હેપ્પી મકરસંક્રાંતિ – A GIRL’S NECK WAS CUT BY KITE THREAD

પુરુષનું પણ પતંગ જેવું છે! કન્યા સારી બંધાય તો ઊંચી

ઉંડાન અને ખોટી બંધાય તો ગોળ ગોળ ફરતો થઇ જાય

.

CLICK FOLLOWING LINK

SURATIUNDHIYU-VIPUL DESAI

.

A GIRL’S NECK WAS CUT BY KITE THREAD

આ વિડીયો નબળા પોચા હૃદયવાળાએ જોવો નથી. અહી મુકવાનું કારણ એટલું જ કે જયારે તમે પતંગ ચગાવો ત્યારે દોરી ખેંચશો નહિ, ચાઇનીઝ કે બીજા પ્રકારના ગંભીર ઈજા કરે એવા માંજા વાપરવા નહિ. આજે આ છોકરી છે તો કાલે તમારું કોઈ સ્વજન પણ હોઈ શકે. બને ત્યાં સુધી ઓપન ગ્રાઉન્ડમાં પતંગ ચગાવવાનો પ્રયત્ન કરો. પતંગ નહિ ચગાવતા હો તો સોસાયટીમાં કે જ્યાં હો ત્યાં કાતર પાસે રાખીને બેસો જેથી કદાચ તમે કોઈને ઈજાથી કે મૃત્યુનાં મુખમાંથી બચાવી શકો.

.

CLICK FOLLOWING LINK FOR GUJARATI AUDIO

ઉત્તરાયણ અને સ્ત્રી-પુરુષનો સબંધ

.

slide1

slide2

slide3

slide4

slide5

slide6

slide7

Advertisements

7 responses to “હેપ્પી મકરસંક્રાંતિ – A GIRL’S NECK WAS CUT BY KITE THREAD

 1. બહુ દર્દનાક વિડિયો છે. એનો ઈલાજ પણ એક અમદાવાદીએ જ ગોતી કાઢ્યો છે…

  અમદાવાદમાં ૨૦૦૬ના ડિસેમ્બરની એક શીતળ સવારે મનોજભાઈ સ્કૂટર પર બેસીને તેમની ઓફિસે જવા નીકળ્યા. એર કન્ડિશનરો રિપેર કરવાનું કામ કરતા મનોજભાઈ પાસે કામનું ઠીક ઠીક લાંબું લિસ્ટ હતું – અને અલબત્ત સાથે ઘરનાં કામોનું પણ. તેમના એક સંબંધી બિમાર હતા, અને તેમની હાલત બહુ નાજૂક હતી. તેમને મળવા જઈ, કુટુમ્બીજનોને સધિયારો આપવો બહુ જરૂરી હતો. આ બધી ગડભાંજના વિચારો મનોજભાઈના ચિત્તમાં ઘુમરાઈ રહ્યા હતા.
  અચાનક એક પતંગની દોરી તેમના ગળાને કાપતી પસાર થઈ. સ્કૂટર ઝડપમાં હતું અને મનોજભાઈના ગળામાંથી લોહીની ધાર વહેવા લાગી. સદભાગ્યે દોરી પણ આ આઘાતથી કપાઈ ગઈ અને મનોજભાઈને જીવલેણ રીતે ઘાયલ ન કરી શકી. તરત મનોજભાઈ નજીકની એક ખાનગી હોસ્પિટલમાં પહોંચી ગયા. ડોક્ટર બીજા દરદીઓને આવી જ સારવાર આપવામાં વ્યસ્ત હતા. ગળે કપડાનો લોહીથી ખરડાયેલો ડૂચો પકડી રાખી મનોજભાઈએ બાજુમાં પડેલ દૈનિકના મથાળાં વાંચવામાં મન પરોવ્યું. છેલ્લા પાના પર એક નવજુવાનના આવી જ પતંગની દોરીથી ઘવાવાના કારણે થયેલ અવસાનના સમાચાર પર સ્વાભાવિક રીતે મનોજભાઈનું ધ્યાન કેન્દ્રિત થયું. આખા સમાચાર વાંચવાનું પૂરું થયું અને ભાવિની અમંગળ શંકાઓના ઓથારે એમના રોમે રોમમાં ભયનું લખલખું ફેરવી દીધું.
  એટલામાં જ તેમને નર્સે અંદર બોલાવી લીધા. પાટાપિંડી કરી, જરૂરી દવાઓ લઈ તે બહાર તો આવ્યા પણ ‘આવતીકાલના છાપામાં તેમના સમાચાર તો આવી નહીં જાય ને?’ – એવી શકા કુશંકાઓ તેમના મગજમાં ડહોળાતી રહી. ઓફિસે પહોંચી, જરૂરી સામાન લઈ તેમણે આગળ પ્રયાણ તો કર્યું , પણ તે શીતળ સવારની ગરમા ગરમ વ્યથા હજુ તેમની ડોકમાં ચરચરી રહી હતી. ‘કઈ ઘડીએ આવી બીજી દોરી ફરીથી આક્રમણ નહીં કરે?’ એવો ભય પણ સતત તેમના મનને કોસતો રહ્યો. પણ સાંજ સુધીમાં ઘેર પહોંચતાં તેમના મનમાં એક સંકલ્પે જન્મ લઈ લીધો હતો – ‘આમ ન થાય તે માટે મારાથી બનતું કર્યા વિના મને હવે જંપ નહીં વળે.’

  પછી શું થયું ?

  http://webgurjari.in/2017/01/13/modern-india_14/

  Like

  • મુ.જાની સાહેબ, તમે આપેલી વિગતો ખુબ જ સારી છે. સુ.ઉ.નાં વાચકોને પણ ઉપયોગી નિવડશે અને એમના દ્વારા બીજા લોકોને પણ ખબર પડશે. મનોજભાઈ તો પાછા મારી લાઈનના છે(એરકન્ડીશનીંગ) એટલે જાતભાઈ કહેવાય. એમની પ્રવૃત્તિ ખુબ જ સારી છે. એમનાં વિશેનો એક લેખ ડો.શરદ ઠાકરે પણ લખ્યો છે. ટૂંકમાં ઉતરાણ હોય કે નાં હોય મારું માનવું છે કે દરેક જણાને પોતાની કારમાં કે ટુ વ્હીલરમાં ફર્સ્ટ એઇડ બોક્સ રાખવો ખુબ જ જરૂરી છે(ભારતમાં જ નહિ વિદેશમાં પણ) કારણ કે ગમે ત્યારે તમને કે બીજાને ખુબ જ ઉપયોગી બની શકે. માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર!

   Like

   • આવા સમાચારો બતાવે છે કે યોગ્ય ને સમયસરની સારવાર મળવાથી જીવ જતો બચાવી શકાય છે.

    બહુ સુંદર લેખ છે.

    Like

 2. વિપુલભાઈ ,આપને અને સૌ વાચક મિત્રોને મકર સંક્રાંતિ ની શુભેચ્છાઓ .

  આપનો વિડીયો અને શ્રી સુ.જા.નો લેખ સંકટ સમયની સાંકળ રૂપ છે. બન્ને મિત્રોને અભિનંદન.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s