“CHASING ICE” captures largest glacier calving – Knee pain, arthritis and Injured Cartilage

લખુભા: ઉપરની સીટ મળી હતી એટલે ટ્રેનમાં ઊંઘ નહીં આવી.

તખુભા: તો નીચેની સીટવાળાને વિનંતી કરવી હતી ને?

લખુભા: નીચેની સીટ ઉપર કોઈ હતું નહીં, ખાલી હતી

.

એક જાપાનીસ,એક અમેરિકન,એક રશિયન અને એક ગુજરાતી ભેગા થયા. જપાનીસે કહ્યું હું જાપાનનો ખુબ જ પૈસાદાર માણસ છું અને મારે દુનિયાની સૌથી મોઘી દસ પેનો ખરીદવી છે. અમેરિકને કહ્યું હું અમેરિકાનો ખુબ જ ગર્ભશ્રીમંત માણસ છું અને હું દુનિયાની સૌથી મોઘી પાંચ કાર ખરીદવા માંગુ છુ, રશીયને કહ્યું હું પણ રશિયાનો સૌથી વધારે પૈસાદાર માણસ છું, મારે દુનિયાની સૌથી મોંઘી સબમરીન ખરીદવી છે. ગુજરાતી આ બધું ચુપચાપ સાંભળતો હતો તે ધીરેથી બોલ્યો, પણ હું “આ બધું વેચવા નથી માંગતો”

.

બેન જાય છે, જાય છે, એમ ટાઢા પાણીએ બેન નહિ ગયા પણ “ઉના” પાણીએ જરૂર ગયા. કારણ કે અત્યારે જ ન્યુઝમાં આવ્યું હતું કે “ઉના”ઈ માં ગરમ પાણીના ઝરા પાછા ચાલુ થઇ ગયા

.

ગુજરાતી છીએ, સાહેબ, ધંધો કરી પણ લઈએ…ધંધે લગાડી પણ દઈએ..!!

.

कोई भी पुराना ‘माल’ लाइए और नया ‘आइटम’ ले जाईये! इस तरह के ऑफर देने वाले शादीशुदा लोगों की जज्बातों से खेलते हैं। ईश्वर इन्हें कभी माफ नहीं करेगा

.

“CHASING ICE” captures largest glacier calving:

.

Knee pain, arthritis and Injured Cartilage:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide6Slide7 (2)Slide8Slide9Slide13

9 responses to ““CHASING ICE” captures largest glacier calving – Knee pain, arthritis and Injured Cartilage

 1. “ઉના”ના આરોપીઓની પોલ તમે બહુ ઉઘાડી પાડી દીધી…..પણ મીડિયા તો જવા દ્યો, બીજેપીવાળાઓ પણ કાંઈ બોલતા નથી…..!!!!!????

