HAPPY 605th BIRTHDAY AHMEDABAD

એકવાર અમદાવાદી કાકા ધંધાના કામ માટે સુરત ગયા. સુરત સ્ટેશના ગેટ પર ટીકીટ ચેકરે ટીકીટ માંગી તો કાકાએ માથું હલાવ્યું. ટીકીટ ચેકરે કહ્યું દંડ ભરવો પડશે. કાકાએ ફરીથી ડોકું હલાવ્યું એટલે ટીકીટ ચેકરે પોલીસને બોલાવીને કાકાને બીજે દિવસે રેલ્વેની કોર્ટમાં હાજર કરવા કહ્યું. પોલીસવાળાએ કાકાને વેઇટીંગ રૂમમાં પૂરીને બહારથી દરવાજો બંધ કરી દીધો. પોતે પણ પોતાના જોડીદાર જોડે બહારના બાકડા પર બેસીને કાકાની ચોકી કરવા માંડ્યો. બીજે દિવસે કાકાએ પોલીસવાળાને ૧૦૦ રૂપિયા આપી ચા-નાસ્તો મંગાવ્યો. પોલીસવાળાને પણ ખવડાવ્યો. બાથરૂમમાં નહાઈ ધોઈને બહાર આવ્યા અને કોર્ટમાં હાજર થયા. કોર્ટમાં મેજીસ્ટ્રેટે કાકાને કહ્યું તમે વેપારી માણસ લાગો છો તો આમ ટીકીટ લીધા વગર ટ્રેનમાં બેસતા શરમ નથી આવતી?

કાકા: કોણે કહ્યું ટીકીટ નથી લીધી? આ રહી ટીકીટ કહીને કાકાએ ટીકીટ બતાવી. મેજીસ્ટ્રેટે ટીકીટ જોઇને કાકાને છોડી મુક્યા. બહાર નીકળતા પેલા ટીકીટ ચેકરે કાકાને કહ્યું ભલા માણસ ટીકીટ હતી તો બતાવતા શું થયું? ખાલી આખિર રાત જેલમાં કાપી.

કાકા: સાહેબ,વાત એમ છે કે સુરતમાં હું અજાણ્યો છું અને મારો પાસે વીસ લાખનો માલ છે. જો હું કોઈ ખોટી હોટલમાં જતો રહ્યો તો લુટાઈ જાઉં. આ તો ફર્સ્ટ ક્લાસ વેઈટીગરૂમમાં બહાર પોલીસવાળા ચોકી કરે એટલે આરામથી સુઈ જવાનું. એટલે મેં કહ્યું કે મારી પાસે ટીકીટ નથી. અમે અમદાવાદી છીએ સાહેબ.

.

આ સાચી વાત છે. હું અમદાવાદમાં નવો સવો આવ્યો ત્યારે કાંકરિયા પોલીસ ચોકીથી રેલ્વે તરફના વળાંકમાં એક હોટલ હતી. મારી ઓફીસ હીરાભાઈ માર્કેટમાં હતી. એટલે હું રોજ હોટલમાં સ્પેશિયલ ચા પીને ઓફીસ જતો. એક દિવસ મેં જોયું તો એક ભાઈએ ચાલુ ચા મંગાવી તો તે પણ મારી સ્પેશિયલ ચાની કીટલીમાંથી જ ભરીને તેને આપી. મેં વેઈટરને બોલાવ્યો અને કહ્યું હું તને સ્પેશીયલ ચાના વધારે પૈસા આપું છું તો પણ તું પેલા ચાલુંવાળાને અને મને એક જ કીટલીમાંથી ચા પીવડાવે છે? એ સાંભળીને વેઈટર બોલ્યો, સાહેબ તમારો કપ મોટો છે ને! (સુરતમાં સ્પેશિયલ કે બાદશાહી એટલે એકલા દુધની ચા જે ચાની ક્વોલીટી પર આધાર રાખે. જયારે અમદાવાદમાં એ ક્વોન્ટીટી(જથ્થા) પર આધાર રાખે મતલબ એક સ્પેશિયલમાંથી ત્રણ ચાલુ ચા બને એવું પાછળથી મને સમજાયું.

.

