એન.આર.આઈ.માટે લાલબત્તી- એક ચેતવણી

એન.આર.આઈ.માટે લાલબત્તી- એક ચેતવણી:

ઘણી વખત વિદેશમાં રહેતાં છોકરા/છોકરીઓ વીશે સમાચારો આવે છે કે એન.આર.આઈ. છોકરા/છોકરી ને પરણાવતા પહેલા બે વખત વિચાર કરજો. પરંતુ આ બધા એક તરફી સમાચારો આપણે ઇન્ડિયાના ન્યુઝ પેપરોમાં વાંચીએ છીએ, પરંતુ એન.આર.આઈ. છોકરા/છોકરીઓ પણ ઘણીવાર ઇન્ડિયાના છોકરા/છોકરીઓના આવા કારસ્તાનોના ભોગ બનતા હોય છે, પરંતુ એન.આર.આઈ. લોકોના આ સમાચારો ઇન્ડિયાના સમાચાર પત્રોમાં સ્થાન નથી પામતા. અહિયા એક નિર્દોષ એન.આર.આઈ. છોકરો અને તેનું ફેમીલી વગર વાંકે કેવી તકલીફોમાંથી પસાર થઇ રહ્યો હતો તેનો દાખલો મોજુદ છે. આ હકીકત હું જે ફેમીલીને સારી રીતે ઓળખું છુ તેમની વાત છે. એક સીધા સાદું ફેમીલી એક ભારતીય છોકરીને લઈને કેટલી મુશ્કેલીઓમાં પસાર થઇ ગયું તેનો દાખલો છે. જે એન.આર.આઈ. લોકો માટે પણ લાલબત્તી સમાન છે.આ ફક્ત અમેરિકાની વાત નથી બીજા બધા વિદેશોમાં રહેતાં લોકોની પણ વાત છે. આ તો આજની વાત છે પરંતુ વર્ષો પહેલા મારા ઓળખીતાની એક છોકરીએ  એક એન.આર.આઈ. છોકરા સાથે લગ્ન કર્યા હતા અને પોતાના પ્રેમીને બોલાવવા માટે એન.આર.આઈ. છોકરો નાપુશંક છે એવો આક્ષેપ કરીને છુટાછેડા લઈને પોતાના પ્રેમીને બોલાવ્યો હતો. પછી આ છોકરો પાછો પરણ્યો અને તેને ત્યાં છોકરા થયા. એ વખતે આવા આક્ષેપોને લઈને પેલા છોકરાની અને એના ફેમીલીની હાલત શું થઇ હશે તેની કલ્પના કરી શકો છો. વધુ વિગતો માટે તમે નીચેના સમાચાર વાંચશો તો તમને પણ આઘાત લાગશે. સામાન્ય રીતે બધા જ લોકો છોકરીઓનો પક્ષ લેતા હોય છે અને છોકરાઓને વગર વાંકે ગુન્હેગાર બનાવવાની કોશીશ કરતાં હોય છે. અહિયા તો છોકરાની અને તેના માં-બાપની કુનેહને લઈને છોકરો પોતાનો બચાવ કરી શક્યો નહી તો છોકરો અને તેનું ફેમીલી આજે ક્રેડીટ કાર્ડના સ્કેમને લઈને ભિખારી થઇ ગયું હોત! લોકો તો છોકરાને જ ગુન્હેગાર માનતા હોત.

KUNTAL PATEL

.

8 responses to “એન.આર.આઈ.માટે લાલબત્તી- એક ચેતવણી

  1. એન.આર.આઈ.માટે લાલબત્તી- એક ચેતવણી:
    ધ્યાન દોરવા બદલ આભાર
    પાની પીજો છાન કે
    સંબંધ બાંધજો જાનકે

    Like

    • जो सबंध नहीं बांधो जानके,
      तो चले जाओगे जानसे!
      આ તો પાછી છોકરાના પિતાના મિત્રની છોકરી હતી. એટલે ઓળખાણમાં પણ હવે ઊંડી ખાણમાં પડી જવાય તો નવાઈ નહી! આ તો વિપરીત કાળે વિપરીત બુધ્ધી!

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s