Naniwa Yodogawa Fireworks Festival-Osaka Japan – Official: Namami Gange Anthem

બાપુ કારની બેટરી બદલાવવા ગયા.

ગેરેજવાળો: બાપુ, “એક્સાઈડ”(EXCIDE) લગાવી દઉં?

બાપુ(થોડો વિચાર કરીને): ઘડી ઘડી કોણ ધક્કા ખાય, તું એમ કર બન્ને સાઈડ લગાવી દે!

.

પડોશમાં સત્યનારાયણ ભગવાનની કથા હતી. એક નાનો છોકરો આરતી લઈને આવ્યો એટલે મેં મારા પાકીટમાંથી કોઈ જોઈ નહિ તેમ મારી ફાટેલી અને ચીમળાયેલી દસની નોટ થાળીમાં મૂકી દીધી. ખુબ જ ગીરદી હતી ત્યાજ મારી પાછળ ઉભેલા એક ડોશીમાએ મારા ખભા પર હાથ થપથપાવ્યો અને પાંચસોની નોટ મને આપી. મેં એ રૂ.૫૦૦ની નોટ આરતીની થાળીમાં મૂકી દીધી,  તે વખતે મને દસની ફાટેલી નોટ મૂકી તે બાબતની શરમ પણ આવી.  બહાર નીકળતી વખતે મેં શ્રદ્ધાપૂર્વક ડોશીમાને નમસ્કાર કર્યા એટલે ડોશીમાં બોલ્યા, તમે પાકીટમાંથી દસની નોટ કાઢતા હતા ત્યારે તમારી રૂ.૫૦૦ની નોટ નીચે પડી ગઈ હતી જે મેં તમને પાછી આપી!

.

રજનીકાંત નવા સીમ કાર્ડથી P.M. મોદીને ફોન કરે છે

રજનીકાંત .:- હલ્લો..

મોદી :- હા રજનીકાંત બોલો.

રજનીકાંત :- સીમ કાર્ડ નવુ છે છતાં કેમ ખબર પડી ?

મોદી :- ફોન સ્વીચ ઓફ હતો, છતાં રીંગ વાગી એટલે….

.

સેટેલાઇટ ને કહી દો કે કોઈ એકાદું પોકેમોન ઘરડા ઘરમાં પણ લગાવી દે, જિંદગીની ખરી રમત આજ-કાલના બાળકોને સમજાઈ જશે. અજીબ કલ્ચર છે આ દેશનું સાહેબ, અહીં માણસ ખોવાયો છે….ને લોકો POKEMON ગોતે છે…!

.

આજે એક મિત્રએ શેરબજારની સુંદર વ્યાખ્યા કરી. શેરબજાર એ એક એવું માધ્યમ છે જે ખુબ અઘીરા લોકોનાં નાણાં, ખૂબ જ ઘીરજવાન લોકોનાં ખાતામાં ટ્રાન્સફર કરી આપે છે

.

Naniwa Yodogawa Fireworks FestivalOsaka Japan:

.

Official: Namami Gange Anthem:

 

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

5-6-2016Slide2Slide4Slide10Slide11

Advertisements

3 responses to “Naniwa Yodogawa Fireworks Festival-Osaka Japan – Official: Namami Gange Anthem

  1. અરરર…..”સરકારી નોકરીના ભાવ……!!!!!!” ન હોય..! ન હોય..!! ન હોય….!!!તમારી કાઈંક ભુલ થતી લાગે છે…મોદીજીના રાજમાં આવું હોય…??? તમને કોઈએ ભરમાવ્યા લાગે છે…..ભાજપવાળા તો બધા એકદમ “દુધે” ધોયેલા છે…નવરા લોકો આક્ષેપો કરતાં રહે અને તમે સાવ ભોળાભટ્ટ કે બધું સાચું માની લ્યો….

    Like

    • મનસુખલાલ, “હું તો બોલ્યો ય નથી અને ચાલ્યો ય નથી”, આ તો કોઈએ પ્રાઈસ લીસ્ટ મોકલ્યું એટલે મને થયું કે કોઈને કામ લાગે.ભાવની તો મને ખબર નથી પરંતુ ગુજરાતના એક મોટા શહેરના ભાજપના ખુબ જ મોટા નેતાએ મને કહ્યું હતું કે મારે જો મારું કોર્પોરશનમાં કામ કરાવવું હોય તો મારે પણ પૈસા આપવા પડે. કોંગ્રેસના રાજમાં પણ આ બધું ચાલતું હતું પરંતુ ભાજપામાં તો આ વસ્તુએ માઝા મૂકી છે. મને સમજણ એ નથી પડતી કે આર.એસ.એસ. જેવી શક્તિશાળી સંસ્થા કેમ આ બાબતમાં વિચારતી નથી? એ ચાહે તો થોડા વખતમાં આ બધું બંધ કરાવી શકે એટલી એમનામાં તાકાત છે. હું તો હજુ પણ કહું કે જો મોદીજી ફક્ત આ એક જ કામ કરે કે આખા દેશ માટે એક સ્પેશીયલ સેલ ઉભો કરીને થોડાક જ લાંચિયાઓને પકડે તો આજ પ્રજા તેમને હજુ પણ ખોબા ભરીને વોટ આપે. પરંતુ “વો દિન કહા, ભારતકી પ્રજા કો મિલ જાય ઓનેસ્ટ નેતા”

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s