India’s Special Paratrooper Force – Self-driving bicycle in the Netherlands

10-9-2016-jokes

.

ત્યાં મોદીનો શુટ લાલજીભાઈએ ચાર કરોડ એકત્રીસ લાખમાં ખરીદ્યો અને અહિયાં ઘરવાળીએ મારા ત્રણ જીન્સના પેન્ટ અને બે શર્ટ પ્યાલા-બરણીવાળીને એક તપેલીનાં બદલામાં આપી દીધા. “બેઈજ્જતી”ની પણ હદ હોય છે!

.

કોઇક યાંત્રિક ખામીને લીધે શિયાળાની જગ્યાએ ફરીથી ચોમાસું ચાલુ કરવામાં આવી રહ્યુ છે. ઉપરનો લિકેજ રિપેર થયા પછી શિયાળો ચાલુ કરવામાં આવશે. સહકાર બદલ આભાર! લી. આપનો ઈન્દ્રદેવ

.

સારામા સારુ રમતા ખેલૈયાની પાસે જઇને હળવેથી કાનમાં કહેવાનું, “શું ખુટીયાની જેમ ઉલળશ, ભુંડો લાગસ”. 2 રાઉન્ડ પછી પાર્ટી પ્લોટની દિવાલે ઉભા ઉભા વિચારે તો ખરા જ કે સાલુ ખરેખર એવો લાગતો હોઇશ?

.

નવરાત્રિમાં સાલું આ વખતે ‘ઓડ-ઈવન’ની ફોર્મ્યુલા ચાલે છે.

‘ઓડ (odd) દિવસે વરસાદ પડે છે અને ઈવન (even) દિવસે, ગરબા રમાય છે.

.

યક્ષ: હે યુધીષ્ઠીર, આ સંસારમાં સૌથી મોટું આશ્ચર્ય કયું?

યુધીષ્ઠીર: જે મોબાઈલથી ફેસબુક, વોટ્સએપ, પર ચીની સામાનના બહિષ્કારની વાતો કરવામાં આવે છે તે મોબાઈલ જ ચીનમાં બનેલો હોય છે!

.

લોટ દળાવા જતી માસી ના દયણાંના ડબ્બા ઉપર “JIO” લખેલું જોઈ રઘલો ચક્રી ખાઈ ગયો

“હે માસી,આ જિયો વાળા ડબ્બા પણ ફ્રી માં આપે ?”

માસી કહે: મારા રોયા, ઈ તો તારા માસા નું ટૂંકમાં નામ લખ્યું છે, જેન્તીલાલ(J) ઈશ્વરલાલ(I) ઓશવાલ(o)

.

India’s Special Paratrooper Force

ભારતની સ્પેશીયલ પેરાટ્રુપરની ટ્રેનિંગ જોઇને તમે ઓહ, એવો ચિત્કાર કરશો. આ સ્પેશીયલ પેરાટ્રુપરની ટ્રેનીગ જોઇને તમારી આંખમાં આંસુ આવશે. પાણી પીધા વગર રહેવાનું અને પછી એમને જે ગંદા પાણીમાં હતા તે પાણી પીવડાવ્યું. ૨૩ યુવાનોમાંથી ફક્ત ૧૦ યુવાનો આમાં પાસ થયા. સાઉથનાં એક રાજકીય નેતાએ(જેને હું હિજડાની ઓલાદ કહીશ, વિડીયો જોશો પછી તમે પણ કહેશો) કહ્યું કે આ લોકો આળસુ છે અને પૈસા માટે લશ્કરમાં જોડાય છે. આ બધું એ લોકો કોને માટે કરે છે? માભોમની રક્ષા અને આપણા માટે. આપણે તો એટલા બધા બેશરમ થઇ જઈએ છીએ કે બે પૈસાના ફાયદા માટે ચાઇનીઝ કે પાકિસ્તાની વસ્તુઓ ખરીદીને આ જવાનોના મોતના સોદા કરીએ છીએ. બધા રાજકીય નેતાઓ તો સોદા કરતા રહેશે, પરંતુ તમે આજે જ શપથ લો કે ગમે તેટલી સસ્તી વસ્તુ હોય અમે કોઈપણ વિદેશી વસ્તુને હાથ નહિ લગાડીએ. જે કોઈ ચીન/પાકિસ્તાનની વસ્તુઓ ખરીદે કે ખરીદવાનું કહે એમનો સામાજિક બહિષ્કાર કરી, તમારો દેશપ્રેમ બતાવજો! જયહિન્દ!

.

