25 responses to “Typewriter Artist – High School Grandpa

  1. સ્કુલમાં જતા બાળકોના ફોટાઓ તો અખબારો, મેગઝીનો, ટીવી, ઈન્ટરનેટ ઉપર તો વરસોના વરસોથી આવ્યા કરે છે. ૧૯૫૦માં પણ મુંબઈમાં શાળાએ જતાં વિદ્યાર્થીઓને બેસ્ટની બસમાં દોડતાં દોડતાં જેમતેમ ચડતા-ઉતરતા જોયા છે, મારા બાળકોને પણ બસમાં બેસવા તો ઠીક ચડવા અને અને ચડી ગયા પછી ઉભવા પણ માંડ માંડ મળતું… આજે વરસો તો શું, દાયકાઓના દાયકાઓ વીતી ગયાં, પણ હજીયે હાલત એમની એમજ છે….!!!! આજ બાળકો મોટા થયા પછી, કોઈક તો ઉંચા આસને અને મોટા હોદ્દા ઉપર પણ આવ્યા હોય છે, તો આવું જોઈને એમના પેટનું પાણી પણ નથી હલતું…!!!! માત્ર બીજાઓએજ જીવ બાળવાનો..?? હું ૧૨ વરસનો નાનો હતો, ત્યારે મારી શાળા તો મારા ઘરની બાજુમાંજ હતી, પણ બીજા જેઓ દુર રહેતાં અને બસમાં દોડી દોડીને ચડતાં, ત્યારે એમ લાગતું કે આજ બાળકો મોટા થયા પછી જો બસના કે શાળાના સંચાલનમાં મોટા હોદ્દા ઉપર આવશે તો જરૂર આમાં કાંઈંક ફેરફાર લાવશે, પણ અત્યારે તો હાલત પહેલાં કરતાં પણ ભયંકર રીતે ખરાબ છે. જય રામજીકી….!!!!!! જય માતાજી…બમબમ ભોલે….રાત ગઈ બાત ગઈ….!!!!

    લોસ એન્જલસમાં તો સ્કુલ બસજ બંધ થઈ ગઈ છે, જો વિદ્યાર્થી સ્કુલથી ૨ માઈલ દુર રહેતો હોય તોજ બસની સગવડ મલે..અને દરેક સ્કુલોમાં ૮૦૦- ૧૦૦૦ જેટલાં બાળકોને સવારે મુકવા અને સાંજે લેવા માટે ગાડીઓની જે લાઈનો લાગે છે તે જોવા જેવી હોય છે, તેના કરતાં પણ, તમારા નોકરી-ધંધામાં થી પણ જેમતેમ ટાઈમ કાઢીને માબાપોએ આવવું પડે છે. હવે જે એજયુકેશન ડીપાર્ટમેન્ટ છે, તેના લોકોએ તો આરામથી બસનો લાભ લીધો છે, તો શા માટે હવેના વિધ્યાર્થીઓને સારો લાભ આપવાને બદલે જે છે તે પણ ઝુંટવી લીધો છે…? માત્ર એકજ ફાયદો અને તે પણ કાયદાને લીધે, તમારા ઘરની નજીકની શાળામાં તમને એડમીશન મલી જાય…હવે આજ બાળકો ભવિષ્યમાં જ્યારે ઉંચા હોદ્દા ઉપર આવશે ત્યારે કોઈ નવોજ ફતવો કાઢશે…!!!

    ઈંડીયામાં ફોટાઓ જુઓ, અહીં ગાડીઓની લાઈન જુઓ….

    બધા જોક્સ બહુ સરસ છે અને તેમાં પણ પહેલો જોક્સ બહુ સરસ છે. વીડિયો પણ સરસ છે.

