Magnetic Madness Pranks – Bloom Box: The Alternative Energy

Slide1

.

ફરસાણ ની દુકાન પર એક મેડમ આવ્યા, એકટીવાને સટ્ટાક દઈને ઘોડી ચડાવીને… ઠાક ઠાક સેન્ડલનો અવાજ…ગોગલ્સ સાથે જોરદાર એન્ટ્રી હો. બે ત્રણ પડીકા હાથમાં ફેરવી એક પડીકું હાથમાં લઇ ને ક્યે, આ વેનીલા ગાંઠીયાની શું પ્રાઈઝ છે ?

દુકાનવારો ક્યે: મારી બેન તુ પડીકામાં સરખું વાઇચ, Vanela (વણેલા) Gathiya લખ્યું છે! વેનીલા ગાંઠીયા અમારી હાત પેઢી માં કોઇયે નથી જોયા!

.

મકાન માલિક: દીકરા, આખો વર્ષ તારી ઘણી બધી બહેનો અહિયાં આવતી હતી, પણ જો રક્ષા બંધનને દિવસે એક પણ નહિ આવી તો આ મકાન ખાલી કરી નાખજે!

.

બ્રેકીંગ ન્યુઝ: મોદીજી ખુબ જ રસપૂર્વક અને ધ્યાનથી ઓલમ્પિકની ઓપનીંગ સેરીમની જોતા હતા, એ જ જાણવા માટે કે ક્યાં ક્યાં દેશની મુલાકાત કરવાની બાકી છે

.

राहुल गांधी को 2 घंटे सुनने के बाद सब किसानोंने 100-100 रूपये इकट्ठे किये और सोनिया गांधी को देते हुए बोले कि, मैडम मुआवजा तो आपको भी मिलना चाहिये क्योंकि “फसल” तो आपकी भी खराब हुई है..!

.

हेल्लो ! सुषमा स्वराज बोल रही हैं?

सुषमा: हाँ जी,, बोलिये क्या समस्या हैं आपकी?

मैडम जी, मेरे पति विदेश में फँसे हुए हैं, उनको भारत लाने में मेरी मदद कीजिये….

सुषमा: जी, आप अपना नाम बताइये और आप बोल कहाँ से रहे हैं…

मैडम, मैं जसोदाबेन बोल रही हूँ, अहमदाबाद सें….

सुषमा: बेहोश

.

15મી ઓગસ્ટ આવી ગઈ! Independence Day!

બધા કુંવારા બોલો: આઝાદી મારી છે અને બધા પરણેલા બોલો: “આ જાડી મારી છે”

.

Magnetic Madness Pranks:

.

Bloom Box: The Alternative Energy:

.

WORLD’S BIGGEST FAMILY:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide2Slide11Slide16Slide17Slide18Slide25

 

 

10 responses to “Magnetic Madness Pranks – Bloom Box: The Alternative Energy

 1. Full dish of SU.
  Biggest family.Wonder to see .it. It wasread but saw through SU. Thanks.
  Enjoyed.
  Political cartoon etc are not effective to politicians andwho are we ?

  Like

 2. ચન્દુભાઈ,
  આખ્ખા સુરતમાં ઠેર ઠેર પંજાબી, મદ્રાસી, ચાઈનીસ, કાઠીયાવાડી લારીઓ અને હોટલો થઈ ગઈ છે પણ એકે યે જગ્યાએ માત્ર ઊંધિયાની જ હોટલ કે લારી હોય એવું દેખાયું નહિ.
  શાસ્ટ્રી ટુ ટો પરમેનન્ટ ડફોર છે. ઊઢિયું ઝાપટવું હોય તો હુરટ ડોરવાની જરૂર નઠી. શીઢ્ઢો વિપુલ ડેહાઈના બ્લોગમાં ઘૂસી જા. ઊંઢીયુ તો ડેહન જ રાંઢી જાને. ઢરાઈને ખાઈ લેજે. બે નંબરમાં ચચરે ટો બોલ્ટો નઈ. બનાવે ડેહન ને પીરહે ડેહાઈ.

  Like

  • પ્રવીણભાઈ, પહેલા તો તમારો ગાળો દેવા બદલ ખુબ ખુબ આભાર! કેટલા વખતે કોઈએ પેટ ભરીને જમાડ્યો. એ પણ હુરતી છે એટલે, ની તો કઈ હવાદમાં ઠેકાણા ની ઓય. દેહણ તો હારું ખવરાવે એટલે મગજમાંથી બધું બાર આવે છે. આ તો હારું તમુ ધેરના માનહ એટલે કીધું ની તો અંયા તો બધા ભાષા હાહ્ત્રી, આપુનનો કા ગજ લાગે. લોકો બી એવા કે મનમાં ભાવે ને મુંડી અલાવે. આપુનને તો મનની વાત હું ખબર પડે…એ તો મોદી સાહેબ જ “મનમાં રંડાય ને મનમાં રડે”. આપને તો બધા હુરતીઓ તો દિલની વાત કરીએ અને એક બે ગાલ દીધી એટલે મનની વાત બાર આવે. હુરતમાં કોઈ ઓટલવાળો ઊંધિયાની ઓટલ ખોલે તો કોઈ ની લે. બધા ઘેરેજ ઊંધિયું બનાવે તો ઓટલ કેવી રીતે ચાલે? તમુને ખબર ની ઓય તો કઉ કે નોન વેજ ઊંધિયું બી ખત્રી લોકો બનાવે. અમદાવાદનાં લોકો એની મા ને…( એ લોકો કોઈનું ની માને…એ ની માને, તે ની જ માને) મેતાનું ઊંધિયું જ વખાણે જે આપણા રીગણ બટાકાના હાક જેવું લાગે…એમાં પાછા ટામેટા નાખે..પછી એવું ખાઈને અસલ સુરતીલાલ મણ મણની ગાલ ની બોલે તો હું કરે?

