MERA BHARAT MAHAN-YE MERA INDIA

શનીની પનોતી લોખંડના પાયે કે સોનાના પાયે હોય છે, પણ લગ્ન પછી જે પનોતી બેસે છે તે પાકે પાયે હોય છે

.

એક ચર્ચમાં રવિવારે પાદરીએ લોકોને બોધ આપવા માટે ચાર જાર મંગાવ્યા. એક માં દારુ ભર્યો, બીજામાં સળગતી સિગારેટ મૂકી, ત્રીજામાં ચોકલેટનો સીરપ મુક્યો અને ચોથામાં ફળદ્રુપ માટી મૂકી. બધા જારમાં એક એક કીડા મુકવામાં આવ્યા. દારૂ,સિગારેટ અને ચોકલેટના સીરપવાળા કીડા મરી ગયા અને ફળદ્રુપ માટીવાળો કીડો જીવતો રહ્યો. પછી તેમણે ત્યાં આવેલા લોકોને પૂછ્યું કે આના પરથી તમે શું બોધ લીધો. એટલે છેલ્લી બેંચપર બેઠેલા દારૂડિયા બચું બાટલીએ કહ્યું એનો મતલબ એ કે જ્યાં સુધી તમે દારુ, સિગારેટ પીવો કે ચોકલેટ ખાવ ત્યાં સુધી તમારા પેટમાં કીડા થાય નહિ અને થાય તો મરી જાય.

.

રાવણ : ડોક્ટર સાહેબ, મને વર્ષોથી ઝાડાની તકલીફ છે

ડોક્ટર : તે હોય જ ને, દસ જગ્યાએથી ખાવ છો અને એક જ જગ્યાએથી કાઢો છો!

.

CLICK FOLLOWING LINK FOR PDF:

MERA BHARAT MAHAN-YE MERA INDIA

.

Heart Attack – How…. in Hindi:

.

Advertisements

8 responses to “MERA BHARAT MAHAN-YE MERA INDIA

 1. We are proud to have such a beautiful train in OUR INDIA . How happy and proud our P.M. is looking while inogurating . BUT this kind of mess etc . should be expected from our illiterate public . It is SHAME , public mess up everything . All rich , Poor and middle class people are same . Shameless , mannerless , destructive .
  Before letting anyone to board such a beautiful train , THEY HAVE to be trained . If they want to travel by this train , they MUST follow RULES made and given to them along with the ticket . Secondly , rules for cleanliness , caring for public property etc MUST be taught in school , and the children to TEACH their parents . ‘ LEAVE THE PLACE ( AFTER USING IT ) , AS YOU WOULD LIKE TO HAVE IT . ‘ Don’t leave your mess for others to clean . Clean your mess yourself . ‘

  Like

 2. ભય વગરની પ્રીતમાં શિસ્તનું પાલન થતું નથી. રાજાએ(સરકારે) શિસ્ત માટે સખત કાયદા દ્વારા શિસ્ત-ભંગ માટે સખત સજાની અને તેના ખોજી અને અમલ માટે જોગવાઈ કરવી જોઈએ. અથવા ગુજરાતીમાં કહેવતો છે કે : છાણના દેવને વાલની આંખ જ હોય,… કેળાને ખાંડ અને મૂળાને મીઠું જ હોય……. જેવો ગાલ તેવો તમાચો હોય,,,,,, તો જેવા પેસેંજર તેવી ગાડી હોય…. કરોડો-અબ્બજો નાખર્ચે સાકાર પામનાર.. લેટ ટ્રેઈન અને સ્માર્ટ સીટી માટે લોકો લાયક છે? ગામડા, નદી-નાળા, ખેતી ઉત્કર્ષ, પછાત જન ઉત્કર્ષ,શિક્ષણ અને જન-સ્વાસ્થ્ય ના ચક્ર અંગે સ્વસ્થ પારદર્શિતા, વિગેરે… એ બધાને અભરાઈએ મૂકીને આંધળો વિકાશ એ દેશને માટે ઘણી રીતે ઘાતક નિવડી શકે……. ભાઈ, આતો મારા અંગત વિચારો છે. અન્ય એથી વિભિન્ન વિચારોને, નકાર્યા વગર ચકાસણીની એરણ પર મૂકી અમલ કરી શકાય.

