હર્ષ પરમારની વેદના-HINDU TEMPLES OF BALI-Long Ma – Dragon – Machines

મેં સળગતા રાવણનું દુઃખ મહેસુસ કર્યું છે, જે સામે ઉભેલી ભીડને વારંવાર પૂછતો હતો…

“નાલાયકો, મેં શું તમારી પત્નીનું અપહરણ કર્યું હતું કે મને આમ સળગાવો છો ?”

ભીડમાંથી અવાજ આવ્યો, “નહોતું કર્યું, એટલે જ તો તને સળગાવીએ છીએ!”

.

પત્ની: પૂજા કરો, મોટામાં મોટી બલા પણ ટળી જશે

પતિ: તારા પપ્પાએ બહુ પૂજા કરી હશે એટલે એની ટળી ગઈ અને મારે ગળે પડી ગઈ

.

તમે તો તમારી પત્ની સાથે વેકેશન પર જતા હોવ તો તે વેકેશન નથી, ફક્ત ચેન્જ ઓફ લોકેશન છે

.

હર્ષ પરમારની વેદના:

આણંદથી યોગેશભાઈ પંડ્યાની કોમેન્ટ અહી રજુ કરું છું. એસ.સી./એસ.ટી./ઓબીસી માટે સભા ભરતા અને મોટી મોટી વાતો કરતા તેમના નેતાઓએનાં હૃદયમાં જો ખરેખર ઉપરની જ્ઞાતિઓના ગરીબ લોકો માટે પ્રેમ હોય તો જે નીચેનો કિસ્સો છે તેને મદદ કરી બતાવે. હકીકત તો એ છે કે એક અનામતના હકદાર છોકરા માટે ઉચ્ચ વર્ણનાં યોગેશભાઈ પ્રયત્ન કરે છે…એમનું દુઃખ વ્યક્ત કરે છે. બાકી જે લોકો અનામતનાં બની બેઠેલા નેતાઓ છે એમની નજર ફક્ત અને ફક્ત ભવિષ્યમાં આવનારી ચુંટણી પર જ છે. થોડા વર્ષો પહેલા કાંકરિયા પર મેં એસસી/એસટી અને ઓબીસીના યુવાન નેતાઓ અને સરકારમાં ઉચ્ચ કક્ષાએ નોકરી કરતા લોકોને અંદર અંદર વાતો કરતા સાંભળ્યા તેમાં નોકરી અપાવવા કે બીજા બધા કામો માટે સેટીંગની જ વાતો ચાલતી હતી. જો આવા એમના નેતાઓ હોય તો બીજા ૧૦૦ વરસ પછી પણ આ ગરીબ પછાત લોકોનો ઉધ્ધાર નથી થવાનો. પણ જે દિવસે આ ગરીબોનો જઠરાગ્ની જાગશે ત્યારે આજ નેતાઓની ભસ્મની કણી પણ હાથ નહિ લાગે. સીધી સાદી વસ્તુ છે કે પછાત જ્ઞાતિમાં જે લોકો ગરીબી રેખાની નીચે છે તેમને જ એવું સ્ટાઇપંડ આપવામાં આવે જેને લઈને તે લોકો ભણી શકે અને તેમને જ અનામતનો લાભ મળે. એજ રીતે ઉચ્ચ વર્ણના ગરીબી રેખા નીચે આવતા લોકોને આવો જ લાભ આમાંથી બચતી સીટો પર મળે. મેં ભૂતકાળમાં આવા લોકોને મદદ મળે તે માટે સુ.ઉ.માં બે ત્રણ પ્રયત્ન કર્યા હતા પણ  ખાસ સફળતા નહોતી મળી. માટે મારી તો યોગેશભાઈને વિનંતી છે કે થોડા વખતમાં જ પટેલોના આંદોલન વિરુધ્ધમાં (બનતા સુધી નામ) અલ્પેશભાઈ ઠાકોર આણંદમાં સભા કરવા આવે ત્યારે ૪૦/૫૦ માણસોનું સરઘસ લઈને આ છોકરા માટે માંગણી કરવા જજો. એકલદોકલને આ લોકો જવાબ જ નહિ આપે. તમારે કોઈ ધમાલ નથી કરવાની, શાંતિથી રજૂઆત કરવાની છે. હાર્દિક હોય, અલ્પેશ હોય કે કલ્પેશ હોય બધા જ એક ડાળના પંખી છે. શરૂઆતનો જુસ્સો જામી ગયા પછી ક્યાં જતો રહે તે જ ખબર નથી પડતી. જોર્જ ફર્નાન્ડીઝ એનો જીવતો જાગતો દાખલો છે. બોમ્બે ટેક્ષી યુનિયન/રેલ્વે યુનિયનમાં જે માર ખાધો તે ગુસ્સો પછી ક્યાં હવાઈ ગયો તેજ ખબર ના પડી. રિલાયન્સની રીફાઈનરી વિરુદ્ધમાં જળચર પ્રાણીઓનાં બચાવ માટે હું હાઈકોર્ટમાં તેમની દલીલ સાંભળવા ખાસ જતો હતો અને મને ગળા સુધી ખાતરી થઇ ગયી કે ફર્નાન્ડીઝ આ રીફાઈનરી નહિ થવા દેશે. પરંતુ પછી શું સેટીંગ થયું કે પાછળથી ફર્નાન્ડીઝ કોર્ટમાં ફરક્યા જ નહિ. મને લાગે છે જળચરો વિદેશગમન કરી ગયા એવા સમાચાર ફર્નાન્ડીઝને મળ્યા હશે!!!!!!

