Tata Power builds India’s first indigenous artillery gun – STAND UP COMEDY, RESERVATION

એક ડોશીએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી. જજે દોશીને પૂછ્યું કે આટલા બધા લાંબા વખત સાથે રહ્યા પછી છૂટાછેડા લેવાનું કારણ?

ડોશી: જજ સાહેબ, મારા પતિ મારાપર માનસીક અત્યાચાર ગુજારે છે

જજ: એ કેવી રીતે?

ડોશી: એને જયારે મરજી થાય ત્યારે મને ખરીખોટી સંભળાવે છે અને હું જયારે સામે જવાબ આપવાનું શરુ કરું ત્યારે એ કાનમાંથી મશીન કાઢી નાખે છે 

.

એક અમદાવાદી એ.સી.ફર્સ્ટ ક્લાસમાં એકલો  જ મુસાફરી કરતો હતો. ત્યાં થોડા વખત પછી એક સુંદર યુવતી આવીને એની સામે બેસી ગઈ. થોડા વખત પછી તે અમદાવાદી પાસે ગઈ અને કહ્યું તારી પાસે જે કઈ હોય તે તું મને આપી દે નહિ તો હું સ્ટેશન આવશે ત્યારે બુમાબુમ કરીને કહીશ કે તે મારી છેડતી કરી છે. અમદાવાદીએ એક કાગળ લીધો અને તેમાં લખ્યું કે હું ગુંગો અને બહેરો છું માટે તારે જે વાત કરવી હોય તે આ કાગળમાં લખીને આપ. પેલી સ્ત્રીએ જે તેણે અમદાવાદીને કહ્યું હતું તે લખીને આપ્યું. એ કાગળ હાથમાં લઈને અમદાવાદીએ કહ્યું હવે તારે જેટલી બુમાબુમ કરવી હોય તેટલી કર, મારી પાસે લખાણમાં સાબિતી છે

.

સમય બલવાન હોય છે સાહેબ, બાકી એક બાજુ એક ગુજરાતી આખો દેશ ચલાવે છે અને બીજી બાજુ એ જ ગુજરાત ને ચલાવવા બબ્બે સી.એમ?

.

આજે બે દારૂડિયાઓ GST પર વાત કરતા હતા. એનો મતલબ “ગોવા”નાં રેટ પર જ આપણને અહિયાં મળશે!

.

બેંકો હડતાલ કેમ પાડે છે? થોડો વખત ગોટાળા વગર કારભાર ચાલે એટલા માટે!

.

Tata Power builds India’s first indigenous artillery gun:

.

STAND UP COMEDY-RESERVATION:

.

Indian Railway Song:

મોદીજીની સરકારમાં જો ખુબ જ સારી રીતે કોઈ કામ કરતુ હોય એવા મીનીસ્ટર શ્રી પ્રભુને સલામ! અને એમનું આ નજરાણું! આવા સારા મીનીસ્ટરો મોદીને ઘણી મદદ કરી શકે, પણ એવા કેટલા છે?

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide18Slide20Slide12Slide13Slide2

6 responses to “Tata Power builds India’s first indigenous artillery gun – STAND UP COMEDY, RESERVATION

 1. wow.. Tata Power & Bharatiya Rail… Jay Hind!! Jay Ho.. મઝા આવી ગયી……..જોક્સ માં પણ. અને….. પીક. મેસેજ.. & & .. વિપુલભાઇ… આ પ્રજાસત્તાક.. એટલે.. મને લાગે છે કે.. આ ઠાકોર ભાઈ… છે એટલે…. હમણા જ.. જેને કાઢવા માટે આંદોલન થયેલું.. તે વાલા ભાઈ લાગે છે…? એટલે જ અલ્પેશ્જી… ને.. આ બન્ને દિવસો માટેનું અલ્પજ્ઞાન છે..!! કેમ કે.. આટલા ઓછા % માં.. ભણ્યા હશે ને?? એટલે… જય હો.. આવા તો કેટલાય….. નમૂનાઓ પડ્યા છે હજુ તો..!!

