TO LISTEN IS TO LOVE(hindi) – Sinus treatment device:

મારા વાચક મિત્રો તમને એક ખાસ વિનંતી કરવાની કે નીચે તમે હંમેશા કોમેન્ટ નાં લખી શકો પરંતુ “Like” પર ક્લિક કરો તો થોડો ખ્યાલ આવે કે તમને ગમ્યું છે. આમાં તમારે ફક્ત એક ટીક જ કરવાની હોય છે. ઘણીવાર એમ થાય કે જો બે-પાંચ લોકોને જ જો ગમતું હોય તો પછી આટલીબધી મહેનત કરવાનો કોઈ અર્થ ખરો? “Like” પોસ્ટની એકદમ નીચે હોય છે અને નીચેના સેમ્પલ પ્રમાણે હોય છે. નીચેના દાખલા પરથી તો એમજ લાગે છે કે આ એક ભાઈને જ ગમ્યું છે. 

Capture

.

કેનેડામાં રહેતા સાંતાની પત્ની જસબીરકૌરે સાંતાને ફોન કર્યો અને કહ્યું કે વિન્ડો ફ્રોઝન થઇ ગઇ છે હવે હું શું કરું? એટલે સાંતાએ કહ્યું કે વિન્ડો ઉપર ડીઆઈસર સ્પ્રે કર અથવા તો ગરમ પાણી નાખ. થોડા વખત પછી જસબીરકૌરનો ફોન આવ્યો કે તમે કહ્યું તેમ મેં કર્યું પણ હવે કમ્પ્યુટર કામ કરતુ બંધ થઇ ગયું છે!

.

કાઠીયાવાડમાં લુંટારાઓ એક બેંક લૂટતા હતા ત્યાં એકાએક પોલીસ આવી ગઇ.

પોલીસ ઇન્સ્પેકટર: કનકસિંહબાપુ, બહાર નીકળવાના બધા દરવાજા બંધ કરી દો.

થોડીવાર પછી રડમસ ચહેરે કનકસિંહ બાપુ ઇન્સ્પેક્ટર પાસે આવ્યા

કનકસિંહ બાપુ: લુટારાઓ ભાગી ગયા.

ઇન્સ્પેકટર: મેં તમને બહાર નીકળવાના બધા દરવાજા બંધ કરવા કહ્યું હતું ને?

કનકસિંહબાપુ: સાહેબ લુંટારાઓ અંદર દાખલ થવાનાં રસ્તેથી ભાગી ગયા!

.

છોકરો: પપ્પા, મારે લગ્ન કરવા છે

પપ્પા: પહેલા સોરી બોલ

છોકરો: મારી કોઈ પણ જાતની ભૂલ વગર સોરી શામાટે?

પપ્પા: તું પહેલા સોરી બોલ

છોકરો: પણ પપ્પા મારો કોઈ વાંક ગુનો?

પપ્પા: તું પહેલા સોરી બોલ

છોકરો: સોરી

પપ્પા: હવે તું તૈયાર થઇ ગયો. તારી ટ્રેનીગ પૂરી થઇ ગઈ. જ્યારે તું તારી ભૂલ વગર સોરી બોલવાનું શીખી જાય ત્યારે જ તું લગ્ન માટે ફીટ કહેવાય

.

રાહુલ: મમ્મી, મમ્મી, આપણા દેશનું નામ બદલી કાઢવામાં આવ્યું છે

સોનિયા: શું? ક્યારે બદલાયું?

રાહુલ: ન્યુઝ ચેનલ ઉપર બતાવી રહ્યા છે કે સિંધુ અને સાક્ષીએ મળીને “ભારત”નું નામ “રોશન” કર્યું!

સોનિયા: દીકરા, તું પોગા ચેનલ બદલીશ નહિ!

.

TO LISTEN IS TO LOVE(hindi):

.

