હાર્ટએટેકથી લોકો ખુબ જ ગભરાય છે. જંકફૂડ, કસરતનો અભાવ, અપૂરતી ઊંઘ, ચિંતા એવા ઘણા કારણોને લઈને જાત જાતના રોગો વધી ગયા છે. હાર્ટએટેક માટે એન્જીયોગ્રાફી”,એન્જીયોપ્લાસ્ટી”,“સ્ટેન્ટ” વગેરે શબ્દો ખુબ જ પ્રચલિત છે. લોહી લઇ જતી નસમાં બ્લોકેજ આવવાથી હ્રદય સુધી લોહીને પહોચવામાં તકલીફ પડે છે. એટલા માટે પહેલા લોહી લઇ જતી નસમાં શાહી નાખીને બ્લોકેજ ક્યાં છે તે નક્કી કરવામાં આવે છે. પછી એક બારીક ટ્યુબને એ નસમાં ખુબ જ સંભાળીને પસાર કરવામાં આવે છે. જેના પર બલૂન હોય છે જેને બ્લોકેજ વાળા ભાગમાં ફુલાવવામાં આવે છે. ત્યાર બાદ આ બારીક ટ્યુબ પાછી કાઢી નાખવામાં આવે છે. જેને ”એન્જીયોપ્લાસ્ટી” કહેવાય છે. ત્યાર પછી એક બીજી એક બારીક ટ્યુબને નસમાંથી પસાર કરીને બ્લોકેજવાળા ભાગમાં લઇ જવામાં આવે છે. ત્યાં સાદી ભાષામાં કહું તો એક નાની સ્પ્રિંગ જેને “સ્ટેન્ટ” કહેવામાં આવે છે તેને આ બ્લોકેજવાળા ભાગમાં મુકવામાં આવીને એક્સ્પાંડ(ફુલાવવામાં) કરવામાં આવે છે. પછી બારીક ટ્યુબ કાઢી લેવામાં આવે છે. ઘણીવાર એન્જીયોપ્લાસ્ટીથી ચાલતું હોય તો સ્ટેન્ટ મુકવામાં આવતો નથી. જે રીતે સિમેન્ટના ભૂંગળામાં લોખંડની ગોળ જાળી લગાવીને તેને મજબુતાઈ આપવામાં આવે છે તે રીતે સ્ટેન્ટનું કાર્ય સાદી ભાષામાં રેઈનફોર્સમેન્ટ કરવાનું છે.( નોંધ: જે લોકો ઇંગ્લીશમાં સમજી નહિ શકે તે માટે હું જે સમજી શક્યો છું તેવું મેં ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. હું કોઈ ડોક્ટર કે મેડીકલ વ્યવસાય કરતી વ્યક્તિ નથી. ભૂલ થવાનો સંભવ છે.). નીચેનાં વિડીયોમાં આ ત્રણે વસ્તુઓ ખુબ જ સારી રીતે સમજાવવામાં આવી છે.    

.

મોટા અક્ષરોએ વાંચવા માટે નીચેના ફોટા પર ક્લિક કરો:

DONE WP-GIVE A BIG SMILEMARRIAGE GYAANSlide5

.

18 responses to “Stent Implantation Coronary Angioplasty Surgery

  1. ઘણા સરસ ટુચકા ….
    હાર્ટની ઘણી સરસ માહિતી
    અન્ય માહિતી પણ મજાની ….

    Like

    • કુહાડીના હાથ પણ જાત જાતના લાકડામાંથી બને છે…..તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ…..

      Like

  2. Vipulbhai, I think government should make one rule that every young boy or girl should take training of army and then they should respect soldiers who fought for us & give their lives to save people of country. We cannot count its sacrifice in few rupees.