    Like

    • મુ. મનસુખલાલ.. ( માફ કરજો. વડીલ. આ મારા અંગત અભિપ્રાય / મંતવ્યો છે.) દરેક સરકારી અધિકારી.. PM CM પેહલા આમ ભારતીય જ હોય છે. & બીજી કમ્પની ના સાહેબો પણ.. તો શું તેઓને આ સત્ય ની ખબર નથી હોતી? પણ.. આમ ભારતીય હોય ત્યારે બળાપો કાઢવો & બાબુ કે સાહેબ બની ગયા પછી… “”મારે કેટલા %” આજ માનસિકતા હોય છે. શું મોદી સીધાજ PM બની ગયા? તેઓ પેહલા ભારતીય / ગુજ્જુ નો’તા? તો શું તેમને પણ.. ખબર નથી પડતી? કે બીજા સાહેબો? ( આપણ ને પેલો પાઠ. હતો ને..? હિન્દી માં. “” रास्ते का पत्थर”” ऐसा ही है. હા. કદાચ.. કેટલા આમાં ભારતીયો અપવાદ પણ… છે.. ( હું પણ. રસ્તા માં પડેલા પત્થરો ખીલીઓ તાર કપચી.. ચાલુ ગાડી એ પણ.. લાત મારીને હટાવી દઉ છું. જાહેર નળ. કેટલાક એપાર્ટમેન્ટ ના પણ. & કોમન લાઈટ સવાર પડતા હું પણ બંધ કરી દઉં OR દુકાનો વાળા ને બંધ કરવા કહું છું. ઘણીવાર એપાર્ટમેન્ટ વાળા ને અંડરગ્રાઉન્ડ ટાંકી માં ફૂટવાલ લગાવા કહું છું જેથી પાણી ઓવરફ્લો ના થાય. ( હમણા લોકો ને “ઉજાલા” બલ્બ નું મહત્વ સમજાવીને લગભગ..૩૦૦ જેટલા અપાવ્યા અરે.. ઘણાને મારા પૈસાથી અને પછી તેઓની સગવડે મને પાછા આપ્યા છે. કેટલાને હું જાતે મારા લાવેલા બલ્બ લગાવીને પ્રકાશ બતાવું છું પછી તેઓને સંતોષ થાય એમ સમજાવીને ખરીદવા કહું છું. તે પણ. હું જાતે લાવી આપું છું.) હું આજે પણ.. વાહન શેરીંગ માં માનું છું. આજે પણ.. મારી ઓફીસ કે રસ્તા માં આવતા વિસ્તાર સુધી.. કો’કને બેસાડી જાવ છું.. અરે…. ઘણીવાર મારી શેરી હું જાતે સાફ કરું છું. ( બ્રશિંગ, & ઘણીવાર મને લોકો એમ કહે છે કે.. ભાઈ.. તારે તારો ફોટો/ vdo પેલા…”સબ” tv માં “”તારક મેહતા” સીરીઅલ માં મોકલ.. કેમ કે તેઓ સ્વચ્છતા અભિયાન ચલાવે છે.. અને એપિસોડના End મા આવી વ્યક્તિઓને શિલ્ડ આપી motivate કરે છે ) રાત ગયી બાત ગયી.. તો નહી… પણ.. નયી સુબહ કા ઇન્તેઝાર & जय हिन्द!!

      Liked by 1 person

      • ભગવતીભાઈ,
        તમારી કોમેન્ટ વાંચીને ખરેખર આનંદ થયો. તમારા જેવા ઘણા ગુમનામ લોકો હોય છે. ખરેખર તો જો સ્વચ્છતા આંદોલન કરવું હોય તો આજકાલ બધા હાથમાં ઝાડું લઈને ફોટો સેશન કરે એવું નહિ પરંતુ તમારા જેવું કરવું જોઈએ. હું પણ અહિયાં ઘણીવાર પવનમાં ગાર્બેજ કેન સોસાયટીમાં રસ્તાપર હોય તો ગાડી ઉભી રાખીને સાઈડ ઉપર મૂકી દઉં છું. જો કે અમેરિકામાં તો નાગરીકો ઘણા સભાન હોય છે. સામાન્ય રીતે કોઈ કચરો રોડપર નાખતું નથી.સ્કૂલમાંથી જ આ શીખવવામાં આવે છે. મને ખબર છે કે સુરતમાં વરસો પહેલા સ્કુલના છોકરાઓ આર.એસ.પી.(રોડ સેફટી પોલીસ બનતા સુધી) ભાગળ અને બીજે ટ્રાફિક પોલીસને ટ્રાફિક કંટ્રોલ કરવામાં, આઠમના મેળામાં ખુબ જ મદદરૂપ બનતા હતા. આજે તો ખબર નથી એ છે કે નહિ? આવી વસ્તુને સરકારે મદદ અને પ્રોત્સાહન આપવા જોઈએ.

