વિજય માલિયાની તમામ લોન હું ભરપાઈ કરી આપું અને તેની એક એક એરહોસ્ટેસોને હું દત્તક લેવા તૈયાર છું……પણ……મને જેલમાંથી છોડાવો…….આશારામ
.
સવાર સવારમાં બી.આર.ટી.એસ.નાં બસ સ્ટેશન પર બસની રાહ જોતાં એક જૂના ઓળખીતા મળી ગયા. તેમણે મને પૂછ્યું : ‘જલસામાં?’
મેં કહ્યું, ‘ના, મઝામાં.’
એ કહે: ‘એ બેઉમાં શું ફેર?’
મેં કહ્યું, ‘માલ્યાને પૂછી જુઓ, જલસા બજારના રૂપિયાથી થાય, મઝા આપણા રૂપિયાથી થાય.’
.
મને તો હજી વિશ્વાસ નથી પડતો, પે-ઈન સ્લીપ ભરવાના કાઉન્ટર પર, બે રુપીયાની પેન દોરીથી બાંધીને રાખનાર બેંકોએ ₹ ૯૦૦૦ કરોડ કયા દોરડાથી બાંધીને સોંપી દીધા હશે? અને હવે બધી બેંકો ગાઈ રહી છે, ” જાનેજા….. ઢૂંઢતા ફિર રહા…મૈ તુઝે રાત દિન મેં યહા સે વહા”
.
પેલો ચાની કિટલીવાળો પણ ખરો નીકળ્યો… વાયદો તો ઇટલીવાળાને વિદેશ ભગાડવાનો કર્યો હતો, અને ભગાડી દીધો આ બાટલીવાળાને
.
વર્લ્ડ ટ્રેડ સેન્ટરની વિશાળ જગ્યામાં ન્યુયોર્કથી વિવિધ જગ્યાએ જતી ટ્રેનના એક ભાગ પાર્થ ટ્રેન સ્ટેશનને આધુનિક સજાવટ સાથે શરુ કરવામાં આવ્યું છે તેની તસ્વીરો રજુ કરું છું. આ આપણી મુંબઈની સબર્બ ટ્રેનો જેવી છે, જેના દ્વારા રોજના લાખો લોકો વિવિધ જગ્યાએથી નોકરી/ધંધા માટે આવજાવ કરે છે.
CLICK FOLLOWING LINK FOR PPSX:
PATH Train World Trade Center Station
.
CLICK FOLLOWING LINK FOR PDF:
PATH Train World Trade Center Station
.
Aasharame kya bankn loan lidhi hati ?
LikeLike
આશારામ તો બેન્કને લોન આપે તેટલો પૈસો એની પાસે છે. આજ સુધી એને રાજકીય નેતાઓ સપોર્ટ શુકામ કરે છે? ઈલેકશન વખતે પૈસા એજ આપે છે.
LikeLike
Path Train station !!!!! I can not imagine !!!! Not possible here in coming years/decades.Thanks for showing photos..
LikeLike
મને પણ ખુબ જ સુંદર લાગ્યું, બાકી હાલના જુના સ્ટેશનો કરતા આપણા મુંબઈના સ્ટેશનો સારા છે. જે વસ્તુ નવી બને તે સારી જ બનવાની. દિલ્હી અને મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ જોઇને અમેરિકાથી આવનાર પણ વાહ વાહ કરે છે. બાકી અમેરિકામાં રેલ્વે નો ખાસ વિકાસ નથી થયો, ડીટ્રોઈટમાં તો ટ્રેનનું પ્લેટફોર્મ પણ નથી(અમેરિકામાં ઘણી જગ્યાએ એવું હશે), હું એક સગાને મુકવા ગયો ત્યારે ટીકીટ ચેકરે ડબ્બામાંથી ટેબલ નીચે મુક્યું અને મારા સગાએ ડબ્બામાં પ્રવેશ કર્યો. ઓટો ઇન્ડસ્ટ્રીઝની મોનોપોલી સાચવવા રાજકીય નેતાઓએ અહી પણ રેલ્વેનો વધુ વિકાસ થવા નથી દીધો.
LikeLike
એટલે મતલબ… કે કાગડા બધે જ કાળા. અહીં પણ…. કોઈ ના પર પગ મુકીને જ ઉંચે જવાય.. કે આગળ અવાય એમ. ત્યાં સારું છે કે… ટીકીટ ચેકર ટેબલ પણ મુકે છે. અહીં સુરત માં…. મેં ખુદ જોયું છે કે.. ૧ નં. પ્લેટફોર્મ પર ટ્રેન ચાલુ થયી અને એક બેન ચઢવા ગયા અને નીચે પ્લેટફોર્મ & ટ્રેન વચ્ચે પડી ગયા… કોકે ચેન ખેંચી અને બુમાબુમ થયી એટલે ગાડી ડ્રાઈવરે જ ઉભી રાખી.. કેમ કે સ્ટાર્ટ થતી જ હતી.. પણ તે ડબ્બા થી થોડે દુરર રેલ્વે પોલીસ ભાઈઓ ઉભા હતા પણ શું થયું તે જોવાની પણ પેહલા કે પછી તે બેન ને ઉપર ખેંચી ને પ્લેટફોર્મ પર સુવડાવ્યા તો પણ તે મહાશય જોવા ના આવ્યા.!!! અહીં પણ.. ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે બહુજ ગેપ છે.. પણ.. કોઈ ચેન્જ કરવા તસ્દી લેતું નથી.
LikeLike
Vipulbhai, Kagda badhe kala j hoy ! Te kahevat sachi chhe pan navu j kare chhe te khub saras hoy chhe.
LikeLike