INSIDE STORY OF NORTH KOREA

नेहरू जी ने जेल में एक किताब लिखी थी: “भारत एक खोज”

दिग्विजय एक ग्रंथ लिख रहे हैं: “बुढ़ापा एक मौज”

सोनिया गांधी लिख रही हैं: पप्पू एक बोझ”!

और केजरीवाल दिल्ली मे लिख रहा है: “बेवकूफ बनाओ रोज”!

.

જીવલો: બાપુ , જાતરા કરી આવ્યા પછી તમે પેગ મા  બરફ નાખતા કેમ સાવ બંધ થઇ ગ્યા..?..બરફ વગર કોઇ દી તમે આજ સુધી પીધું નથી…આમ એકાએક..

લખુભા:  બરફનુ નામ લે મા જીવલા, હું તો સુ અમારી આવનારી સાત પેઢીને બરફની આડી (મનાઇ) દેતો જઇશ….

જીવલો :  અરે પણ બાપુ બરફ નો એટલો બધો અભાવો આવવાનું  કારણ સુ.?

લખુભા:  જો હું જાતરા કરીને રેલગાડીમા બેઠો અને દીવાબત્તી ટાણે કહુંબા કરવા બેઠો…ચાકર( એટેન્ડન્સ) ને કીધું બરફ મળશે.?..તો કે હા…અને હું તો રાજી થઈ ગયો. ..આપડે તો પેગ ઉપર પેગ લેવા મંડ્યા…સાત-આઠ ટેશન ગ્યા પછી બરફ ખુટી ગ્યો…અને આપડી ગાડી ધગેલી હતી…અને ચાકરને હાકલો માર્યો  લાવ એલ્યા બરફ જલ્દી…

ચાકર( એટેન્ડન્સ): બાપુ  હવે બરફ નહી મળે..

લખુભા: અરે તુ ગમે ઇ કર , પીઠ્યે પૈસા  લઇ લે પણ બરફ લાવ્ય…

ચાકર( એટેન્ડન્સ):  નહી મેળ પડે હવે બાપુ……..બરફ મા રાખેલું મડદુ હમણા છેલ્લા સ્ટેશને ઉતાર્યુ ..હવે  બરફ કયાથી કાઢુ.?

જીવલો. :..હે…?….

લખુભા: હવે તો અમારી પેઢીમાય બરફ  અઞરાજ ..હો….

.

કોલેજ નો મતલબ

કો – કોઇએ    

લે- લેકચર મા 

જ- જવુ નહી.

.

CLICK FOLLOWING LINK FOR PDF:

INSIDE STORY OF NORTH KOREA

.

AMITABH-GAIYAL

મોટા અક્ષરો વાંચવા નીચેના ફોટા ઉપર ક્લિક કરો:

Slide1Slide2Slide3

9 responses to “INSIDE STORY OF NORTH KOREA

  1. ઉત્તર કોરિયા માત્ર નર્કાગાર છે! મેં પણ તેના વિષે થોડું વાચ્યું-જાણ્યું છે. ઈશ્વર સૌને સદબુદ્ધિ આપે!

    Like

  2. North Korea.. Beautiful resort !!! Only peace and prosperity ??
    How people can live there ? May be accustomed !!
    Salute to phoyographer and vipulbhai for finding out such things and to serve by SU.

    Like

  3. કોલેજ ભણી ઉતર્યા પણ અર્થ એનો આજે આપની પાસેથી સમજાયો.
    સવાલ એ થયો કેઃ પેલા પ્રેફેસરોએ અમને શું શીખવ્યું???

    Like

    • સાચું કહું તો વિમળાબેન હું પોતે તો કોઈપણ દિવસ કોલેજમાં સીરીયસલી ભણ્યો જ નથી. મને કોઈ પ્રોફેસર શીખવે તેમાં સમજ જ નહોતી પડતી. અમારા એક હેડ ઓફ ધી ડીપાર્ટમેન્ટ જો એમનો પીરીયડ નહિ ભરીએ તો લેબ ભરવા દેતા નહોતા. એ જે બોલે તે કોઈને સમજાતું ન હતું અને સવાલ પૂછે અને નહિ આવડે તો બહાર કાઢી મુકે. આમેય હું તો ઠોઠ નિશાળીયો એટલે એ જયારે શીખવે ત્યારે ડોકું હલાવ્યા કરું અને સવાલ પૂછે તો આંગળી ઉંચી કરું અને મોટે ભાગે આંગળી ઉંચી કરનારને પૂછે નહિ. જો કોઈ વાર પૂછે તો હું ગમે તે જવાબ આપું એટલે એ ખુબ જ પ્રેમથી ફરીથી સમજાવે. એને એમ કે હું ખુબ જ સીરીયસ વિદ્યાર્થી છું. મતલબ “દુનિયા ઝૂકતી હૈ ઝુકાનેવાળા ચાહીએ”. બાકી મેં કેટલાય ડફોળ હતા જેમની ગણતરી આજે નામાંકિત વકીલ તરીકે થાય છે અને જે હોશિયાર હતા તે હજુ મજુરી જ કરે છે.

      Like

      • વિપુલ ભાઈ,
        આપે આ વાત કરી તો બહુ સારું લાગ્યું. ક્લાસ-લેબમાં
        શું થતું તે જાણીને બહુ મજાપડી.તેમજ એ સમય કાળની શયતાનીની સ્મ્રુતિઓ તાજી થતા અનેક મિત્રોને યાદ કર્યા.
        આવી ખુશી આપવા બદલ આભાર.

        Like

      • વિમલાબેન, ઉપરની વાત તો એક નમુનો છે….માલ તો ગોડાઉનમાં છે…..ખુબ જ લાંબી વાતો છે….૧૧ ધોરણ સુધીમાં તો ૬ સ્કૂલો બદલી અને અત્યાર સુધીમાં ઘર બદલીને એક અઠવાડિયું પણ રહ્યો છું એ ગણતરી કરું તો ૩૬ ઘર બદલ્યા છે. આ બધું લખવા જાઉં તો ક્યાં પત્તો પડે? ઈરાક(સદ્દામ હુસેનનાં રાજમાં) પણ ઈરાક-ઈરાનના યુધ્ધમાં અઢી વર્ષ રહીને આવ્યો છું. વિનોદભાઈ મને લખતા હતા કે તમે કઈ લખતા કેમ નથી? આ બ્લોગમાં અને સામાજિક સબંધોમાંથી જ ઊંચા નથી અવાતું…કોઈ વાર તો નહાવાનું પણ કેન્સલ કરવું પડે….આ ન્યુજર્સીની ઠંડીમાં નાહ્યા અને નહિ નાહ્યા બધું જ સરખું જ છે.

        Like

  4. જય હિન્દ!! ફોર વિરાટ. અને જોક્સ..વાહ. સરસ.. અને કોલેજ?? તો હું તેમાં ગયો છું.પણ.. ભણ્યો નથી.. હું તો હ્થોડાછાપ. ( I T I )nctvt.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s