Self-driving bicycle in the Netherlands

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો


slide1slide2slide3-2

 

slide3slide4

8 responses to “India’s Special Paratrooper Force – Self-driving bicycle in the Netherlands

 1. જય હિન્દ!! જય હિન્દ કી સેના.. જય હો… વિજયી હો..! અને વિપુલભાઈ.. હીજડા ની ઓલાદ?? અરે મારી પાસે સુરતી ગાળો નો special શબ્દકોશ છે..!! પણ.. આ હર્રામી માટે આમાંથી એકપણ શબ્દ બંધબેસતો નથી..! બોલો. & વિદેશ માં.. સાચી લોકશાહી છે એટલે ત્યાં.. અમુક જગ્યાએ PM CM GM બધા કાયદાને માન આપે અને તોજ લોકો પણ તેઓને અનુસરે. જયારે ભારત માં તો.. લોકશાહી કરતા ઠોકશાહી & વંશવાદ રાજાશાહી જેવું છે. & હાથ ની આ ઈલાજ પદ્ધતિ એક્યુપ્રેશર કે પછી..? પણ.. વાહ.. ઘણીજ ઉત્તમ. જોક્સ.. સરસ.

  Like

 2. અફલાતૂન જોક્સ વિષે અમે મુંગામંતર.
  ભારતની સ્પેશીયલ પેરાટ્રુપરની ટ્રેનિંગ જોઇને
  જોયા માત્રથી કંપાવી દે છે ,ત્યારે એના વિષે એલ-ફેલ બોલનારાને શું કહેવું?? આક્રોશથી ” નપાવાટ” કહીએ.તો પણ ઓછું પડે.

  Like

  • વિમળાબેન, તમારી અને ભગવતીભાઈની વાત સાચી છે. એ નપાવટને હાલમાં જ પત્રકારે પૂછ્યું તો તે કહે હું મારા મંત્રવ્ય પર હજુ અડગ છું. મેં વચ્ચે એક “હુકુમ મેરે કાશ્મીર” અને “કાશ્મીરી યુથ”નો ગ્રાંડ માસ્ટર શીફૂજીનો વિડીયો મુક્યો એમણે આ માણસને બીજા વિડીયોમાં એટલી બધી ગાળો દીધી છે અને ચેલેન્જ કરી છે…એ વિડીયો અપશબ્દોથી ભરપુર હોવાથી હું અહી મૂકી શક્યો નહિ, બાકી ગ્રાંડ માસ્ટર શીફૂજીનો વિડીયો જોવા જેવો તો ખરો! આ લોકોને લઈને જ આજે દેશ અડીખમ ઉભો છે…બાકી બીજા બધાને રાજકીય “ફાતડા” કહીએ તો વાંધો નહિ આવે. બધાને ફક્ત સત્તા જ જોઈએ, અહિયાં કે વિશ્વમાં દરેક જગ્યાએ!

   Like

   • vipulbhai..??? હમણાજ એક ફોટો હતો.. કદાચ જયલલિતા માટે..? એક અંધ ભક્ત.. પોતાની જાતને હુક વડે ટાંગીને પ્રાથર્ના કરતો હતો.. બેન ને સારા થવાની?? પછી આવા દરેક વખતે સત્તા પર આવેજ ને…!!

    Like

   • Vipulbhai.. This News is Fresh 4m 13th Oct ’16… Just we & U & All Bharatiya want to Read.. “Chinese mobile phone companies with their Indian counterparts will hold three-day joint summit starting October 22 in New Delhi with around 20 firms having interest in setting up their manufacturing units in the country. “We have seen huge interest of Chinese for making their products in India. In the upcoming summit, we are expecting large participation. Around 20 mobile phone firms, mostly component suppliers and contract manufacturers, have already expressed interest in manufacturing their products in India,” ICA National President Pankaj Mohindroo told PTI.” Jay Ho.

    Like

   • જય હો! “જ્યાં જ્યાં વસે ભારતીય ત્યાં ત્યાં મળશે “ચાઇનીઝ” પ્રોડક્ટ. આને કહેવાય “ગાય ને દોહીને કુતરીને પીવડાવવું”. મોદી સાહેબે કહ્યું હતું કે કોઈપણ ગરીબની થાળી ખાલી નહિ હોય, બધી ચાઇનીઝ પ્રોડક્ટથી(ફૂડ પેકેટ) ભરેલી હશે. કારણ ચાઇનીઝ સસ્તી થાળી આપી શકે. બનાવટી ચોખા, ફ્લાવર, ઈંડા વગેરે જે કહો તે ફેંકી દેવાના ભાવે ચાઈના વેચે છે. આપણને તો સસ્તું, સારું અને ટકાઉ જોઈએ….આ બનાવટી વસ્તુઓ સસ્તી,સારી(દેખાવમાં) અને ટકાઉ તો(પેટમાં) રહેવાની જ, કારણ કે તે પચે જ નહિ. “હિન્દી ચીની ભાઈ ભાઈ”.

    Like

  • બેન. …?? આક્રોશથી ” નપાવાટ”…?? બસ?????????????????????????? ઓહ!! મને એમ કે… હજુ કઈ સારો શબ્દ…વાક્ય… વાપરશો.. ઠીક છે. આવા અદભુત શબ્દો માટે “સુરતી” dictionary પણ ઓછી પડે.!!!!!

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s