        Like

      • ભગવતીભાઈ,
        તમારી વાત તદ્દન સત્ય છે. અને હું પણ એજતો કહેવા માંગું છું કે મોટા થયા પછી અને મોટાઈ આવ્યા પછી પૈસા બનાવવામાં-(નોકરી કે ધંધો કે પછી ઉપરની મલાઈના)- પોતાની જુની મુશ્કેલીઓ ભુલી જાય છે કે ભુલાઈ “જવાય” છે અને પછી આ ગાડી “”મારે કેટલા %” આજ માનસિકતા હોય છે”ની આમને આમજ ચાલતી રહે છે……………..

        તમે જે કામ કરી રહ્યા છો તે એક બહુ સુંદર અને માનવતા ભર્યું કામ છે, ભલે થોડા બબુચકો આને વેવલાવેડા ગણતાં હોય, પણ તમારા જેવા ભલે થોડા હશે તોજ નવા નવા જોડાતા જશે..થોડા સમય પહેલાં હાર્દિક કે અલ્પેશ ઠકોરને બધા લોકો નહોતાં ઓળખતાં, પણ કામ કરતાં રહ્યાં અને આજે લાખો લોકો એમની પાછળ ચાલે છે. મુળ તો સ્ટાર્ટ કરનાર જોઈએ..

        Like

  2. Salute to type writer artist.age/physical weakperson but fine pictures
    Aged student is symbol of determination.
    Tregedy of young kids/students in our country!!!!
    Ruler will take care for such incidents, if possible, at timeofelection.

    Like

  3. ચતૂર મહિલા,મૌલાને બરાબરપાઠ ભણાવી દીધો.કાશ સમજના ઢોંગીધૂતારા -કહેવાતા સ્વામીઓને આવા કે આથી પણ કઠોર પાઠ ભણાવવાવાળી નારીઓ હોય તો…..? પણ અફસોસ કે ઘર-સંસાર છોડીને બાહર દોડતી મહિલાઓનો પાર નથી!!!!!!!

    સરસ વિડિયો ને શાળા એ જતા બાળકોને જોવાજ રહ્યા, એક આશ્ચર્ય રહે છે કે અમેરિકન સ્કૂલ બસોમાં એર કંડીશન કેમ નથી હોતુ??!!

    Like

    • વિમળાબેન, નોર્થ અમેરિકા/કેલીફોર્નિયામાં બધે જ સ્કુલ બસો એરકન્ડીશન હોય છે. સાઉથમાં પણ બધે હોવી જોઈએ. કારણ કે અમેરિકામાં છોકરાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. નોર્થ અમેરિકામાં માઈનસ ટેમ્પરેચરમાં ૧૦૦% એ.સી. હોય એમાં શંકા નથી. ઉપરાંત આ બધી સગવડ માટે અહી ઘરનો ટેક્ષ ખુબ જ વધારે હોય છે. એ ટેક્ષમાં જ સ્કુલ બસનો સમાવેશ થાય છે.

      Like

      • વિપુલભાઈ.. ટેક્ષ?? અહીં ભારતમાં તમને અને બધાને જ ખબર છે કે. કેટલા ભરે છે & કેટલો અને સરકારી બાબુઓ અને તેમના ફેમીલી & હજુરિયા ખજુરીયા .. પછી?? ( વીજળી ચોરી.. પણ. મેં તો ખુદ.. કમ્પની ના માણસો લાઈટ ચોરી કરતા જોયા છે.) અહી ભારત સરકાર પણ.. તમારા વિદેશ કરતા ઉત્તમ ક્ક્ષા ની સગવડો આપવા તત્પર છે.. પણ.. જાહેર સાહસો મિલકતો વાહનો ની દશા કેવી થાય છે તે દરેક ભારતીય & વિદેશી ઇન્ડિયન્સ જાણે જ છે. ભારત માતા કી જય.

        Liked by 1 person

  4. વાહ!! જય હો.. પેલી કેહવત છે ને કે..””મન હોય તો માળવે જવાય” બાકી.. આજે પણ.. ૭૦% અભણ છે.. Typewriter Artist.. ઓહ!! પિક્ચર મેસેજ… શું કેહવું?? ઠીક છે.

