Gujjubhai Marriage – America 100 years ago

પોલીસવાળો દરવાજો ખટખટાવે છે…..

સંતાની પત્ની: કોણ?

પોલીસ: તમારા પતિને એકસીડન્ટ થયો છે. એમના પરથી ટ્રેલર પસાર થઇ ગયું અને શરીર એકદમ પાપડ જેવું થઇ ગયું છે 

સંતાની પત્ની: તો દરવાજો ખોલવાની શું જરૂર છે, દરવાજા નીચેથી સરકાવી દોને!

.

મુરલીધર શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે: હે પાર્થ, જિંદગીમાં સહનશીલતા અને ક્રોધ પર સંયમ રાખવાનું શીખવું હોય તો એક “સાડીની દુકાન ખોલી ને જો!

.

સરકારી ખાતામાં વાયરમેનનો ઈન્ટરવ્યું આપવા જયંતી જોખમ ગયો

સાહેબ : જો આ શહેરની વીજળી એકાએક ગુલ થઇ જાય તો સૌથી પહેલા શું બંધ કરશો

જયંતી જોખમ: પુછતાછનો ફોન…..જયંતી જોખમ સિલેક્ટ થઇ ગયો

.

જો યોગ કરવાથી રોગ નહિ થતા હોય તો બાબા રામદેવ પતંજલીની આટલી બધી દવાઓ કેમ વેચે છે?

.

Gujjubhai Marriage:

.

America 100 years ago:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide1 (2)Slide7Slide8Slide10 (6)
.
.

12 responses to “Gujjubhai Marriage – America 100 years ago

  • ઓ ગુરુદેવ! શું કામ મશ્કરી કરો છો? તમને વર્ટીગો તો મને આડીગો થશે……વર્ટીગોની દવા હશે પણ આડીગો….કે પછી આ ડીંગો…..દવા પણ નથી……

   Liked by 1 person

 1. ગુજ્જુ લગ્ન ના માણે તે ગુજ્જુ શાના?????
  ના મળેલુ ગીતા જ્ઞાન વિપુલભાઈ પાસેથી મળે છે………… લેતા રહેજો…..

  Like

  • વિમળાબેન, હું તો શું જ્ઞાન આપું? અહી તો બધા જ પરણેલા છે અને જે નથી પરણેલા તે “લગ્ન નથી કર્યા, પણ જાનમાં તો ગયા છે”. આ તો “લક્કડ કા લાડુ ખાયેગા વો ભી પસ્તાયેગા, ઔર નહિ ખાયેગા વો ભી પસ્તાએગા” જેવું છે. “કુંવારો કોડે મરે અને પરણેલો પરણીને પસ્તાય. જો કે આ તો બધી કહેવતો બે ઘડી ગમ્મત પુરતી છે. હકીકતમાં તો લગ્ન જીવન ખુબ જ સારું, ખાટી-મીઠીથી વાનગીઓથી ભરેલું છે. સુખ-દુઃખ તો ચાલ્યા કરે….જો સંસાર જ નહિ માંડવો હોય તો લંગોટી પહેરીને હિમાલયમાં જવાની કોણ નાં પાડે છે?

   Like

   • તે વિપુલભાઈ.. હું હિમાલય ગયો’તો.. પણ.. એટલા બધા બાવાઓ… યોગીઓ. સિદ્ધો, અને આમ સંસારી ઓ પણ. અને પાછા ટ્રેકિંગ વાલા આવે છે ( અને એટલો બધો કચરો ઠાલવે ત્યાં)અને અને મને સાધના ધ્યાન કરતો જોઈ ને મને મોક્ષ નું જ પૂછતાં હતા.. અને મને પૂછ્યું કે બાબા તમે અહીં કેમ?? ઘર છોડી ને?? તો શું જવાબ આપવો એટલે કંટાળી ને પાછો નીચી મૂંડીએ ઘરે આવી ગયો.

    Like

 2. તે હેં..!! વિપુલભાઈ.. તમે આ અમારા આ બાબા યોગ ની જગ્યા પર ધંધા વાળા બાબા ની પાછળ કેમ પડી ગયા? તમે કોઈ FDI વાળા તો નથી ને? અને હિંદુ મુસ્લિમ.. તો વાહ સાચેજ.. પણ.. આવા કિસ્સા હજારો મા 1. ભાઈ. હમણાં નો’તું.. જોયું.. કાશ્મીર મા લિંગ ની તોડફોડ ?? તો? બાકી.. હવેની આ ઇસ્લામિક પેઢી.. બહુજ કટ્ટર છે.. અપવાદ રૂપ 1 અલગ હોય શકે. પણ તેઓ.. પણ તેમના મઝહબ વાળા નો ખુલ્લેઆમ વિરોધ નથી કરી શકતા.. અને જોક્સ.. વાહ. સરસ. ગુજ્જુનું શું કેહવું.. જય હો.

  Like

  • ભગવતીભાઈ, હકીકતમાં તો રામદેવજીએ મલ્ટીનેશનલનાં ભુક્કા બોલાવી દીધા છે. હું પણ એમનો ચાહક છું પરંતુ જોક્સ કે કાર્ટુન જે જાણીતી વ્યક્તિ હોય તેના પર જ બને.એ ભલે ધંધો રતા હોય પરંતુ એ રીતે દેશ સેવા જ કરે છે, વિદેશી હુંડીયામણ બચાવે છે. બાકી હું તટસ્થ રીતે બધાના જોક્સ/કાર્ટુન રજુ કરું છું. મોદી,રાહુલ,કેજરીવાલ,લાલુ બધા પર જે જોક્સ/કાર્ટુન મળે તે રજુ કરું છું. મારા જેવા ઉપર જોક્સ/કાર્ટુન બને તો કોઈ હસી તો નહિ શકે પરંતુ મારું ખસી ગયું છે કરીને જરૂર હસે

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s