દોઢ કરોડનો લગ્ન મંડપ – ઘડપણ મનની અવસ્થા છે

શું વાત છે?
રામે રાવણને માર્યો : R=R
કૃષ્ણએ કંસને માર્યો : K=K
ઓબામાંએ ઓસામાને માર્યો : O=O
મોદીએ મનમોહનને : M=M
અને હવે
કેજરી માટે કિરણ આવી ગઈ : K=K

.

રાતે બે વાગે પત્નીના મોબાઈલની ઘંટી વાગે છે. પતિ મોબાઈલમાં “BEAUTIFUL” એવો એક મેસેજ જોઇને ચોંકી ગયો. પતિએ ગુસ્સામાં પત્નીને ઉઠાડી અને પૂછ્યું તને અડધી રાતે “BEAUTIFUL” એવો મેસેજ કોણે મોકલ્યો? પત્ની પણ એકદમ ડઘાઈ ગઈ કે તેને પચાસ વર્ષની ઉંમરે “BEAUTIFUL” કોણ કહે? તેણે મોબાઈલ હાથમાં લીધો અને પતિ પર એકદમ ગુસ્સે થઈને બરાડી, ચશ્માં પહેરીને મોબાઈલ ઉઠાવો અને મેસેજ બરાબર વાંચો. “BEAUTIFUL” નહિ, “BATTERYFUL” એવું લખ્યું છે!

.

દોઢ કરોડનો લગ્ન મંડપ:


.

GHADAPAN MANANI AVASTHA CHHE

.

 

 

11 responses to “દોઢ કરોડનો લગ્ન મંડપ – ઘડપણ મનની અવસ્થા છે

    • મુકેશભાઈ, તમારી વાત સો ટકા સાચી. હું પણ ભાજપા માટે આશાવાદી હતો પરંતુ અમિત શાહે તાજેતરમાં કહ્યું કે ૧૫ લાખ રૂપિયા દરેકના ખાતામાં જમા કરવાની વાત તો જોક હતો. આજ રીતે કાલે કહેશે વિદેશથી બ્લેકમની પાછા લાવવા એ પણ જોક્સ હતો તેજ પ્રમાણે જોબ્સ, મોંઘવારીએ એ બધું એટલું બધું સહેલું નથી કે થઇ શકે એવું કહીને પ્રજાને ડીંગો બતાવતા આ જાડી ચામડીના રાજકારનીયોથી પ્રજાએ ચેતવાની જરૂર છે. તમારા આત્માના અવાજ ને ઓળખીને કહેજો કે આજે જે ખાનગી કોલેજો ઉભી કરીને ડોનેશન પર એક સામાન્ય માણસ પોતાના ગમે તેટલા હોશિયાર છોકરાને ભણાવવા સમર્થ છે? સરદાર પટેલના સ્ટેચ્યુની જગ્યાએ એ જ પૈસા આ કમરતોડ મોંઘવારીમાં પીડાતા ગરીબ તથા માધ્યમ વર્ગના છોકરાઓને મફત ભણાવવામાં ખર્ચ્યા હોત તો સરદારના આત્માને શાંતિ મળતે. કોંગ્રેસ અને બીજા બધા પક્ષો થર્ડ ક્લાસ હતા અને પ્રજાને ભાજપા માટે વિશ્વાસ હતો તે જો આવી નફ્ફટાઈથી વાતો કરે તો એવું જ લાગે છે કે બધા જ એક જ ડાળનાં પંખીઓ છે. તમે કોઈ દિવસ મોદીને એક ને એક જ પોશાકમાં જોયા છે, અરે આખા દિવસના બે ત્રણ કાર્યક્રમમાં પણ ડ્રેસ બદલેલા હોય છે. એવું કહેવાય છે કે આજ સુધીના ભારતના વડાપ્રધાનો નાં પોશાકો ભેગા કરો તેના કરતા મોદી પાસે દશ ઘણા કપડા છે. એક એ પણ હકીકત છે કે બીજા ઘણા નેતાઓ કરતા મોદી ચોક્ખા છે પરંતુ સત્તા ટકાવી રાખવા બધા બધું જ કરે છે. સત્તાનો નશો બીજા બધા નશા કરતા ખરાબ છે. ગમે તેટલો સારો માણસ એમાં તબાહ થઇ જાય છે. દેખો આગે આગે ક્યાં હોતા હૈ?

