“સુરતીઊંધિયું” આજે સત્તર લાખ ક્લીકો પાર કરી ગયું છે – Monihei Carnival in China

મારા પ્રિય વાચક મિત્રો તમારું “સુરતીઊંધિયું” આજે સત્તર લાખ ક્લીકો પાર કરી ગયું છે. એ બદલ હું તમારો ખુબ ખુબ આભાર માનું છું. કોઈને કોઈ જગ્યાએ કશું અનુચિત લાગ્યું હોય કે ખરાબ લાગ્યું હોય તો હું એમની ક્ષમા માગું છું. આજે ગુજરાતી ભાષાના થોડા ઘણા જ બ્લોગો સારી રીતે ચાલી રહ્યા છે ત્યારે તેમાં પણ “સુરતીઊંધિયું”ને અગ્રગણ્ય સ્થાન આપવામાં આપનો ફાળો ખુબ જ છે. હવે ઘણા લોકો કોમેન્ટ આપીને મારો ઉત્સાહ વધારે છે તે બધાનો પણ આ તકે ખાસ આભાર માનું છું. જોક્સ ખાસ કરીને બહેનો પર વધારે હોય છે કારણ કે સમાજમાં એમનું મહત્વ ઘણું છે અને સમાજનું તે અગત્યનું અંગ છે. મારા વાચક બહેનો ઉદાર દિલે જોક્સ બે ઘડી આનંદ માનવા માટે જ હોય છે એમ સમજે છે, ખાસ કોઈ ઉદ્દેશથી નથી આપતો પણ મને એમના જોક્સ જ વધારે મળે છે એટલે આપું છું, તે બદલ બધી બહેનોનો ખરા હૃદયથી આભાર માનું છું. 

.

એક વાર શંકર ભગવાન પૃથ્વી પર આવ્યા. તેમને તરસ લાગી એટલે સામે એક દુધવાળાની દુકાન હતી ત્યાં જઈને દૂધ માંગ્યું. દુધવાળાએ કહ્યું અમે કોઈને મફતમાં દૂધ નથી આપતા. એટલે શંકર ભગવાન આગળ ગયા. ત્યાં એક દારુવાળાની દુકાન હતી. જયારે ભગવાને ત્યાં દારુ માંગ્યો તો દારુવાળાએ કહ્યું જોઈએ તેટલો પીવો અને મોજ કરો.

શંકર ભગવાન દારૂવાળા પર ખુશ થઇ ગયા અને તેને વરદાન આપ્યું કે “દુધવાળાએ દૂધ વેચવા માટે ઘરે ઘરે ફરવું પડશે, પણ દારુ માટે લોકો તારી દુકાન શોધતા શોધતા આવશે… “તથાસ્તુ”

.

જેને કરમ ની કઠણાઈ લખી હોયને સાહેબ, એમની ઘરવાળી વેકેશનમાં પણ પિયર જતી નથી

.

સ્મશાન ની બહાર લખેલુ સુંદર મજા નુ સત્ય….

“અંદર સુતેલા દરેક ને એ “ભ્રમ” હતો કે મારા વગર આ દુનિયા ચાલશે જ નહિ.!!!”

.

હે ભગવાન, જે મિત્રો બહાર હોય તેને સૂર્યના તાપથી અને ઘેર હોય તેને ઘરવાળીના તાપથી બચાવજે

.

Monihei Carnival in China:

 • Monihei Carnival, celebrated by the Wa people, takes place on May 1 in Yunnan, south-west China, each year

 • In recent years, tourists have begun attending the festival, which sees people covering each other with mud 

 • According to traditions, the more mud you have on you, the more fortune and health will be bestowed on you 

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના ફોટાઓ ઉપર ક્લિક કરો:

Slide10Slide11Slide12Slide13

41 responses to ““સુરતીઊંધિયું” આજે સત્તર લાખ ક્લીકો પાર કરી ગયું છે – Monihei Carnival in China

 1. Great sir. It’s an achievement. We all must celebrate this for our classic language. You contribution is real praise worthy. Hats off. Loving Jay Sai Ram…..
  Sent from my BlackBerry® smartphone from !DEA

  Like

 2. “સુરતીઊંધિયું” આજે સત્તર લાખ ક્લીકો પાર કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે ખુબજ હળવી શેલી માં બ્લોગમાં રજૂઆત કરવા બદલ વિપુલભાઈ આપને ખૂબ ખૂબ અભિનંદન.

  Like

  • પ્રફુલભાઈ, તમારા જેવા મારા અસંખ્ય વાચકોને કારણે જ આ શક્ય બન્યું છે. હું અને “સુરતિઊંધિયું” આપ બધાનાં ઋણી છીએ!

   Like

 3. Vipulbhai, congratulation !!
  17lacs hits still you are more and more healthy, it means SU works like tonic.You deserve pet on your back for your culinary art of preparing SU.
  You wrote wrong sentance.
  Say APANU SU, tamaru SU evu nahi.
  May God bless you.

