Christmas House-WestJet Christmas Miracle

મારા મિત્રોને હેપી ક્રિસમસ. આજે તમારી સમક્ષ બે સુંદર વિડીયો રજુ કરું છું. પહેલામાં એક ઘર પર કરવામાં આવેલા અદભુત ક્રિસમસ લાઈટીંગ જોવા જેવી છે. તો બીજા વિડીયોમાં વેસ્ટ જેટ નામની એરલાઈન્સે ક્રિસમસની ની જે ભેટ આપી એ અદભૂત કહી શકાય. જે જગ્યાએથી મુસાફરો વિમાનમાં બેસે છે તેમને સાંતા પાસે શું ક્રીસમસ ભેટ જોઈએ તે માંગવા કહ્યું. બધાની ઇચ્છાઓની નોંધ કરવામાં આવી. જયારે આ બધા લોકો લેન્ડીંગ કરે છે ત્યારે તેમના આશ્ચર્ય વચ્ચે જે વસ્તુઓ તેમણે માંગી હતી તે ક્રિસમસ ભેટ તરીકે એરલાઈન્સ તરફથી આપવામાં આવી. જેમાં મોટા ટી.વી.નો પણ સમાવેશ હતો. અહીના એરલાઈન્સના સ્ટાફે સખત દોડાદોડ કરીને બધી વસ્તુઓ ટૂંક સમયમાં ભેગી કરી.

                           The Amazing Grace Christmas House


.

                                        WestJet Christmas Miracle


.

AFTER ELECTION RESULTS

.

7 responses to “Christmas House-WestJet Christmas Miracle

 1. An occasion to be happy . Everyone wants to b happy . Finds some or the other way . It’s critmas time . We have Diwali – a festival for lights n gifts , buying new things etc .nice to c both the programs . Seasons greetings to u n Suratiundhiyu family . Pl . Vipulbhai I would like to know how u thought of this name ?

