8 responses to “એમના વાક્યો જ જોક્સ જેવા છે-श्री कृष्ण और अर्जुन महाभारत

 1. તમારું મનમોહન વાળું કાર્ટૂન સમજાયું નહિ.મોદી ને તમે પીંએમ બનાવી દીધા અ તો જાણે ઠીક છે પણ રાહુલ અને કેજરીવાલ અને ખુદ મનમોહન મોદી ની ખુશામત કરતા દેખાડી ને તમે સુ કેહવા માંગો છો?કાર્ટૂન સમજાવવા વિનંતી

  Like

  • જેમ રાજ-મહારાજાઓ દરબાર ભરીને વાહ વાહ જ સાંભળતા હતા અને તેમણે રાજપાટ ગુમાવ્યા તેમ મોદી વધારે પડતા તાનમાં આવી ગયા છે. પોતાના લશ્કરમાં દુશ્મનોના સૈનિકોની ભરતી કરવા માંડ્યા છે. ઓપીનીયન પોલ પ્રમાણે મોદીનો ગ્રાફ નીચો જઈ રહ્યો છે એટલે રાહુલ અને કેજરીવાલે ધીમે ધીમે (હાથ પગ દબાવતા દબાવતા મોદીનું ગળું ક્યારે પકડી લે તે મોદીને ખબર પણ નહીં પડે, કારણ કે ઇતિહાસ સાક્ષી છે કે અભિમાનમાં જ બધા લોકોનું પતન થયું છે) મોદી પર પંજો સિકંજવા માંડ્યો છે. આ તો સસલા અને કાચબાની વાર્તા જેવું છે, જોઈએ આગળ શું થાય છેં? માણસ જયારે પોતાને વધારે પડતો હોશિયાર માને અને બીજાને બુદ્ધુ માને ત્યારે તે મેળવવાની જગ્યાએ ગુમાવી રહ્યો હોય છે. જાનવર શિકાર કરે ત્યારે ઘોંઘાટ કર્યા વગર ચુપકીથી હુમલો કરે છે. કેજરીવાલની પણ એજ દશા છે. મને એવું લાગે છે કે કોંગ્રેસ ફોર્મ ભરાઈ ગયા પછી મોદીની “જાસુસી”ની કે બીજી કોઈ વિડીયો કદાચ બહાર પાડે? મોદી અને કોંગ્રેસ બંનેને ઉદ્યોગપતિઓનો જોરદાર સપોર્ટ છે. આ ઉદ્યોગપતિઓ બંને બાજુએ ઢોલકી વગાડે છે. એ તો એમના સ્ટેટમેન્ટ્સ પરથી ખ્યાલ આવી જાય. રાડીયાની ટેપમાં મુકેશે કહ્યું કે કોંગ્રેસ મારા ખીસામાં છે એવું જ એ લોકો મોદી/ભાજપા વીશે પણ કહેતા હશે. આપણી પાસે વિપ્રોવાળા આઝીમ પ્રેમજી જેવા જવલેજ મળે તેવા થોડા દેશપ્રેમી ઉદ્યોગપતિઓ છે કે જેમણે પોતાની ૫૦% મિલકત દાનમાં આપી. એક જ દાખલો પુરતો છે મુકેશે આઈ.પી.એલ.મા પોતાની ટીમ બનાવી ( એમની સખાવતોના આંકડા જોઈ લેજો) અને અદાણીએ મોદી માટે(ગુજરાત માટે) આઈપીએલની એક ટીમની હરાજીમાં પૈસાની બોલી બોલવામાં પાછીપાની કરી.
   “પૈસો મારો પરમેશ્વર, બૈરી મારો ગુરુ,
   છોકરા છૈયા શાલીગ્રામ, સેવા કોની કરું?”
   આવો આપણા મોટાભાગના ગુજરાતી ઉદ્યોગપતિઓનો વ્યહવાર છે.

