FROZEN NIAGRA FALLS-STREET FOODS INTERNATIONAL

FOR PPS CLICK BELOW LINK:

FROZEN NIAGRA FALLS

FOR PDF CLICK FOLLOWING LINK:

FROZEN NIAGRA FALLS

.

STREET FOODS INTERNATIONAL


.

धोनी-शर्मा ना

.

મોદી સાહેબ જેવા છ કરોડના ધણી આજે ૧૨૫ સો કરોડના ધણી થવા માંગે છે. જો જો દિલ્હીની ગાદી લેતા ગાંધીનગરની ગાદી નહી ગુમાવી બેશો. મોદી સાહેબ લોકપ્રિય છે એમાં કોઈ શક નથી, પરંતુ સત્તાનો નશો ખરાબ છે. અમદાવાદ જેવા શહેરમાં છેલ્લા બે ત્રણ મહિનામાં બનેલા બનાવો ખરેખર ચેતવણીની ઘંટી છે. ગુજરાત તો આજે બોડી બામણીનું ખેતર થઇ ગયું છે. કોઈપણ રાજ્યના લોકો અહી લુંટ કરીને ભાગી જાય છે. મોદી સાહેબ, તમે હાજર નહી હો તો તમારા અનુંયાયો શું કરી શકે છે તેનો આ નમુનો છે. છેલ્લા છ મહિનામાં ખુન, બળાત્કાર, ચોરી, અછોડા તુટવાના બનાવોમાં કદાચ ગુજરાતનો આખા ભારતમાં પહેલો નંબર આવે એમ છે. સત્ય કડવું છે છતાં કહેવું પડે કે જો ચેતી નથી જાવ તો કદાચ ભાજપા “ગુજરાત”ની ગાદી પણ ગુમાવશે. ઘોડો નાસી ગયા પછી તબેલાને તાળું મારવાનો કોઈ અર્થ નથી.

હાલમાં જ એક જ્વેલર્સને ધોળે દિવસે ગોળીબાર કરીને મારી નાખીને લુંટી લીધો. એવા અસંખ્ય બનાવો છે જેમાંના ઘણા પોલીસ ફરિયાદ નથી લેતી કારણ કે ગુન્હાઓનો આંકડો વધી જાય.

અમદાવાદ કેટલું સલામત છે
.

10 responses to “FROZEN NIAGRA FALLS-STREET FOODS INTERNATIONAL

  • હિમાંશુભાઈ, તમારી વાત સાચી છે, તે ગુજરાત પુરતી. આજે ગુજરાતમાં મોદી અને શંકરસિંહ વાઘેલા બે જ શક્તીશાળી નેતાઓ છે. શંકરસિંહને કોઈ પૂછતું નથી. રાષ્ટ્રીય લેવલ ઉપર મોદીજી આવે તો તેમણે વાત આંતરાષ્ટ્રીય લેવલ ઉપર કરવી પડે. ચીનથી આવીને તેમણે ચીનને આંખના ઇશારે સમજાવી દીધું એટલે હીરાના વેપારીઓને છોડી મુક્યા જેવી ગુલબાંગો નહી ચાલે. ચીન તો અમેરિકાથી નથી ગભરાતું તે શું મોદીથી ડરી ગયું? એવી ગુલબાંગો કોઈ ગામડિયાને કહે તો સમજ્યા. હકીકતમાં તે એક સારા વક્તા છે(આર.એસ.એસ.ના બધા જ લોકો મોટેભાગે સારા વક્તાઓ હોય છે). એમણે લગ્ન કર્યા છે છતાં તે બાબત કેમ છુપાવે છે? લગ્ન પછી ના પણ ફાવે એ બને પણ ખરું.( લગ્ન માટે યું ટ્યુબનો વિડીયો હકીકત બતાવશે). આજે જે ગુજરાતમાં અરાજકતા છે એ તમે રોજ ગુજરાતના સમાચાર વાંચો તો ખ્યાલ આવે. છ કરોડનું રક્ષણ કરવાવાળાને આજે ગુજરાતની જરાપણ ફિકર નથી? એમણે કોઈને એ ના હોય તો શું એવું વિચારીને ટ્રેન નથી કર્યા. રાષ્ટ્રીય સ્તર ઉપર ચોક્કસ એ સારા નેતા ગણાય, ઉત્તમ તો ત્યારે કહેવાશે જયારે તે સફળ થાય. એ વડાપ્રધાન બને તો ચીન,પાકીસ્તાન ઉપર હુમલો કરશે? આ બધી વાતો તો લોકોને ઉશ્કેરવા માટે સારી, હકીકતમાં ઘણું જ અઘરું છે. એમની હાલત કેજરીવાલ જેવી જ થાય.તમે તો ખુબ જ ઉપરના લેવલ સાથે કામ કરો છો તો મારા કરતાં પણ ઘણી બાબતો જાણતા હશો. હકીકતમાં આ દેશમાં અંગત સ્વાર્થ સિવાય દેશની કોઈને પડી નથી. બધા જ નેતાઓ પ્રજાને લોલીપોપ બતાવે છે. પ્રજા ગુલામીથી એટલી બધી ટેવાઈ ગઇ છે કે તે પણ પોતાના સ્વાર્થ માટે ગમે તે કરવા તૈયાર છે, આખરે નેતાઓ આ જ પ્રજામાંથી બને છે ને! જો મોદી આવે અને સારું કરે તો કોને નહી ગમે? જો અપેક્ષાથી ઉણા ઉતરે તો સુ.ઉ.માં જરૂર કોમેન્ટ આપજો. મોદીને આજે દેશની પરીસ્થીતી ખબર છે, એટલે સત્તાપર આવી ને પહેલાવાળાએ તિજોરી ખાલી કરી નાખી એવા બહાના નહી ચાલે. કંપનીઓને ખાડામાંથી ઉંચી લાવનાર મેનેજમેન્ટના ખેરખાઓ બોલે ઓછું છે અને કરી બતાવે છે.એ લોકો કંપની ખાલી થઇ ગઇ છે એવા બહાના નથી કાઢતા પણ રીઝલ્ટ આપે છે.