    Like

  5. जय हिन्द!! અને जय माताजी… વિપુલભાઈ.. લોકો.. મજાક માં મને કેહતા હોય પણ… Its OK. અને.. હવે.. સ્કુલ R.S.P. લગભગ નથી..!!..?? પણ… F.O.P. ફ્રેડન્સ ઓફ પોલીસ..કરીને છે. પણ.. હમણા.. સરકારે પોલીસોને મદદ થાય તે માટે… “”ટ્રાફિક બ્રિગેડ” (સ્કુલ R.S.P. જેવી) કરીને એક શાખા રાખી છે. જેમાં. ભરતી થયેલા વ્યક્તિઓ… સ્પોન્સર ના લેબલ વાળા.. યુનિફોર્મ પેહરીને ટ્રાફિક સંચાલન કરે છે.. પણ.. પણ.. તેઓ પણ…. ધાક ધમકી કે બેનંબર માં… રોકડી કરતા થયી ગયા.. અને તેના vdo પણ.. whatsup પર આવે છે.. પોલીસ કરતા.. પણ.. વધારે..”” ગુરુ કરતા ચેલા” ચઢી જાય!! અને.. હમણા તો કોઈ.. એક સંસ્થા ખુલી છે.. “Police Public” કે Press.? જેમાં લોકો.. મેમ્બર બની ને ધાક જમવા.. બીજાને તે I Card બતાવે છે.. ચાલે છે..આવા ધંધા.. કાયદા ની છટક બારી માં…!! જય હો.

    Like

    • ભગવતીભાઈ, “ટ્રાફિક બ્રિગેડ” વિશે તો મને ખબર છે. અસલ પાનવાળા કે કોઈ લારીવાળા પોલીસનાં ફોલ્ડરો હતા હવે આ “ટ્રાફિક બ્રિગેડ”વાળા ઉઘરાણી કરે છે.

      Like

      • અરે?? વિપુલભાઈ……..!! તમને પણ…. પોલીસના ફોલ્ડરો નો ભેટો થયો લાગે છે!!!!!!!!! હાહા…આ..આ. મારે કો’કવાર..થાય..પણ મારી પોસ્ટ નો.. દૂરઉપયોગ કર્યા વગર.. હું તેમને સમજાવું છું.. & તેમાંથી ૯૫% જવાદે છે…& બીજું એ કે ( મારે ત્યારે… ૩૦ વર્ષ પેહલા.. વોલ્ટાસ સેન્ટ્રલ પ્લાન્ટ માં ઇરેકશન & કન્ડેસર ડીસક્લીનીંગ માટે ૨૦ લીટર એસીડ ના કેરબા ગાડી પર લઇ જતા ત્યારે વધુ ભેટો થતો..)

        Like

      • ભગવતીભાઈ, તમે તો સુરતના અને સુરતમાં જ પોલીસના ફોલ્ડર સ્કેલગન એસીડનાં કારબા સાથે મળ્યા પણ મારે તો ૩૦ વરસ સુધી આખા ગુજરાતમાં મારા ટેકનીશ્યનોને આવા કારબા/ઓઈલ/M-22 ગેસ વગેરે લઈને અમદાવાદથી મોકલવાના તો વિચારો કેટલી જાતના ફોલ્ડરિયાઓને સંભાળ્યા હશે? મેં તો ૩૦ વરસ એરકન્ડીશન લાઈનમાં બ્લુ સ્ટાર લી. માં પ્રોજેક્ટ મેનેજર તરીકે કાઢ્યા હતા. રિલાયન્સ વી આઈ પી ડાઈનીગ હોલ, ટાટા એન્ડ સન્સ-લાલગેટ, ધીરજ એન્ડ સન્સ, તીનએજર્સ, સહજ જેવા કઈ કેટલા કામો સાઉથ ગુજરાતમાં વાપીથી તાપી સુધી કર્યા. સુરતમાં તો બે જણને પૈસા આપવા પડે એટલે મને અમદાવાદમાં સુરતથી ફોન પર મારવાની ધમકી આપતા હતા એટલે મારે એમને મારું ભંડારીવાડ, સગરામપુરાનું સરનામું આપવું પડ્યું અને પેલા બંને ચુપ થઇ ગયા. એમાં એક તો ખાનદાની દાણચોર હતો. આ તો એક દાખલો આપ્યો બાકી જામનગર, રાજકોટ, ભુજ, ગાંધીધામ દરેક જગ્યાએ જાત જાતના ફોલ્ડરિયાઓ મળ્યા છે. ઘણીવાર એકલો બેસીને આ વાતો યાદ આવે એટલે હસવું આવે છે. ઈરાક અઢી વરસ સદ્દામના રાજમાં હતો ત્યારે બસરા, મોસુલ, કિરકુક, બગદાદ દરેક જગ્યાએ જાત જાતના ફોલ્ડરીયાઓ મળ્યા છે…માણસ જાતને ફોલ્ડરિયા વગર ચાલે નહિ….

