Hallucinogen Honey Hunters – Grand Canyon in IMAX

પહેલાના વખતમાં આપણા ઘરોમાં રોજ સવારે રસોઈ બનાવતી મહિલાઓ પહેલી ત્રણ

રોટલી બનાવી અલગ રાખી દેતી. 1.પ્રથમ રોટલી ગાયની 2.બીજી રોટલી કૂતરાની 3.ત્રીજી રોટલી કાગડાની. આજ-કાલ પરિસ્થિતિ કૈક એવી છે કે પેલી ત્રણ રોટલીઓ તો  બને જ છે. પરંતુ સાહેબને ઓફિસ જવાનું મોડું થાય છે, ચાલો પહેલા તમને જમાડી દઉં. દીકરાની સ્કૂલ બસનું હોર્ન વાગ્યું, ચાલ તું પણ જમી લે. ચાલો ત્યારે બાપ-દીકરાએ જમી લીધું, તો હવે હું ખાઈ લઉં. રસોડું ઝટ પતી  જાય તો મેઇડ સર્વન્ટને વાસણ અપાઈ જાય.પરિણામ સ્વરૂપ: પતિ બની ગયા ‘ગાય’ જેવા, દીકરા બની ગયા કૂતરા જેવા અને પત્નીઓ બની ગઈ કાગડા જેવી. સાંજે પતિદેવ ઘરે પાછા આવે ત્યારે, કાગડાની  જેમ “કાઉ..કાઉ….કાઉ…”(આ તો બે ઘડી ગમ્મત માટેની જોક્સ છે.બાકી આજે પણ “માં”નું સ્થાન તો કદાચ ભગવાન પણ ના લઇ શકે)

.

સંતા: અરે બંતા, આ ડોક્ટર લોકો એમના નામ પાછળ M.D. શું કરવા લખે છે?

બંતા: અરે યાર એટલું પણ ખબર નથી? ડોકટરો અગમચેતી વાપરીને જો દર્દીને દવા આપવામાં કે સર્જરીમાં કોઈ ભૂલ થઇ જાય એટલે પહેલેથી જ “મિચ્છામી દૂકડમ” લખી રાખે છે. દર્દી એમને કોર્ટમાં નહિ લઇ જાય તે માટે!

.

મિત્રો આપને નવો મોબાઈલ ખરીદવો હોય તો  થોડી રાહ જુવો, “મેક ઈન ઈંન્ડીયા”ની સ્કીમમાં  લેટેસ્ટ ટાઈપના ફોન આવવાનાં છે, તમે બે વાર મોદી…મોદી…બોલો કે તુરંત મોબાઈલ ફ્લાઈટ મોડ પર જતો રહેશે, તમે બે વાર મનમોહન…મનમોહન…બોલો એટલે ફોન સાઈલંન્ટ મોડમાં જતો રહેશે, બે વાર અર્બન…અર્બન…બોલવાથી લાઉરસ્પીકર ઓન થઈ જશે, બે વાર કેજરી કેજરી બોલવાથી મોબાઈલ વાઈબ્રેટ થવા લાગશે, બે વાર રાહુલ…રાહુલ…બોલવાથી ફોન સ્વીચ ઓફ  થઈ જશે અને  છેલ્લે માલ્યા…માલ્યા…બોલવાથી તમારો મોબાઈલ કવરેજ ક્ષેત્રની બહાર  જતો રહેશે.

.

આયુષ્ય એટલે શું? જ્યારે માણસ જન્મે છે ત્યારે નામનથી હોતું પણ શ્વાસહોય છે, જ્યારે માણસ મરે છે ત્યારે નામહોય છે પણ શ્વાસનથી હોતો. બસ, શ્વાસઅને નામવચ્ચેનો ગાળો એટલે આયુષ્ય”

.

અમેરીકાથી એક ડોક્ટર ઇન્ડિયા આવ્યા. એમણે બસ સ્ટેન્ડ પર એક ચોપડી જોઈ અને “બેભાન” થઇ ગયા…ચોપડીનું નામ હતું, “૩૦ દિવસમાં ડોક્ટર કેવી રીતે બનશો?”

.

Hallucinogen Honey Hunters, Hunting mad honey:

.

Grand Canyon in IMAX: The Movie:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

DESH BHAKTI KYA HOTI HAISlide9 (2)Slide10 (2)Slide15ભગવાને એક ગધેડાનું સર્જન કર્યું

5 responses to “Hallucinogen Honey Hunters – Grand Canyon in IMAX

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s