   Like

 2. **(પહેલી અને ત્રીજી પોસ્ટ્સ માટે) વિપુલભાઈ,લોકશાહીને સલામ કરવાની ઈચ્છા નથી થતી ? આજે આપણે સહુ મિત્રો કોઈને કોઈ બહાને ટીખળ તો કરી શકીએ છીએ !
  **(બીજી પોસ્ટ) श्रीकृष्ण उवाच -नहि ज्ञानेन सदृशम् पवित्रमिह विध्यते।

  Like

  • પહેલી વાત તો એ કે સલામ નહી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા જોઈએ. કારણ કે આપણે ત્યાં લોકોએ સરમુખત્યારશાહી જોઈ નથી એટલે લોકોને લોકશાહીની કિંમત નથી. હું ઈરાક-ઈરાનના યુદ્ધ વખતે ત્રણ વર્ષ ઈરાકમાં હતો. ત્યારે થતું કે લોકશાહી શું છે. તમારે યુધ્ધના સમાચાર બી.બી.સી.પર સાંભળવા હોઉં તો રૂમ બંધ કરીને કાનપર ટ્રાન્ઝીષ્ટર મુકીને સાંભળવાના અને પકડાયા તો જેલમાં ને તમે ક્યાં છો તેની કોઈને ખબર પણ નહી પડે અને પૂછી પણ નહી શકે. અમેરિકામાં પણ આપણા જેટલી લોકશાહી નથી. પોલીસ તમને વધુ સ્પીડમાં પકડે તો તમારે તરત ગાડી સાઈડ પર લઈ જવાની. તમારાથી તમારી કારનો ગ્લાસ પણ એ કહે નહી ત્યાં સુધી ખોલાય નહી. આપણે ત્યાં લોકો લોકશાહીનો ગેરલાભ લે છે. આજ લોકો ઇમરજન્સી વખત કેવા ગરીબડી ગાય જેવા થઇ ગયા હતા તે તો ઘણાએ નજરે જોયું જ હશે.

   Like

   • આપની પાસે અલગ અલગ દેશનો બહોળો અનુભવ છે એ જાણીને આનંદ થયો..બંદા તો ભારતની બહાર ખાસ ગયા નથી એટલે બીજે શું પરિ સ્તિથી છે એ ન સમજાય.

    Like

   • આ તો લગ્ન નહી કર્યા પણ જાનમાં તો ગયા જ હશો જેવું છે. તમે તો હોશિયાર છો એટલે હવે ટી.વી./ન્યુઝ પેપર/ગુગલ જેવી વસ્તુઓના સહારે બધું જોઈ અને જાણી શકાય.

    Like

 3. અને કેજરીવાલે Chief Minister પદ પણ છોડ્યું પણ પ્રથમ પ્રયાસે! તેણે એ પદની ગરિમા પણ સાચવી નહિ; અને ધરણા કરવા માંડ્યા! તેના પક્ષના સભ્યો પણ ગુમાનમાં આવી ગયા, જેને તે સાચવી પણ ના શક્યો!

  Income Tax Deptt માં કામ કરતી વેળા તેણે કેટલા રાજકારણીઓની અને ઉદ્યોગપતિઓની ફાઈલો ખોલી? હવે શાના નાટક છે?

  Like

  • એકલા કેજરીવાલની શું કરવા વાતો કરવી બીજા બધા જ પક્ષના નેતાઓ પણ ભારતને બોડી બામણીનું ખેતર સમજીને ઝૂડી રહ્યા છેં અને અભણ તો ઠીક પણ ભણેલા ગણેલા લોકોને પણ આ બધા મોટા નેતાઓ મોટા મોટા ભાષણો કરીને ભોળવી રહ્યા છે અને એ લોકો ભોળવાઈ જાય છે. ખરું સત્ય તો આ ચુંટણી પછી બહાર આવશે. કેજરીવાલની કોઈ પી.એમ.બનવાની કોઈ શક્યતા નથી તો બીજા રાહુલ,મોદી,
   જયલલિતા,પટનાયક,મુલાયમ જેવા બધા નેતાઓ જે વચનો આપે છે તેમાંથી કેટલા પાળે છે તે જોવું રહ્યું. વેઈટ એન્ડ વોચ!

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s