ભગવાને એક ગધેડાનું સર્જન કર્યું-GOOD PEOPLE

ભગવાને એક ગધેડાનું સર્જન કર્યું
.

GOOD PEOPLE

આપણે પોતે સકારાત્મક વિચારો નહીં ધરાવતા હોઈએ તો આપણને આખી દુનીયા સ્વાર્થી જ લાગે છે. મારે કેટલા ટકા? દુનીયા ખુબ જ સુંદર માણસોથી ભરેલી છે. તમારી આંખને જોતા આવડવું જોઈએ. તમે પણ ખુબ જ સરસ માણસ છો, તમે પણ કોઈ સગાસબંધી માટે હાથ લંબાવતા હશો…જરા હાથ વધારે લંબાવી જોજો…લોકોની આંખમાં પાણી આવી જશે અને ઉપરવાળો તમારા માટે સુખનો ખજાનો ખુલ્લો મૂકી દેશે. નાલાયક રાજકીય નેતાઓની પંચાતમાં ટાઈમ શું કામ બગાડો છો? એ લોકો એમના સ્વાર્થ માટે જ બધું બોલે છે, તમને તો ઓળખાતા પણ નથી. એના કરતાં આ વિડીયો જોઈને રોજ કોઈ એક સારું કામ કરવાનું વિચારો, ઉપરવાળો તમારી તકલીફોમાં તમને મદદ કરશે.


.

man in the queue – Resized

.

9 responses to “ભગવાને એક ગધેડાનું સર્જન કર્યું-GOOD PEOPLE

 1. ‘રોજ કોઈ એક સારું કામ કરવાનું વિચારો’ ….. બસ, આટલું જ આપણાથી થતું નથી. કેટલીક વાર કરવા જઈએ તો અન્ય તરફથી ‘સુરતી’માં સાંભળવું પડે છે.
  આજની ક્લીપીંગ ખુબ ગમી.

  Like

  • જગદીશભાઈ, તમારી વાત સાચી છે. આજે જ મેં જોયું તો ગાર્બેજ રૂમની બહાર બે મોટા કાર્ટુન ઉડીને રોડ પર પડ્યા હતા. મારી ગાડી તેના પરથી ફરી ગઇ અને પાર્ક કરી. બહાર પડેલા કાર્ટુનો જોઈને મને થયું હું શું કરું? એ તો કોમ્પ્લેક્ષવાળાનું કામ છે. મારે શું? પછી આજનો વિડીયો યાદ આવ્યો અને બંને કાર્ટુનો ઉચકીને રૂમમાં મૂકી આવ્યો. એજ રીતે સ્નોના એટલા મોટા ઢગલા હતા કે પાર્કિંગમાં જવા નાના નાના છોકારાઓથી ઘરડા લોકો ઉપર થઈને જતા હતા. બે દિવસ મારે શું? એમાં કાઢ્યા અને એક દિવસ માઈનસ ૭ ડીગ્રીમાં મારે શું કરતાં કરતાં પાવડાથી એક ફૂટનો રસ્તો સ્નોમાં ખોદી નાખ્યો. એટલે સ્વાભાવિક મન તો હંમેશા એમાં મારે શું? મેં કંઈ ઠેકો લીધો છે? ઘણા પ્રશ્નો ઉભા થાય અને મોટે ભાગે આપણે અંદરના મોટા પાપી અવાજને માન આપીએ છીએ. અંદરથી એક ધીમો પવિત્ર અવાજ સારું કરવા કહે છે પણ પેલો મોટો પાપી અવાજ ગાંઠતો નથી.

   Like

 2. દરેક મનુષ્ય બે મન રહેલા છે. જે સારું પણ વિચારે છે અને ખરાબ પણ વિચારે છે.દરેક સારું કામ કર​વાનું વિચારે છે ત્યારે તેને બીજા શું કહેશે?, બીજા શું વિચારશે? એ દ્વિધામાં હોય છે એટલે તેનું મન કામ કરતાં અટકાવે છે. પણ સારું કામ કર​વામાં કોઇ નીચાપણું નથી.જો એનાથી કોઇને મદદ મળતી હોય, કોઇના હિતમાં હોય,અને એ કામ કર્યાનો આપણને આનંદ મળતો હોય​.

  Like

 3. વિપુલભાઈ, આ ગુડ પીપલવાળો તેમજ લાઈનવાળો અનુક્રમે વિડીઓ તેમજ ફોટો ભારતમાં બતાવવાનો તમને અર્થ લાગે છે ખરો..?–જસ્ટ જોકિંગ.!

  Like

  • ધીરેનભાઈ, તમારી સાથે એ બાબતમાં હું જરાપણ સંમત નથી. જયારે તમારી આજુબાજુમાં કોઈને તકલીફ ઉભી થાય તો આજુબાજુના બધા લોકો રાત્રે બે વાગે ભેગા થઇ જાય, જો કોઈ અકસ્માત થાય તો લોકો મદદ કરવા દોડી જાય, તમે બીજે ગામ ગયા હો અને કોઈને એડ્રેસ પૂછો તો નાનો છોકરો તમને તેના ઘર સુધી પહોચાડી દેશે, કોઈની ગાડી બગડી જાય તો ચાર જણા ધક્કો મારી દેશે. આજ વસ્તુઓ વિદેશમાં તદ્દન અસંભવ છે. હકીકતમાં કોઈ એક ખરાબ બનાવ બને તો આખું ગામ જાણે પણ ૯૯ સારા બનાવને કોઈ ગણતરીમાં નથી લેતું. મેં તો ભારતમાં ઘણીવાર લોકોને આ રીતે મદદ કરતાં જોયા છે અને ખાસ કરીને જે યુવાનો છે તે આ બધું કરે છે….મારા ખરેખર નવયુવાનોને સલામ! જોવાની દ્રષ્ટીનો ફર્ક છે. આપણે શા માટે આપણી ખરાબબાજુઓની ટીકા કરીએ છીએ અને સારી બાજુને વખાણતા નથી. આપણે જે સંસ્કૃતિની વાતો કરીએ છીએ એ આજ વસ્તુ છે.

   Like

 4. Hmm it appears like your website ate my first comment (it was
  super long) so I guess I’ll just sum it up what I had written and say,
  I’m thoroughly enjoying your blog. I too am an aspiring blog blogger but I’m still new to everything.
  Do you have any tips for beginner blog writers? I’d certainly appreciate it.

  Like

  • First decide what you want to do. Take a paper and note down everything, collect material. Once you have enough stuff make your blog and published it. Visit other blogs and always put your blog name below your name. Try to email as many things as you can and make a big friend circle, so your email will go to many people and you can divert traffic to your blog.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s