    Like

    • મહેશભાઈ,
      તે માટે બંધારણમાં સુધારો કરવો પડે અને ફરજીયાત મીલીટરી ટ્રેનીંગ દાખલ કરવી પડે. જે વસ્તુ સામ્યવાદી દેશોમાં અસ્તિત્વમાં છે. એવું કરવા જાવ તો ભારતમાં લોકશાહી કાઢી નાખવી પડે અને એટલે જ સામ્યવાદીઓ જે.એન.યુ.માં તેમના વિદ્યાર્થી સંગઠનો દ્વારા ક્રાંતિ કરવા માંગે છે તો સામે છેડે આર.આર.એસ. હિન્દુઓનું સંગઠન મજબુત કરવા માંગે છે. બે ની લડાઈમાં ત્રીજો ફાવે તેમ કાશ્મીરી અલગતાવાદીઓ એનો લાભ લઇ રહ્યા છે. હકીકતમાં “દેશભક્તિ” કરતા વધારે બધા પક્ષો પોતાની ખીચડી પકવવા માંગે છે.
      તમારી વાત પર આવું તો પહેલા કોલેજોમાં ફરજીયાત એન.સી.સી. હતી તેને આ સ્વાર્થી નેતાઓએ મરજીયાત બનાવી દીધી. એન.સી.સી. ફરજીયાત હતું ત્યારે તેનો ઘણો જ સારો ઉપયોગ થતો હતો અને લડાઈ વખતે દેશની આંતરિક વ્યવસ્થા માટે તે ખુબ જ ઉપયોગી હતું.
      આ ઉપરાંત મને ખબર છે કે સુરતમાં બનતા સુધી આર.એસ.પી.(રોડ સેફટી પોલીસ)માં સ્કુલના છોકરાઓ ખુબ જ સારી રીતે વાહના વ્યહવાર કંટ્રોલ કરવામાં પોલીસને મદદરૂપ બનતા હતા. તે બંધ થઇ ગયું અને બાંધેલા પગારે માણસો ભરતી કર્યા. જે પોલીસ સાથે કટકી લેવામાંથી ઊંચા નથી આવતા. કોંગ્રેસ તો પોતાના કર્મોને લઈને પડી ભાંગી છે પણ ભા.જ.પા. એ પણ કઈ ટોપ ફોડી છે? કોઈ આ જૂની બે યોજનાઓ માટે વિચારે તો ઘણો જ ફરક પડે. પરંતુ ભારતની પ્રજા માટે તો “વો દિન કહાં કી મિયા કે પાંવ મેં જૂતિયા” જેવી હાલત છે.

      Like

      • વિપુલભાઈ.. R S P હવે તો… ( રખડતા સુરત ના પાડાઓ ) આમ પણ.. હવે ચાર રસ્તાઓ પર… ઢોર અને ઊંટ ગાડીઓ નઝરે પડે છે..ધાર્મિક સ્થળો ની આસપાસ અને સૌરાષ્ટ્ર વાસીઓના એરિયા માં. અથવા.. રસ્તા વચે આવી જતા કુતરા અથવા વ્યક્તિઓ.. અને ટ્રાફિક બ્રિગેડ..???? શું કેહવું..!! Fb. પર (Surat against Police & Anti Curreption) પેજ પર દરરોજ લાંચ ના કે આ બ્રિગેડ ના કાર્યો ના ફોટા અપલોડ થાય જ છે. અને J N U બરાબર.. પણ…… દેશ દ્રોહી. વિરોધી તત્વો ને કોઈ દી સાંખી નહી લેવાય.. પછી તે કોઈ પણ હોય. અને.. પિક્ચર મેસેજ ઘણું બધું કહી જાય છે. જય હિન્દ!! જય હો.

        Like

      • ભગવતીકુમાર,
        તમારી વાત સો ટકા સાચી છે. પરંતુ હું હજુ માનું છું કે કોલેજ અને શાળાઓના વિદ્યાર્થીઓનો જે ઉપયોગ થવો જોઈએ તે નાતી થતો. જેને લઈને આ શક્તિઓ ખોટા માર્ગે ચઢી જાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ખુબ જ મહત્વની યોજના સમજીને એક અલાયદું ખાતું ખોલીને આ લોકોનો ઉપયોગ સાર્વજનિક સેવા માટે કરવો જ જોઈએ. બાકી “मन की बात तो दिल ही जाने, लोगो से उसे कोई मतलब नहीं, लोगो को तो मतलब की बात करो”.

        Like

      • Vipulbhai, you are right…every politician & political party only interested in making money & they don’t want to build our nation strong by their own strength. N.C.C. / Road Safety Petrol (RSP) is a very nice activity which delopes qualities like civilisation / honesty / punctuality in us. When I am studying in Std. 8, I got training & work for Road Safety Petrol.

