7 responses to “મને પ્રિસ્ક્રીપ્શન બતાવવું હતું ને-Stars of Beijing’s Circus

 1. સુરતી “ઉધીયા”માં પુનઃ આપનું સ્વાગત છે,,,આજની દરેક પોસ્ટ પસંદ આવી !

  Like

   • મિત્ર, તમે એક ખુબ જ સારી વાત પૂછી. મારા માટે તો પ્રથમ મારો દેશ અને મારા વાચકો છે. મને જે કોઈ કાર્ટુનો કે જોક્સ મળે કે થોડા ઘણા હું બનાવું તે બધા અહી કોઈપણ જાતના પક્ષપાત વગર રજુ કરું છું. પછી મોદી હોય/કોંગ્રેસ હોય કે બીજા બધા પક્ષો હોય બધાની રજુઆત હું નિષ્પક્ષ કરું છું, છતાં મને એવું લાગે છે કે કેટલાક લોકો વધારે પડતા મોદીમય થઇ ગયા છે. જો જરાપણ મોદી વીશે લખો કે જોક્સ કે કાર્ટુનો મુકો તો નારાજ થઇ જાય છે. કોગ્રેસ કે બીજા પક્ષ વીશે ખરાબ મુકો તો ખુબ જ ખુશ થાય છે. છોકરો કુંવારો હોય ત્યારે બીનજવાબદાર હોવાથી ઘરમાં કંઈ થાય તો ઉગ્ર થઇ જાય અને કહેવા લાગે કે આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ, બાપને સલાહ આપશે કે તમે નોકરીની ગુલામી શું કામ કરો છો? ધંધો કરો, શેરબજારમાં પૈસા રોકો બેંકવાળા આપણા પૈસે લહેર કરે છે. પરંતુ તે જયારે પરણે ત્યારે પોતે પણ જવાબદાર થતા તેને સાચી હકીકતનું ભાન થાય છે. આમાંથી કોઈક જ વિરલો પાકે અને સફળ થાય. ઇન્દીરા ગાંધીની જેમ મોદીને જે પ્રજાનો પ્રેમ તેમણે આપેલા વચનોને લઈને છે. ઇન્દીરા ગાંધીએ પાકિસ્તાનને યુધ્ધમાં ધૂળ ચાટતું કરી નાખ્યું એટલે પ્રજાએ તેમને પ્રચંડ બહુમતી આપી. વિરોધી એવા બાજપાઈએ કહ્યું કે તે રણચંડી છે. “ગરીબી હટાવો”નું સુત્ર ઇન્દીરા ગાંધીએ આપ્યું તેમાં નિષ્ફળ જતા પ્રજાએ તેમને ફેંકી દીધા હતા. મને મોદી અને ઇન્દીરા ગાંધીમાં સમાનતા લાગે છે. હાલમાં દેશમાં તો મોદી જ એક શક્તિશાળી નેતા લાગે છે, તેનો મતલબ એ નથી કે તે ૧૦૦% સાચા જ હોઈ શકે. રાજકારણમાં ટકવું હોય તો સાચું/જુઠું બધું કરવું પડે અને જો તે ખોટું કરતાં હોય અને બધા જ તેમની હા માં હા મિલાવતા થઇ જાય તો દેશ માટે તે વસ્તુ ખતરનાક છે. એક વાર્તામાં આવે છે તેમ સાપે કરડવું નહી જોઈએ પરંતુ તેનો મતલબ એ નથી કે ફૂંફાડા નહી મારવા જોઈએ. જોક્સ/કાર્ટુન એક અહિંસક હથિયાર છે અને તે કોઈને સરમુખત્યાર બનતા રોકી શકે છે. વધુ પડતી સ્વતંત્રતા પણ ખરાબ છે. મારા હિસાબે બીજા પચાસ વર્ષમાં અમેરિકા સામ્યવાદી દેશ અને ચીન લોકશાહી દેશ બની જાય તો નવાઈ નહી? સાચું કહું તો મને મોદી પસંદ છે, પરંતુ જોક્સ/કાર્ટુન તેમના વિરુદ્ધમાં હોય તો પણ રજુ કરવું ગમે છે. મોદીને બીજા લોકો જેવો સ્વાર્થ નથી પરંતુ તેમની આજુબાજુ મોટા ભાગના સ્વાર્થી લોકો છે. જો તે સફળ થાય તો ભારત માટે ખુબ જ સારી વાત છે, પરંતુ તેમને આવું કરતાં સત્તાનો નશો ચઢી જાય તો તે ઘણી જ ગંભીર બાબત છે. મેં જે લખ્યું તે માટે તમારા જવાબની આશા રાખું છું, કારણ કે હું પણ ખોટો હોઈ શકું!

    Like

 2. બુલેટ ટ્રેનનું સપનું તો વર્ષોથી કોંગ્રેસના રાજથી ચાલ્યું આવે છે, અને તેના સર્વે માટે બહુ મોટી રકમ પણ ખર્ચાઈ છે, નરેન્દ્ર મોદીએ તો માત્ર ગાજર સુકાઈ નજાય તેનુંજ ધ્યાન રાખવાનું છે,અને પાણી છાંટતાં રહેવાનું…. બાકી બુલેટ ટ્રેન આવે કે પછી આવતાં તો કદાચ બીજા કેટલાં વર્ષોના વર્ષો નીકળી જાય, કાંઈ કહેવાય નહીં, કારણકે તેના અલગ પાટા નાંખવા માટે જગ્યાજ નથી, અને જગ્યા માટે જો રેલ્વે ઉપરના પુલો, મકાનો અને મોટી મોટી દુકાનો કે મોલ તોડવા પડે તો અબજો નહીં પણ, ખર્વો રૂપીયા ખરચવા પડે( ખર્વમાં એકડા ઉપર કેટલા મીંડા(!!!) આવે તેતો મને પણ ખબર નથી, બાકી, કરોડમાં તો એકડા ઉપર ૭ મીંડા હોય છે, એની ખબર છે….!!!) અને આ બધી જાણકારી રેલ્વેના ઓફીસરોને અને નરેન્દ્ર મોદીને પણ ખબર છે( ગુજરાતથી મુંબઈ આવતાં હોય છે એટલે, બાકી સદાનંદ ગોવડાને ખબર ન હોય, કારણકે તેઓ મુંબઈ આવતાં હશે તો ફક્ત વિમાનથીજ આવતાં હશે….. એટલે આ બધા ગાજર છે,,,, બજેટમાં માત્ર ૫ કરોડ રાખ્યા છે…….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s