        Like

  6. મુ. ગાંધી. આજેપણ….. કોઇપણ કામ માટે ટેબલ નીચે વેહવાર કરવોજ પડે છે.. અથવા તો.. નાના કામ માં તેઓને કાઈ નો મળે તો…. કહે કે…….કે.. ચા પાણીના તો આપતા જાવ…!! લો બોલો..! અથવા તો.. આપણે કોઈની LGVG લગાવવી પડે.. સાતમું પગાર પંચ આવ્યા છતા તેઓ…. ધરાતા નથી…! કામચોરો તો ખરા જ. & ત્યાં પણ.. હાર્દિક & ઠાકોર ના.. “”હાર્દિક સમાચાર” પોહચી ગયા?? ( ઘરની વ્યક્તિઓ હવે મને.. આવા કામ કરતા રોકે છે. ખાસ્સ મારી બંને લાડ્કીઓ.. કેમકે હું હાસ્યાસ્પદ થતો જાવ છું.. & આ ઉજાલા પછી તો બહુજ… & મારી જોબ ને લીધે.. મારે દવા નાં હોલસેલ વાળા ઓળખે તો.. લોકો માટે ( તેઓને હું વિપુલભાઈ એ થોડાક મહિના પેહલાજ ડોક્ટર & સ્ટોકિસ્ટ માટે પીક. મેસેજ મોકલેલો તેમ.. ) પ્રિન્ટ કિંમત થી..???.. ભાવે લાવી આપું છું.) ઠીક છે. હવે.. ચાયલા કરે..!! )

    Like

    • ભગવતીભાઈ, મેં પણ ત્રણ વરસ ઇન્ટ્રાવીનસ ઇનફ્યુજન(ડેક્સટ્રોઝ ૫%,૧૦%, ડી.એન.એસ, ઈલેકટ્રોલાઈટ ગ્લુકોઝના બાટલા) માટે આખી ફેક્ટરી ઉભી કરી અને પછી એનું માર્કેટિંગ કર્યું ત્યારે મારા સુરતના એમ.આર.એ મને કહ્યું વિપુલભાઈ આજે તો ગજબ થઇ ગયો. એક ડોક્ટરે એક દર્દીને ૧૦ ગ્લીકોઝ્ના બાટલા ચઢાવ્યા, આમ એક બોટલ ત્યારે સ્ટોકીસ્ટને ૭ રૂપિયામાં આપતા, સ્ટોકીસ્ટ ૧૦ રૂપિયામાં ડોક્ટરને આપે અને ડોક્ટર તેના ૭૦/૧૦૦ રૂપિયા ચાર્જ કરે. દર્દીને ૧૦૦૦ રૂપિયા વત્તા બીજા હજારની સગવડ કરવા કહ્યું હશે….દર્દી ગરીબ હતો….રાતે નર્સ બારણું બંધ કરીને સુઈ ગયી ત્યારે પેલો દર્દી બારીમાંથી ગ્લુકોઝના બાટલા, નળી, સ્ટેન્ડ વગેરે લઈને કુદીને ભાગી ગયો. આ તો હસવાની વાત થઇ પરંતુ જયારે મારો એમ.આર. ડોક્ટરને મળવા ગયો તો ડોકટરે તેને કહ્યું કે તું તારી કંપનીને કહે મને આ નુકસાન થયું છે તો દસ બાટલા મને ફ્રીમાં આપે. નહિ તો હું તમારી કંપનીનાં બાટલા નહિ લઉં. બોલો આવી વાત યાદ આવે તો હસવું જ આવે ને! પંકજ(બનતા સુધી કોઠારી, મારી જોડે હરીપરા વી.ટી.ચોક્સીમાં ભણતો હતો) એ નાણાવટમાં અમારો સ્ટોકીસ્ટ હતો, હવે તો તેના ભત્રીજા છુટા થઇ ગયા એવું કોઈએ મને કહ્યું હતું.