Sinus treatment device:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide7Slide8Slide9Slide10Slide12

34 responses to “TO LISTEN IS TO LOVE(hindi) – Sinus treatment device:

  1. Listen is to Love વિડીયોમાં જે બતાવ્યું છે એ આજના કહેવાતા કામગરા યુવાનોએ સમજવા જેવું છે. ઘડપણમાં મા બાપને ખોરાક કરતાં વાતચીત માટે સંતાનોનો થોડો સમય અને પ્રેમ અને હુંફની જરૂર હોય છે.

    ગુજરાતમાંથી કોઈ છોકરી આસી. કલેકટર થઇ નથી એ નવાઈ કહેવાય !

    Liked by 1 person

    • વિનોદભાઈ, મને પણ એ જરા લાગી આવ્યું એટલે ખાસ મુક્યું…કોઈ ગુજરાતી છોકરી આવી બનીને આગળ આવે

      Liked by 1 person

    • અનીલાબેન, મેં હમણા જ લોગ ઇન કર્યા વગર ઈન્ટરનેટ એક્સપોરર અને બીજા બ્રાઉઝર પર મારા લોગ ઇન વગર ચેક કર્યું તો તમારી વાત સાચી છે. તેમાં તમારો ઈમેલ કે લોગ ઇન નેઈમ પૂછે છે. એટલે તમે જયારે સુ.ઉ. સબસ્ક્રાઇબ કર્યું ત્યારનું તમારું ઈમેલ માંગે છે. મને આજ સુધી એમ હતું કે ફેસબુકની જેમ લાઈક કરી શકાય. તમારે તમારો ઈમેલ ના પાસવર્ડ લખીને લાઈક કરવું પડે. ચાલો કશો બાંધો નહિ કોમેન્ટ તો આપો છો એ બદલ આભાર. વર્ડપ્રેસવાળા સિક્યુરીટીને લઈને આમ કરતા લાગે છે.

      Like

  2. “Like” કરતા તો e-mailનો પાસવર્ડ પૂછે છે! (કોમેન્ટમાં “Like” એ અલગ બાબત છે!)

    Like

  3. Vipulbhai, I wanted to right my views and comment on your blog, but then I waited till today even after following from last 15days. All the subjects are of my interest and the pain you are taking to serve us the stuff is admirable. Simply hats off to you. I do not have any blog, but if i would have any it would be like this. My love and regards to you..

