“ભાંગ”ને અંગ્રેજીમાં શું કહે છે?-Hitler’s angry reaction to the iPad

મગન: મોદીજીએ દશ લાખનો શૂટ હરાજીમાં વેચવા કાઢ્યો એ બધા પૈસા મેલી ગંગા ચોક્ખી કરવામાં કામ આવશે

છગન: મારા ભાઈ ફક્ત દસ લાખનો શૂટ નહિ, બીજા એમના ૪૫૫ પોષાકોની હરાજી થવાની છે.

મગન: જોયું, મોદી ગંગાનો કેટલો ખ્યાલ રાખે છે?

છગન: કપાળ તારું, મોદીજી એક વખત પહેરેલો પોષાક બીજીવાર નથી પહેરતા અને દુનિયાના વડાપ્રધાનોમાં સૌથી વધુ પોષાકો માટે એમનો ગીનીસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ થશે. એટલે તો વડાપ્રધાન થયાંને આંઠ મહિનામાં ૪૫૫ કપડાની જોડીની હરાજી થવાની છે. પેલું ફિલ્મનું ગીત યાદ છે ને? “રામ તેરી ગંગા મેલી પાપીઓ કે પાપ ધોતે ધોતે”

.

“ભાંગ”ને અંગ્રેજીમાં શું કહે છે? Shiva’s Regal

.

નોકરીની ઓફર આપતી વખતે એચ.આર.મેનેજરે કહ્યું હતું કે, “ કંપની તરફથી તમને ક્વાટર મળશે. બાપુ તો ખુશ થઇ ગયા અને નોકરીમાં હાજર થવાને દિવસે ઘરેથી ગ્લાસ લઇ ગયા.(ટ્યુબ લાઈટ-ક્વાટર એટલે દારૂડિયાઓની ભાષામાં ૧/૪ દારૂની બાટલી જેટલો દારુ)

.

Hitler’s angry reaction to the iPad:


.

Biggest ironies in INDIA-દંભી ભારતીય લોકો

.

3c648f7a1aabc3f5921ceadb2a6618d4 – Resized

 

.

6 responses to ““ભાંગ”ને અંગ્રેજીમાં શું કહે છે?-Hitler’s angry reaction to the iPad

 1. આઠ મહિના નાં કપડા ની હરરાજી થાય, કપડા મોદી ને (!) લાખો માં પડ્યા હશે, હરરાજી માં વેચાય ત્યારે કરોડો રૂપિયા મળશે જે દેશ નાં ઉત્કર્ષ માટે વપરાશે !!!!
  કેટલું સુંદર ગણિત … વેપારી બુદ્ધિ તો કહેવાય જ ને ! અને આમ જ માત્ર પાંચજ વર્ષ મોદી વહીવટ કરશે તો દેશ ને અબજો રૂપિયા મળી જશે !!! અને દેશ નો ઉત્કર્ષ જ ઉત્કર્ષ ….
  એ જુદી વાત છે હરરાજી વખતે જે જે લોકો આ મોઘિડાટ ખરીદી કરશે તે જે સરકારી કામો નો કોન્ટ્રાકટ – કે યોજના ઓ નો લાભ લેશે અને એટલી તો કમાણી કરશે ….અધધધ ….
  અને એટલે સરકાર ને કેટલો બધો ટેક્ષ ની રકમ નો ફાયદો થશે …
  વાહ વાહ …
  ઘણા લોકો એ ભગવાન મહાવીર અને બુદ્ધ સાથે મોદી ને સરખાવ્યા માત્ર કપડા ની બાબત માં ન સરખાવી શક્યા …

  Like

  • ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી જોડે જો એમની સરખામણી કરવામાં આવી હોય તો આવા લોકોમાં બુદ્ધિ છે કે કેમ તે સવાલ ઉભો થાય. ચમચાગીરીની પણ હદ હોય છે. તમારી વાત સાચી છે, આજે જે ઉત્સવો(કચ્છના રણમાં, કાંકરિયામાં કે પતંગના નામે) જેમાં પાઈની પેદાશ નથી હોતી પરંતુ અમુક ઉદ્યોગપતિઓ આ ખર્ચાઓ ભોગવે છે તે એમ જ થોડા ભોગવતા હોય? લાલો લાભ વગર નહિ લોટે. જોકે સામે છેડે બધા વિરોધ પક્ષો પણ ચોરના ભાઈ ઘંટી ચોર જેવા છે જે દેશની કમનશીબી છે. જોઈએ “આપ”વાળાએ થોડી અપેક્ષા જગાડી છે, પરંતુ એ આવે તે પહેલા જ તેમના નામથી ગભરાતા ઉદ્યોગપતિઓએ ન્યુઝ પેપર,મીડિયામાં પૈસા આપીને એટલો બધો ગંદો પ્રચાર કર્યો કે એ બદનામ થઇ ગયા. પરંતુ દિલ્હીની પ્રજાએ એમનું કામ ૪૯ દિવસમાં જોયું હતું એટલે તો આટલી પ્રચંડ બહુમતી આપી. જો મોદીસાહેબ(કોઈને ખબર નહિ હોય તો એમને સાહેબ કહેવડાવવાનો શોખ છે) આજે નવ મહિનામાં વિદેશથી કાળા નાણા, વિદેશ છોડો દેશમાં જે કાળા નાણા છે તે કઢાવી નથી શક્યા, તો આપવાળા પાસે એ અપેક્ષા ૪૯ દિવસોમાં વધુ ના હતી? છતાં એક વસ્તુ કબુલ કરું છું કે મોદીજી બીજા બધા નેતાઓ કરતા સારા છે, એટલે જ પ્રજાએ મતો આપ્યા. એમણે સ્વપ્રસિદ્ધિનો ખુબ જ શોખ છે. જોઈએ “આપ” આપ જ રહે છે કે “બાપ” બની જાય છે.

   Like

 2. શ્રીવિપુલભાઈ,સરસ માહિતી લઈ આવો છો. અંગ્રેજીમાં મુકાતી કોમેંટનો ગુજરાતી અર્થ પણ લખતા જાઓ તો સારી વાત છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s