  Like

  • મુ.ધીરજલાલ,
   તમારી વાત સો ટકા સાચી છે, પણ બિલાડીને ઘંટ કોણ બાંધવા જાય. મોદીએ ઘણી વસ્તુઓ સારી કરી એનો મતલબ એ જે કરે એ સારું જ છે એમ માની લેવાની જરૂર નથી. આજે એના જેવો નેતા દેશમાં મળવો મુશ્કેલ છે પણ બુલેટ ટ્રેન જેવી વસ્તુની આ દેશને જરૂર છે ખરી? ૯૮૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચમાં તો ૧૬૦૦ કી.મી.નાં રેલ્વે ટ્રેક બને એટલે અમદાવાદ મુંબઈ વચ્ચે બીજા ત્રણ ટ્રેક બને. બુલેટ ટ્રેનથી સામાન્ય જનતાને શું ફાયદો? હકીકતમાં કોંગ્રેસ/ભાજપા કે બીજી બધી જ પાર્ટીઓ આવી મોટી યોજનાઓ લાવીને પક્ષ કે પોતાના માટે એમાંથી ૨૫ થી ૩૦% કટકી કાઢી લે છે. આટલી બધી પાર્ટીઓના આટલા મોટા ખર્ચા શું ૫૦/૧૦૦ રૂપિયાના સભ્ય બનનાર લોકોના ફાળામાંથી આવે છે? જો સત્તા મેળવવી હોય કે સત્તાપર ટકી રહેવું હોય તો કટકી વગર ચાલે નહિ. અત્યારે મહારાષ્ટ્રના ભુજબળ અને એના ભત્રીજા પર દરોડા પડ્યા. મારી ચેલેન્જ છે કે એમને કશી આંચ નહિ આવે. નાસિકની આજુબાજુનો વિસ્તાર ભુજબળ આણી કંપની અને પુનાની આજુબાજુના વિસ્તારમાં શરદ પવારો અબજો રૂપિયાની મિલકતો ઉભી કરી છે. એમાંથી સેટિંગ થઇ જશે.
   સામાન્ય પ્રજાજનો માટે લાગણી હોય તો બીજી ઘણી યોજનાઓ થઇ શકે કે વિચાઈ શકાય. પરનું “વો દિન કહા કી મિયા કે પાંવ મેં જૂતિયા” જેવું છે. મોદી બધા કરતા સારા છે અને સારું કરવા માંગે છે પરંતુ પોતાના મનની વાતો લોકો પર ઠોકવા માંગે છે પણ કોઈના મનની વાતો ધ્યાનમાં લેવા નથી માંગતા એ મોટામાં મોટી ખામી છે. “અભિમાન”ને તો રાજા રાવણ જેવા મહાન માણસને ઠેકાણે પાડી દીધો હતો. સત્તા ટકાવવા માટે બધા ગતકડા કરવા પડે એનું કારણ આપણા દેશની પ્રજા છે અને તે સૌથી વધારે જવાબદાર છે. “કુવામાં હોય તો હવાડામાં આવે”

   Like

 3. આવશે આવશે એક દીવસ જરુર આવશે.આશા અમર છે.સંસદમાં બહુ મતી થવા દો પછી એનું ધાર્યુ જરુર કરશે.ઉતાવળે આંબા ન પાકે.

  Like

 4. From canberra, 4/2/16
  Nice train. Congratulation. Idea was of past but when ready, it became work of present govt.
  Appreciate good work. we are to blame ourselves as we do not want to improve our habits but hope for Good.
  Fine.

  Like

 5. સંસદ માં બહુમતી?? ખોબલો ભરીને નહી પણ.. કોથળે કોથળા મત આપ્યા.. છતાં પણ.. ખેર હવે જવા દ્યો. હવે આ મારો વિષય નથી એટલે હું શું કહું??? પણ.. કાગડા બધે જ કાળા.. કિસ્સા કુરસી કા. અને મુ. ધીરજલાલ .. વિપુલભાઈ.. એ કહ્યું એટલે કશું કેહ્વાનું રેહતું નથી.. અને Ira પણ.. સાચા. જય હો.. જય હિન્દ!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s