જમાનાની તાસીર-UGLY INDIAN

જમાનાની તાસીર

.

UGLY INDIAN

સામાન્ય રીતે હું બે ત્રણ વિડીયો સામટા નથી મુકતો પરંતુ બેંગલોરના હીરોના આ વિડીયો જોઈને ખરેખર આંખો ભરાઈ ગઇ અને બધા વિડીયો સાથે મુકું છું. ભારતના દરેક શહેરમાં આ વસ્તુ હકીકત બની શકે અને તેને માટે લગન જોઈએ. આજે ભાજપના મોદી, કોંગ્રેસના રાહુલ, આપના કેજરીવાલ કે બીજા બધા પક્ષોના નેતાઓ જે રીતે ભારતની પ્રજાને ઉલ્લુ બનાવવા માટે જાત જાતના અખતરા કરે છે તેની જગ્યાએ દેશ સેવાની કે દેશના લોકોની ખરેખર પડી હોય તો આ બેંગલોરના હીરોનો દાખલો લે અને સત્તાની લાલસા વગર પોતાની જાતને આવી સેવામાં સમર્પિત કરી દે. કોઈપણ જાતની હોહા વગર ભિખારીથી માંડીને કંપનીઓના ઉચ્ચ અધિકારીઓએ જે કમાલ બતાવી છે તેને ભારતનો દરેક નાગરિક નતમસ્તક વંદન કરશે.

UGLY INDIAN-1

.

UGLY INDIAN-2

.

UGLY INDIAN-3


.

UGLY INDIAN-4


.

સિંહો કેવા ડર વિના ફરે છે

.

Advertisements

7 responses to “જમાનાની તાસીર-UGLY INDIAN

 1. ભારતના ઘણા શહેરો -ગામોની ગંદગી જોઇને પરદેશીઓ નાક દબાવીને ચાલતા જોયા છે .
  દેશ માટે એક શરમની વાત છે .આવા એકલદોકલ માણસોથી ભલે બધે ગંદગી દુર ન થાય
  પણ સરકારની આશા રાખ્યા વિના આ વિડીયોમાં બતાવ્યું છે એમ નાગરીકો પ્રયત્નો કરે તો
  ઘણો પડે .આવા સેવકોને સલામ .

  Like

 2. સિંહો કપાઈ ગયા અને કચડાઈ ગયા, તે બહુ કમનસીબી કહેવાય..!!!, અને એ કમનસીબી માત્ર “ગુજરાત”નીજ નહીં, આખા દેશની પણ કહી શકાય….સિંહ એકલું “ગુજરાત”નુંજ નથી, એ આખા દેશનું પણ છે….પણ એમાં પણ “નમો”નો હાથ,,,???એ કામ ખરેખર તો પોલીસનું અને સ્થાનીક લોકોનું છે…બાકી તો મુંબઈમાં લોકલ ટ્રેનમાંથી પડી જતાં, થાંભલા સાથે ભટકાતા કે પાટા ક્રોસ કરવા જતાં, દરરોજના ૧૦ લેખે , આખા વરસમાં લગભગ ૩,૦૦૦, ત્રણ હજારથી પણ વધારે લોકો, માત્ર મુંબઈની લોકલ ટ્રેનમાંજ દરેક વરસમાં આટલા લોકો મરે છે પણ, તો પણ કોઈના પેટનું પાણ્રી નથી હાલતું તો પછી, આવા “બીચારા” સિંહોનું તો કોણ સાંભળશે….!!!! આમાં તો “નમો” હોય કે “અખિલેશ-મુલાયમ-રાહુલ-સોનિયા-મનમોહન-માયાવતી” કે પછી કોઈ પણ હોય…..બાકી સીંહોનું રક્ષણ કરવાનું જેમનું કામ છે તેઓજ લબાડ નીકળે તો પણ શું કરી શકાય…મુંબઈમાં ૨ દિવસ બસની હડતાલ પડી, હાઈકોર્ટે કર્મચારીઓને કામ પર ચઢી જવાનો હુકમ કર્યો તો પણ “યુનિયન લીડરે” ન સાંભળીને મનમાની કરી, તો આવામાં પણ શું કરી શકાય……ઓછું કામ કરીને માત્ર પગારનીજ આશા રાખનાર યુનિયનના સભ્યોને સરકાર પણ કાંઈ બોલી નથી શકતી…..
  અને ધારોકે “નમો”ને બદલે કોંગ્રેસ આવશે તો સું સિંહો હોય કે બીજા પ્રાણી હોય કે માણસો હોય, અકસ્માત અટકવાના છે..???
  વીડિયો ખરેખર સરસ છે…..