   Liked by 1 person

   • દોસ્ત માણે તે જ જાણે. આ દેહમાં જે લોહી અને જીભમાં દેસાઈ રસોઈ જામી ગઈ છે. જૂની પેઢીની મહિલાઓ હવે શારીરિક રીતે રસોઈ બનાવવા અશક્ત કે લાચાર બની ગઈ છે. નવી પેઢી બહારથી જ કોમર્શિયલ રસોઈ મંગાવતી થઈ છે. મારા પોતાના ઘરમાં આ હાલત છે, ઘણાને ત્યાં આવું હશે.

    Like

   • પ્રવીણભાઈ, સાચી વાત કહું તો મારા ફેમિલીમાં હજુ રસોઈના શોખીન ઘણા છે. બધા જ ઇન્ડીયાથી મોટા થઈને આવેલા. મારા દીકરાની વહુ પણ એટલી જ શોખીન સુરતી જ નહિ પરંતુ થાઈ અને બીજી પણ રસોઈ ખુબ જ સારી બને છે. મારી સાળી, ભત્રીજી બધા જ જાતે રસોઈ બનાવવાના શોખીન. બીજી એક ખાસ વાત કહું, મારું માનવું છે સારી રસોઈ બનતી હોય તો શારીરિક બીમારીઓ પણ વધી જાય. મારા ઇન્ડીયામાં એક સબંધી કાકાને ત્યાં કાકીના રસોઈ બનાવવાના ઠેકાણા નહિ એ કાકા લાંબુ જીવ્યા. કારણ? મીઠા-મરચા વગરનું બાફેલું આખી જિંદગી ખાધું પછી માંદા ક્યાંથી પડે? છતાં સુરતીલાલાઓ ને તો એમ જ કે ભગવાને અઈયા જનમ હું કરવા આયપો? ખાવા-પીવા અને મઝા કરવા. એક વારતા છે એક ભાઈએ ખુબ જ પુણ્ય કરેલા એટલે એમને સ્વર્ગમાં લઇ ગયા. એક રૂમ આપી. સવારે નાસ્તામાં બ્રેડબટર બપોર અને સાંજે પણ એજ આપે. એમણે યમરાજને કહ્યું નરક કેવું હોય તે જોવા મળે ખરું? યમરાજ તેને નરકમાં લઇ ગયા. ત્યાં મોટાભાગના સુરતીઓ હતા. બધા જાત જાતનાં પકવાનો ખાતા હતા, દારુ પિતા હતા, ડાન્સ ચાલતો હતો. પેલા ભાઈએ કહ્યું કે આ લોકો નરકમાં છે છતાં આટલી બધી મઝા કરે છે અને મને સવાર સાંજ બ્રેડબટર તો સ્વર્ગનો મતલબ શું? યમરાજે જવાબ આપ્યો તારા એકલા માટે શું હું રસોડું ચાલુ કરું? અત્યારે ટૂંકા બજેટમાં મને એ પોસાય નહિ, ત્યાં પુષ્કળ સુરતીઓ છે એટલે બજેટમાં સસ્તું પડે છે!

    Liked by 2 people

 3. તમે ઉંધુ-નેગેટીવ સમજો છો……હંમેશા પોઝીટીવ વિચારો….ધોરણ ૫ પાસ નવા પ્રધાન આવ્યા છે એટલે હવે સેલ્ફ ફાઈનન્સ શાળાઓ આ ભાઈની ભાગીદારીમાં વધશે, વિધ્યાર્થિઓને તો ફાયદોજ છે ને,અને આ શાળાઓમાંથી ભલે ૫ ને બદલે ૬ પાસ કર્યા પછી, આ ૫ પાસવાળા ભાઈ આ ૬ પાસવાળાઓને તેમને મીનીસ્ટ્રીમાં નોકરી આપી દેશે, વધારે ભણવાની જરૂરજ નહીં…. આ જેવો તેવો ફાયદો છે….??

  અને ડ્રાઈવર લાઈસન્સ પણ વગર ભણેલા અને કોઈ પણ જાતની પ્રેક્ટીસ કર્યા વગરનાને (ગાંધીજીની તસ્વીરના પ્રતાપે …!!!)..આપોઆપ ઘરબેઠા મળી જશે….કેવી મજા……નાચો…નાચો…નાચો…આનંદો…કુદો…..

  મેરા ગાંધીજીકા “ગુજરાત” મહાન…..!!!!!!

  Like

  • મનસુખલાલ, મારા બ્લોગનું નામ જ “ઊંધિયું” છે એ કેમ ભૂલી જાવ છો…મારા બધા વાચકો પણ…..સમજી જાવને મારા ભાઈ…..

   Liked by 1 person

 4. જય હો.. જય હો.. નવા.. સિક્ષણ પ્રધાન ની.. અને…પાછા.. વા ના ણી.. એટલે કદાચ.. વા વાય પણ ખરો.. સિક્ષન નો…!! એલા ભાઈ.. આ જોડણી ની ભૂલો ના કાઢો. “”ભાષા ને શું વળગે …?? લો… શિક્ષણ.. બસ? સાલું શું કેહવું હવે?? ગતિશીલ… ની.. અવગતિ તો નથી ને??

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s