Basic Meditation Session by Sandeep Maheshwari (in Hindi)

એક અફઘાન ઇસ્લામાબાદના એરપોર્ટ પર ઉતર્યો અને પાકિસ્તાન ઈમિગ્રેશનવાળાને પોતાની ઓળખાણ અફઘાનીસ્તાનના પોર્ટ અને શીપીંગનાં ભૂતપૂર્વ પ્રધાન તરીકે આપી. પાકિસ્તાની ઓફિસરે નવાઈ પામતા કહ્યું કે અફઘાનિસ્તાનમાં તો દરિયો કે નદી છે જ નહી તો પછી અફઘાનિસ્તાનમાં આ ખાતું ક્યાંથી હોય?

અફઘાનિસ્તાની નાગરિક: એમ તો તમારા પાકિસ્તાનમાં લો અને ઓર્ડર કયા છે? છતાં તેનો મીનીસ્ટર તો છે ને , તે જ રીતે અમારે ત્યાં પણ છે!

.

ટીચર: જો જયંતી કાલે તું હોમવર્ક નહિ લાવે તો હું મરઘો બનાવીશ

જયંતી જોખમ: તો પછી દારુ હું લાવીશ!

.

મોંઘવારીની હદ તો ત્યારે થઇ ગઈ જયારે એક ભિખારીને બે રૂપિયા આપ્યા ત્યારે તે બોલ્યો સાહેબ, થોડા વધારે આપો, આટલામાં તો “સુલભ” શૌચાલયમાં પણ એન્ટ્રી મળતી નથી

.

Basic Meditation Session by Sandeep Maheshwari (in Hindi):

.

મોટા અક્ષરો વાંચવા માટે નીચેના લખાણ પર ક્લિક કરો:

DESH HAMARA SOYA HAIWITH APPOLOGY FROM HONEST DOCTORS

14 responses to “Basic Meditation Session by Sandeep Maheshwari (in Hindi)

 1. ડોક્ટરની આસપાસ એટલી ગંદકી છે કે (૧)આખા દેશની ગંદકી એક તરફ અને (૨) એકલા ડૉક્ટર્સની સંલગ્ન ગંદકી એક તરફ તો ડૉક્ટર્સવાળી ગંદકી વધારે હશે. જો સરકાર દ્વારા આ ગંદકીનો પ્રમાણીકપણે બારિકાઈ અને કડકાઈથી અમલ કરવામાં આવે તો દેશ લગભગ આબાદ થઈ જાય. આ બાબત ઉપર ચિત્રલેખા લેખમાળા અનુંસંધાનીત એક પુસ્તક પણ છે. જે ડૉક્ટર્સી ધંધા(ગોરખ-ધંધા) ની ઘણીખરી બાબતો છ્તી કરે છે…… ઈમાનદાર અને સેવાભાવી ડોક્ટર્સો ને સલામ સાથે ગંદકીમાં ખદબદતા ડૉક્ટર્સોને ધિક્કાર છે………………

  Like

  • આ વાત ફક્ત ભારત પુરતી માર્યાદિત નથી આખી દુનિયામાં આવી હાલત છે. બધે જ ડોકટરોને મોટી મોટી ફાર્મા/વીમા કંપનીઓ ખરીદી લે છે. મોદી સાહેબે ૯૮૦૦૦ કરોડની બુલેટ ટ્રેનની જગ્યાએ એજ રકમમાંથી સરકારી કોલેજો ખોલી હોત તો અનામતનો પ્રશ્ન જ ઉભો નહિ થાત. આજે ડોકટરોને પી.જી. કરવા માટે એક થી દોઢ કરોડ રૂપિયા ખર્ચવા પડે છે. ભારતમાં જો કોઈ ડોક્ટર બનીને આ પૈસા નહિ બનાવે તો તેણે દેવાળું ફૂંકવું પડે એવી હાલત શિક્ષણની કરવામાં આવી છે. શિક્ષણની હાટડીઓ ખોલવામાં આવી છે. કોંગ્રેસ,ભાજપા અને બીજા પક્ષો તેના ભાગીદાર છે. અમેરિકામાં તે માટે ખુબ જ કડક નિયમો છે છતાં ઉપરના લેવલ પર બધું જ ચાલે છે. કાદવમાં કમળ હોય તેમ ઘણા સેવાભાવી ડોકટરો છે પણ તે બધા જુના જમાનામાં સરકારી કોલેજોમાં મફતમાં ભણેલા હતા, જયારે આજે જે નવા ડોકટરો આવે છે તેમને આટલી મોટી ફી ભર્યા પછી સેવા કરવાનું પોષાય ખરું?

