Mahakal Madir Aarti on Maha Shivratri – Mahashivarathri 2015 – Glimpses

રાબડીદેવી(લાલુના પત્ની): નીતીશજી, તમારા ભાઈએ મારું બેંકમાં ખાતું ખોલાવ્યું છે

નીતીશ: અરે વાહ! કઈ બેંકમાં ખોલાવ્યું?

રાબડીદેવી: “એક કિસ” માં!

નીતીશને ચક્કર આવવા માંડ્યા પણ પડતા પડતા બચ્યા અને કહ્યું ભાભીજી “એક કિસ” નહિ “એક્સીસ” બેંક કહો!

.

એક જણાનું જમા કરાવેલું ઇનકમટેક્સ રિટર્ન ફોર્મ પાછું આવ્યું…તેમાં એક પ્રશ્નનો જવાબ બરાબર ના લાગ્યો હોવાનું કારણ જણાવાયું હતુ. આ પ્રશ્ન હતો…”Number of dependents on you?”

એ ભાઇએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો- 65 ટકા વસતી જે ટેક્સ નથી ભરતી, 2 કરોડ ગેરકાયદેસર વસાહતીઓ, દેશની જુદી જુદી જેલોમાં બંધ એક કરોડ જેટલા ગુનેગારો…..અને છેલ્લે 800 જેટલા મૂર્ખ સાંસદો….

ઇનકમ ટેક્સ વિભાગે જણાવ્યુ- આ જવાબ સ્વીકાર્ય નથી….!

પેલા ભાઇ હજું વિચારે છે- આમાં વળી કોણ રહી ગયું હશે….?

.

એક મહિલા ઘરે એકલી હતી. ત્યાં જ કોઈએ બેલ વગાડ્યો. જેવો તેણે દરવાજો ખોલ્યો તો એક અજાણ્યો માણસ ઉભો હતો. મહિલાને જોઇને તે ખુબ જ વિનમ્રતાથી બોલ્યો અરે, તમે તો ખુબ જ સુંદર છો. મહિલા ગભરાઈ ગઈ અને દરવાજો બંધ કરી દીધો. આમને આમ પેલો માણસ ત્રણ ચાર દિવસ આવીને વિનમ્રતાથી કહેતો કે અરે, તમે તો ખુબ જ સુંદર છો અને મહિલા દરવાજો બંધ કરી દેતી. તેણે આ વાત તેના પતિને કરી. એટલે પતિએ કહ્યું કે કાલે હું દરવાજા પાછળ સંતાઈ જઈશ. પછી જો હું તેના શું હાલ કરું છું. બીજે દિવસે પેલા માણસે બેલ દબાવ્યો. મહિલાએ દરવાજો ખોલ્યો. પતિ બારણા પાછળ સંતાઈ ગયો.

પેલો માણસ હાથ જોડીને વિનમ્રતાથી બોલ્યો: અરે, તમે તો ખુબ જ સુંદર છો?

મહિલા: હા હું ખુબ સુંદર છું, પણ તેનું શું? તમે ચાર દિવસથી આવું કહીને કહેવા શું માંગો છો?

પેલો માણસ હાથ જોડીને વિનમ્રતાથી બોલ્યો: બહેન, આજ વિશ્વાસ અને અહેસાસ તમે તમારા પતિમાં જાગૃત કરાવો એવું ઈચ્છું છું. કારણ કે તેથી તે મારી પત્નીનો પીછો કરવાનું છોડી દે! મહિલાએ પાછળ ફરીને જોયું તો પતિ દરવાજાની જગ્યાએ પલંગ નીચે ભરાઈ ગયો હતો.

.

Mahakal Madir Aarti on Maha Shivratri:

.

Mahashivarathri 2015 – Glimpses:

.

7 responses to “Mahakal Madir Aarti on Maha Shivratri – Mahashivarathri 2015 – Glimpses

 1. ઇન્કમ ટેક્ષ જોક…. અફલાતૂન લગ્યો.
  મહાકાલ આરતિ અને ઈશા ફાઉડેશન પુજા … સુંદર.

  Like

  • વિમલાબેન, આ જોક્સ તો અમેરિકાની ઇન્કમટેક્ષ સીસ્ટમ પર ઘણા વખત પહેલા આવ્યો હતો હવે તેને ભારતની ઇન્કમટેક્ષ જોડે રજુ કરવામાં આવ્યો છે

   Like

 2. જય મહાકાલ….. હર હર મહાદેવ…. અને અમેરિકા માં પણ IT માં આવું?? ઈશા ફાઉન્ડેશન.. ભોલે…શમ્ભો.. જોક્સ વાહ.

  Like

  • ભગવતીભાઈ, કાળા માથાનો માણસ બધે જ સરખો. કાગડા બધે જ કાળા હોય છે. આ બધું માણસ,દેશની ઈકોનોમી પર ખુબ જ આધાર રાખે છે. અસલના વખતમાં અહિયાં આવા લોચા ના હતા. આપણે ત્યાં જેમ “અનામત”નાં મુદ્દે પક્ષો વોટ મેળવે છે એમ અહિયાં ગેરકાયદે લોકોને બધા ફાયદા કરાવી, ગ્રીન કાર્ડ આપીને વોટ લેવા માટે બધા જ પક્ષો ચાલ રમે છે. એટલે આ જોક્સ પહેલા અમેરિકામાં પ્રચલિત થયો. આવો અમેરિકાનો બીજો જોક્સ હું આવતા વીકમાં મુકીશ.

   Like

 3. જી… સરસ.. બીજા જોક્સ ની રાહ માં. અને હું કાગડા બધે જ કાળા. લખવાનો હતો..પણ… મને ત્યાનું કઈ બહુ ખબર નહી એટલે.. નાં લખ્યું. બાકી યાહુ કે FB પેજ માં ભારત સિવાય પણ સાંસદો… મારામારી અને તોડફોડ કરે છે તે જોઈએ છીએ.. ત્યાં સુધી કે UAE ની કોઈ સરકારી કચેરી માં ખુરશી ઉછળેલી છુટ્ટા હાથે બે બે હાથ થયેલા પણ જોયા. “હાશ”. અમને એમ કે ફક્ત ઇન્ડિયા માં જ હશે પણ….?? અહીં પણ.. બાંગ્લાદેશીઓ ને અને ગેરકાયદે રેહતા ના પાક પાકિસ્તાનીઓ ને પણ સ્થાનિક અને રાજકારણી ની ઓથ હોય છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s