આ પણ એક સાચી વાત તમને કરું છું. અમારી બાજુમાં એક કાકા હતા. બહાર જતો હતો ત્યાં જ કાકાએ મને પૂછ્યું ક્યાં જાય છે? મેં કહ્યું પાયજામો શિવડાવવો છે. કાકાએ કહ્યું ચાલ તને મારા દરજી પાસે લઇ જાઉં. દરજીએ મને પૂછ્યું સાઈડમાં બે ખીસા જોઈએ? હું હા કહેવા જતો હતો ત્યાં કાકાએ કહ્યું મારી જેમ જ શીવવાનો. મેં કાકાને કહ્યું કાકા, પાયજામામા શું નવું હોય. કાકાએ કહ્યું સાઈડમાં ખીસા નાં રખાય. પેન્ટમાં જેમ એક ખીસું પાછળ હોય તેમ પાયજામામાં એક ડાબી બાજુ પાછળ અને એક જમણી બાજુ આગળ ખીસું  કરાવવાનું. મેં પૂછ્યું કેમ? કાકા કહે પાયજામામાં પાછળનો ભાગ વહેલો ઘસાઈ જાય એટલે બેઉ બાજુ ખીસા રાખવાથી પાયજામો બંને બાજુ પહેરાય અને ટકે વધારે.

.

એકવાર કાકા, તેમના ભરૂચ અને વડોદરાના મિત્રોએ કબીરવડ પાસે પાર્ટી રાખી. સુરતી તો પોંક,ઘારી,રતાળુની પેટીસ એવી કેટલીયે વસ્તુઓ લઈને આવ્યો. ભરૂચવાળો તો દાળ-ભાત, પુરી-શાક, લસ્સી વગેરે લઈને પહોંચી ગયો. બંને કાકાની રાખ જોતા હતા ત્યાં જ કાકા હાથ હલાવતા હલાવતા આવતા દેખાયા. બંનેએ કાકાની પૂછ્યું તમે શું લાવ્યા? કાકાએ કાકી અને છોકરાને બતાવીને કહ્યું આ બન્નેને લઈને આવ્યો છું!

.

HAPPY 605th BIRTHDAY AHMEDABAD:

.

CLICK FOLLOWING LINK FOR PDF:

HAPPY 605TH BIRTHDAY AHMEDABAD

.

મોટા અક્ષરો વાંચવા ફોટા ઉપર ક્લિક કરો:

Slide2Slide4Slide5

6 responses to “HAPPY 605th BIRTHDAY AHMEDABAD

    • મનસુખલાલ, આમ જોવા જઈએ તો હું પણ અમદાવાદી જ છું. ૩0 વરસ ત્યાં રહ્યો છું અને આટલું ક્યાય રહ્યો નથી. કોઈના પણ મોઢામાં સાબરમતીનું એક ટીપું જાય એટલે તે હોશિયાર થઇ જવાનો. ગાંધીજી, સરદાર પટેલ, ચીમનભાઈ, શંકરસિંહ, નરેન્દ્ર મોદી આ બધા પહેલા કઈ નહોતા અને સાબરકોલા પીધા પછી ક્યાંના ક્યાં પહોંચી ગયા.

      Like

  1. અમ્મ્દાવાદી.. ચાય એટલે.. દો ચાય…લાના…..ના…ના..! અને… vdo ..સરસ.. પીક જોક્સ.. વાહ. અને ખાસ્સ.. હરામી ઈમામ.. ભારતીય કોઈ પણ સરકાર માં જ દમ નથી.. બાકી વિદેશ માં…..આવા હોય તો..??? અને બીજું કે આ ઈમામ ના છોકરા સાથે.. કોઈ હિંદુ છોકરીએ જ લગ્ન કર્યા છે..અને તે પણ… મુસ્લિમ નામ ઇસ્લામ અંગીકાર અને બે સરનેમ નહી જેમ હમણા બે સરનેમ નો ટ્રેન્ડ ચાલે છે એમ નહી.. પછી જ હરામી ગદ્દાર ઈમામે મંજુરી આપી. બોલો શું કેહવું હવે????? શું હિંદુ પુરુષો માં….?????????????????????????????? હરી ઓમ… હરી ઓમ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s