લગ્ન પછી ઉદભવેલું જ્ઞાન!-પતી-પત્ની અને છોકરો

લગ્ન કર્યા પછી ઉદભવેલું જ્ઞાન!

.

પતી-પત્ની અને છોકરો:

પતી અને પત્ની બંને કામ કરતાં હોય અને એક બાળક હોય તો કેવી તકલીફો થાય છે તે આ વિડીયોમાં ખુબ જ સારી રીતે બતાવવામાં આવ્યું છે. અમેરિકામાં મેં જોયું કે જે મોટાભાગના વર્ષો પહેલા આવેલા લોકોને સારી એવી સોસીયલ સીક્યુરીટી મળતી હોય, નોકરીમાં સારી કમાણી કરી બચત કરી હોય, ઘર બનાવી દીધું હોય એવા લોકો ગ્રાંડ કિડ્સ સાથે રહેવા કરતાં સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે. જયારે મન થાય ત્યારે ગ્રાંડ કિડ્સને જોઈ આવવાના. અમેરિકાની અસર થાય તો ખરીને મારા ભાઈ! ગ્રાંડ કિડ્સ માટે ભોગ આપવાની ભાવના જ મરી ગઇ હોય છે.


.

c0961 – Resized

.

5 responses to “લગ્ન પછી ઉદભવેલું જ્ઞાન!-પતી-પત્ની અને છોકરો

 1. Bhai………Jay Shree Krushna…… me mara Fb. dosto ni Time line par aapni aa Line share kari chhe……..ane temne kevi rite Invite karu aama?? kem ke mane temna Email nathi khabar……. Jay Hind!!

  Like

 2. સરસ જોક્સ
  વિડીયો પણ મજાનો અને પ્રેરક સંદેશ આપતો છે – અમૂલની જાહેરાત કરવાની કેવી છે આ તરકીબ !

  Like

 3. Dear Vipulbhai,
  I am in Canada. What do I know is that it is not true that grandparents do not want to stay with grand kids. Son and daughter-in-law do not want grand parents to stay with them and cause hardships for grand parents. So grand parents reluctantly have to stay independanly or in retirement homes. So, your message is adverse to the real situation.
  Regards,

  Like

  • સ્નેહી પ્રિયવદનભાઈ,
   મેં લખ્યું હતું કે “મોટાભાગના વર્ષો પહેલા આવેલા લોકો” નહી કે બધા અને પાછળથી આવેલા લોકો. જે લોકો પાછળથી આવ્યા છે તેમને તમે કહ્યું તેમ કદાચ પ્રોબ્લેમ થતા હશે. તમારી વાત પણ સાચી હશે, કારણ કે આ બાબતમાં ઘણી વખત તમે એવા જ દાખલાઓ જોયા હોય કે જ્યાં યુવાનો માં-બાપ સાથે નહી રહેવા માંગતા હોય તો મેં બીજી બાજુના દાખલા વધારે જોયા હશે. બીજું કે આવનાર છોકરીનો સ્વભાવ અને માં-બાપનો સ્વભાવ વગેરે ઘણી બધી બાબતો છે કે જે પ્લસ માઈનસ થઇ શકે. અમેરિકામાં તો જો તમે દસ વરસ નોકરી નહી કરી હોય તો સરકાર કશું નહી આપે અને છોકરા જન્મે તો એક પૈસો પણ નહી મળે. એટલે બંને પક્ષો અમેરિકામાં એકબીજાને એડજસ્ટ કરવાની કોશીશ કરે. જે લોકોને સારી એવી સોસીયલ સીક્યુરીટી મળે છે તે લોકો એવું કહેતા સાંભળવા મળે છે કે “અમે આખી જિંદગી છોકરા ઉધાર્યા અને મહેનત કરી, તો હવે શું કામ આવી લપ જોઈએ?”. ખાસ કરીને સ્ત્રી વર્ગ. પુરુષોની ઈચ્છા સાથે રહેવાની ખરી. જો તમારા કહ્યા પ્રમાણે ગ્રાંડ પેરન્ટને ઈન્ડીપેન્ડન્ટ કે રીટાયર હોમમાં રહેવું પડતું હોય તો તેમને જે પેન્શન મળે તેમાં રાજાશાહીથી ઇન્ડીયામાં રહી શકાય. પરંતુ તેમ મોટેભાગે લોકો નથી કરવા માંગતા. ટૂંકમાં બંને પક્ષોના સ્વભાવ, સંસ્કાર એકબીજાને જરૂર હોય કે ના હોય પણ એડજસ્ટ કરવાની ભાવના એવા ઘણા પરિબળો કામ કરે છે. મેં કહ્યું તે કદાચ સાચું ના પણ હોઈ શકે, હું ખાસ કરીને એવા યુવાનોની વાત કરું છું કે જેમને બેબીસીટીંગ પોષાતું ન હોય, ઓછો પગાર હોય તેવા લોકો ઈચ્છે છે કે માબાપ સાથે રહે તો ઘણું સારું. જયારે ખુબ જ સારો પગાર મેળવતા અને વેલસેટ યુવાનો પોતાની જાતને, પોતાના સ્ટેટસને વધારે મહત્વ આપતા હોય તેવા લોકો માં-બાપને બોજારૂપ સમજે છે. છોકરાની વાઈફ પર ઘણો જ આધાર રહે છે. એક છેલ્લું વાક્ય માં-બાપ માટે ” જેવી અપેક્ષા આપણે આપણા છોકરાઓ પાસે રાખીએ છીએ તે રીતે આપણે આપણા માં-બાપને સારી રીતે રાખ્યા હતા કે રાખી શક્યા હતા? પછી સંજોગો ભલેને ગમે તેવા હોય.” કદાચ કોઈ માં-બાપ આમાં કમનશીબ હોઈ પણ શકે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s