ચમત્કાર કર્યો કેવી રીતે-પ્રભુ તું પૃથ્વીપર આવ ને સતયુગ લાવ

તેં આ ચમત્કાર કર્યો કેવી રીતે

.

            પ્રભુ તું પૃથ્વીપર આવ ને સતયુગ લાવ


.

સાબરમતી અને ગંગા નદી

.

10 responses to “ચમત્કાર કર્યો કેવી રીતે-પ્રભુ તું પૃથ્વીપર આવ ને સતયુગ લાવ

 1. “પ્રભુ તું પૃથ્વીપર આવ ને સતયુગ લાવ” very very nice poem. heart touching I like it

  Like

  • મૌલિકભાઈ, ટેમ્પરરી કેટલો વખત સુધી? બીજું જે વોટર સ્પોર્ટ્સની વાત હતી તે પાણીને લઈને હવાઈ ગઇ? ત્રીજી વાત આ પાણી સાબરમતીનું ક્યાં છે, આ તો નર્મદાનું પાણી છે, સાબરમતીનું તો અસ્તીત્વ જ ક્યાં છે? ચોથું આજ રીતે સિદ્ધપુરમાં પમ્પીંગ કરીને નર્મદાનું પાણી ભર્યું હતું તે વખતે ખુબ જ મોટો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આજે ત્યાર પછી વર્ષોથી એ નદી સુકી છે. મોદી જેટલો સક્ષમ નેતા ગુજરાતમાં બીજો કોઈ નથી એ હું માનું છું, પરંતુ આ રીતે લોકોને ઉલ્લુ શું કામ બનાવવામાં આવે છે? બધી જ પાર્ટીના બધા જ નેતાઓ પ્રજાને બુધ્ધુ સમજે છે. કારણ કે પ્રજાની યાદદાસ્ત ટૂંકી છે. હું કોઈ એક વ્યક્તી કે પક્ષમાં માનતો નથી. આપવાળા ચોકખા લાગે છે, જોઈએ તે લોકો પણ કેટલા વચનો પુરા કરે છે? મારું તો એટલું જ કહેવું છે કે કોઇપણ નેતા જે કહે તે બધું સાચું માનવાની જગ્યાએ બુધ્ધીપૂર્વક વિચારવું જરૂરી છે.

   Like

 2. મોટા ભાગની નદીઓ ઉપર બંધો બંધાયા, એટલેજ મોટા ભાગની નદીઓ ઘણી જગ્યાએ સુકાઈ ગઈ છે. ગંગા ઉપર અને બ્રહ્મપુત્રા ઉપર ચીનમાં બંધ બંધાવાની વાતો ચાલે છે, તેમાં ગંગા અને બ્રહ્મપુત્રા નદી પણ ભારતમાં અમુક જગ્યા પછી સુકાઇ જશે, બાકી મોદી હોય કે કોંગ્રેસ કે “આપ” હોય, બધા સરખાજ છે.
  વસ્તી વધતી જાય છે, પાણી તો પુષ્કળ મલી શકે, પણ, પાણી સંગ્રહવા અને પહોંચાડવાની કામગીરીનુંજ બરાબર પ્લાનીંગ નથી થતું, પૈસાજ ચવાઈ જાય છે, “ખરેખર જોઈએ તો પૈસા પાણીમાં જાય છે….!!!” . યમુનામાં પણ દર વર્ષે દીલ્હી ડુબી જાય તેટલું પુર આવે, અને થોડા દિવસ પછી તળીયું દેખાવા મંડે, નર્મદા ઉપર પણ મધ્ય પ્રદેશ બીજો મોટો બંધ બાંધવાની વાત કરે છે, તેમાં સરદાર સરોવરમાં પાણી ઓછું આવશે તેવી બુમરાણ શરુ થઈ ગઈ છે, બાકી સાબરમતી નદી તો ચોમાસા સિવાય વર્ષોથી સુકી થઈ જાય છે…..પણ જો બરાબર પ્લાનીંગ થાય તો ભવિષ્યમાં જરૂર પાણી રહેશે.

  Like

  • તમારી વાત સાથે હું સો ટકા સહમત છું. બધાને વોટ લેવા છે પછી પ્રજાને ઠીંગો બતાવવો છે.

   Like

 3. “પ્રભુ તું પૃથ્વીપર આવ ને સતયુગ લાવ” very very nice poem. heart touching I like it………. પ્રજા ત્રસ્ત થઇ ગઇ છે. એનો આ તો એક નાનકડો પડઘો માત્ર છે.પણ શ્વાસ છે. પણ શ્વાસ છે ત્યાં સુધી આશ છે. પ્રભુ એક દિવસ કોઇ-ને-કોઇ સ્વરૂપે અવશ્ય આવશે. અને ત્યારે જ આ દુષ્કર્મોની હોળી ખેલાતી અટકશે……………………………………………………………………………………………………. વિપુલભાઇ તમે જાણો છો તેમ હું કોઇ પક્ષનો બંધાયેલો નથી. તટસ્થતાથી વાતો કરે તો નરેન્દ્રભાઇ મોદી ઝાકઝમાળમાં લોકોને આંજીને પીએમ બનાવાના સ્વપ્ના સેવે છે. તેઓ એક સશક્ત અને કાબેલ રાજકરણી અને નેતા છે. થોડો અહં બાજુએ મૂકીને,
  રાજકરણની ગંદકીથી અળગા રહીને કામ કરે તો ગુજરાતમાં તે શ્રેષ્ઠ નેતા ગણાય. EVERYTHING IS FAIR IN LOVE-WAR-&-POLITICS એ માન્યતા બધા દુષણોનું મૂળ છે.રાજકરણ એ કદાચ વ્યસન છે. જે લોકોના નાભિના ધરવથી સ્વર્ગ અને લોકોના સંતાપથી નર્ક તરફ ધકેલનાર માત્ર દ્વી-મુખી આચરણ છે.

  Like

  • તમે જે છેલ્લું વાક્ય લખ્યું તે યથાર્થ છે. હું પણ મોદીને ગુજરાતના એક માત્ર સક્ષમ નેતા માનું છું. પણ જે પ્રચંડ ઘમંડ અને પોતાના ખાસ સાથીઓને ઉતારી પાડવાની કુટેવ તેમને ભારે પડશે. જબાન ઉપર કાબુ રાખવો જરૂરી છે. પ્રજા કે ઉદ્યોગપતિઓ આજે જેને ખભે બેસાડે છે તે ક્યારે ફેંકી દે તે નક્કી નથી. જ્યારે તમે કોઈ સમક્ષ આંગળી ચીંધો ત્યારે ત્રણ આંગળીઓ તમારી તરફ ચીન્ધાયેલી છે તેનો ખ્યાલ રાખવો જોઈએ.

   Like

 4. ખાસ કરીને ત્રીજા ક્રમનો ટુચકો વધારે ગમ્યો.
  ‘પ્રભુ તું પૃથ્વીપર આવ ને સતયુગ લાવ’-દીકરી સારી તૈયારી કરે તો ઉત્તમ વક્તા બની શકે તેમ છે.
  વિપુલભાઈ,એક ‘ખાનગી ‘વાત જાહેરમાં કહેવાની,સાબરમતી માતા બે-ત્રણ માસ પછી સાફ થઈને પાછા ભરાઈ જવાના…સામી લોકસભાની ચૂંટણી આવે છે ને..સમજો ને યાર…!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s