      Like

      • મુકેશભાઈ, મારા મગજમાં હજુ પણ એ ઉતરતું નથી કે પોતાની જાતને આટલી બધી બાહોશ માનનાર કિરણબેદી આટલી સહેલાઈથી વેદી પર કેવી રીતે ચઢી ગયા? હકીકતમાં આ બધા જ નેતાઓ “મુખમે રામ બગલમે છુરી, પ્રજાની હાલત કર દે બુરી” ટાઈપના છે. જો કોઈપણ નેતા ચોક્ખો હોય તો આ ગંદા રાજકારણમાં ટકે નહિ. સરદાર પટેલના નામે રોટલા શેકનારા જો સરદાર જીવતા હોત તો તેમને પણ વેચી નાખતે. કિરણબેદીએ પોતાની છોકરીને ડોક્ટર બનાવવા માટે મીઝોરામમાં પોતાની લાગવગનો ઉપયોગ કર્યો હતો. સરદાર અને શાસ્ત્રીજી સિવાય ગાંધીજી,જવાહરલાલ,ઇન્દિરા,મોરારજીભાઈ,બાજપાઈ(એમની માનેલી પુત્રીનાં વર…જમાઈ…આ દીકરીવાળી વાત તદ્દન અલગ છે જે ઘણાને ખબર છે), મોદીજી(વહ કૌનથી પ્રકરણમાં એનાં માં-બાપ અને ભાઈઓને ખુબ જ ફાયદો કરી આપ્યો હતો એવી વાતો ખુબ જ જોરમાં થાય છે) આ બધાઓએ સંતાનપ્રેમને લઈને પોતાના સિદ્ધાંતો નેવે મૂકી દીધા હતા. મોરારજીભાઈએ તો મુંબઈના મુખ્યપ્રધાન તરીકે મુંબઈમાં મળેલો ફ્લેટ ખાલી નહોતો કર્યો અને તેનો માલિક કેસ લડતા લડતા મરી ગયો. ત્યાર બાદ તેની બે છોકરીઓ સુપ્રીમ કોર્ટમાં જીતી ગઈ. હકીકતમાં આ ફ્લેટ મુંબઈ સરકારને(તે વખતે મુંબઈ રાજ્ય હતું) ભાડે આપવામાં આવ્યો હતો. મોરારજી ભાડૂત ન હતા, મુબઈ સરકાર ભાડૂત હતી અને ભાડૂ ભરતી હતી. વડાપ્રધાન થયા પછી એમના પુત્રપર એટલા બધા આક્ષેપો હતા છતાં એને પોતાનો પ્રાઈવેટ સેક્રેટરી બનાવ્યો. એલ.આઈ.સી.નાં ઓર્ડીનરી ક્લાર્કમાંથી ડોડસાલ અને બીજી કંપનીઓના કાંતિ દેસાઈ માલિક બન્યા. એમની પત્નીએ(કિર્લોસ્કરની પુત્રી) ફલેટનો કેસ હારી જવાથી ફલેટમાંથી કુદકો મારીને આપઘાત કર્યો એવા સમાચાર આવ્યા. કિર્લોસ્કરતો એટલા પૈસાદાર કે એને આવા દસ ફ્લેટ લઇ આપે, કારણ બીજું હતું એવી વાતો લોકો કરે છે. યુપીએ સરકારમાં ફક્ત મનમોહનસિંહ ખુબ જ ચોકખા માણસ હતા. પરંતુ દેશદાઝને લઈને રાજકારણમાં પડ્યા પરંતુ પાછળથી એમને ખ્યાલ આવ્યો કે કાદવમાં ફસાઈ ગયો છું અને એ જેટલા બહાર નીકળવાનો પ્રયત્ન કરવા માંડ્યા તેટલા અંદર ખુપતા ગયા. એમને મૌની વડાપ્રધાન કહેનાર મોદીજીને લોકો આજે “મૌનીબાબા” કહેતા થઇ ગયા છે એ પણ “સમય બડા બલવાન”. “હર કુત્તે કે દિન બદલતે હૈ”. મોદી, કેજરીવાલ કે “આમઆદમી” પાર્ટીના ઘણા માણસો બીજા બધા કરતા સારા છે.

        Like

  1. વાહ વિપુલભાઈ વાહ, આપનો જવાબ વાંચીને મારો પણ ૫૦ટકા વિશ્વાસ ડગુમગુ થઇ ગયો!!!

    Like

  2. Today’s post very nice . It really makes one think . I enjoyed the conversation between Mukeshbhai and you . Really waiting for the results , je desh na Bhala mate hoi . Modi vishwaas na tode to Saru . Ane Roj atla mongha suit paherwani su JAROOR ?

