Family Share Home with Pet Tigers – The Orient Express

પત્ની: તમે દરેક વાતમાં મારા પિયરીયાઓને વચ્ચે લાવો છો, જે કહેવું હોય તે મને ડાયરેક્ટ કહો

પતિ: મારી વાત સાંભળ, જો ટી.વી.માં કઈ ખરાબ થાય તો કોઈ ટી.વી.ને થોડું કઈ કહેવાય, ગાળ તો કંપનીવાળાને જ આપેને?

.

છોકરીઓ લાલ કલરની લીપ્સ્ટીકનાં વીસ શેડ વચ્ચેનો તફાવત આસાનીથી કહી શકે છે અને છોકરાઓ શેમ્પુની જગ્યાએ કંડીશનરથી નહાશે અને નહાઈને બહાર નીકળીને કહેશે કે આ શેમ્પુ કોણ લાવ્યું? અક્કલ વગરના, લાવતા તો આવડતું નથી, ફીણ તો થતું નથી

.

લખુભા: રઘલા, એક દિવસ ગીરમાં હું વાડામાં ઉભા કરેલા સંડાસમાં જાજરૂ કરવા ગયો. ત્યાં સંડાસમાં એક સિંહને બેઠેલો જોયો.

રઘલો: પછી શું થ્યું બાપુ?

લખુભા: મેં તો સિંહને કઈ દીધું તારે જાજરૂ કરવું હોય તો આરામથી કર, મારે તો થઇ ગ્યું છે!

.

જયારે ઘરમાં આપણા લગ્નની ચર્ચા ચાલુ થાય ત્યારે એવું લાગે જાણે આપણને ચુંટણી લડાવવાની તૈયારી થઇ રહી છે. જયારે સામેનું પાત્ર હા પાડે ત્યારે એવું લાગે કે જાણે “આપણને ટીકીટ મળી ગઈ”. જયારે મહેમાનોને આમંત્રણ આપવા જવાનું હોય ત્યારે એવું લાગે જાણે “આપણો ચુંટણી પ્રચાર ચાલુ થઇ ગયો”. લગ્ન થઇ જાય એટલે બે-ચાર દિવસ સુધી એવું લાગે “જાણે આપણે ચુંટણી જીતી ગયા અને ધારાસભ્ય બની ગયા”. બે-ચાર વર્ષ પછી બાલ-ગોપાલ આવે ત્યારે એવું લાગે કે “જાણે આપણે મુખ્યમંત્રી બની ગયા. પાંચ વર્ષ પછી એવું લાગે “સાલું, કોઈ કૌભાંડમાં ફસાઈ ગયા”!

.

પંદર વરહ પેલા સમોસુ ૧ રૂપિયામા આવતુ અને મોબાઈલ કોલ ૮ રૂપિયા હતો. હવે સમોસુ ૮ રૂપિયાનુ થઈ ગયુ અને ફોન કોલ ૧ રૂપિયામા થઈ ગયો એટલે મોંધવારી વધી નથી પણ આડી અવળી થઈ ગઈ છે

.

Family Share Home with Pet Tigers:

.

Railway Journeys – The Orient Express:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide3Slide8 (2)Slide10Slide23Slide25

8 responses to “Family Share Home with Pet Tigers – The Orient Express

  1. “સુકન્યા યોજના” બધી બેંકોમાં ચાલે છે; 14 વર્ષ સુધી રૂ. 1,000/- દર મહિને ભરવાના છે (એટલે કે રૂ.1,000/- x 12 મહિના x 14 વર્ષ = રૂ. 1,68,000/- મુદ્દલ ભરાય.) 21 વર્ષે રૂ.6,00,000/- તો જ મળે, જો જન્મ થાય તે દિવસે જ આ યોજના હેઠળ ખાતું ખોલાવ્યું હોય; અન્યથા રકમમાં નોંધપાત્ર ઘટાડો થાય. (આ સ્પષ્ટીકરણનો હેતુ સાચી માહિતી ઉજાગર કરવાનો છે. આભાર)

    Like

    • હિમાંશુભાઈ,ખુબ ખુબ આભાર! મને સંપૂર્ણ માહિતી ન હતી, તમારે લઈને બીજાને લાભ થશે.

      Like

  2. સરસ યોજના . દીકરીના ગરીબ બાપને દીકરી ૨૧ વર્ષની થાય ત્યારે એનાં લગ્ન વખતે બાપને થોડી રાહત રહે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s