    Like

    • શરદભાઈ, પહેલા તો આટલી સારી કોમેન્ટ આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર! તમને થાય એવા ઘણા પ્રોબ્લેમો મને પોસ્ટ મુકતી વખતે થાય છે. ઘણીવાર બે બે બ્રાઉઝર વાપરવા પડે છે. મારા હિસાબે ગુગલ ક્રોમ અને મોઝીલા ફાયર ફોકસમાં વધારે તકલીફ નથી પડતી. ગુગલ ક્રોમ લોડ પણ જલ્દી થાય છે પરંતુ કોઈવાર કોઈ કોઈ બાબતમાં મને પણ પુષ્કળ પ્રોબ્લેમ થાય છે. “વર્ડપ્રેસ”વાળાન ખાતુ ખુબ જ મોટું છે અને એને લઈને પ્રોબ્લેમ પણ ઘણા આવે છે. ઘણીવાર જેમને સબસ્ક્રાઈબ કર્યું હોય તે જ ઉડી જાય છે એટલે મારે મારા બ્લોગમાં એડિટ કરીને એમનું નામ રીમુવ કરીને એમને ફરી ઇન્વીટેશન આપવું પડે છે. “વર્ડપ્રેસ”વાળનો કોન્ટેક્ટ કરવામાં પણ ઘણો ટાઈમ જાય છે. પહેલા તો એ લોકો જાત જાતના સવાલો પૂછે અને પછી એમના પ્રોબ્લેમ સોલ્વ કરવાના લીસ્ટ જોવા કહે છે, પછી “ફોરમ”માં જવાનું કહે છે. છતાં તમારા જેવા બધા વાચકોના અનહદ પ્રેમને લઈને બધું મંજુર છે. તમે માનો નહિ બહારગામ જવું હોય તો બધાને જણાવવું પડે છે અને જો એમ જ ત્રણ ચાર દિવસ પોસ્ટ નહિ મુકું તો ઘણા લોકોની ઈમેલ/ફોન આવે છે કે અમને સુ.ઉ. કેમ મળતું નથી. આમ તો મને અહી આવ્યો ત્યારે કમ્પ્યુટર ઓન કરતા નહોતું આવડતું. બે કમ્પ્યુટર બગાડ્યા, બધો દેટા સાફ એટલે પાછુ બધું ગોઠવવાનું. અનુભવથી ધીમે ધીમેં હવે બધી ખબર પડી છે. સાચું કહું તો હવે લાગે છે કે મારા માટે પ્રાઈવેટ જેવું કશું નથી પરંતુ એ વસ્તુ બતાવે છે કે ઘણા વાચકો પહેલા ઈમેલ ખોલીને સુ.ઉ. વાંચે છે(આપણને ન્યુઝ પેપરની આદત હોય તે પ્રમાણે). જિંદગીમાં આ પણ એક જાતની સેવા જ છે. વિદેશમાં આવતા માં-બાપોને ઘણી એકલતા લાગે છે એ એમના ઈમેલ/ફોન પરથી ખબર પડે છે. સુ.ઉ. વાંચવામાં ને વાંચવામાં કમ્પ્યુટરનો કક્કો નહિ જાણનારા આજે કમ્પ્યુટર ચલાવતા થઇ ગયા છે. એમના ફોન, ઈમેલ, કોમેન્ટ આવે છે અને ત્યારે લાગે છે કે આવા કેટલાય માણસોને મદદરૂપ થઇ શકાય. વિદેશ આવતા કે અહી જ સ્થાયી થયેલા માં-બાપો માટે ટાઈમ પાસ કરવો ખુબ જ અઘરો છે. એટલે ઘણા સવારમાં ભજનો સાંભળે, ન્યુઝ પેપરો વાંચે અને આભાર માને ત્યારે આંખોના ખૂણા આનંદથી ભીના થઇ જાય છે. ત્યારે લાગે છે ચાલો આ જિંદગીમાં થોડું ઘણું તો કઈ સારું કામ કરી શકાયુ! ફરીવાર તમારો ખુબ ખુબ આભાર!

      Liked by 1 person

    • અનિલભાઈ,આપણો ખુબ ખુબ આભાર! લાઈક માટે મને પણ ખબર ન હતી જે આ વિનંતી કરી ત્યારે ખબર પડી. આમ પણ મને કમ્પ્યુટરનું ખાસ જ્ઞાન નથી કે અંગ્રેજી પણ એટલું બધું પાવરફુલ નથી છતાં જે થોડું ઘણું કરી શકાય તે કરવાની કોશિશ કરું છું.

      Like

    • રમેશભાઈ, તમારો ખુબ ખુબ આભાર! મેં શરદભાઈને તમારી કોમેન્ટ વાંચતા પહેલા જ જવાબ આપ્યો કે ઘણા લોકો ઈમેલ ખોલે કે તરત જ સુ.ઉ. વાંચે. તો ઘણાને ન્યુઝ પેપરો વાંચવાની ટેવ હોય એ લોકો બીજે બધે વાંચવા કરતા પહેલા સુ.ઉ. ખોલીને પેપરો વાંચે તો કોઈ સવારમાં ભજનો સાંભળે છે. તમે જ પુરાવો આપ્યો કે સવારે પહેલા તમે સુ.ઉ.થી જ શરૂઆત કરો છો.

      Like

  4. I love your posts; I always share your useful and entertaining posts on Face Book.
    Your Absence(During your outing for long) feels Missing .This time ; very touching post of Time is Love; Our parents require our some time rather than money. When We were young studying They always eager to see us well growing fulfilling our complete needs.