  Like

  • મારો કહેવાનો મતલબ એટલો જ છે કે કોઈ પણ વસ્તુ કરતા પહેલા આ નેતાઓએ વિચારવું જોઈએ. બીજું આ લોકોએ ઠાકોર કોમને દારુ છોડાવવાની ખુબ જ સારી ઝુંબેશ ઉપાડી પરંતુ હવે મને એવું લાગે છે કે એ લોકો પણ રાજકીય રોટલા શેકવા માંગે છે. જો એમને દલિતો પ્રત્યે પ્રેમ હોય તો જે દલિતોને મારવામાં આવ્યા એ ચમાર પ્રજાની ગરીબ છોકરીઓને પૈસાદાર ઠાકોરોના છોકરાઓ જોડે પરણાવવાની જાહેરાતો કરવી જોઈએ. દલિતોમાં પણ બિચારા ચમાર, હરીજન જેવા લોકોને બીજા બધા દલિતો અછૂત ગણે છે. એમના કરતા તો ઉચ્ચ વર્ણનાં લોકો ચમાર અને હરિજનો જોડે સારો વ્યહવાર કરે છે. હું અને મારી કંપનીના ઉચ્ચ વર્ણના બધા જ મિત્રો અમારા એક હરીજન ઓફીસ સાફ કરનારાને ત્યાં તેના લગ્નમાં જમી આવ્યા હતા. આવા બે ત્રણ ઓફિસમાં કામ કરતા ચોથા વર્ગના હરીજન ભાઈઓ સાથે કાયમ નાસ્તો અને લંચ પણ કરતા હતા. આ તો બધાના ચાવવાના અને બતાવવાના દાંત જુદા છે. લાલુ, મુલાયમ અને બીજા ક્યાં લોકોએ પોતાના છોકરાઓને આ દલિતો જોડે પરણાવ્યા. અરે એ તો છોડો આપણા મીનીસ્ટર પાસવાન પોતાના છોકરાઓ માટે પૈસાદાર અને ઉચ્ચ જ્ઞાતિનાં છોકરા છોકરી શોધે છે ત્યારે તો હદ થઇ ગઈ કહેવાય ને! એક નરબંકો સ્વ.ગોરધનદાસ ચોખાવાળા હતા જેમને આશ્રમની હરીજન છોકરી જોડે લગ્ન કર્યા હતા. એમને જ જનતા પાર્ટીના દલિત લોકોએ સુરત રેલ્વે સ્ટેશન પર નગ્ન કરીને દોડાવ્યા હતા કારણ કે તેમણે સ્વ.ઇન્દિરા ગાંધીને સપોર્ટ કર્યો હતો.

   Like

   • વિપુલભાઈ.. સ્વ. ગોરધનદાસ માટે મને માન ઉપજુ.. & ( Iron Lady ) સ્વ.ઇન્દિરા ગાંધી માટે પણ.. સાચેજ. બાકી… ૯૯% લોકો. ચાવવાના જુદા & બતાવના જુદા જેવા જ હોય છે.. મંદિરો માં પણ.. કથાકારો પણ.. આવો ભેદભાવ રાખતા મેં જોયા છે. લોકો ને શુ ઉપદેશ આપે અને પોતે આચરણ બીજું.. ( Iron Lady ) સ્વ.ઇન્દિરા ગાંધી હતા ત્યારે.. હરામી પાડોશી દેશો.. ચુકે ચા કરતા ગભરાતા. હું જયારે Fb માં આવું લખું ત્યારે લોકો મને કોંગ્રેસી કહે…! બાકી આજના ક્યાં નેતા મા…???

    Like

   • ઇન્દિરા ગાંધીના વખાણ તો વાજપાઇ અને આર.એસ.એસ.વાળા પણ એમના ગયા પછી કરતા થઇ ગયા. એટલે એ લોકો કોંગ્રેસી ના કહેવાય. એને તો રણચંડી/દુર્ગા જેવા ઉપનામ આપવામાં આવ્યા હતા. કાશ્મીરમાં કોઈ ચુ કે ચા નહોતું કરતુ. ઈમરજન્સી તો જે નેતાઓને કાળા ધોળા કરવા હતા તેમણે વિરોધ કર્યો હતો. એમાં જયપ્રકાશ નારાયણ જેવા સંતનો સપોર્ટ મળ્યો. બાકી આજે પણ સામાન્ય પ્રજાને ઈમરજન્સી સારી હતી એવું લાગે છે. ઇન્દિરા પછી મોદી જો ઈમરજન્સી લાવે તો ચોક્કસ આમ લોકોને ફાયદો થાય પરંતુ જે ફાલતુ નેતાઓ છે તે જરૂર શોરબકોર કરે. મોદીમાં ઇન્દિરાના ગુણો છે, બાકી આ બધા ચોર લોકોમાં મોદી પણ કશું કરી શકે એમ નથી. ઈમર્જન્સીમાં રેલ્વે સ્ટેશન કે કોઇપણ જગ્યાએ લાઈન, કોઈની મજાલ છે કે લાઈન તોડે કે લાંચ માંગે. બધા જ સરકારી કર્મચારીઓ ટાઈમસર ઓફીસમાં હાજર. કહેવત છે કે “ભય વિના પ્રીત નહિ”. પ્રજાને બીજું શું જોઈએ. મોદી જો ઈમરજન્સી લાવે તો મોદીને આમ જનતા જરૂર વધાવી લે. આમાં પાપડી ભેગી ઈયળ બફાઈ જાય પણ આજે તો કશું જ બફાતું નથી તેના કરતા તો સારું ને.

    Like

 2. વિપુલભાઈ.. સાચેજ.. આ સત્ય… “ભય વિના પ્રીત નહિ” મોદીજી…. ને કોણ કેહવડાવે??? હું. તમારો જવાબ.. save કરીને… રાખીશ.. અને.. Fb ના.. BJP પેજ કે.. મને યોગ્ય લાગે ત્યાં શેર કરીશ… બાકી.. સાલ્લુ.. સાતમુ પગાર પંચ.. છતાં સરકારી બાબુઓ કામચોરી કરે… આરામથી.. આવે…..!!! મેં ખુદ આ અનુભવ્યું છે..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s