પ્રિય વાચકો આપનો ખુબ ખુબ આભાર!

પ્રિય વાચકો આપનો ખુબ ખુબ આભાર!

૨૦૧૫ ની સાલના વર્ડપ્રેસનાં રીપોર્ટ મુજબ ગયા વર્ષે નીચેના આપેલી યાદી મુજબ ભાઈ/બહેનોએ એક્ટીવ રહીને કોમેન્ટો આપી હતી. એ બધા તથા બીજા બધા કોમેન્ટ આપનારા મારા ગુણજ્ઞ વાચકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. મારી બધા જ વાચકોને વિંનંતી છે કે તમને જે સારું/ખરાબ લાગે તેની કોમેન્ટ આપો તો સારું. કારણ કે બધું સારું જ ચાલે છે એવા ગુમાનમાં ઘણીવાર ઊંઘતા ઝડપાયા એવું ના બને. કોઈ પણ બ્લોગ ચાલવાનો આધાર તેના વાચકોનાં અભિપ્રાય પર જ પર જ હોય છે.  બીજું ખાસ કે આ વિગત થોડી મોડી આપવા બદલ હું તમારી ક્ષમા માંગુ છું.

૧ –    ધીરેનભાઈ જોશી                 અમદાવાદ             ૧૯૩ કોમેન્ટ્સ

૨ –    ગૌતમભાઈ મજમુદાર         અમદાવાદ              ૧૮૭ કોમેન્ટ્સ

૩ –    એમ.ડી.ગાંધી                     અમેરિકા                  ૧૬૮ કોમેન્ટ્સ

૪ –    ઇન્દીરાબેન કોઠારી              મુંબઈ                      ૧૧૩ કોમેન્ટ્સ

૫ –    ભગવતીકુમાર ઠક્કર           સુરત                          ૬૪ કોમેન્ટ્સ

એક વધારે ખુશીના સમાચાર એ આપવાના કે હું ઇન્ડિયા હતો ત્યારે સુ.ઉ. ૧૬ લાખ હિટ્સ વટાવીને હાલમાં ૧૬૧૯૯૩૩ હિટ્સ પર આવી ગયું છે, જે બધા ગુજરાતી બ્લોગોમાં આટલા ટૂંકા ગાળામાં મેળવવું એક સીમાચિન્હરૂપ છે. આ બધાનો યશ મારા માનવંતા વાચકોને જાય છે.

વિપુલ.એમ.દેસાઈ.

“સુરતીઉધીયુ”

36 responses to “પ્રિય વાચકો આપનો ખુબ ખુબ આભાર!

 1. Dear Vipulbhai, It’s a Great Achievement. Congrats. Wish you continuous Success and Progress. Thanks and Best Regards.

  Like

 2. વિપુલભાઈ સુ.ઉ. ની ઉજ્જવળ પ્રગતિ માટે વાચકો સાથે આપને પણ ખુબ અભિનંદન અને ધન્યવાદ.

  આપની દરેક પોસ્ટમાં કૈંક નવું જાણવા મળે છે અને જે વિડીયો મુકાય છે એ જોઇને આપની શોધક ની દ્રષ્ટિ માટે માન ઉપજે છે.યુ-યુબના વીડિયોના મહાસાગર માંથી શોધીને સરસ વાચકોને રસ પડે અને જ્ઞાન આપે એવા વિડીયો પોસ્ટમાં મુકવા એ મુશ્કેલ કામને તમે આત્મસાત કર્યું છે એ જેવી તેવી વાત નથી.વાચકોની સંખ્યા વધે છે એનું એક કારણ આ પણ છે.

  બીજું તમે કોઈક વાર કોઈ એક તમને ગમતા વિષય ઉપર બ્લોગમાં લેખ લખવાનું પણ રાખો.
  તમે સારું લખી શકો એમ છો.