    Your Cartoon posts are eye openers;

    Like

    • અશોકભાઈ, મને ખબર છે કે જો હું બહારગામ જાઉં અને જો તે જણાવવાનું ભૂલી જાઉં તો તરત જ તમારી ઈમેલ પહેલી આવી જાય છે. મને ખરેખર ત્યારે ખુબ જ સારું લાગે છે. કારણ કે તમારા પછી ઘણાની ઈમેલ/ફોન વગેરે આવે છે. એમાં ઇન્ડિયા જાઉં ત્યારે તો ઘણા લોકો ઈમેલ મોકલીને પૂછે છે કે તમે અમદાવાદ, સુરત કે બીજી જગ્યાએ ક્યારે આવવાના છો, આપણે મળીએ. મારું પણ “ઘેલીના ઘેર ઘેર સાસરા” જેવું છે. એટલે ચાર અઠવાડિયામાં બધાને મળવું અશક્ય હોય છે. લોકોનો અનહદ પ્રેમ જોઇને લાગે છે કે જે મહેનત કરું છું એ વ્યર્થ નથી. આ રીતે પણ લોકોની સેવા તો કરી શકાય.

      Like

  5. I always share your posts on Face book; I am eagerly waiting for your posts; all useful material, funny, educative and much more. Saturdays and Sundays Missing you.

    Like

    • અશોકભાઈ, પહેલા હું શની/રવિ પણ પોસ્ટ આપતો હતો. પરંતુ પછી મને લાગ્યું કે મારું ફેમીલી આટલો સપોર્ટ કરે છે તો એમને પણ મારે મદદરૂપ થવું જોઈએ. મારે પણ તમે માનો નહિ આંગળીઓ અને અંગુઠામાં દુઃખાવો શરુ થઇ ગયો છે. એટલે શની/રવી પોસ્ટ મુકવાનું અને અમુક વખત બહારગામ જાઉં ત્યારે પણ રજા રાખવાનું રાખ્યું છે. તમે શનિ/રવી સુ.ઉ. મિસ કરો છો જાણીને ખ્યાલ આવે છે કે સુ.ઉ.ની ટેવ સવારના ન્યુઝ પેપરની જેમ તમને અને ઘણાને પડી ગઈ છે.

      Like

  6. વિપુલભાઈ.. LIKE તો હું કેટલીવાર કરવા ઈચ્છતો હોવ.. હમણાજ.. વિમળાબેન જેમણે પણ કોમેન્ટ માં. મારા જેવા જ અભિપ્રાય વ્યક્ત કર્યા તો હું તેમની આ કોમેન્ટ LIKE જ કરવાનો હતો.. પણ.. word press માં.. ખબર નહી કેમ.. login થવાતું નથી?? એટલે જ મારે તમારા કે બીજા SU ના વાંચકો ના પ્રતિભાવ માં.. કોમેન્ટ જ કરવી પડે છે!!!

    Like

    • ભગવતીભાઈ, તમે તો સુ.ઉ.ની ટીમના ફટકાબાજી કરનાર કાયમી ખેલાડી છો. મેં પહેલા પણ જણાવ્યું હતું કે તમારું નોલેજ ઘણું જ સારું છે….ખાસ કરીને સંસ્કુતનું. તમારા એક એક વાક્યો પાછળ ઘણી જ વસ્તુઓ છુપાયેલી હોય છે કે દર્દ હોય છે. તમારા સહકાર બદલ ખુબ ખુબ આભાર!

      Like

      • જય હિન્દ!! & જય હો.. Ho oo Ho..!!!..?? હહાહા … ભાઈ.. આતો… ઘરના ફટકા ની આદત પડી ગયી છે તો.. તે આક્રોશ……..?? સમજી જાવ ની..! ઠીક છે.. ચાલો.. હવે ફટકા બાજી નહી કરું. નહી તો પેલા સિદ્ધુ જેવું થાય.. નહી ઘર નો.. નહી….??? SU નો…!! અને દર્દ.. તો આ મારાવાળી ને લાવ્યો..??? “” ઓ માં” . !!

