આતા હવે નથી

સ્વ.મુ શ્રી આતાનાં દુઃખદ અવસાને બ્લોગ જગતની સૌથી વૃદ્ધ અને જાણીતી વ્યક્તિ ગુમાવી છે. મારા વાચકોને ખાસ વિંનંતી કે જરૂરથી આતાના બ્લોગ “આતવાણી”નાં વિવિધ લેખો વાંચશો તો તમને પણ આવા સ્પષ્ટ વક્તા અને એમના અનુભવનાં નીચોડમાંથી ઘણું જાણવાનું મળશે. મારા હિસાબે એ કે “અજાતશત્રુ” હતા. પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ હૃદયપૂર્વકની પ્રાર્થના!

આતાવાણી

aataa

સૌ નેટ મિત્રોને આઘાત આપે તેવા સમાચાર.

મિત્રો,
      હમણાં જ દેવ જોશી નો ફોન હતો.

      એક કલાક પહેલા આતાજી આપણને સૌને છોડીને ચાલ્યા ગયા છે. સૂતેલા હતા અને એમનો પૌત્ર ડેવિડ મંદીરે  જવા એમને ઊઠાડવા ગયો, ત્યારે તેઓ ભર નિદ્રામાં હતા. બસ કાર્ડિઆક એરેસ્ટ.શુક્રવારે એમનો ફોન હતો, અને દિવ્યભાસ્કરના ઈન્ટરવ્યુની વાત કરી, ત્યારે તો સરસ મૂડમાં હતા. ઘણી વાતો કરી હતી. આપણા અન્ય સૌ મિત્રોને જણાવશો.
– પ્રવીણ શાસ્ત્રી.

મારે માટે તો આ બાપ મરી ગયો હોય તેવો આઘાત છે.

આતા  મોક્ષમાં માનતા ન હતા. એમના આનંદી અને સદા કાર્યરત સ્વભાવ અને વર્તને એમનો જીવતે જીવ મોક્ષ કરી જ દીધો હતો.

પ્રભુ એમના આત્માને ચિરંતન શાંતિ આપે એવી આપણી સૌની પ્રાર્થના છે.

આતાનો પરિચય…

જીવનમંત્ર

सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला नहीं हो सकता।
————
Teachers open door,
But you must enter by yourself.

તેમનો બ્લોગ…

View original post 242 more words

Advertisements

6 responses to “આતા હવે નથી

  1. મારા ‘અભીવ્યક્તી’ બ્લોગ પર ‘ચાર્વાકદર્શન’ની લેખમાળા પુરી કરવા અને તેની ઈ.બુક પ્રકાશીત કરવા માટે સીંધુ સંસ્કૃતી તથા બૃહસ્પતી (ચાર્વાક)ના ચાહક એવા 90(નેવું) વરસના સદા બહાર, સદા યુવાન હીમ્મતલાલ જોશી ‘આતાજી’ મને સતત પ્રોત્સાહન અને બળ પુરુ પાડતા હતા. ‘ચાર્વાકદર્શન’ની લેખમાળા પુરી થવાને આરે છે. ‘ચાર્વાકદર્શન’ ઈ.બુક પ્રગટ થાય તે પહેલાં જ ‘આતાજી’એ આજે આંખ મીચી દીધી એ માન્યમાં નથી આવતું. ‘અભીવ્યક્તી’ બ્લોગ પર હવે તેમના પ્રતીભાવની ખોટ સાલશે.. સદગતને નેટાંજલી….

    Like

  2. પ્રભુ તેમના આત્મા ને શાન્તિ આપે અને તેઓશ્રીના કુટુબીંજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ ને પ્રાર્થના.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s