7 responses to “અક્કલ બદામ ખાવાથી નથી આવતી-Free hugs social experiment

  1. ઇલીગલ ઇમીગ્રંટ નો ખર્ચો વસુલ કરી ડીપોટ કરવાના કાયદાનો અમલ બરોબર થાય તો ખર્ચો ઑછો થાય

    Like

    • ઇલ્લીગલ ઇમિગ્રન્ટ્સ જો અમેરિકામાં નહી હોય તો આખા અમેરિકામાં લોન કાપવાનું કામ જે ઇલ્લીગલ મેકસિક ઇમિગ્રન્ટ્સ કરે છે તે કોણ કરે? સખત મજુરીનું કોઈપણ કામ આવા ઇલ્લીગલ ઇમિગ્રન્ટ્સ કરે છે એટલે અને એમના મત મેળવવા માટે તેના પર ખાસ ધ્યાન નથી આપવામાં આવતું!

      Like

  2. લીગલ ઇલ્લીગલ એ માત્ર કાગળ ઉપરના કાયદાની ભાષાના શબ્દો છે. આપણે બધા અહીં આવ્યા છીએ તે કાઈ, અમેરીકાવાળા આપણા દેશમાં આવીને આપણને માનભેર કે પરાણે જબરદસ્તીથી નહોતાં લઈ ગયા….. આપણા વતી કોઈક નજીકના સગાએ ફોર્મ ભર્યું, એચ વન વાળા માટે કોઈ ઓફીસવાળાએ ફોર્મ ભર્યું, હજારો રૂપીયા ઇમીગ્રેશનના ફીના આપ્યા, અમેરીકાની દરેક વાતમાં હાજી હા કરી ત્યારે આપણને અહીં આવવા મળ્યું…. પણ, અહીંના મુળ વતનીઓ-ધોળીયાઓ કે કોઈ પણ દેશમાંથી “કાયદેસર” રીતે આવેલા કેટલા લોકો સખત ઠંડી, સ્નોમાં કે ધૂમ ગરમીમાં સવારથી સાંજ સુધીમાં રસ્તા ખોદવામાં કે ખેતરમાં કામ કરે છે…??? કેટલા લોકો જેનીટર તરીકે કામ કરવા રાજી છે…??? અને ભારતમાં જે લોકો જેનીટરનું કામ કરે છે તેમને માટે તો અહીંનું તો ફાઈવ સ્ટાર જેવું લાગે..!!! એટલે જે લોકો વગર વીઝાએ અહીં આવે છે તે મોટા ભાગના લોકો આવું સખત તનતોડ મહેનત કરનાર કે ખેડુત કે જેનીટરના કામ માટેના કામમાં લાગી જતાં હોય છે, જે કામ અહીંના લોકો કરતાં નથી, માટે જે આવે છે તે ભલે ઈલ્લીગલ કહેવાય….પણ તેમની અમેરીકાને પણ જરૂર છે, એટલે ઈલ્લીગલ ઈમીગ્રેન્ટ માટે અમેરીકા ખર્ચો કરે છે તેના કરતાં તો અહીંની ભરચક શબ્દ તો નાનો પડે, એટલે ઓવર ક્રાઊડેડ જેલોના કેદીઓ, લશ્કર અને અમેરીકન સેનેટરો પાછળ અમેરીકા ખર્ચો વધારે કરે છે…

    જોક્સ બધા સરસ છે…….

    Like

  3. Vipul bhai,aapan ne khabar chhe ke lagna pachhi manasnu sukh chhinvai jay chhe. tem chhata badha lagna kare chhe.Kevi vichitra vat chhe nahi?

    Like

    • આતો ગોરભાઈ “લક્કડકા લાડુ ખાએગા તો ભી પસ્તાએગા ઔર નહી ખાએગા વો ભી પસ્તાએગા” જેવું છે. હકીકતમાં તો લગ્ન ખુબ જ માણવા જેવી ખાટીમીઠી વસ્તુ છે. પરણેલાને કદાચ એવું લાગે પરતનું “કુંવારો કોડે મરે અને પરણેલો પસ્તાય” જેવું છે. કોઈ કુંવારાને પૂછી જોજો તો ખબર પડશે. પરણો એટલે છોકરાઓ થાય, તે પરણે અને દાદા બનો ત્યારે પૌત્રો/પૌત્રી સાથે જે આંનદ મળે તે અનોખો હોય છે. અત્યારે યુવાનોમાં નહી પરણવાનો વાયરો ચાલ્યો છે, પરંતુ ઘરડા થાય ત્યારે આ વસ્તુની ખબર પડે કે એકલતા શું છે અને તે દિલને કેવી રીતે કોરી ખાય છે. હું જે જોક્સ/કાર્ટુનો મુકું છું તે ફક્ત ક્ષણીક આંનદ માટે જ મુકું છું. હકીકતમાં જે વસ્તુ ખુબ જ માનનીય અને પ્રખ્યાત હોય તેના ઉપર જ જોક્સ બને છે. ઈંગ્લેન્ડમાં સાસુઓ પર ખુબ જ જોક્સ હોય છે. તે જ રીતે સરદારજીઓ ખુબ જ હોશિયાર/વફાદાર અને સ્વમાની હોવાથી તેમના પર જ જોક્સ બને છે તેમ સ્ત્રીઓ ખુબ જ અગત્યનું અંગ હોય છે. એટલે એમના પર જોક્સ તો બનવાના જ. ઘણા મોદી ભક્તો મોદી વીશે જોક્સ/કાર્ટુન મુકું તો દુઃખી થાય છે અને તેમને લાગે છે કે હું મોદી વિરોધી છું. પણ જોક્સ/કાર્ટુન આંનદ મેળવવા માટે જ હોય છે, સીરીયસલી લેવાની જરૂર નથી.
      તમે પરણેલા અને સુખી હોવા છતાં જોક્સ/કાર્ટુનો જોઈને મૂછમાં નથી મલકાતા?

      Like

Leave a comment