The Century: America’s Time – Acupressure Self-care for Healthy Eyes and Sinuses

સસરા આગળ જમાઈ પોતાની પત્ની માટે ફરીયાદ કરતો હતો. એ બહુ જ ઇમોશ્નલ થઈ ગયા, જમાઈનાં ખભે હાથ મુકીને આશ્વાસન આપતાં બોલ્યા, જુઓ જમાઈ જે પીસ તમે લઈ ગયા તેનો તાકો મારી પાસે છે, કાપડ કેવું, કેટલુ ચડે, ઉતરે, દોરા ખેચાય એ બધુ હું જાણું, તમે તો મને કહીને મન હળવું કરો, પણ હું કોને કહું? હું જ્યાંથી તાકો લાવેલો એ મીલ પણ ફડચામાં ગઈ, બંધ થયે પંચાવન વરસ થયા. સંસાર છે ચાલ્યા  કરે, વેઠાય એટલું વેઠો…ન વેઠાય ત્યારે મને કહી મન હળવું કરો….બીજો કોઇ ઉપાય નથી…

.

લોકો જુગાર રમતા હતા ત્યાં પોલીસની રેડ પડી. એક જુગારી દોડીને પોલીસવાનમાં બેસી ગયો.

ઇન્સપેક્ટર: તું તારી જાતે કેમ અહિયાં આવીને કેમ બેસી ગયો?

જુગારી: ગઈ વખતે હું પકડાઈ ગયો હતો તારે વાનમાં સીટ નહોતી મળી એટલે ઉભા ઉભા જવું પડ્યું હતું

.

બ્રિટનમાં પાંચ માઈલની રેડીયસમાં એક પ્રોફેસનલ સ્ટેડીયમ હોય છે. જયારે તેની વિરુદ્ધ ભારતમાં બે માઈલની રેડીયસમાં એક ધંધાદારી મંદિર હોય છે અને આપણે ઓલેમ્પીકમાં મેડલ મેળવવાની આશા રાખીએ છીએ. Conclusion: We don’t *play* to win but *pray* to win.

.

કોર્ટની બહાર સલમાનખાનની કારને મીડિયાવાળા ઘેરી વળ્યા હતા, એને જવા નહોતા દેતા. એટલે સલમાનખાન ડ્રાઈવરની સીટ ઉપર જઈને બેસી ગયો…બધા ત્યાંથી જીવ બચાવીને ભાગ્યા!

.

જીસ ડોન કો બારહ મુલ્ક કી પોલીસ નહિ પકડ પાયી, ઉસી ડોન કે કપડે અમેરીકન પુલીસ અબ તક દસ સે બારા બાર ઉતરવા ચુકી હૈ!

.

The Century: America’s Time:

.

Acupressure Self-care for Healthy Eyes and Sinuses:

.

Microsoft: Productivity Future Vision:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide4Slide6Slide7Slide8Slide9Slide12

3 responses to “The Century: America’s Time – Acupressure Self-care for Healthy Eyes and Sinuses

 1. wow..!! 4 Acupressure & Future Technology & સચોટ…માર્મિક.. મંદિરો માટે.. પણ ભાઈ. બ્રિટન નો GDP વધુ છે અને પાઉન્ડ પણ.. જયારે ભારતીય ચલણ… ??પછી.. લોકો ધાર્મિક સ્થળ માંથી જ આવક મેળવે ને..!! બાકી.. અમારા જેવા.. લાખો લોકો પ્રાઇવેટ જોબ માં..ઢસરડા જ કરતા હોય છે….મામુલી પગાર માં. & ગલી ગલી સાઈ મંદિર, થોડાક મોહલ્લા પછી શિવાલય & & હમણાં તો… સ્વામિનારાયણ મંદિર બનાવાનો & લોકો ને ઉલ્લુ બનાવવાનો Trend ચાલે છે..ત્યાં સુધી કે.. ૩૦૦/૪૦૦ થી વધુ જુના મંદિરો ના નામ પર ચોક કે જગ્યા હોય તેની જગ્યા પર… સ્વામી શ્રી જી ના નામ આવી જાય.. બોલો??? સાલું.. લક્ષ્મી ની બોલબાલા કે લક્ષ્મીનારાયણ ની..?? જોક્સ & પીક મેસેજ વાહ!! જય હો..

  Like

 2. જોક્સ ચોટદાર ,અમેરિકા ટાઇમ સરસ ઐતિહાસિક માહિતિ , એક્યુપ્રેસર .વિડીયો ઉપયોગી.
  નવા વિટામીન જાણકારી મળી,આભાર.

  Like

 3. જે રસ્તા કે ચોક ઉપર” સ્વામી” કે “શ્રી”ના નામ ન હોય, તેના ઉપર “રાજકારણીઓ”ના નામ આવી જવાના…મુંબઈમાં થોડા વર્ષો પહેલાં બાન્દ્રાનો બ્રીજ કહેવાય તે બન્યો અને તેનું નામ મોરારજી દેસાઈના અવસાન બાદ “મોરારજી દેસાઈ ઉડ્ડાન પુલ(overbridge)” નો ઠરાવ સુધરાઈ અને વિધાન સભામાં પાસ થયો અને બાળાસાહેબ ઠાકરેએ વીટો વાપર્યો અને તેનું નામ તેમના પિતાશ્રી “પ્રબોધનકાર ઠકરે ઉડ્ડાન પુલ” કરી નખાયું, જ્યારે આજ નામના મુંબઈમાં ૨-૩ રોડ-ચોક તથા એક મોટા પાર્કનું નામ છે જ. ઈંદીરા ગાંધી, રાજીવ ગાંધી, સંજય ગાંધી, છત્રપતિ શીવાજી ચોક, સ્ટેશન, એરપોર્ટ વગેરે તાજાજ ઉદાહરણ છે…શ્રી કે સ્વામી નામના ચોક-રસ્તાઓ તો આંગળીન વેઢે ગણી શકાશે, ભારતના બધા રોડના રાજકારણીઓના નામ લખવા બેસશો તો અમેરીકાના ૫૦ રાજ્યોની ટેલીફોન ડીરેકટરી પણ નાની પડશે…

  અને આતો જગજાહેર વાત છે કે જગતમાં કોઈ પણ દેશ હોય, ગરીબી, નીરક્ષરતા કે અનએમ્પ્લોયમેન્ટ વધારે હશે તો મંદિર-મસ્જીદ-ચર્ચ વધારે થવાનાજ…ભારત માટે પણ આ લાગુ પડે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s