ત્યાં ય ધોબીઘાટ છે-વાસણોનું મ્યુઝીયમ-અમદાવાદ

ત્યાં ય ધોબીઘાટ છે

.

વાસણોનું મ્યુઝીયમ-અમદાવાદ

આ વિડીયો જોયા પછી અમદાવાદમાં વર્ષો સુધી રહેનારાઓને પુછશો તો ખબર પણ નહીં હોય કે ( મારી જેમ) હજાર વર્ષો પુરાણાં વાસણો,તાળા વગરે વસ્તુઓનું મ્યુઝીયમ અમદાવાદમાં અસ્તીત્વ ધરાવે છે. એ વાત તો જવાદો કેટલા અમદાવાદી લોકોએ સીદી  સૈયદની જાળી પાસે જઈને જોઈ છે. કહેવત છે “ઘરનો જોગી જોગટો કહેવાય”. આ મ્યુઝીયમ ક્યાં આવ્યું મને પણ ખબર નથી. કદાચ વિશાલામાં જોયું હોય એવું લાગે છે.


.

બસ કાલથી બંધ

.

5 responses to “ત્યાં ય ધોબીઘાટ છે-વાસણોનું મ્યુઝીયમ-અમદાવાદ

 1. દ્રિશ્ટિની વિવિધતા … ખાસ “આંખ”ની ખૂબી …અમદાવાદ,,[કર્ણાવતી નગરી]ની વિશેશતાઓ ,,,
  રસિયાઓને મોજ … મજ્જો !!! [ એક આડ વાત …મારું બચપણનું પેટ્નેમ =લખુભા , જોકે મારા ઘરના લોકો …ભાઇ-બેનો આ જ નામથી પૂકારે છે ] આભાર વિપુલ ભાઇ
  -લા’ કાંત / ૨૭-૧૨-૧૩

  Like

 2. અમદાવાદના વાસણા ટોલનાકા પાસે આવેલા “વિશાલા” રેસ્ટોરાં ખાતે વાસણોનું અનોખુ મ્યુઝિયમ બનાવનાર તેમજ પ્રસિદ્ધ આર્કિટેક્ટ અને ઈન્ટિરિયર ડિઝાઈનર સુરેન્દ્ર પટેલે ગંભીરતાપૂર્વક પરંપરાગત ગુજરાતી આભા ધરાવતા ગામડાં જેવું રેસ્ટોરાં શરૂ કરવાનું અને તેમાં શુદ્ધ, શાકાહારી અને સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન પીરસવામાં આવે એવો વિચાર કર્યો હતો. તેમણે એ માટે એવા પરંપરાગત વાસણોની શોધ શરૂ કરી કે જેમાં એક તો એવા વાસણો હોય કે જેમાં રાંધી શકાય બીજા એવા વાસણો કે જેમનો સામાન્ય રીતે ઉપયોગ રોજિંદી રીતે ન થતો હોય. એ માટે થઈને તેઓ ભાવનગર નજીકમાં આવેલા અને ધાતુના વાસણો બનાવવા માટે જાણીતા એક નાના ગામ શિહોરમાં ગયા. ત્યાં પહોંચીને તેમણે જે જોયું તેનાથી તેઓ આશ્ચર્યચક્તિ થઈ ગયા અને સાથે એટલા જ નિરાશ પણ થયા. કારણ કે વાસણ બનાવનારા કારીગરો જૂના વાસણોને ઓગાળીને નવા વાસણો બનાવતા હતા. સુરેન્દ્ર પટેલે એ જ સમયે નક્કી કરી લીધું કે હું તાંબા-પીત્તળના વાસણોનું મ્યુઝિયમ બનાવીશ, જેથી તેની અદભૂત ડિઝાઈન, કદ અને તેના પર થયેલી કારીગરીનો ખ્યાલ ભાવિ પેઢીને પણ મળી શકે. એ વખતથી માંડીને છેલ્લા 30 વર્ષોમાં મ્યુઝિયમનું કલેકશન વધતું જ રહ્યું છે, જેમાં રસોઈના વાસણો, સંગ્રહ માટેના વાસણો, અનાજ ભરવાની કોઠીઓ, સ્નાન માટેના વાસણો, ધાતુના વાસણો, કૂકર્સ, સ્ટીમર્સ, કેસરોલ્સ, ચુલા/અંગીઠીઓ, રાંધવા અને પીરસવા માટેના ચમચા-ચમચીઓ, ઘડા અને તવા, ગળણીઓ, કટર્સ, ગ્રાઈન્ડર્સ અને ગ્રેટર્સ, પૂજા-વિધીના વાસણો, સૂડી, ફ્રાઈંગ પેન, વાટકા, કિટલીઓ, બોટલ્સ અને બોકસીસ, પ્લેટ, ગ્લાસ, મસાલા રાખવાના વાસણો, ટિફીન બોક્સ વગેરે સામેલ છે. આ બધી વસ્તુઓ અહીં બનાવેલા “ચોક”માં માટીના લીંપણ દ્વારા બનાવાયેલા એક વરંડામાં મુકવામાં આવેલ છે. મુલાકાતીઓ આ બધી પ્રદર્શનમાં મુકેલી ચીજોને કાચ જેવા કોઈ અવરોધ વિના નિહાળી શકે છે.

  Like

 3. What Madhubhai has said is true.
  It is at Hotel Vishala.
  One another place where one can see more than 25 vintage car and interesting is that you can travel in that car as still they are update and well maintained. Thanks Gautam.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s