    Like

    • ઇન્દીરાબેન, આજે (મારી પણ તેમાં ગણતરી થઇ જાય) કોઈને કોઈ પર શ્વાસ લેવા જેટલો પણ વિશ્વાસ નથી. કારણ આજે દરેક માણસ ટેન્શનમાં જીવે છે, માણસ ભલે સારું લગાડવા બોલતો હોય પરંતુ હકીકતમાં તો તે બીજાનું સુખ જોઈ નથી શકતો. પોતે તેના કરતા વધારે સુખી હોય તો પણ તે ઈચ્છે છે કે પેલો આટલો બધો સુખી નહિ હોવો જોઈએ. દરેક વસ્તુનું મૂળ ઈગો છે. સત્તા ટકાવી રાખવા બધાએ મોદી જેવા નાટકો કરવા પડે. મનમોહન એક સીધા સાદા માણસ આ ગંદકીમાં ભેરવાઈ ગયા. કહેવાય છે ને કે કોલસાની દલાલીમાં હાથ તો કાળા થવાના જ. ગધેડા જોડે ગાયને બાંધો તો ભૂંકે નહિ તો ઊંચું ડોકું તો કરે જ. બાકી મોદી કે કેજરીવાલ જે જાતના વચનો ખીસામાંથી કાઢી કાઢીને વેચે છે તેવું તો અમરિકા જેવો ધનાઢ્ય દેશ પણ કરી નહિ શકે, તો ભારતનો ક્લાસ નથી. આ બધું કરી શકાય પરંતુ તે પહેલા બધાને બે ટાઈમ ખાવાનું, રહેવા માટે ઘર અને શિક્ષણ આટલી જરૂરિયાતો પૂરી કરાવી જોઈએ. મારા શબ્દો લખી રાખજો કે બુલેટ ટ્રેન કે સરદાર પટેલનું સ્ટેચ્યુ દસ વર્ષ સુધી નહિ બને….કદાચ નહિ પણ બને.

      Like

      • મનમોહનસિંહને વર્લ્ડબેન્કે સર્વોચ્ચ સ્થાન પર વર્ષો સુધી રાખ્યા એનાથી વધારે મોટો પુરાવો શું જોઈએ? બીજું એ કે મોદીજીએ પણ એમની ઓનેસ્ટીને લઈને જેટલીએ જે બજેટમાં લોચા માર્યા છે તે માટે મદદ માટે બોલાવ્યા હતા. તો ઘણા છાપામાં એવા પણ ન્યુઝ હતા કે મોદીએ તેમને નાણાખાતું સંભાળવાની ઓફર કરી હતી. આનાથી વધારે સાબિતી શું જોઈએ? હા, એ હકીકત છે કે એ ખોટી જગ્યાએ દેશપ્રેમને લઈને ભેરવાઈ ગયા હતા. આજે એ પણ હકીકત છે કે નરસિંહરાવ વખતે એક વખત દેશ પાસે વિદેશી હૂંડિયામણ ઝીરો હતું. દેશે દેવાળું ફૂંકવું પડે એવા સંજોગો હતા, ત્યારે મનમોહને(નાણાપ્રધાન) પોતાનાં વર્લ્ડ બેન્કના સબંધો થકી દેશનું સોનું લંડનમાં ગીરવે મુકીને ૪૦૦ કરોડ રૂપિયાનું હૂંડિયામણ લાવ્યા હતા. પછી તરત જ ઘણા સુધારાઓ કરીને દેશનું હૂંડિયામણ વધાર્યું હતું. આજે જે કઈ છે તે ચોક્કસ નરસિંહરાવ અને મનમોહનને લઈને છે. કોંગ્રેસ તો ચોર હતી અને છે, એજ રીતે બીજા બધા પક્ષો પણ છે, પણ ચોકીદાર બનીને દેશની રક્ષાનું વચન આપનાર મોદી માટે આજે ચોક્કસ સવાલો ઉભા થયા છે. કારણ કે જેલની ચાવી પોતાની પાસે હોવા છતાં વિજય માલિયા કરોડોનું કરીને ભાગી ગયો…..કાળું નાણું બહારથી લાવવાનું તો જવાદો દેશમાંથી માલિયા કાળું નાણુ મોદીની નજર સામે લઈને ભાગી ગયો…..જેટલી જેવો નાણાપ્રધાન કેવી વાહિયાત વાતો કરે છે(રાહુલમાં તો દિમાગ નથી પણ જેટલી માટે પણ સવાલ ઉભા થયા છે…રાહુલ ગાંડો છે અને એને ગાંડો છે ગાંડો છે એવું કહેવાથી જેટલી ડાહ્યા નથી થઇ જતા. એ એની જ લાઈનના હોય એવું લાગે છે). છતાં એક વસ્તુ ચોક્કસ છે કે આજે મોદી સિવાય બીજો કોઈ સારો નેતા દેશમાં દેખાતો નથી……જોઈએ બીજા પાંચ વર્ષમાં મોદીજી શું કરી શકે છે?
        મોદીની હાલત “શોલે”નાં ડાયલોગ જેવી છે…..”ઠાકુરને હિજડોકી ફોજ ખડી કર દી હૈ”. વી.કે.સિંગ, જેટલી, નકવી, સ્મૃતિ ઈરાની, સ્વામીજી, વગેરે કામ કરવા કરતા મોદી માટે વધુ પ્રોબ્લેમ્સ ઉભા કરી રહ્યા છે. એક ફક્ત અમિત શાહ જ એમની પડખે અડીખમ ઉભા છે….મદદરૂપ છે…..

        Like

Leave a comment