  Like

  • મનસુખલાલ, જે રીતે બધી ઘટનાઓ બની રહી છે તે જોઇને બી.જે.પી.વાળા દિગ્મૂઢ થઇ ગયા છે, આવી તેમની હાલત થશે એવી તેમણે કલ્પના પણ નહિ કરી હોય. મોદીજી જયારે પોતાના પર કઈ આવી પડે એટલે ચુપચાપ બેસી જાય છે….મનમોહનને કહેતા હતા પરંતુ પોતે “મૌનમુની” બની જાય છે. તમે જોશો તો “ઉના”નાં મોટાભાગના આરોપીઓ ઓ.બી.સી. છે અને મોદીએ ખુબ જ વાજતે ગાજતે પોતે ઓ.બી.સી. છે એવું કહ્યું હતું એટલે “તેરી ભી ચુપ, મેરી ભી ચુપ” કરીને બેસી ગયા છે. શું મોદીજીની ફરજ નથી કે પોતાના ૬ કરોડ ગુજરાતીઓના ગુજરાતમાં અત્યારે જે કઈ બની રહ્યું છે તે સંકટ સમયે પોતાની પ્રજાને વચ્ચે જઈને “૫૬” ઈંચની છાતી બતાવે. મારું તો માનવું છે કે જો મોદી એક જ મુલાકાત લે તો પરિસ્થિતિ ઘણે અંશે કાબુમાં આવી જાય. એમનામાં એટલી તાકાત છે પણ પોતાની જાત પરનો વિશ્વાસ ગુમાવી બેઠા છે. એમને ડર છે કે જો એમની “ઈજ્જત”નો કચરો થઇ ગયો તો? એ તો બીજાને ખભે બંદુક મુકીને ભડાકા કરવામાં માહિર છે. ઈતિહાસ જોશો તો સેનાપતિ લશ્કરને આગળ જઈને દોરતા હતા, અહિયાં તો મોદીજી બોક્સમાં બેસીને તમાસો જુવે છે જે કાયરતાની નિશાની છે. બાંગલા દેશે “શાર્ક”માં પોતાનો પ્રતિનિધિ નહિ મોકલ્યો કારણ કે પાકિસ્તાન ત્રાસવાદ ફેલાવે છે, જયારે આપણા “રાજનાથસિંહ” હીરો ઘોઘે જઈ આવ્યો જેવું કર્યું અને એનો ખોટો બચાવ કરવામાં આવે છે. પાકિસ્તાનનો બાંગલાદેશની જેમ બહિષ્કાર કરવો જોઈએ, એને માટે છાતી નહિ મક્કમ મનોબળ હોવું જોઈએ. હું ચોક્કસ માનું છું કે આજે ભારતમાં એકલા મોદીજીમાં જ ઘણી બધી શક્તિ છે, પરંતુ એમને સત્તાનો મોહ લાગી ગયો છે જે એમનું પતન નોતરશે. કોઈ પણ જાતના મોહ વગર એમને એક્શન લેવા જોઈએ તો પ્રજા એમને જિંદગીભર યાદ કરશે, નહિ તો એક નિર્બળ નેતા તરીકે કોઈ તેમને ઓળખશે પણ નહિ.

   Like

   • હરી ઓમ.. હરી ઓમ.. વિપુલભાઈ… તમેં…. આદુ ખાઈને અમારા…“૫૬” ઈંચની છાતી” વાળા મહાશય ની પાછળ પડી ગયા ….! ઓહ…

    Like

   • ભગવતીભાઈ, તમે ખોટું માનો છો કે “તમેં…. આદુ ખાઈને અમારા…“૫૬” ઈંચની છાતી” વાળા મહાશય ની પાછળ પડી ગયા ….!”. હું ચોક્કસપણે માનું છું કે આજે આ એક માણસ બીજા બધા કરતા થોડો સારો ગણાય, પરંતુ “ઝેરીલો સ્વભાવ” સબ કા સાથ સબકા વિકાસમાં નહિ ચાલે. ચુંટણી જીતવા માટે ખુબ જ થાલા વચનો આપ્યા એટલે પ્રજાને ગુસ્સો આવે, એ બધું હું ઈન્ટરનેટ ઉપરથી મેળવીને રજુ કરું છું. હાલમાં જ એમણે કહ્યું કે મોંઘવારી માટે સરકાર જવાબદાર નથી….૪%થી ઉપર ભાવ વધારો થાય તો રીઝર્વ બેંક જવાબદાર છે. કાલે ઉઠીને કહેશે કે કાશ્મીરમાં જે થઇ રહ્યું છે તે માટે લશ્કર જવાબદાર છે, બળાત્કાર માટે પોલીસ જવાબદાર છે, સ્વચ્છતા માટે લોકો જ જવાબદાર છે, ભારતની નાણાકીય પરિસ્થિતિ માટે ઉદ્યોગપતિઓ જવાબદાર છે, અનાજ શાકભાજીના ભાવો માટે વેપારીઓ જવાબદાર છે….ત્યારે લોકોને ગુસ્સો આવે અને લોકો ઈન્ટરનેટ ઉપર તેના પ્રતિભાવો આપે છે જે રજુ કરું છું. બીજું કે આજે આજે “પપ્પુ” કે કેજરીવાલ જેવાના ફોટા મુકો તો પણ જોક્સ ગણાય…આગળ પડતી વ્યક્તિઓના અને તાજેતરમાં બનેલા બનાવોનાં જ કાર્ટુન-જોક્સ મુકાય. અત્યારે રાજનારાયણનો જોક્સ મુકું તો કોઈ ઓળખે પણ નહિ. સ્ત્રીઓ, સરદારજી અને બાપુ ખુબ જ હોશિયાર અને જાણીતી વ્યક્તિ હોવાથી એમના કાર્ટુન વધારે બને એ સ્વાભાવિક છે.