  Like

  • મુ.ગૌતમભાઈ, તમારી વાત સો ટકા સાચી, આપણું સુરતીઉધીયું. તમારા જેવા ઘણા વિદ્વાન વાચકોની કોમેન્ટ આ પ્રગતિમાં અગત્યનો ભાગ ભજવે છે.

   Like

  • હકીકતમાં અસલ લોકો સાબુની જગ્યાએ માટી વાપરતા અને તે પણ ખાસ તળાવ કે નદીની વાપરતા. આજે પણ જો આવી માટી શરીર પર ચોપડીને થોડો વખત રાખવામાં આવે તો ચોક્કસ ચામડીના ઘણા રોગો સારા થઇ જાય. ચામડી ચમકતી થઇ જાય. લોકો જાણતા હતા, પરંતુ કોઈ બીજી વ્યવસ્થા ન હોવાથી લાચાર હતા. આજે રામદેવજીએ એ જ પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને વિદેશી કંપનીઓનાં શ્વાસ અધ્ધર કરી નાખ્યા છે.

   Like

 4. one of the best gujrati site for us who living away from home.you made us that we are not away from our mother Gujrat.Thank you

  Like

  • ખુબ ખુબ આભાર બીપીનભાઈ, તમને કદાચ ખ્યાલ નહિ હોય કે તમારા આ બે શબ્દો કેટલું પ્રોત્સાહન આપે છે. ઘણીવાર ખુબ જ કંટાળો આવે, કારણ કે આ બધું શોધવાનું, વ્યવસ્થિત કરીને રજુ કરવાનું અને તે પણ રોજે રોજ ન્યુઝ પેપરની જેમ….ઘણો જ સમય લે છે….ચિત્રલેખા જેવા મેગેઝીનો પણ આટલા બધા લેખકો અને તંત્રીઓ સાથે પખવાડીક બહાર પાડે છે, ઘણા એમ સમજે છે કે અમારી ટીમ છે પણ હકીકતમાં આ હું એકલો જ કરું છું. ઘણાને એમ કે મને આમાં પૈસા મળતા હશે, કમાવાનું તો આઘું ગયું પણ હકીકતમાં વરસે પોતાના ઘણા પૈસા ખર્ચવા પડે છે. આ બધું કરવા પાછળ એક વસ્તુ એ પણ ખરી કે વિદેશમાં રહેતા વૃદ્ધ માં-બાપ વગેરેને ટાઈમ કેમ પસાર કરવો એ મોટો પ્રશ્ન છે. એટલે જ ફક્ત બધાને ગુજરાતી પેપરો વાંચવા મળે માટે મેં પેપરોથી મેં શરૂઆત કરી હતી અને ત્યારે સ્વપ્ને પણ ખ્યાલ નહિ હતો કે સુ.ઉ. આ કક્ષાએ પહોંચી જશે. ઘણા માં-બાપ છ મહિના દીકરા/દીકરીને ત્યાં આવે છે એમને અહી ખુબ જ કંટાળો આવે છે અને મને એવા અસંખ્ય ઇમેલ,ફોન મળે છે કે તમારા સુ.ઉ.ને લઈને અમારે ખુબ જ માનસિક શાંતિ થઇ ગઈ છે. તમારા જેવા અસંખ્ય ગુણજ્ઞ વાચકોનાં આશીર્વાદથી જ આ શક્ય બન્યું છે. બધા કોક કોકવાર કોમેન્ટ આપે તો મને ખ્યાલ આવે કે લોકોને ગમે છે કે નહિ?

   Like

   • વિપુલભાઈ… શું કેહવું? આ તમારા જવાબ ના વળતા ઉત્તર માં? હાર્દિક દિલ થી શુભેચ્છાઓ અને પરમ કૃપાળુ ને પ્રાથર્ના… કે તમને શક્તિ… જુસ્સો… પ્રેરણા અને સ્વસ્થ જીવન અર્પે. હરી ઓમ.. જય હો…

    Like

 5. 17 lakh is no jokes ! We come to know of so many interesting things that we never dreamt of . Your interest in always bringing unusual and new things , give us knowledge pleasure and interest . Thanks and best wishes .