  Like

  • હકીકતમાં હું અસલ સુરતી છું. સુરતમાં જન્મ્યો છું પરંતુ સાત આંઠ વર્ષથી વધારે રહ્યો નથી. પરંતુ સુરતીનું લોહી મારી નસે નસમાં છે. જયારે આ બ્લોગ બનાવ્યો ત્યારે મને લાગ્યું કે ગુજરાતી બ્લોગોમાં વિવિધ પ્રકારની માહિતી આપતો કોઈ બ્લોગ નથી જે રીતે કોઈ પણ શાકમાં મોટા ભાગના શાકભાજી નો સમાવેશ નથી થતો. ફક્ત ઊંધિયું એવી વસ્તુ છે જેમાં દરેક પ્રકારના શાકભાજીઓ અને મસાલા વપરાય છે. આમ એક કાંકરે બે પક્ષી માર્યા. મારો સુરતનો પ્રેમ અને મારું સુરતીઊંધિયું કે જેમાં આ બધી વસ્તુઓનો સમાવેશ થતો હતો. સૂરત દરેક રીતે જુદું પડે છે. આટલી બધી આપત્તિઓ કે જે બીજા કોઈ પણ શહેરમાં આવી નથી તેનો સામનો હસતા મોઢે કરીને ઉભા થવાની આ શહેરમાં ખુમારી છે. તે કદાચ જાપાન કે ચીનમાં પણ જોવા નહી મળે. મેં જોયું છે કે એક ખત્રી કે ગોલા કોમની સ્ત્રી ઘરમાં ટેબલ ઉપર બેસીને સંચા ચલાવે, હાથમાં શાકભાજી સમારે, બાજુમાં છોકરાઓને લેસન કરાવે અને રસોડામાં રસોઈ ઉપર ધ્યાન આપે એવું કામ દુનિયાની કઈ સ્ત્રી કરી શકે? તેનો વર માસ્તર તરીકે બીજાના સંચા ચલાવવા જાય આટલી બધી મહેનત પછી રાત્રે સપરિવાર ભજન કરે ( ભજનનો મતલબ ઘરના બધા મળીને દારૂના પેગ મારવા) અને વાર તહેવારોમાં મોજ મઝા કરવી એ તો વર્ષોથી સુરતી લોકો કરતાં આવ્યા છે. અમેરિકન અને યુરોપીયનો તો એ બધું પછી શીખ્યા છે. જેટલા કમાય તેના મોટા ભાગના પૈસા વાપરવાના અને તેને કારણે જ પૈસો ફરતો રહે છે અને બધા ધંધાવાળાઓ કમાય એ ફિલસુફી ઉપર સુરતીઓ આજે બધાથી આગળ છે. આજે પશ્ચિમના લોકો જે કરી રહ્યા છે તે તો વર્ષોથી સુરતી લોકો કરતાં આવ્યા છે. ભણેલા ન હતા પરંતુ ગણેલા હતા. બીજી વસ્તુ એ કે સુરતમાં બહારથી આવનારા લોકોને પ્રેમથી આવકારે છેં ને આવનાર લોકો પણ થોડા વખતમાં સુરતી થઇ જાય છે. એ પણ હકીકત છે કે ગુજરાતના કોઈપણ નેતાએ સુરતને ઉપર લાવવામાં મદદ નથી કરી. બધા તેની પ્રગતિમાં પોતાનો ફાળો છે એવું બતાવવાનો પ્રયાસ કરે છે. સુરતને મોગલોથી માંડીને મરાઠા અને ગુજરાતની સરકારોએ લૂટ્યું જ છે. સુરતીઓ ખુબ જ ઉદાર દિલના છે, ઈશ્વરથી ડરીને ચાલનાર પ્રજા છે. ગાળો બોલવા સિવાય બીજા કોઈ અપલક્ષણો આ પ્રજામાં નથી અને એટલે જ ભગવાન તેને ખુલ્લા દિલે મદદ કરે છે. રાવે સુરતમાં પ્લેગ પછી ગંદા સુરતને ભારતનું એક નંબર બનાવ્યું તેમાટે રાવનો ફાળો અવશ્ય છે પરંતુ તેને પુરેપુરો સહકાર આપનાર સુરતી પ્રજાને કેમ ભૂલી જવાય? આજ વસ્તુ ભારતમાં બીજા શહેરોમાં કરી શકાય પરંતુ પ્રજા એટલો સહકાર ક્યાં આપે છે? લખવા બેસું તો સૂરત વીશે ખુબ જ લખી શકું છું પરંતુ ટાઈમનો અભાવ છે. આટલો સુંદર સવાલ પૂછીને મારો ઉભરો ઠાલવવા બદલ આપનો ખુબ ખુબ આભાર માનું છું.

   Like

 2. Thani j Khushi Thai Vipulbhai ! Very happy to c yr Deshprem . I appreciate . Progress of Surat is a world known fact . Hope the whole learns to keep their cities clean . At least to start with …keep area around oneself clean ..pan moti vat Che.

  Like

 3. વિપુલભાઈ ,
  તમોએ સુરતીના ઊંધિયું વિષે વાત કહી એમાં એક અગત્યની વાત કહેવાની રહી ગઈ કે જે

  તમતમતા સ્વાદની મજા ઊંધિયામાં હોય છે એ બીજા એકલ દોકલ શાકમાં નથી ,

  તમારા બ્લોગમાં આવી ઊંધિયા જેવી મજા હોય છે . નામ બિલકુલ યોગ્ય છે .

  Like

  • વિનોદભાઈ,
   હકીકતમાં તમારા જેવા આવું તમતમતું ખાનારા ઘરાકો નહી હોય તો મારી દુકાન ચાલે પણ નહી. અહિયા અમેરિકામાં મોટા ભાગના મૂળ અમેરિકનો આવું ખાવા ટેવાયેલા નથી. અહીની આપણી નવી પ્રજાને પણ જોક્સમાં સમજણ નથી પડતી. જે આપણે મસ્તી મજાક કરતાં હતા અને કરીએ છીએ તેવી નિર્દોષ મજા આ નવી પેઢી નથી માણી શકતી એ હકીકત છે.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s