    Like

 2. જોક્સ… સરસ. બન્ને vdo.. વાહ.. અને પિક્ચર મેસેજ… સરસ.. અને.. મા ભારતી ના સપુત… ચૌધરી માટે… જય હિન્દ!!!

  Like

 3. વિપુલભાઈ… ગયીકાલે…જ.. ૫૬” છાતી વાળા મહાશયે સંવાદ કર્યો.. અને… ઉના દલિતો ના મુદ્દા બાબતે કૈક તો બોલ્યા.. આ મારું સાલું તેમને ક્યારે “બ્રહ્મજ્ઞાન” લાધ્યું?? અને.. સાચેજ.. અહીં પણ.. તેઓની સામે.. છુપો આક્રોશ તો છે જ.. પણ… લોકોને હજુ.. થોડો વિશ્વાસ છે જાણે.. જોઈએ હવે “૨૦૧૭” માં… બીજું શું.

  Like

  • જો પ્રજાને તમે રીઝલ્ટ નહિ આપો તો લોકો ગુસ્સે થવાના, પરંતુ મોદીને કોઈ સારા મીનીસ્ટરો નથી મળ્યા. બે વર્ષમાં એમનાં કામની કિંમત કરી નહિ શકાય. એમને બીજા ત્રણ વર્ષ આપવા જોઈએ. પછી કોઈ બહાના નહિ ચાલે. કોંગ્રેસે સાઈઠ વર્ષમાં કશું નથી કર્યું એનો મતલબ એ નથી કે તમારે પણ બીજા સાઈઠ વર્ષો જોઈએ. પાંચ વર્ષમાં થોડું રીઝલ્ટ તો બતાવવું જ પડશે. કમસે કમ મોંઘવારી તો ઓછી કરવી જ પડશે.

   Like

   • મોંઘવારીની શરૂઆત ખાવાપીવાની વસ્તુથી શરૂ થાય છે. ખેડુતોને વધારે ભાવ જોઈએ, પણ એમને તો ઓછો ભાવજ મલે છે અને એજ માલ બજારમાં આવતાં, વચ્ચેના દલાલો કહો કે વચેટિઆઓ કહો, આ લોકોના મબલખ નફાથી આપણા ઘરમાં આવતાં આવતાં ભાવો કમ્મર તોડી નાંખે છે. આ નફાખોરી અને જમીન અને રહેઠાણના ભાવો કે ભાડાઓ નહીં ઘટે, ત્યાં સુધી મોંઘવારી ઘટવાની નથી, બાકી સામાન્ય લોકોને ટીવી, કે ફ્રીઝ કે કારના ભાવવધારા સાથે મતલબ નથી, ખાધ્યખોરાકી અને દુધ-દવા-ડોક્ટરોના ભાવ સાથે મતલબ છે. આ જ્યાં સુધી નહીં ઘટે, ત્યાં સુધી મોંઘવારીની બુમો પાડ્યે કોઈ સાંભળવાનું નથી, કેમકે જે સતાવાળાઓના હાથમાં by hook or crook, સમજાવટ, દંડ કે જુલમથી અમલ કરવાની સત્તા છે, એમને તો “મોંઘવારી” લાગતીજ નથી…!!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s