  Like

 6. Vipul bhai
  Excellent y will reach 70 Karod pretty soon.your selection , style s d presentation
  Is eccellent and unique.
  May god bless you and prosper day by day and we enjoy so much and it is stress relief therapy without cost.
  Take care
  Vijay rana
  Y

  Like

 7. ભાઈ… ઘણી જ શુભેચ્છાઓ.. દિલ સે.. રે……….!!! હજુ પણ… આગળ વધે અને વધુ વાચકો મળે.. એવી આશા સહ.. અને હા… હમણા તો મડ થેરપી થાય છે.. લોકો ને જાતે આમ કરવા કરતા રૂપિયા ખર્ચી ને…?? ઓહ.. અને.. જોક્સ.. પણ મહાદેવ ની ફરિયાદ છે.. ભાઈ. એમને આમ દારૂ ગાંજો.. “વિજયા” & ચલમ.. માં વગોવો છો તે. અને મારી રામ દુલારી.. મૈકે ગયી હૈ. અભી તો. ( હવે સુરત આવો ત્યારે “સુરતી ઊંધિયું” નો પ્રોગ્રામ રાખીએ બીજું શું!!! ) જય હો. જય હિન્દ!! જય જય ગરવી ગુજરાત..

  Like

 8. સત્તર લાખ વાગ્બાણો પછી પણ અડીખમ……અભિનંદન…અભિનંદન…અભિનંદન.
  વિષય પસંદગી ,હળવી છતાં સચોટ અને ઉપયોગી માહિતિની રોજ્ની રજુઆત, આપની જહેમત……
  ઊંધિયું સ્વદિષ્ટ કેમ ના બને??બહેનો માટે આવું સરસ કહ્યયું તો થયું ચાલો આવડે એવુ કંઇક કહીએ..
  ખુબ -ખુબ અભિનંદન સાથે ઢગલો એક શુભેચ્છાઓ.

  Like

 9. એક નહિ પણ અઢાર લાખ અભિનંદન. વર્ષોથી પરિશ્રમ પૂર્વક બ્લોગમાં સારી સારી વાતોનું સંકલન કરીને મૂકવું એ નાની સૂની વાત નથી. મને તો મારા બ્લોગમાં ૧૭૦૦ વ્યુ પણ મેળવતાં પરસેવો પડે છે. વિપુલભાઈ આપ સુરતનું ગૌરવ છો.
  પ્રવીણ શાસ્ત્રી.

  Like

  • પ્રવીણભાઈ, પહેલા તો આપણો હૃદયપૂર્વક આભાર! બીજું તમારે ૧૭૦૦ તો શું આજ સુધીની ફેસબુકમાં કોમેન્ટ જુવો તો ૨૦ લાખ થઇ ગઈ હશે. આપણે બંને સુરતીઓનો ધંધો જુદો જુદો છે. તમારો મુખ્ય ધંધો ફેસબુક અને મારો બ્લોગ….બાકી તમારો પણ બ્લોગ છે અને હું પણ ફેસબુકમાં ડાફોળીયા મારું છું…આ તો એવું કે દવાની દુકાનવાળા સાથે સાથે ટુથપેસ્ટ પણ રાખે કારણ કે ઘરાક પાછો નહિ જવો જોઈએ….તેમ આપણા બંનેનું છે.

   Liked by 1 person

   • થોડા સમય પછી વાર્તા-બાર્તા છોડીને રોજ હુંતો રિબ્લોગ કરીને “સુરતી ઉંધીયું” જ બધાને પીરસવાનો છું. તમારા જેવી આવડત નથી અને મહેનત કરવામાં આળસુ છું. કોઈવાર રૂબરુ મળીને તમારા વાંસા પર શાબાશીના ધપ્પા મારવાની ઈચ્છા છે. ધન્યવાદ દોસ્ત.

    Like

 10. “સુરતીઊંધિયું”ને આજે સત્તર લાખ ક્લીકો પાર કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે….મારી તો મારા ઈમેલ જોવાની શરૂઆતજ “સુરતી ઊંધિયું” વાંચવા માટે ક્લીક કરવાથી શરુ થાય છે….જોક્સ તો બહુ બધા નવાનવા આપો છે, પણ, વીડિયો, ચિત્રો, કાર્ટુન ઉપરાંત એકજ ઈમેલમાં ઘણું નવું જાણવાનું મલે છે… અને એજ ખુબી છે….અને એ પણ એક રેકોર્ડ હશે, કે જેમણે પણ તમારો પ્રથમ ઈમેલ વાંચ્યો હશે તેણે ભુલથી પણ ભવિષ્ય માટે BLOCK મા નહીં મુક્યો હોય…

  અભિનંદન…..

  Like

  • મનસુખલાલ,
   ખુબ ખુબ આભાર! તમે તો મારી ઇમેલની શરૂઆતથી જ ગ્રાહક છો. હંમેશા તમારા સલાહ સુચન કામમાં આવ્યા છે, બ્લોગ ઉપરાંત ઘણી બધી વસ્તુઓમાં જે મારે માટે અહિયાં આવ્યા પછી નવી હતી. ઘણી જાણકારી મળી હતી. તમે કેલીફોર્નીયા અને હું ન્યુજર્સી કોઈ લેણાદેણી હશે!

   Like

 11. અભિનંદન,હજી સીમાડા પર કરતું જાય એવી શુભેચ્છા.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s