      Like

      • વિપુલભાઈ.. મારું કેબલ નાણાવટ થી. ભાગળ સુધી ચાલે છે. & હવે.. રાજમાર્ગ.. કાપડ બઝાર & અંદરનો એરિયા દવા બઝાર થયી ગયું.. સાલ્લુ.. પાનના ગલ્લા કરતા વધારે દવાના હોલસેલરો..!!!!!!!! હશે.. મારે તો કેબલ ગ્રાહકો વધ્યા ને!! એકવાત. હવે આખો એરિયા 97% મુસ્લિમો નો થયો..& મિલકત હોય મુસ્લિમોની.. એટલે તેના નામ. તેઓના & દવાના બોર્ડ ..??.. એટલે કે..”મિયા મહાદેવ”.. & બીજુકે.. હું જ્યારે Diamond માં હતો. ત્યારે મારા Boss નું નામ હતું .. ત્યારે તો હિંદુ મુસ્લિમ જેવું હતું જ નહી..એટલે . તેઓ બધા એક જગ્યાએ બેસતા.. (હું જો અહીં નામ લખીશ તો કદાચ..મને પણ.. પેલા… સરકારી..?? ATS ઉઠાવી જશે.!!( હહાહાં) તેટલા ભાઈલોગ સાથે બેઠો છું. હવેતો તેઓ & મારા boss & JOB પણ નથી.. & બાકી મેતો.. AC ની શરુઆત માં..”મોડર્ન” દુકાન આયુર્વેદિક હોસ્પિટલ સામે, સ્ટેશન પાસે. બાટલા પર બરફ બહુ ઘસ્યા.. & જકાત ચૂકવીને/બચાવીને કોમપ્રેસ્સરો પણ. લાવ્યા હતા.!

        Like

      • ભગવતીભાઈ,
        તમે પણ સબ બંદરકા વેપારી જેવા છો. હું મોર્ડન ઇલેક્ટ્રિક જે વોલ્ટાસનો ડીલર હતો તે મને ખબર છે. “બ્લુ સ્ટાર”નો કોમ્પીટીટર એટલે ખાસ ઓળખવો જ પડે.
        હવે તો સુરતમાં “બ્લુસ્ટાર”ની બોલબાલા છે અને એ માટે મારો ફાળો ઘણો છે. તમે યાર કેબલમાં પણ પડી ગયા. હવે તો ડાયરેક્ટ હોમ તું કેબલ છે એવું સાંભળ્યું
        છે? કંતારેશ્વર મહાદેવ તો મને ખબર છે કે નાના હતા ત્યારે ચોમાસામાં સળીયો જમીનમાં ખોસતા ખોસતા જતા અને જેને દાવ આપવાનો હોય તેના બાર વાગી જતા.
        પટેલ ફળીયાથી કંતારેશ્વર મહાદેવ સુધી સળીયો ખોસીને જતા. એમાં સ્વ.સતીશ કેપ્ટન ખુબ જ પાવરફુલ હતો.

        Like

    • ધીરેનભાઈ, મઝામાં છું અને તમારી જોડે ટાઈમ મળ્યે વાત કરીશ. શુભ નવરાત્રી!

      Like

  7. વિપુલભાઈ.. માફ કરજો.. હું તમને જવાબ કે આ કોમેન્ટ late આપુછું.. કેમ કે મારે પણ.. માતાજી નું મંદિર છે.. કંતારેશ્વર મહાદેવ ની પૂજા હોય & આ 9 AM to 6/7 PM Office કે કોક વાર તો રાત્રે પણ મારી ડ્યુટીમાં.. હમણા વરસાદમાં તો.. ઓહ. આજેપણ.. એટલેકે.. 5 oct સવારમાં વરસાદ છે.

