British Empire 20th Century in Colour – Why Bharat Has 33 million Gods & Goddesses

રાવણને કોર્ટમાં લાવવામાં આવ્યો. કારકુને કહ્યું, ગીતાપર હાથ રાખો…રાવણ મૂંઝાઈ જાય છે…..એટલે

જજ: એ ગીતા પર હાથ રાખ

રાવણ: SORRY BOSS I’M NOT INTERESTED. સાલું સીતા પર હાથ રાખ્યો એટલે તો આ બધી રામાયણ થઇ, હવે ગીતા પર હાથ રાખીશ તો શું નું શું થઇ જશે!

.

બાપુ એક દિવસ ખેતરમાં ઘોડા ઉપરથી પડી ગયા. તેમાં બાપુનો પગને ફ્રેક્ચર થયું. આજુબાજુ કોઈ દેખાતું હતું, બાપુની હાલત ગંભીર હતી. ત્યાં જ ઘોડાએ બાપુના પેન્ટનો પટ્ટો દાંતથી પકડીને બાપુને ઘસડીને ઝાડાના છાયડામાં લઈ આવ્યો. પછી મદદ મેળવવાં માટે આગળ ચાલવા માંડ્યું. થોડા અઠવાડીયા પછી બાપુએ આ વાત પોતાના મિત્ર લખુભાને કરી. લખુભા તો ઘોડાની હોશિયારી પર ફિદા થઇ ગયા. તેમણે બાપુને કહ્યું કે તમારો ઘોડો ઘણો જ ઈન્ટેલીજન્ટ છે અને ઘોડાના વખાણ કરવા માંડ્યા. ત્યાં બાપુએ કહ્યું લખુભા, વખાણ કરવાનું મેલો. એ પોતાની સાથે ઢોરના ડોક્ટરને લઈને આવ્યો હતો!

.

ભુવાએ ધુણતા ધુણતા હાક પાડી, માંગ માંગ માગે તે આપું.

પાટીદાર સફાળા જાગ્યા, માં અનામત આપો.

ભુવો સાયલન્ટ…બબડ્યો…હુ મેલડી છુ…આનંદી નહીં

.

फारूक अब्दुल्ला का कहना है कि बुरहान वानी अंतिम बंदा नहीं है.

तो भाईसाहब इंडियन आर्मी कौन सा वर्ल्ड टूर पर जा रही है, ठोकते रहेंगे!

.

ભારતમાં સૌથી ઉત્તમ, આનંદિત અને મફત વૃધ્ધાશ્રમ કયો?

એક બાળકે જવાબ આપ્યો: “સંસદ ભવન”

.

British Empire 20th Century in Colour:

આ વિડીયો થોડો લાંબો છે પરંતુ ઘણો જ માહિતીપ્રદ છે. મહાત્મા ગાંધી, નહેરુ,વલ્લભભાઈ પટેલ વગેરેની લાઈવ તસ્વીરો, ભારત-પાકિસ્તાનના ભાગલા પછી ખૂનામરકી, પેલેસ્ટાઈન, બીજું વિશ્વ યુદ્ધ, વર્ષો પહેલા આરબની હાલત, હોંગકોંગ, આફ્રિકનોની આઝાદીની લડત અને બ્રિટીશ સલ્તનતનાં ધ્વજનો અસ્ત વગેરે ઘણી બાબતો જોવા જેવી છે. તે વખતનું ભારત અને વિશ્વ જોવું હોય તો ટાઈમ કાઢીને આ વિડીયો જરૂર જોજો.

.

Why Bharat Has 33 million Gods & Goddesses:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide4 (2)Slide4Slide8Slide11Slide13

5 responses to “British Empire 20th Century in Colour – Why Bharat Has 33 million Gods & Goddesses

  1. મજાના આનંદદાયક જોક્સ.પવિત્ર શ્રાવણના સૂચનો લાગતા-વળગતાને માર્ગદર્શન રૂપ, એક ટચુકડું ચિત્ર જનરેશન ગેપ શું તે સમજાવી જાય છે.

    બ્રિટિશ એમ્પાયર તો એક બેઠકે જોવાય તેની રાહમાં છું.
    હા, બાકી શું વિપુલ ભાઈ તમે ય તે, મોદી ઓછા પડ્યા તે અરનાબને ઘસડી લાવ્યા????!!!
    પણ મજા આવી…..સાધુ ગુરૂ અને અરનાબ બે- છેડા પણ બન્નેને સાંભળવા પસંદ કરું.

    Like

    • વિમળાબેન, વાત એમ છે કે મોદીજી માટે લોકોને ખુબ જ આશા હતી અને એક મારા ખુબ જ જુના વાચક તો મોદી માટે કાર્ટુન મુકું તો પણ ખીજવાતા હતા. આજે તમે માનો નહિ એ એટલા બધા મોદીની વિરુદ્ધ થઇ ગયા છે કે ના પૂછો વાત. આજે તો મોદી સિવાય કોઈ કેપેબલ નેતા દેખાતો નથી, પરંતુ દરેકનો વખત હોય છે…”હર કુત્તે કે દિન બદલ તે હૈ” જેવું છે. મારે તો જે કઈ બજારમાં મળે તે પીરસવાનું હોય. બાકી રાહુલ અને કેજરીવાલનાં કાર્ટુનો જોઇને બધા કંટાળી ગયા છે. અર્નબ વિશે તો ખુબ જ ટીકા થાય છે અને એ કોઈને બોલવા જ નથી દેતો. મોદીજી અને રાજ ઠાકરે સામે ચુપ થઇ ગયો હતો. ગુરુજી આજકાલ ખુબ જ લાઈટમાં છે અને ઘણી વાતો માણવા જેવી હોય છે.

      Like

  2. British Empire 20th Century in Colour: ::ઐતિહાસિક માહિતિપ્રદ સરસ વીડિયો.
    જેનો “સુરજ કદી આથમતો નથી” એમ કહેવાતું એ બ્રિટિશ સામ્રાજ્યનો સુરજ
    કેવી રીતે ધીરે-ધીરે એક પછી એક દેશમાથી અસ્તાચળે પહોંચ્યો તે વિશેની માહિતિ અને વિશ્વની તત્કાલીન પરિસ્થિતિનું ચિત્ર ખડું થાય છે.

    Like

  3. વાહ.. જોક્સ.. સરસ…હહાહા.. & British Empire 20th…. ઓહ… દરેક નો એક સમય હોય છે. પિક્ચર મેસેજ… પણ. ઉહ.. વાહ!! vdos.. Good.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s