        Like

      • મહેશભાઈ, ભગવતીકુમારને મેં જવાબ આપ્યો છે. તમે આર.એસ.પી.માં કામ કર્યું તે વખતે તમારા જેવા વિદ્યાર્થીઓ કેટલી ધગશથી એ કાર્ય કરતા હતા. તેમાં પણ આઠમના મેળા વખતે તો સખત કામ કરતા હતા. મને ખબર છે કે એક વૃદ્ધ કાકા અને એક ઓછી હાઈટવાળો આર.એસ.પી.નો લીડર(બનતા સુધી વી.ટી.ચોકસી હરીપરાનો વિદ્યાર્થી) સાંજે અચૂક ભાગળ પર હાજર થઇ જ જવાના. તેમની સાથે નાના છોકરાઓ જે કામ કરતા હતા તેને મારા સલામ છે. આજે જયારે ભાડે લીધેલા ટટ્ટુઓ તો જાણે પોલીસો માટે બકરો શોધવા રાખ્યા હોય તેવું લાગે છે. ખરેખર જો ટ્રાફિક સેન્સ, સ્વચ્છતા લાવવી હોય તો આ સ્કુલ/કોલેજના છોકરાઓને થોડી સત્તા આપીને સોપી દો…”सब देखते ही रहे जायेंगे”. આ લોકોને આ સેવાના માર્ક ૫/૧૦ તેમણે આપેલી સેવાના પ્રમાણમાં એમના એડમીશનમાં ઉમેરાય એવું કઈ કરવું જોઈએ.

        Like

    • સ્નેહી રજનીકાંતભાઈ, ઘણા લાંબા વખત પછી દર્શન આપ્યા! જો ભૂલતો નાં હોઉં તો નડિયાદના છો. તમે જે યુ ટ્યુબમાં વિડીયો જોવા કહ્યું તે સમય મળ્યે જરૂર જોઇશ. આવા સજેશન બદલ આપનો ખુબ ખુબ આભાર! કોઈ કોઈવાર કોમેંટ આપો તો ખ્યાલ આવે…..ખાસ કરીને તમારા જેવા શોખીન…..તમારા દીકરાને મારી યાદ આપજો….વિપુલનાં સ્નેહવંદન

      Like

      • I remember you everyday after godas I am addicted to your site I have recommend this site to genuine 50 friends

        Like

      • રજનીકાંતભાઈ, આપનાં સુપુત્રે આપનો મારા વિશેનો જે ખ્યાલ છે તે વિશે વાત કરી હતી, “ઉચે લોગ ઉંચી પસંદ” જેવી વાત થઇ. તમારા બે શબ્દો ખુબ જ પ્રોત્સાહન આપે છે. મેં બ્લોગ શરુ કર્યો ત્યારે કોઈની ૫૦૦૦૦ કલીપ જોતો તો મને દિવાસ્વપ્ન જેવું જ લાગતું હતું. પરંતુ તમારા જેવા મારા બધા જ કદરદાન વાચકોને લઈને આજે ૧૬ લાખ ઉપર ક્લિક ટૂંક સમયમાં મેળવવી છે. ઘણીવાર મારા બીજા બ્લોગના બ્લોગરો એવું ઈચ્છે છે કે હું પણ એમના બ્લોગની મુલાકાત લઉં, ટાઈમના અભાવે શક્ય નથી, ઘણાને ખરાબ પણ લાગતું હશે પરંતુ હકીકતમાં આ બધી શોધખોળ કરવાની, સુવિચારની સ્લાઈડો કે બીજા વિષયો પર રોજ ને રોજ કઈ બનાવવું ખુબ જ સમય માંગી લે છે. રોજ ને રોજ જોક્સ વગેરે ભેગા કરવા અને સામાન્ય રીતે બધાને ગમે એવા મુકવા ઈન્ટરનેટ/ફેસબુક/વોટસ અપ વગરે પર ખુબ જ ટાઈમ કાઢવો પડે છે. વર્ડપ્રેસવાળાને વરસના પૈસા તો આપું છું પરંતુ તે ૧૪ જી.બી.ની લિમીટનાં જ આપું છું. ૧૩.૫ ઉપર તો થઇ ગયી છે એટલે ૧૪ જી.બી.ની અંદર જ રમવું પડે, નહિ તો દરવર્ષે ૫૦૦ ડોલર અનલીમીટેડ સ્પેસના માંગે છે. સાથે સાથે હ્યુમન ટચ પણ રાખવો પડે….આટલા બધા વાચકોની વ્યક્તિગત ઓળખાણ પણ રાખવી જરૂરી છે. ઈશ્વરકૃપા અને મારા વાચકોના પ્રેમથી આ બધું શક્ય બનતું રહે છે, એ બદલ આપ સૌનો ખુબ ખુબ આભારી છું.

        Like

Leave a comment