૩૦૦૦ રેઈનડયરોની આઈસકોલ્ડ પાણીમાં મુશ્કેલ સફર – LARGEST STRING OF STEAM ENGINES

એલ. એલ. બી. નું ભણતર

પ્રોફેસર : જો તારે કોઇને સંતરુ આપવું હોય તો તું શું કહીશ?

વિદ્યાર્થી : લે , આ સંતરુ.

પ્રોફેસર : ના , વકીલની ભાષામાં બોલ.

વિદ્યાર્થી : હું નીચે સહી કરનાર, જાતે પોતે, પુરા હોશ-હવાસમાં અને કોઇના દબાણમાં આવ્યા વિના આ ફળ જેને ગુજરાતીમાં “સંતરુ” કહેવાય છે અને જેના પર મારો સંપૂર્ણ માલિકીનો હક છે, તેને તેની છાલ, રસ, બીજ તથા કૂચા સહિત આખે આખું હું તમોને આપું છું અને તેની સાથે એ વાતનો પણ બિનશરતી તથા સંપૂર્ણ અધિકાર આપું છુ કે, તમે એને કાપવા, છોલવા, ચિરવા, ચૂસવા તથા ફ્રીજમાં રાખી મૂકવા માટેસંપૂર્ણપણે સ્વતંત્ર છો. જો તમે ઇચ્છો તો કોઇ અન્ય વ્યક્તિને આ ફળના છાલ, રસ, બીજ તથા કૂચા સહિત સંપૂર્ણપણે અથવા એનું વિભાજન તમારી સ્વેચ્છા મુજબ કરીને આપી શકવા માટે પણ સ્વતંત્ર છો. આથી હું જાહેર કરું છું કે, આજ પહેલાં સંતરા બાબત થયેલી કોઇપણ તકરાર, વિવાદ કે રંગ બાબતની સંપૂર્ણ જવાબદારી મારી છે. તથા, સંતરા સોંપ્યા બાદ તેના ઉપર મારો કે મારા કોઇપણ લાગતાવળગતા નેા કોઇપણ હક, દાવો, દાદ ફરિયાદ હિત સંબંધ રહેશે નહી!

પ્રોફેસર : જાવ આજ થી તમે એલ. એલ. બી . …….

.

ડોકટર: કેસરીમલ, તમે કયો સાબુ વાપરો છો?

કેસરીમલ મારવાડી: પ્રકાશ

ડોક્ટર: તમે કઈ ટુથ પેસ્ટ વાપરો છો?

કેસરીમલ મારવાડી: પ્રકાશ

ડોક્ટર: તમે કયું શેમ્પુ વાપરો છો?

કેસરીમલ મારવાડી: પ્રકાશ

ડોક્ટર: પ્રકાશ કોઈ ઇન્ટર નેશનલ બ્રાંડ છે?

કેસરીમલ મારવાડી: નાં સાહેબ, પ્રકાશ તો મારો રૂમ પાર્ટનર છે અને બધી વસ્તુઓ એની જ વાપરું છું 

.

સંતા: આ “ઉડતા પંજાબ”નો મામલો શું છે?

બંતા: ફિલ્મમાં પંજાબમાં ડ્રગનો પ્રોબ્લેમ છે એવું બતાવવામાં આવ્યું છે તે માટે સેન્સર બોર્ડને વાંધો છે

સંતા: તદ્દન વાહિયાત વાત છે, પંજાબમાં ડ્રગનો પ્રોબ્લેમ જ નથી. ઘણી સહેલાઇથી મળી જાય છે!

.

પાકિસ્તાન ટી.વી. ન્યુઝ: પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલ સેટેલાઈટ દ્વારા પાણી, વ્હેલ તથા શાર્ક માછલીઓનાં ફોટા ચંદ્ર પરથી મોકલવામાં આવ્યા

બી.બી.સી. ન્યુઝ: પાકિસ્તાને જે સેટેલાઈટ છોડ્યો હતો તે અરબી સમુદ્રમાંથી મળી આવ્યો!

.

૩૦૦૦ રેઈનડયરોની આઈસકોલ્ડ પાણીમાં મુશ્કેલ સફર:

ઠંડા પ્રદેશના હરણ જેને રેઈનડીયર કહેવામાં આવે છે એવા ૩૦૦૦ રેઈનડીયરને બીજા ભાગમાં સ્થળાંતર કરવા માટે લગભગ ૨ થી ૨.૫ કી.મી. આઈસ કોલ્ડ પાણીમાં તરીને સામે કાંઠે લઈ જવામાં આવે છે. રેઈનડીયર માટે આ એક ચેલેન્જિંગ કામ છે અને તેમાં પણ ખાસ કરીને બચ્ચાઓને તરવાની ખુબ જ તકલીફ પડે છે. અધવચ્ચે બચ્ચાઓ પાછા ફરવાની કોશીશ કરે ત્યારે તેમને ઉચકીને તેમની દિશા બદલી કાઢવામાં આવે છે. એટલે તેમની પાછળ સતત ધ્યાન રાખીને સામે કાંઠે લઈ જવામાં આવે છે.

.

LARGEST STRING OF STEAM ENGINES:

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide8 (7)Slide21Slide22Slide23

5 responses to “૩૦૦૦ રેઈનડયરોની આઈસકોલ્ડ પાણીમાં મુશ્કેલ સફર – LARGEST STRING OF STEAM ENGINES

  1. Jokes 4Ever.. waah. & wow.. 4 રેઇન્ડીઅર.. ઓહ.!! ફની પીક મેસેજ. અને સાલું.. હવે તો બધું જ ભેળસેળિયા વાળું… ચલતા હૈ ઈડિયા મેં.. મેરા ભારત મહાન.

    Like

  2. ભેળસેળ માટેનો જો કોઈ ઈન્ટરનેશનલ એવોર્ડ હોય તો એમાં ભારતનીજ મોનોપોલી હોવાની, બીજા કોઈને ન મલે…
    જોક બધા સરસ છે…બસ સ્ટોપનો જોક બહુ ગમ્યો…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s