પ્રભુને મળવાનો સમય કયા છે? – Next Future Wearable Technology Will Blow Your Mind

લંચ વખતે કવીને મોદીને કહ્યું, ભારતના રાજકીય નેતાઓ અને રાજકારણીઓ ચોંર હોય છે?

મોદી: એ વાત સાચી પણ હોય અને નહિ પણ હોય, પણ અમારે ત્યાં લુંટનો માલ કોઈ માથા પર નથી રાખતું!(ટ્યુબ લાઈટ:ભારતનો લુંટેલો કોહીનુર હીરો રાણી માથા પર પહેરે છે)

.

ભારતમાં જ્ઞાનની 7 સૌથી મોટી યુનિવર્સિટિઝ.
૧. સોસાયટીનો બાંકડો ૨. પાનનો ગલ્લો ૩. વાળંદની દુકાન ૪. સિનિયર સિટિઝનની મંડળી
૫. વૉટ્સએપ ૬. દારૂ પીધેલો માણસ ૭. ટ્રેનનો જનરલ ડબ્બો

.

વરુણ ધવન: શું મોદીજી ઈંગ્લેંડથી કોહીનુર હીરો પાછો લાવી શકશે?

આલિયા ભટ્ટ: જે વસ્તુ કેમીસ્ટની દુકાને સહેલાઈથી મળતી હોય તે બ્રીટનથી લાવવાની શું જરૂર?

.

પ્રભુને મળવાનો સમય કયા છે?

.

Next Future Wearable Technology Will Blow Your Mind


.

Slide1 (3)

.

Slide2 (3)

.

21 responses to “પ્રભુને મળવાનો સમય કયા છે? – Next Future Wearable Technology Will Blow Your Mind

  • પ્રજાપતીભાઈ,
   મેં અગાઉ જણાવ્યું હતું કે હું બે મહિના વેકેશન પર ઇન્ડિયા જવાથી બ્લોગ પર કોઈ પોસ્ટ મુકાશે નહિ. તમારી આતુરતા જોઇને ખુશી થઇ.
   ખુબ ખુબ આભાર!

   Like

 1. વાહ્હ.. સરસ… આ ટેકનોલોજી ક્યાં જી ને અટકશે?? હવાઈ ટ્રાફિક પણ…..??? અને.. યુનિવર્સીટી માટે.. ભાઈ વાહ!!! ક્યા કેહના.! અને હવે… કોન્ક્રીટ જંગલ માં… એ ભૂલી બિસરી.. રમતો હવે ક્યા? સવારે સ્કુલ. પછી….. ટ્યુશન પછી કોઈ એક્ટીવીટી ના ક્લાસ. અને હોમ વર્ક. .. પછી… શું બાળક રમે??

  Like

  • ભગવતીકુમાંરભાઈ,
   મને ઘણીવાર થાય છે કે આ હાઈ ટેકનોલોજીનાં જમાનામાં માણસ શું ખરેખર સુખી છે? કે પછી ગાલપર તમાચો મારીને ગાલ લાલ કરવાનો અને કહેવાનું કે કેટલી બધી લાલી છે. આપણા વડદાદાઓ કેટલી શાંતિથી જિંદગી જીવતા હતા!

   આપણે પેટ ચોળીને શુલ ઉભી કરીએ છીએ. મેં એક યોગનો દસ દિવસનો શિબિર ભર્યો હતો જેમાં અમને કહેવામાં આવ્યું હતું કે ચા, મોબાઈલ, ન્યુઝપેપર અને ટી.વી.ને દસ દિવસ સુધી હાથ નથી લગાવવાનો. માનો નહિ મગજ એકદમ શાંત. આખો દીવસ જોઈએ તેટલો સમય હતો. છોકરાઓ જોડે રમ્યો, શાંતિથી ઘરમાં બધા જોડે સાથે જમ્યા અને વાતો કરી.

   આજે તો સવાર ઉઠો એટલે બધા હાથમાં પહેલા ગીતા લઈને જુવે….ગીતા એટલે મોબાઈલ અને એમાં વોટ્સ અપ, ફેસબુક બસ એ મોબાઈલમાં થોડી થોડી વારે જેમ “મા” છોકરાનું ડાઈપર ચેક કરે તેમ જોયા કરે …કઈ આવ્યું?

   Like

   • ” આ હાઈ ટેકનોલોજીનાં જમાનામાં ………..આપણે પેટ ચોળીને શુલ ઉભી કરીએ છીએ. ”
    વાત એકદમ સાચી,તોય અમલ કરવામાં પાછાપડી જવાય છે. ખેર પણ એથી જ આપ જેવા વિદ્વાનોનાવિચારોનો લાભ લઈ શકાય છે.