   Like

 1. થોડા મહિના પહેલાંનો સિનારિયો જુદો હતો. મોદીનું માન હતું લોકોમાં ચાહના હતી. આજે મોદી “ગુજરાત”નું જોવાને બદલે વધારે તો ” યુપી”માં જ વધારે ધ્યાન આપે છે. કદાચ એવું ન થાય, કે એક તો “યુપી” વાળાનું અંગ્રેજી કાચું અને તેમાં પણ તેઓ “યુપી”નું હીંદી-ગુજરાતીમાં ભાષાંતર કરી દઈને કહેશે કે “You pee”, અમારું “મુતર પી”, અને પછી “યુપી લેવા જતાં તમે કહો છો તેમ “ગુજરાત” પણ ખોવાનો વારો આવી શકે છે…….. આજે પણ રાજકોટમાં પાણી કાપ ચાલે છે. સબરમતી રીવરફ્રન્ટમાં નર્મદાના નીર નથી, ચોરીનો ઉપદ્રવ બેફામ વધ્યો છે, મોંઘવારી તો બીલકુલ ઘટાડી નથી, પેટ્રોલ કે ગેસ— કોઈ વસ્તુમાં સરકારે ટેક્ષ ઘટાડ્યા નથી

  અને મોદીની જગ્યા લેવા પાછા બહુ બધા મુરતિયા લાઈનમાં ઉભા છે, અને જો મોદી “લોકસભાની સીટ જીતી જાય પણ પી.એમ. ન બને અને કદાચ ગુજરાતમાં પાછા આવે તો પણ પહેલાં જેટલું માન તો નહીં જ રહે…

  Like

  • મનસુખભાઈ તમે કહ્યું તેમ અમારું મુતર પી જેવી ભાષામાં મોદીજી કેટલાક સમયથી વાતો કરી રહ્યા છે. જે સમાજના ભણેલા ગણેલા લોકોને પસંદ નથી….આને પીટ ક્લાસની ભાષા કહેવાય. એટલે એમનો એક ચાહક વર્ગ હવે ધીરે ધીરે દુર થવા માંડ્યો છે.

   Like

 2. રાજકારણામાં બહુ ખબર ન પડે, પણ નમોનું માર્કેટીંગ બહુ પાવરફુલ છે અને વીઝન ‘કોર્પોરેટ સેક્ટર’ જેવું છે. કોર્પોરેટ વર્લ્ડમાં નીચેના માણસોની કોઈ કિંમત હોતી નથી એ જ રીતે સામાન્ય પ્રજાનું થઈ શકે. આજે સચીવાલય, કોર્પોરેટ ઓફીસમાં ફેરવાય રહ્યું છે (દેખાવમાં). જો કે નવું લોહી ભરતી થઈને આવશે ત્યારે સારું કાર્ય થવાની સંભાવના છે. ટુંકમાં ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ તૈયાર થઈ રહ્યું છે. મોદી દેશ સંભાળવા જાય તો ગુજરાતને તો નુકશાન થવાનું છે. તમે કહ્યું તેમ મેનેજમેન્ટની સેકન્ડ લાઈન તૈયાર નથી. (હાજી હા વાળી છે.)

  Like

 3. Politics na samikaran bahuj juda hoychhe. aapne dhariye kain ane thay kain, Kyare kon kevi gulat maare kahevay nahi. Chhata aa aankhe udine valge tevi hakiqat chhe.

  Like

 4. **નાયગ્રાનો નયનરમ્ય નજારો ..!
  **STREET FOODS INTERNATIONAL ગમ્યું.
  **કોહલીએ સરસ ટીખળ કરી..
  **હાલની પરિસ્થિતિને જોતાં ગુજરાત ગુનાઓનું ધામ બની પણ જાય..પણ શું થાય?..’સાહેબ’ હમણાં વધારે પડતા વ્યસ્ત છે..!

  Like

  • સાહેબ વ્યસ્ત હોય તેમાં પ્રજાનો શું વાંક? જાસુસી જેવા પ્રકરણ વખતે પણ સાહેબ વ્યસ્ત હતા. પોતે તો જેમ આગળ જશે તેમ વધારે વ્યસ્ત રહેશે. આખી દુનિયાને સલાહ આપે છે પણ દીવા તળે અંધારા જેવું છે. કારણ કે કાલે ઉઠીને એમને કંઈ થાય તો એમને બીજી કેડર ક્યાં તૈયાર કરી છે? ગુજરાતની પરીસ્થીતી બિહાર કરતાં પણ વધારે ખરાબ થશે એવું મને દેખાઈ રહ્યું છે. પેલા શિવસેનાવાળા ગુજરાતીઓને ગાળો દે છે,ધમકાવે છે અને ગુજરાત વીશે ગમે તેમ બોલે ત્યારે “છ કરોડની જનતા”ના ધણીના પેટનું પાણી નથી હાલતું એ વાત પર મને ખુબ જ ગુસ્સો આવે છે. હું મોદીજીનો ચાહક હતો પરંતુ પોતાના સ્વાર્થ માટે શિવસેના સામે ચુપ બેઠા ત્યારથી મને લાગ્યું કે ગુજરાતની પ્રજાના ભોગે મોદીજી પોતાનો વેપાર ઠીક કરે છે. આખરે લોહી વેપારી કોમનું છે!

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s