Google Search: Reunion – Life Changing Act

બાપુ: ગઈકાલે મારી વાઈફ કુવામાં પડી ગઇ. ખુબ જ વાગ્યું હતું અને જોર જોરમાં ચીસો પાડતી હતી

ચંદુ: તો બાપુ હવે એમને કેમ છે?

બાપુ: હવે તો સારી જ હશે. કુવામાંથી કાલથી અવાજ આવતો જ બધ થઇ ગયો છે!

.

આજે “ટીચર્સ ડે” નાં દિવસે તમારી પત્નીને ગુલાબના ફૂલોનો ગુલદસ્તો આપો. તમે બીજા કોઈ પાસે એના જેટલા લેક્ચર્સ સાંભળ્યા નહિ હોય!

.

લગ્ન શું છે? “રોડ પર સીટી મારતો હોય એ, છોકરો લગ્ન પછી કૂકરની સીટીઓ ગણતો થઈ જાય એ, “લગ્ન”!

.

ગુજરાતનું સૌથી વધુ વપરાતું જાણીતું ડ્રીંક્સ કયું? જવાબ: “મારું લોહી પી માં”

ગુજરાતનું ખુબ જ જાણીતી ખાવાની વસ્તુ કઈ? જવાબ: “ખા મારા સમ”

ગુજરાતની ખુબ જ જાણીતી “ગ્રોસરી” આઈટેમ કઈ? જવાબ: “તેલ લેવા જા”

.

પહેલાના વખતમાં જો કોઈ એકલો બેસીને હશે તો લોકો કહેતા હતા કે એના પર કોઈ ભૂત-પ્રેતની છાયા છે. આજે કોઈ એકલો બેસીને હસે તો કહે છે…મને પણ SEND કરી દે!

.

Google Search: Reunion:

આ વિડીયો મને ખુબ જ ગમે છે. ઘણા લોકો એવા નશીબદાર હોય છે કે એ લોકો બાળપણનાં મિત્રો જોડે જ આખી જિંદગી પસાર કરે છે. ઘણા એવા છે કે જેમની જિંદગી “વણઝારા” જેવી હોય છે/હતી. કોઈ એક જગ્યાએ ટકતા નથી તો ઘણીવાર આ વિડીયોમાં બતાવ્યું છે તેવા સંજોગો ઉભા થાય છે. મારો રશીદ નામે એક મિત્ર “અમલનેર-ખાનદેશ”માં સાથે ભણતા રમતા હતા. તેના પિતા પી.ડબ્લ્યુ.આઈ અને મારા પિતા સ્ટેશન માસ્તર, અમે પાડોશી હતા. પછી એ સુરત પાસે કોસંબા આવ્યો, મને સુરતમાં મળ્યો…એ સાઉદી ગયો હું અમદાવાદ/અમેરિકા…જિંદગી વહેતી જાય છે…તમે જયારે આ વિડીયો જોશો તો તમને પણ તમારું બાળપણ અને તે વખતના મિત્રો જરૂર યાદ આવશે, આંખો ભીની થઇ જશે…પરંતુ એ ભૂતકાળ વાગોળવાનો જે આનંદ મળશે એવો આનંદ ક્યાંય નહિ મળે. બાળપણના સ્મરણો આગળ તો કદાચ સ્વર્ગનું સુખ પણ ટૂંકું પડે!

.

Life Changing Act – If You Never Helped, You Never Lived:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide1Slide2Slide3Slide4Slide5

5 responses to “Google Search: Reunion – Life Changing Act

  1. wow… કોઈ લૌટા દો બીતે હુએ દિન. પીક. મેસેજ.. વાહ.. જીઓ.. જય હો.. & ગમે તેટલું.. જંકફૂડ નું.. શેર કરો… લખો.. પણ… દરરરોજ…. લોકો… સાંજના.. લારીઓ પર… અડ્ડો જમાવેલો જ હોય.. ચાઇનીસ માં આપણને તે લોકો… છમકારો.. કરે તો પણ…. આપણને શ્વાસ માં ગભરામણ ચચરાટ થાય… તો… ખાવા વાલા ને શું થતું હશે?? પીઝા, વડાપાવ, દાબેલી, & આલુપુરી ..અને હવે તો… શરબત માં પણ.. સીંગદાણા કાજુ.. નાખીને પીવે છે..!!! વાહ.

    Like

  2. આજના જોક્સ બધાજ સરસ છે…. સન્યાસ લેવાવાળો તો અફલાતૂન છે…………….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s