    Like

   • વિમલાબેન,
    પહેલા તો તમારે મારા વિશેના જે ખ્યાલ છે તે ભૂસી કાઢવા પડશે. હું આ બ્લોગમાં એક ભંગારીયા જેવું કામ કરું છું જેને અને વિદ્વતાને બાર ગાઉનું વેર છે. હું તો ભંગારીયાની જેમ બધું ભેગું કરું છું અને રજુ કરું છું. આજ સુધીમાં નથી મારો કોઈ લેખ કોઈ જગ્યાએ છપાયો કે નથી કોઈ ઇનામ મળ્યું. ગુજરાતી ભાષાના આટલા બધા વિદ્વાનોનાં બ્લોગ છે એવા લેખો હું નથી લખી શકતો. હાઈસ્કુલમાં તો ખુબ જ હોશિયાર હતો પરંતુ કોલેજમાં ૩૫% માર્ક્સ આવે એટલું જ ધ્યેય રાખતો હતો. વિચારો તો ખુબ જ આવે, લખવાનું મન પણ ખુબ થાય પણ મારે માટે તો “ઘેલીના ઘેર ઘેર સાસરા” જેવું છે. જેક ઓફ ઓલ માસ્તર ઓફ નન જેવું છે. તમે વિદ્વતાની વાત કરો છો તો ઘણા લોકો મને ડોક્ટર સમજીને એમના રોગના ઉપાયો માટે પૂછે છે કારણ કે મારી “રોગ એક દેશી ઉપાયો અનેક” નામની ઈ-બુક જોઇને એમને એમ જ લાગે કે હું કોઈ ડોક્ટર છું. એક વણજારાની જેમ જિંદગી પસાર થઇ છે. અત્યાર સુધીમાં ગણું તો ૧૧ માં ધોરણ સુધીમાં મહારાષ્ટ્ર/ગુજરાતીની સાત હાઈસ્કુલોમાં ભણ્યો છું અને લગભગ ૩૬ ઘરો બદલ્યા છે. ઇરાકમાં પણ ત્રણ વર્ષ સદ્દામ હુસેનના રાજમાં રહી આવ્યો છું. હા, મને લોકોને ખુશ જોવાનો ખુબ જ શોખ છે. એટલે જ બધાને આનંદ થાય તે માટે કઈ ને કઈ ભેગું કરું છું. ઘણીવાર કાન્તીભટ્ટ/શીલાભટ્ટ કે એમના જેવાના લેખો વાંચું છું ત્યારે થાય છે કે એ બધા લોકો પણ મારી જેમ ભેગું જ કરે છે. આપણા એક વાચક મિત્રે આ વાત મને ઈમેલ કરીને કહી હતી. એમણે મને કહ્યું કે તમે જેટલું એક પખવાડીયામાં ભેગું કરીને મફતમાં પીરસો છો એના કરતા પણ ઓછું પીરસીને ચિત્રલેખા/યુવદર્શન જેવા કેટલાય મેગેઝીનો સારી એવું કમાણી કરે છે. ત્યારે મારી ટ્યુબ લાઈટ થઇ. ઘણા લોકો એમ માને છે કે મને જાહેરખબરના પૈસા મળતા હશે. હું જાહેરખબર લેતો નથી કારણ કે ઘણીવાર એમાં વાયરસ હોય તો મારા પ્રિય વાચકોને નુકશાન થાય તે હું કોઈ કાળે થવા નહિ દઉં. ઉલટું મારે ગાંઠના ઘણા પૈસા ખરચવા પડે છે કારણ કે મારો બ્લોગ ૧૪ જી.બી. કરતા વધી જાય એટલે વર્ડપ્રેસને વર્ષે પૈસા આપવા પડે. પણ તમારા જેવા પ્રિય વાચકોના આશીર્વાદથી મારે કોઈ પણ જાતની તકલીફ નથી. તમને લોકોને જાણવા મળે, આનંદ થાય અને ખુશી મળે એ જ મારું ધ્યેય છે.

