9 responses to “જિંદગી ન મિલેગી દુબારા-HALF SLEEVE MAROON SWEATER

   • ભરતભાઈ,તમારી વાત સો ટકા સાચી. હું આ બધું બ્લોગપર મુકું છું છતાં વાસ્તવીકતામાં બધું અમલમાં મુકવું અઘરું છે. આ લેખ ન હતો વાંચ્યો છતાં મેં ૪૫ વર્ષની ઉંમર પછી એકદમ લહેરથી જીવવાનું શરુ કર્યું હતું. ફર્સ્ટક્લાસ/કે એ.સી.માં જ ફેમીલી જોડે જવાનું. પૈસાની સગવડ પ્રમાણે કોઈપણ જાતની તકલીફ નહી ભોગવવાની. કારણ કે આખી જિંદગી મજુરી કરીએ તો ભોગવવાનું ક્યારે? આપણા પૌત્રો/પૌત્રીઓને આપણી બચતની કોઈ કિંમત નહી હોય, કારણ કે આપણી બચતની કિંમત મોંઘવારી સામે કંઈ જ નહી હોય. ભાવી પેઢીની ચિંતામાં આપણી પાસે ૪૫ થી ૬૦ સુધી જે વર્ષો બચ્યા તેમાં જે આનંદ માણી શકાય તે માણી લેવો. પછી તો શરીર સાથ નહી આપે, તમારી પણ મનોશક્તિ પ્રબળ નહી હોય અને બીજા તમારા ખાસ મિત્રોથી પણ તમે દુર થઇ જાંવ તો ઘણા ઉપર પહોંચી ગયા હોય અથવા તમારી મારી જેમ પરદેશમાં ફેમીલી સાથે પહોંચી ગયા હોઈએ. હું આજે પણ ઇન્ડિયા જાઉં તો અમે ૨૦/૨૫ એક જ કંપનીમાં સાથે નોકરી કરતાં મિત્રો ૨૫ વર્ષ પછી પણ એક દિવસ સાથે ભેગા મળીને હોટલમાં જઈએ છીએ. બધો આધાર તમારા પર છે. તમને નવાઈ લાગશે કે ઇન્ડીયામાં રહેતાં મિત્રોને એક બીજાની ખબર નથી હોતી એટલે એ લોકો મને અમેરિકામાં બીજા ઇન્ડિયાના મિત્રોની ખબર પૂછે છે! હું નિયમિત સગાસબંધી, મિત્રોને ફોન કરતો રહું છું. ઘણીવાર કોઈ વાચક ફોન નંબર લખે તો તેમને પણ અવશ્ય એકવાર ફોન કરું છું. કારણ, “જિંદગી ના મિલેગી દોબારા!”

    Like

 1. શ્રી વિપુલભાઈ , ભગવાને જ્યારે પેલા વિકૃત શરીર વાલા બાળકને ઘડ્યો હશે ત્યારે શું તેઓ ઝોકું
  ખાઈ ગયા હશે ! વાહ, કુદરત તારી કમાલની છે કરામત . જોડકા બાળકો જન્મે છે ત્યારે પણ કેવું
  એક બીજાને ચોટેલા શરીરથી પણ દૈનિક બધી ક્રિયાઓ આવા કમનશીબ માણસો કરતા જોવામાં આવે છે .
  માતા પિતાની કોઈ ભૂલનું પણ આ પરિણામ હોઈ શકે .

  Like

 2. શ્રી વિપુલભાઈ,

  તમારી વાત સાચી છે તે ૧૦૦% કહું કે વધારે ટકા, (તમે તમારી મેળેજ ઉમેરી લેશો), મારાથી કદાચ ઓછા પણ લખાઈ જાય…!!!! આ જનમમાં આપણી પાસે જે પૈસો છે તે આપણે સગવડ પ્રમાણે વાપરીજ નાંખો… આપણા સંતાનોને માટે રાખશો, તો પણ, વખત આવ્યે તેઓ તમને રાખશેજ એવી ગેરંટી નથી, અને આપ્ણી ત્રીજી પેઢીને માટે તો આપણે સાવ TRASH CAN જ રહેવાના…..

  બહુ સરસ લેખ છે…અહી આપણે કોઈને પણ ૧૦-૨૦ ડોલર GIFT કે TIP આપી દેતાં હોઈએ છીએ, તો ભારતમાં કોઈ જરૂરિયાતવાળાને ૧૦૦૦-૧૫૦૦ રૂપિયા (જે ૧૫ થી ૨૫ ડોલરજ થાય) આપશો તો પણ તમારી વાહ વાહ કરશે…!!! જ્યારે અહીં કોઈને વિસાતમાં નહીં રહે…!!!

  Like

  • મનસુખભાઈ, તમે જે ૨૦/૨૫ ડોલરની વાત કરી તો એક વખત એક ગરીબ પિતા વગરની પછાત વર્ગની છોકરીની સ્કુલ ફી માટે મેં મારા બ્લોગપર અપીલ કરી હતી. તમે મદદ કરી હતી અને એમણે બે/ત્રણ વરસ માંગ્યા ત્યાં સુધી મેં મદદ કરી હતી. બની શકે કે બ્લોગ વાંચનારા બધાની પરીસ્થીતી સરખી ના હોઈ શકે. પરંતુ હું એવા પણ લોકોને જાણું છું કે જેમની એક પૈસો સોસીયલ સીક્યુરીટી કપાઈ નથી, સરકાર તરફથી ૫૦૦/૭૦૦ ડોલર મફતનું પેન્શન લેવાનું(ભારતમાં કોઈ મિલકત/આવક નથી એવું બતાવીને પૈસા લેવાના/ભારતમાં પેન્શન મળે તે જુદું) અને છોકરાને ઘરે મફત ખાવાપીવાનું/રહેવાનું, એક પૈસાનો ખરચો નહી છતાં એક પૈસાની મદદ કોઈએ કરી નહી.( કદાચ એકાદ બે જાણ બીજે કરતાં હોય તો માફી ચાહું છું), બ્લોગપર ખુબ જ ઉચ્ચ કક્ષાની/ઉચ્ચ વિચારોની વાતો લખવાની. આ બધું મને લાગે છે તમે જન્મો ત્યારથી જ તમારા જીન્સમાં આવતું હશે. મારામાં પણ ઘણા અવગુણો છે અને હું ઘણીવાર વિચારું છું કે આવા અવગુણો કે વિચારો મને જ કેમ આવે છે? ખુબ જ પ્રયત્નો કરો ત્યારે થોડી થોડી રાહત થાય છે અને જિંદગી પૂરી થશે ત્યારે જ સંપૂર્ણ રાહત થશે. સારા વિચારો તો ખુબ જ આવે પરંતુ અમલમાં મુકવા સહેલા નથી. એ જો એટલું સહેલું હોત તો દુનીયામાં “રામરાજ્ય” હોત, આવા લેખોની જરૂર શું કામ પડતે? બધું નિર્ધારિત છે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s