  Like

  • મુ.વિનોદભાઈ, પહેલા તો આટલા બધા સુંદર શબ્દો મારે માટે વાપર્યા તે બદલ આપનો ખુબ ખુબ આભાર! લખવાની ઈચ્છા તો ખુબ જ થાય છે પણ મેં અગાઉ એક બહેનને કોમેન્ટમાં લખ્યું હતું કે મારી હાલત તો “ઘેલીના ઘેર ઘેર સાસરા” જેવી છે અને હું ચારે બાજુ વેતરીને બેઠો છું. વખત જ નથી મળતો. અમેરિકામાં રહો એટલે ઘરમાં પણ ઘણું જ કામ રહે(તમને તો ખબર જ છે), તેમાં પણ ટેકનીકલ કામમાં થોડી ચાંચ ડુબે એટલે એ પણ ઘણું કામ રહે. પાછો સ્પ્રિંગ આવશે એટલે “શાકભાજી” અને “ફૂલો” રોપવાના વગેરે ખુબ જ કામ રહે. ફેમીલી મોટું અને દીકરો-વહુ ખુબ જ સામાજીક એટલે શની-રવી ક્યા જાય તે ખબર જ નથી પડતી. જો કે ગુજરાતીમાં આટલા બધા “બ્લોગો” અને લેખકો છે તો મારા જેવાની “ગાજરની પુપુડી”નો અવાજ ક્યાં દબાઈ જાય તે ખબર પણ નહિ પડે. એમાં પણ ન્યુજર્સીમાં તો તમે અમદાવાદમાં રહેતા હોય એવું જ લાગે. અમારી સોસાયટીમાં લગભગ ૬૦/૬૫ ટકા ઇન્ડિયન છે. બાજુની સોસાયટીમાં ૯૦ ટકા ઈન્ડિયાનો છે. અમારે ત્યાં કોઈ પણ મકાન વેચાય એટલે ઇન્ડિયન જ લે છે. અહી એક ખુબ જ સુંદર ફાઈવ સ્ટાર હોટલ જેવું સીનીયર સેન્ટર છે, જ્યાં બધા નિવૃત લોકો રોજ ભેગા થાય ત્યાં પણ નથી જઈ શકતો કારણ કે તે વખતે મારે ગ્રાંડડોટર ને લેવા જવાનું હોય છે. મારા બાજુવાળા ખુબ જ કહેતા હતા પરંતુ પછી મને કહે કે તમે ખુબ જ બીઝી રહો છો. મારે પણ મોદીજીની જેમ “મન કી બાત” કરવી છે. મોદીજીની વાતનો શું પ્રતિભાવ આવે પછી વિચારીશું? (મજાકમાં લખું છું, પેલા પ્રવીણ શાસ્ત્રીની જેમ ખરા સુરતીલાલાઓને મજાક વગર મઝા નહિ આવે)

   Like

 3. All Is Well – Where is today’s joke sir !!!! We will miss that…Jay Ho….
  Sent from my BlackBerry® smartphone from !DEA

  Like

 4. કોણે કોનો આભાર માનવો જોઈએ તે મારા જેવા માટે કહેવું અઘરૂં છે. ખેર परस्पर देवो भव I હું તો આટલું વિપુલ સાહિત્ય મનોરંજન આપવા બદલ આપનો આભાર માનું છું. કદાચ यथा नाम तथा गुणान् આપના કેસમાં સાચું હશે…………..

  Like

  • મુ.ધીરજલાલ, તમે આટલી મોટી ઉંમરે, શારીરિક તકલીફો હોવા કમ્પ્યુટર શીખીને આટલું બધું કાર્ય કરો છો એજ અમારા જેવા માટે પ્રોત્સાહ કરનારું બળ છે. તમારા કેસમાં તો ખરેખર મારે આભાર માનવો જોઈએ. કાયમ તો જવાબ નાં અપાય પણ તમારા કાર્ટુનો અને ખાસ કરીન “સંસ્કૃત”નો ખજાનો….હવે તો કદાચ “સંસ્કૃત” અને સંસ્કૃતિ ભુલાઈ જશે એવું લાગે છે. “જનરેશન ગેપ”.

   Like

 5. Respected Vipulbhai,
  We are regularly awaiting your post on daily basis. When you were out of India before some time we felt that we are cutout from the outside world. You are doing the excellent services for Gujarati.

  Like

  • દીપકભાઈ, પહેલા તો આપનો ખુબખુબ આભાર! આ બધું તમારા જેવા જૂની પેઢીના લોકો છે ત્યાં સુધી ચાલુ રહેશે. પછી તો મારા માનવા પ્રમાણે “બ્લોગો” ધીમે ધીમે બંધ થશે. જોકે નવું નવું આવતું જાય અને આપણે તેમાં આપણી જાતને અનુકુળ નાં થઈએ તો “પેટ ચોળીને શુળ ઉભી થશે”.

   Like

 6. મુરબ્બી વિપુલભાઈ
  આપની સેવા બહુમૂલ્ય છે..આપ સુરતી ઉંધીયું આ જ રીતે ખવડાવતા રહો અને અમે ખાતા ધરાઈયે નહિ એવી સહુ વતી ઈચ્છા વ્યક્ત કરું છું … આવનારા સમય માટે પણ ખુબ ખુબ શુભેચ્છાઓ ..

  Like

  • ધીરેનભાઈ, તમે તો સુ.ઉ.વગર ક્યાય જવાના નથી એતો તમારી રોજબરોજની કોમેન્ટો પરથી સમજી શકાય એમ છે. કોમેન્ટસમાં પહેલો નંબર આવવા બદલ અભિનંદન!

   Like

  • કેમ છો મુકુન્દભાઈ? ઘણા લાંબા સમય પછી? હું ભૂલતો નહિ હોઉં તો તમે આઈ.ટી.માં છો. ખુબ ખુબ આભાર!