    Like

   • વિપુલભાઈ. શું કેહવું હવે આ મોબાઈલ માટે તો? મારે ત્યાં સખ્ત. રાત્રીના ૯ પછી.. વાઈ ફાઈ બંધ. હા. મારા માટે નેટ ચાલુ કેમ કે મારે કમ્પની સાથે ઓનલાઈન કામ એટલે. અને મારા મંદિરે ચાલુ પૂજા માં પણ.. જે યજમાન હોય એને પેહલાજ કહી દવ કે.. મોબાઈલ બીજાને આપી દો વિધિ વખતે. અને જુઓ સાહેબ.. ચાલુ પૂજાએ પણ.. બીજા.. મોબાઈલ માં…?? સમજી ગયા ને તમે. શું લખું? અને.. અને.. માં બાપ.. અલગ અલગ અને છોકરા પણ.. અલગ. એના કરતા ટેલીફોન. એક સયુંકત પરિવાર રાખ્યો હતો. જયારે આ…?? હદ થાય છે હવે.. મેં ખાસ. ૧૦ મિનીટ ની.. ઓમ ની ધ્યાન માટે ની vdo સેવ કરીને લોકો ને CD આપું છું.. અને કહું છું કે.. ફક્ત ૧૦ મિનીટ તમારા અનુકુળતા મુજબ ફાળવજો.. જોઈએ આ પ્રયોગ કેટલો સફળ થાય તે..?

    Like

   • તમે ઘણું સારું કર્યું. મેં ૧૦૦૦ ચોપડીઓ “રોગ એક દેસી ઉપાય અનેક”ની છપાવી હતી અને લોકોમાં વંહેચી હતી. સામાન્ય લોકોને તે ઘણી જ ઉપયોગી થઇ પડી છે. કેટલાક લોકો તો એલોપેથીની દવા કરતા થાકી ગયા અને આ દેશી ઉપાય કામમાં આવ્યો. સામાન્ય રોગો માટે દેસી ઉપાયો સારા અને અમુક ખાસ રોગો માટે તો અલોપેથી જોઈએ જ. આજ ઈ બુક મારા બ્લોગમાં મેં સ્વાસ્થ્યમાં મૂકી છે.

    Like

 2. વિપુલભાઈ, સૌ પહેલા તોઆપનો આભાર કે મારા જેવા સામાન્ય વાચકના ચાર લીટીના જવાબના પ્રતિજવાબ રૂપે આપે આપનો અમુલ્ય સમય આપ્યો.
  ઠીક છે ચાલો, હવે ઔપચારિકતા બાજુ પર મૂકીને’વિદ્વતા’ની વાત પણ છોડું.

  “લોકોને જાણવા મળે’આનંદ થાય અને ખુશી મળે”એ આપનું ધ્યેય તો સફળ જ છે.કેમકે આપની રોજીંદી પોસ્ટ સાથે વિવિધ પ્રતિભાવોવાંચવાથી ઘણો આનંદ આવે છે. અને આજે આપના મુખે(નહીં પણ, આપના કલમી હાથે લખાયેલ) આપના વિષેવધુ જાણીને અનહદ ખુશી થઈ.
  આપનો ઉત્તર એકથી વધુવાર વાંચતી ગઈ તે દરેક વખતે ખળખળાટ હસતી ગઈ!!!
  આવો સરસ,સ્પષ્ટ સ્વપરિચય આપવા બદલ વધુ એક્વાર ખુશીભર્યો આભાર.

  Like

  • વિમલાબેન,
   તમે જે લખ્યું તે ગમ્યું પણ મારે માટે તો બધા જ વાચકો વિદ્વાન છે, કોઈ સામાન્ય નથી. તેમાં તમે પોતાને કેવી રીતે સામાન્ય વાચક કહો છો? હું કોઈ કોઈ વાર બીજા બ્લોગોની મુલાકાત લઉં છું અને તમારી કોમેન્ટો ઘણા બ્લોગમાં જોઉં છું એટલે તમે સામાન્ય નહિ પરંતુ ખુબ જ અભ્યાસી લાગો છો. તમારી જેમ હું પણ જયારે બીજા બ્લોગો જોઉં છું ત્યારે કોમેન્ટો ખાસ વાંચું છું જેના પરથી બ્લોગ વિષે અને કોમેન્ટ કરનારા વિષે જાણી શકાય, મારે શું સુધારો કરવો તે પણ ખબર પડે. આજે તો ઘણા ગુજરાતી બ્લોગો બંધ અવસ્થામાં છે અને મારો બ્લોગ પણ જૂની પેઢી છે ત્યાં સુધી ચાલશે. પરંતુ જે બ્લોગો બંધ થયા તેમાં મેં જોયું કે બે-ચાર જણા એક બીજાની પીઠ થાબડતા રહે અને એને કારણે જ એ બંધ અવસ્થામાં છે. બીજું બધા બીજાના ખભા પર બંદુક મુકીને ફોડવા માંગતા હતા. એક ઘણો જ સારો બ્લોગ બંધ થઇ ગયો કારણ કે એમાં એમની પૈસા કમાવવાની દાનત હતી. એમણે બે બ્લોગ બનાવ્યા હતા પણ પછી એ બ્લોગોમાં લશ્કર ક્યાં લડે છે તે જ ખબર નહોતી પડતી. લોકોના વિવિધ પ્રતિભાવો વાંચીને પણ ખુબ જાણવાનું મળે અને મઝા આવે. મને “આતા”નો બ્લોગ ખુબ જ ગમે છે. ખુબ જ સ્પષ્ટવક્તા છે.
   તમે પણ મારી જોડે ટાઈમ બગાડો છો એવું તો મારાથી નાં કહેવાય. બંનેની વેવ લેન્થ સરખી છે એટલે જ મઝા આવે. ખુબ ખુબ આભાર!