યોગેશભાઈનો પત્ર નીચે મુજબ છે:

શ્રી વિપુલભાઈ, સાદર વંદન ! ખાસ આજે આપને યાદ કરુછું કારણ થોડું લાગણી સભર છે આજે મારી સ્કૂલમાં એક વિદ્યાર્થી આવ્યો કે જે ખુબજ પ્રતિભશાળી છે. દરેક રમતમાં લગભગ તે ચેમ્પિયન બને છે. આજે તેના સર્ટિ. જોયા મને થયું ગરીબને ત્યાં પારસમણિ ! આ વિધ્યાર્થી તાલુકા/જિલ્લા/રાજ્ય અને હવે નેશનલ ક્ક્ષએ રમવા એન.એસ.સી.સી.-દિલ્હી રાઇફલ સુટિંગ માં જવાનો છે પણ તેની પાસે દિલ્હી જવાનું ભાડું નથી કે તેની પાસે સારી અધ્યતન રાઇફલ ખરીદવાના પૈસા નથી આ તે કેવું ? ઇશ્વરને ત્યાં ન્યાય હોય એવું લાગતું નથી. એને ગમે તે રીતે મદદ કરવાનું વિચાર્યું “વોટસઅપ” પર મેસેજ કર્યા અને કેટલાક દિલના ઉદાર માણસોને મદદ માટે અવાહન આપ્યું અને આજ સંદર્ભમાં આપને પણ કહું છું. આપની મુઠ્ઠીમાં વિશ્વ છે. જો આ વિદ્યાર્થીને સહાય મળે તો તે ઘણા મેડલ જીતી શકે તેમ છે. દલિત જ્ઞાતિનો હોવાથી મદદની આશા નહિવત છે પણ જો આપ સાથ આપો તો એ અશક્ય નથી.

વિદ્યાર્થીનું નામ : હર્ષ રમેશભાઈ પરમાર છે આણંદ ની ડી.એન.હાઇસ્કૂલમાં ધો: 11 અભ્યાસ કરે છે. તેના પિતાનો સંપર્ક : 9409151905 છે સરનામું : B/11 બેરીજ એવન્યુ,ચાવડાપૂરા-આણંદ-388001   ઈમેલ: parmarharsh599@gmail.com

ખાસ નોંધ: હું કોઈ નેતાનો કે પક્ષનો વિરોધી નથી કે આંધળો સપોર્ટર નથી. પરંતુ મારું લોહી હર્ષ જેવા છોકરાના કિસ્સા આવે ત્યારે ઉકળી જાય છે. “राशन पे बहोत भाषण करते है, मगर कोई भाषण पे राशन क्यों नहीं लाता?”. બીજું એ કે આવા તો કઈ કેટલા હર્ષ આ દેશમાં રસ્તા ઉપર રખડે છે. ક્યા ક્યા ખાળે ડૂચા મારશો? જ્યાં સુધી જનતામાં આવા નેતાઓને ફેંકી દેવાની જાગૃતિ નહિ આવે ત્યાં સુધી આવી હાલત જ રહેશે.

.

CLICK FOLLOWING LINK FOR PDF:

THE GORGEOUS HINDU TEMPLES OF BALI

.

Long Ma – Dragon – Machines:

See the dragon horse “Long Ma” breathes fire at the Machines of the Isle at Nantes (France)


.

Slide18

.

Slide7

.

6 responses to “હર્ષ પરમારની વેદના-HINDU TEMPLES OF BALI-Long Ma – Dragon – Machines

  1. Hindu temples in Bali. It is really gorgeous as mentioned in caption.Place and Architecture of those days and place at sea shore !!!

    Like

  2. From: Jaydeep Limbad on facebook
    Vipulbhai aa vat akdam sachi 6 jem aapdi kahevat 6 ne “garibo na kubana tel nu tipu dohlu ne srimnto ni kabaf par ghee na diva thay ” rajya sarkar potana khicha bharva mathi uchi aave to praja na hit mate vichare ne !! jyare pan koi gov. job ni jaherat aave tyare te job mate uch kaxa e besela adhikari o bhav nakki kari ne bazar ma potana sarkari agent dwara publicity ma lagi jata hoy 6 j loko srimant 6 te loko lakho tupiya aapine potana santano ne gov. job apavva padapadi kare 6. but jene kharekhar jarur 6 ane jetena mate kharekhar hakdar 6 te umedvar tenathi vanchit rahi jay 6. aa system jyare bandh thase tyare aava ketlay Harsh yogya sata par aavse baki to andheri nagri ne gandu raja jevi sthiti j revani 6. Aena mate aapde j jagrut thavu pdse nahitar garib ane pachhat loko na star kyarey chamkse j nhi….. *upar babt koi pax no virodh karva mate nthi.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s