    Like

  8. વિપુલભાઈ.. હવે… તો.. RCC સિમેન્ટ ના ખોખલા રસ્તા બનાવી દીધા.. મ.ન.પા. એ અને.. અમે સુરતીઓ……. બની પણ ગયા!!!! ક્યાં છે એ દિવસો.. હવે….ઓહ. & કેવું હતું કતારગામ & હવે.. કેટલું બદલાય ગયું!! ક્ન્તારેશ્વ્રર મહાદેવ માં શ્રાવણ મહિના માં કેવી હકડેઠઠ ભીડ રેહતી.. અમે ગણેશ ઉત્સવ માટે. સાઈકલ સ્ટેન્ડ.. (કૈલાશબેન દૂધવાલા જૂની ગ્રામપંચાયત પાસે..& સ્વામીનારાયણ મંદિર. વાળું ઘર..) હવે તો હવેલી જેવું તે મંદિર બની ગયું.. ભાઈ.. અને સામે નવીનચન્દ્ર ભરતીયા ની સેનેટરી. તેમની તેમ જ રહી..!! મંદિર નો જીર્ણોદ્ધાર થયો.. જોકે… અમારા સગા..કીકાભાઇ શાસ્ત્રી વખતે આવું નોતું.. પણ હા. હવે મંદિર ને પણ.. પ્રોફેશનલ ટચ લાગ્યો.. & કોટેશ્વર મહાદેવ.. (તળાવ વાળું..) તે પણ નવું બની ગયું & બાજુમાં.. રુદ્રાવતાર.. નું “બડા હનુમાન” નામનું મંદિર બનાવી દીધું.. & કોટેશ્વરી માતાજી નું નાનું મંદિર.. સમ ખાવા પુરતું..!! & તળાવ પુરાયી ને ત્યાં બમ્બાખાનું બની ગયું.. & TV માં D2h ખરું.. તે પણ અમને હંફાવે છે . પણ લોકલ ચેનલ.. વગર લોકોને ચાલતું નથી.. કઈ થાય ત્યારે લોકલ સમાચાર જોઈએ. & અમે અમારા ગ્રાહકો સાથે ઘરના રીલેશન બનાવીએ ભાઈ.. એટલે. જ હું પણ.. 92 થી અહીંજ છું.. હા. D2h વાળા હવે તેમની ડીશ વેચવા.. TV સાથે 6th OR 12th Months નું subscription ફ્રી આપીને ગતકડા કરે છે…!! હમણા તો મારે મેમણો વધારે ગ્રાહકો માં છે. તેમાં ભાઈલોગ પણ ખરા.. ( સોદાગરવાડ, ભારમલ વાડ,ખાટકીવાડ, સોનીસ્ટ્રીટ.. નાલબન વાડ, રાનીતલાવ, આગાનોવડ, ETC.) & સોજ્જા મૃદુ મિલનસાર.. સવાયા ગુજ્જુઓ .. દુધમાં સાકર ની જેમ.. ગુજરાતી બની ગયેલા.. ઝોરાષ્ટીયન્સ.. પણ ખરા..( પેસ્તનજી વકીલ સ્ટ્રીટ, શાહપોર, માછલીપીઠ, ખાંડ બઝાર થી.. લીમડાચોક ભાગળ.) & બ્રાહ્મણો ની “નાગરદાસ ની વાડી” & નાણાવટ માં ઘણી હવેલીઓ નથી રહી. (વાડી ની જગ્યા પર.. મુસ્લિમોની મિલકત બની. ત્યારે પણ.. કોઈ પણ પ્રસંગ હોય.. તેઓની.. છેડછાડ કે અટકચાળો કે કોમેન્ટ્સ કે સ્ત્રીઓને જોવાની નઝર…?? એટલેજ નાં છૂટકે ત્યાં પ્રસંગો કરવાનું બંધ કરેલું.. પછી.તે વેચાય ગયી..!!)