        Like

  7. Vipulbhai, It is always – first class. I like your mails too much. Please take me for granted – signing – Like -.in fact I await your mail. Real tasty – Undhiyu – It is. We make the best you know. None can beat our Surati Undhiya Taste. Loving Jay Sai Ram….
    Sent from my BlackBerry® smartphone from !DEA

    Like

    • Thank you very much Deepakbhai. You are right, I do not like any undhiyu made outside south gujarat. I know in Ahmedabad and other places they mix tomatoes etc. It is like our regular “રીંગણ-બટાકા”નું શાક. Like you many readers says they eagerly wait for S.U. everyday. Thanks!

      Like

  8. Vartalap sambhalyo.Gher gher matinachula.
    Aajebadhu badlay gayu chhe.samje chhe te aavu karta nathianeje samjata nathi teneaavu asar karta nathi.
    SU islikemorning breakfast.maletosaru ;age chhe.
    Dhanyavad.

    Like

    • ગૌતમભાઈ, મને લાગે છે કે આ વસ્તુ દરેક માટે જુદી જુદી હોય છે. કેટલાક એવા પણ છોકરા/વહુઓ હોય છે જે માં-બાપની ખુબ જ કાળજી રાખે છે તો ઘણી જગ્યાએ માં-બાપ પણ અકડું હોય છે. એમણે પણ છોકરાની બીજી બધી પરિસ્થિતિ જોઇને વર્તવું જોઈએ. છોકરાની નાણાકીય પરીસ્થિતિ બરાબર નાં હોય તો અમુક વસ્તુઓ સમઝવી જોઈ. આ તો ગીવ એન્ડ ટેઈક જેવું છે.

      Like

      • હા. ગીવ & ટેઈક. & કદાચ… પરિવર્તન સંસાર કા…. એટલે. વડીલોએ પણ.. બાંધછોડ કરવી જોઈએ.. ( મેં દરેક રીતના કુટુંબો જોયા છે.. સાસુએ દીકરીની જેમ દોઢ વર્ષ સુધી.. પથારીવશ પુત્રવધુ ની સેવા કરી છે.. તો.. દીકરી લગ્ન પછી માને…?? ( હા. જમાઈ, ઘરજમાઈ છે!) પણ..દીકરી.. ઓહ!! શું કેહવું? & મુસ્લિમો માં ઝોરાષ્ટ્રીયંન્સ માં પણ.. હા. પારસીઓ માં તો. બિન્દાસ અને ૭૦% કુવારા જ હોય..) ભાઈ.. સંસાર છે ચાલ્યા કરે.. નહીતો.. સંસાર અસાર..! હવે દરેક ની wish બધી પૂરી તો થતીજ નથી ને. ( મારી દ્રષ્ટિએ W એટલે.. without I એટલે Interfere S એટલે She H એટલે Him ને તો.. કદાચ. ઝીંદગી.. સરળ થયી જાય..? )

        Like

  9. Thanks for your remarks.
    It depends upon circumstances.I am associated with gharda ghar sosomething,Iknowbut silence is better.Each incidence is different.

    Like

  10. સરસ… અદાણી હમણાં તો ન ભાગે, પણ, કદાચને ન કરે નારાયણને ૨૦૧૭માં જો કોઈ મોટી રાજકીય “ઉથલપાથલ” થઈ જાય તો પછી કહેવાય નહીં….
    “ગુજરાત”દ્વેશી રાજ્યોમાંથી “ગુજરાત”માં મોટી પોસ્ટ ઉપર આવનારા પણ છે… એ એક સુખદ તો છે, પણ, “ગુજરાત”ના “ગુજરાતી”ઓ બીજા રાજ્યોમાં કોઈ મોટી પોસ્ટ ઉપર જાય છે ખરા…?

    Like

    • મનસુખલાલ, તમે ખરેખર એક ખુબ જ અગત્યનો સવાલ કર્યો છે. ગુજરાતના કેટલા ગુજરાતીઓ બીજા રાજ્યોમાં મોટી પોસ્ટ ઉપર જાય છે?

      Like

Leave a comment