   Like

 3. વાહ વિપુલભાઈ વાહ, તદ્દન સાચી વાત કરો છો. આ રીતે જિંદગીનો આનંદ માણી શકાય છે.પ્રભુને મળીને આનંદ થાય જ.

  Like

  • ગૌતમભાઈ, તમારો ખુબ ખુબ આભાર! તમે અને મારા બધા વાચકો પણ મારો અને મારા બ્લોગનો એટલો જ ખ્યાલ રાખો છે. એ તો “ગીવ એન્ડ ટેઈક” જેવું છે. મને તો એ પણ આનંદ થાય છે કે તમારી અને વિમલાબેનની જેમ બધા વાચકો કોમેન્ટ્સ પણ એટલા જ રસ અને ધ્યાનથી વાંચે છે. આજે લગભગ ઘણા બ્લોગો ખાસ ચાલતા નથી ત્યારે તમારા જેવા ગુણજ્ઞ વાચકોને લઈને બ્લોગ ખુબ જ સારી રીતે ચાલે છે.

   Like

 4. tamaro blog mahiti ane anand aape chhe.sudhh sakahari chhe,ane vividhata hoy chhe.Maf karso, gujaratima javab lakhta nathi aavdtu.Pan gujju englishma gujarati lakhu chhe.

  Like

  • ગૌતમભાઈ, તમારા જેવા ગુણજ્ઞ વાચકોને લઈને આ બધુ થઇ શકે છે. હું બધા વાચકોને સંભાળવાનો પ્રયત્ન કરું છું. જોક્સ/કાર્ટુનમાં હું ફક્ત આનંદ મળે તે માટે જ મુકું છું. કોઈ પર વ્યક્તિગત ગુસ્સો નથી. ખાસ કરીને બહેનો માટે જે જોક્સ હોય છે તેનું કારણ સ્ત્રી પુરુષોની સરખામણીમાં શ્રેષ્ઠ છે એટલે જ માતાને આટલું બધું મહત્વ આપવામાં આવે છે. એટલે જે એમના પર વધુ જોક્સ બને છે. એજ રીતે જે નેતા વર્તમાનકાળમાં પ્રખ્યાત હોય તેમના જ જોક્સ બને છે. દા.ત. મોદી/લાલુ/રાહુલ/કેજરીવાલ એટલે હાલમાં જો મનમોહનસિંહના જોક્સ મુકું તો કોઈને મઝા નહિ આવે. ઘણા મોદીજીના ભક્તોને આ સારું નહિ લાગે પરંતુ જોક્સ કાર્ટુન બે ઘડી માર્મિક આનંદ માનવા માટે છે.

   Like

 5. વિપુલભાઈ.. એડવાન્સ માં મહા શિવરાત્રી ની શુભેચ્છાઓ. અને હમણા જ કાલભૈરવ નો પ્રસાદ પણ અમે લાવ્યા છે તો…જો તમારી ઈચ્છા હોય તો……!!! બમ બમ બોલે..!! જય ગિરનારી. અને તમે જે જવાબ આપ્યો તેમાં લાઈક નથ થાતું…!! ?? એટલે અહી જવાબ લખ્યો. બીજું હમણા જ મેં.. “”મહાભારત- એપિસોડ : 6” ડાઉનલોડ કર્યો. મને તે ખુબ જ ગમ્યો.. અને અમારા મંદિરે જે લગ્નપત્રિકા મુકવા આવે તેને અને જે જોડા (કપલ) પગે લાગવા કે છેડા છેડી છોડવા આવે તેમને.. મને જો યોગ્ય લાગે તો…. તેઓ ને કહું કે તમે નેટ પરથી સેવ કરી ને શાંતિ થી બન્ને જણ જોજો. અને ખાસ… વિપુલભાઈ.. વિમલા બેન.. મજમુદાર.. કે બીજા સભ્યો આ એપિસોડ માટે મને માર્ગદર્શન આપશે તો વધુ ગમશે. હું કૈક તેમાં ઈમ્પ્રુવ કરી શકું.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s