    Like

    • ભગવતીભાઈ, કતારગામમાં તળાવમાં ખુબ મેચો રમ્યો છું, સુરત રેલ્વે તરફથી. બાપુભાઈ નાયકના દીકરા જે.પી.દેસાઈ હમણા જ મને સાઉથ કેરોલીનામાં મળ્યા હતા. ફેસબુકમાં જે પ્રવીણભાઈ શાસ્ત્રી છે એ પણ સુરતના જ છે. વર્ષો લંડન અને હવે અમેરિકા છે. તમારી ઓળખાણમાં હશે. નાણાવટમાં એક હવેલી હતી અને ત્યાં મધુસુદન સેવકને(રીટાયર્ડ આર.ટી.ઓ) ત્યાં ખુબ આવતો. તે છે કે બંધ? તમે ભાઈ લોગ સાથે રહીને ભાઈ લોગની ભાષા બોલતા થઇ ગયા લાગો છો. સુરત ખરેખર ખુબ જ બદલાઈ ગયું. એક વખતે રોડ લંબ ચોરસ પત્થરોના બનેલા હતા, ટ્રકમાં સાંજે તેના પર પાણી છાંટવામાં આવતું…કતારગામનું બસ સ્ટોપ ભાગળની નજીક હતું….ખુબ જ વસ્તી વધી ગઈ છેં અને મુંબઈ જેવું કોસ્મોપોલીટીયન સીટી બની ગયું છે.

      Like

      • વિપુલભાઈ…. તે કતારગામ નું તળાવ હજુ અકબંધ છે. ( આતો કતારગામ બસસ્ટોપ પાસે જે હતું તે તળાવ પુરીદીધું. સામે નવું ફળિયું પટેલોનું આવે.. નવી પોસ્ટ ઓફીસ વાળું ) તેને મનોરમ્ય બનાવ્યું છે. તેમાં સહેલગાહ પણ કરી શકાય & વચ્ચે ફુવારો પણ છે.. આજુબાજુ કોરીડોર જેવું.. વોકવે..લગભગ સવા કિલોમીટર જેટલું.. તેની સામેજ.. અમૃતભાઈ જાગીરદાર ની હવેલી. નવી. & ત્યાંજ.. લીમડો..ચોરો.. પણ છે. કહાન ફળિયું.. સાંજે… વધારે દેસાઈઓ બેઠેલા હોય.. હમણાજ યશોધર દેસાઈ કોર્પોરેટર હતા.. & હવે તેમના પત્ની અનિતાબેન છે. આ બાપુભાઈ એટલે… પેહલા સરપંચ હતા? તેમના દીકરા લગભગ સુરેશભાઈ. કદાચ તેઓ. અમારી બાજુના જ દેસાઈ ફળિયામાં રેહતા હતા.. ( હું અહીં પૂછીશ..) હજુ ૩ ઘર દેસાઈના છે. & ૧ ઘર બંધ છે તેજ કદાચ બાપુભાઈ નું હશે. નાણાવટ માં સેવક નું પૂછવું પડશે.. હવે ખુબજ ગીચ વસ્તીવાળું.. & ટ્રાફિકની ભરમાર છે કતારગામ માં… લક્ષ્મીકાંત આશ્રમ થી પણ આગળ.. ડેવલપ થયું.. છેક.. નાનીવેડ સુધી. ( પાછળનો ભાગ.. થી થોડેક દુર..અમારું “મોટી બહુચરાજી” નું મંદિર આવે. ભાઈ.

        Like

      • હા એ જ સુરેશભાઈ, ગાંધી કોલેજમાં લેકચરર હતા. હાલમાં ભટાર ખાતે રહે છે. જાગીરદાર પણ ખબર છે. મારા કાકા પટેલ ફળિયામાં જે જૈન મંદિર ની ડાબી બાજુ છે ત્યાં વર્ષો સુધી હતા.

        Like

      • ભાઈ. તેમનુજ ઘર.. હજુપણ… બંધ હાલત માં એમજ છે. ( હું તેમનીજ અન્ડરમાં.. CIVIL Dept. & પછી.. મને પારેખ ટેકનીકલ માં ભણવા મોકલેલો.) બાજુમાં હજુ ૩ ઘર દેસાઈ ના છે. ગલાભાઈ,અરુણભાઈ..( તેઓ..SEC માં હતા.) & બીજા.. બચુભાઈ..( PM Nayak) તેઓ પણ. SEC માં હતા. મને પણ…તેઓ બ્રાહ્મણ તરીકે આદર આપતા.. શ્રાદ્ધ જમવા બોલાવતા. & દેવેશ..તેમનો son બહુ ઓછો મળે છે.. તેમની એક દીકરી.. અમારા અહી..જ રહે છે.. બીજી..ઉમરા જકાતનાકા..સોમનાથ મહાદેવ જતા રસ્તા માં આવતા ( કદાચ સરિતા સાગર) એપાર્ટમેન્ટ માં રહે છે.

        Like

Leave a comment