  Like

  • મનસુખભાઈ,
   મેં તો બે દિવસ પહેલા જ અખિલેશને જે મૂછોના વળ લઈને મોદી સાહેબે ચેલેન્જ કરી હતી કે આવીને ગુજરાતમાં સિંહોને જોઈ જાંવ, એને લઈને આ કાર્ટુન કોઈએ મોકલ્યું તે મુક્યું. તમારા કહેવા પ્રમાણે તો પાકિસ્તાનીઓ આપણા સૈનિકોના માથા વાઢી ગયા એ લશ્કરે જોવાનું એમાં મનમોહન શું કરે એવું થયું? તો પછી દરેક બાબતમાં આ બધા રાજકીય નેતાઓને બીજાના ખભાપર બંદુક મુકીને મારવાની હોય અને એમની કોઈ જવાબદારી ના હોય તો ખુબ જ અંધાધૂંધી ફેલાઈ જાય. સહારાવાળા અત્યારે જેલમાં છે તે પણ એમ જ કહેશે કે મારા હાથ નીચે કામ કરતાં અધિકારીઓની જવાબદારી ગણાય, માટે એમને સજા કરો. સાચું કહું તો આજ કારણે આજે ગુજરાતમાં અછોડા તોડવાના, શુટ કરવાના અને ચોરીના બનાવો છેલ્લા છ મહિનામાં બીજા રાજ્યો કરતાં ખુબ જ વધી ગયા છે, પોલીસો પણ કોઈ જાતની જવાબદારી નથી લેવા માંગતા. પોલીસો શું કામ કોઈપણ સરકારી અધિકારી જવાબદારી લેવા નથી માંગતા. આ હાલત આખા દેશની છે. બધા “Passing the buck” ની રીત અપનાવી રહ્યા છે. લાલબહાદુર શાસ્ત્રી જેવા પણ આવું જ કહી શક્યા હોત, પરંતુ તેમણે પોતાની જવાબદારી છે કહીને રાજીનામું આપ્યું હતું. આજે તો બધા જ પક્ષના બધા જ નેતાઓ જે વાણીવિલાસ કરે છે તે બોલવું સહેલું છે (જેમાં અરવિંદ કેજરીવાલ,મોદી,રાહુલ,સોનિયા,મુલાયમ બધા જ નેતાઓ આવી જાય), પણ કરવું અઘરું છે. બધા એમ માને છે કે મોદી આવે તો પાકિસ્તાન/ચીનને સીધું દોર કરી દેશે, પણ એ વાત બોલવા જેટલી સહેલી નથી. કોંગ્રેસ તો કોઈ કાલે સત્તાપર આવવાની નથી અને જે કોઈ આવશે તે કહેશે કે કોંગ્રેસે તિજોરી ખાલી કરી નાખી એટલે અમે આપેલા વચનો પુરા કરી નથી શકતા. એમને અત્યારે ખબર છે તો શું કરવા આગમાં કુદી પડવા માંગે છે. બધા એક બીજાના મોઢામાં થૂકે એવા છે.

   Like

 3. તમારી વાત એકદમ સત્ય છે અને બધા એ માને પણ છે કે મોદી આવે કે કોઈ પણ આવે, દેશનું કે લોકોનું કાંઈ ભલું થવાનું નથી. આજે પણ આ લોકો ચુંટણીના ભાષણો કરે છે તેમાં દેશનો કોઈ પ્રશ્ન તો લેતાંજ નથી, એકબીજાના બોલ્યા ઉપરજ કાદવ ઉછાળ્યા કરે છે, તો ચુંટાઈને આવ્યા પછી તમે કહો છો તેમ કોઈ પણ દેશનું ભલું નહીં કરે પણ, તેમનુ પોતાનું “ભવિષ્ય અચોક્કસ કે અંધારમય”હોવાથી જેટલું લુંટાય તેટલું લુંટવાનોજ પ્રયાસ કરશે…. આમાંકાળુ નાણું કે સ્વીસ બેંકમાંથી પૈસા પાછા લાવવા તો ભુલાઈ જશે, ઉલ્ટાના નવા પૈસા તેમાં જમા થતા રહેશે….!!! બાકી તો મોદીનું ગુજરાતમાં પણ એટલું બધું કાંઈ ચાલતું નથી, તો દેશમાં ક્યાં ક્યાં ચાલવાનું કે તેમની પાર્ટીનાજ લોકો ક્યાં કોઇ ચલાવવા દેશે…??? મોદીએ ગુજરાતમાંથી કોઈ ટેક્ષમાં માફી આપી નથી કે કોઈ ટેક્ષ ઓછા નથી કર્યાં તો દેશમાંથી શું ઓછા કરવાના….બાકી ભારતમાં તો યુનિયનના જમાનામાં સરકાર કોઈનીપણ હોય, કોઈનું ચાલવાનું નથી,,,, કોર્ટને પણ આ યુનિયનવાળા ધોળીને પી જાય છે. એટલે તો મની અને મસલ પાવરવાળા યુનિયનની સામે તો બધી સરકાર આંખ આડા કાન કરે છે….એમાં તો સરકારી નોકરો કોઈને પણ ગાંઠતાં નથી…..

  Like

 4. **જમાનાની તાસીર——“અમુક “વિચારવા જેવા…
  **વિડીઓ નં- 1થી4–સરસ.
  **સિહોનું મરણ–સહુના માટે તમાશો.!

  Like

 5. Gadanki hoy to svachhatani kimat samjay>>
  Accident is part of life every where, Lion dies and many a times they are trying to save lions fron accident also.

  Like

 6. Lions are proud animals of India and must get maximum protection from all sort of dangers. We must change our daily habits to make our living environment beautiful and safe. We must act rather than comment.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s