   Like

   • વિપુલભાઈ. શું ખુ હવે?? મેં તો ખુબ જ નજીક થી આવું જોયું છે.. ડોક્ટર બાબુ ને પ્રલોભન “”ગીફ્ટ” ની આડ માં અપાય છે.. અને પછી… તે દાકતર બાબુ….. હરી ઓમ… હરી ઓમ.. શાસ્ત્ર પ્રમાણે અ લોકો ને.. પાપ પણ નાં લાગે એમ??

    Like

   • ભગવતીકુમાર, તમારી વાત સાચી છે પણ એક કારણ બધાને ટૂંક સમયમાં પૈસાદાર થાવું છે અને બીજું આજે ભ્રષ્ટાચારની શરૂઆત જ એમના શિક્ષણથી થાય છે. જો એક ડોકટર બનવા માટે ૩૦ થી ૪૦ લાખ રૂપિયા અને સ્પેસીયાલીસ્ટ બનવા માટે દોઢ કરોડ રૂપિયા ખાનગી સંસ્થાઓ માંગતી હોય તો પછી આ ડોક્ટર આટલ બધા પૈસા કમાય ક્યારે? મોદીએ બુલેટ ટ્રેનની જગ્યાએ ૯૮૦૦૦ કરોડ રૂપિયા સરકારી કોલેજો બનાવવામાં અને ગુજરાતીઓનું અંગ્રેજી સુધારવામાં ખર્ચ્યા હોત તો તેને ગુજરાતની પ્રજા જિંદગીભર યાદ કરતે.

    Like

  • અમૃતભાઈ, હકીકતમાં સંદીપ મહેશ્વરી અમૃત આપે છે. હું સંદીપનો ચાહક છું. ધીમે ધીમે એમના વિડીયો મુકાતો જઈશ.

   Like

 2. વિપુલભાઈ… થેન્ક્સ તો રામદેવ. કે હવે ૭૦% લોકો આયુર્વેદિક તરફ વળ્યા.. તો પણ.. ઘણી આયુર્વેદિક દવાઓ.. આમ આદમીને પોસાય એવા ભાવ માં નથી.. અને emergency માં તો એલોપથી જ કામ આવે.. રીપોર્ટ માટે પણ… હવે કદાચ જ નાડી વૈદ્ય હશે..!! FB પર.. એક પેજ છે.. વન વગડો.. સરસ છે તે. અને બીજું.. ભપકાદાર હોસ્પિટલ કે દવાખાનું ના બનવે તો દર્દી ને એમ કે આ શું ઇલાઝ કરવાનો?? એટલે… પણ ..અને ઘણા દવા ઓછી લખે તો પણ.. દર્દી વિચારે કે આ…?????? હોમિયોપેથી.. હજુ બહુ ચાલતી નથી.. હા. મુસ્લિમો આયુર્વેદિક કે યુનાની માં વધારે જાય છે.. અહીં.. આસ્ફા સરસ છે પણ મારી દ્રષ્ટિએ નાગાર્જુન ઉત્તમ ક્વોલીટી. ખીજાને ગરમ પડે પણ હોં.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s