   Like

 7. વાંચનારાઓની સંખ્યામાં નામ નોંધાવ્યું છે અને વિપુલભાઈની પોસ્ટ વાંચવાનું વ્યસન થઈ ગયું છે.
  ક્યારેક તો ધાર લાગે તેવું મળે છે –
  “ઝાડ હસ્યા કુહાડી જોઈને ! કાંઈ અમારા થડ કાચા બન્યા છે ? પછી રડ્યા ધ્યાનથી જોઈને કે અમારા જ સગા હાથા બન્યા છે.”
  ખુબ ખુબ અભિનંદન ….

  Like

  • જગદીશભાઈ, ખુબ ખુબ આભાર! હું તો બજારમાંથી લાવીને તમને બધાને પીરસું છું. સારું લાગે એવું રોજ ભેગું કરું છું તો ઘણીવાર પોતાનું પણ રજુ કરું છું.

   Like

 8. વિપુલભાઈ… જય હિન્દ!! આભાર. કોમેન્ટ્સ વધી શકે પણ… હું સાંજના મારા ઘરે નેટ વધુ વાપરતો નથી.. મેં આગળ પણ જણાવેલું આ. અને ઓફીસ માં કામ માં વ્યસ્તતા જ એટલી કે.. મેલ સિવાય કમ્પની સાથે. ઓનલાઈન હોવ.. અને ઘરે 1Mbps છે પણ…. પણ.. તમે સમજી જાવને હવે…!! હશે હવે. આ INDIA છે..!! જય હો. અને નામ માં કઈ જ નથી.. બાકી.. ઠક્કર નહી.. ઠાકર. ( એમ પણ…. ઠક્કર એટલે…. જલારામ બાપા…અને એમના ઇષ્ટ…નો કાળિયા ઠાકર.. અવતાર. “”જય કાળિયા ઠાકર””

  Like

 9. વિપુલભાઈ સુ.ઉ. ની ઉજ્જવળ પ્રગતિ માટે વાચકો સાથે આપને પણ ખુબ અભિનંદન અને ધન્યવાદ. તમે એટલું બધું લખવા માટે ટાઈમ ક્યારે કાઢી લ્યો છો?

  Like

  • સંજયભાઈ, તમારી વાત ખુબ જ સાચી છે. ખુબ જ વ્યસ્ત રહેવાથી ફેમિલીને પણ ટાઈમ અપાતો નથી. બીજી બાજુ એમ થાય કે બીજી કોઈ રીતે લોકોની સેવા કરવાની ખબર નથી તો આ પણ એક લોકસેવા જ છે. જ્યાં સુધી થાય ત્યાં સુધી કરી જોઇશ. હકીકતમાં મેં જયારે જોયું કે અમેરિકા આવતા સીનીયર સિટીઝનોને ઘરમાં બેસી રહેવું પડે. ખાસ કરીને પુરુષોને ખુબ જ તકલીફ પડતી. કોઈએ ન્યુઝ પેપર વાંચવા મળે નહિ. એટલે શરૂઆત દુનિયાના બધા જ( ખાસ કરીને ભારતના વધારે) ન્યુઝ પેપરો ભેગા કરીને રજુ કર્યા, બસ પછી તો વધતું ગયું અને વાચકોએ પણ ખુબ જ સાથ આપ્યો એટલે વધારે મઝા આવી. મને એટલા બધા આ સીનીયર સિટીઝનોનાં ઈમેલ મળે છે અને કહે છે કે છ મહિના જેલ જેવી લાગતું પણ હવે સુ.ઉ. મળી ગયું એટલે ઘણો જ ટાઈમ પાસ થઇ જાય છે. અને પેપર વાચતા વાંચતા કમ્પ્યુટર પણ ચલાવવાનું શીખી ગયા! પુરુષો તો ઠીક પણ હવે મોટી ઉંમરની સ્ત્રીઓ પણ મોબાઈલ પર સુ.ઉ. વાંચે છે. મારી સાઈટ સિક્યોર સાઈટ છે એટલે કોઈ વાઈરસની પણ બીક નથી.

   Like

   • wah wah vipulbhai… dhanya chhe tamne ke tame aavu karya karo chho… senior citijan mate nu karya have badha mate labhdayi thai rahyu chhe… hu to rah joto hov chhu ke kyare apno mail ave…

    Like

   • સંજયભાઈ,
    તમારા જેવા મારા પ્રિય વાચકોના આવા બે શબ્દો મને ખુબ જ પ્રોત્સાહન આપે છે. તમે જ્યારે મેઈલ મળે ત્યારે ઉપર ઘણા વિભાગો આપ્યા છે તે ક્લિક કરજો તો તેમાં પુષ્કળ માહિતીઓ છે જે તમે બે ત્રણ વરસ સુધી પૂરી નહિ કરી શકો. નીચેની લીંક ક્લિક કરો અથવા તમારા બ્રાઉઝરમાં મૂકી ને જોઈ શકશો.

    https://suratiundhiyu.wordpress.com/

    ખુબ ખુબ આભાર!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s