ભારતની રાજકીય રમૂજ-નોન સ્ટોપ ટ્રેન

ભારતની રાજકીય રમૂજ

.

The train that never stops at a station

નોન સ્ટોપ ટ્રેન

આ ટ્રેન એવી છે કે જે દરેક સ્ટેશનેથી ઉભી રહ્યા વગર પેસન્જરને ચઢાવે/ઉતારે છે. અહિયા સ્ટેશન ઉપર એક ડબ્બો ઉભો હોય તેમાં પેસન્જરો બેસી જાય છે અને જયારે  ટ્રેન સ્ટેશન ઉપરથી પસાર થાય ત્યારે આ ડબ્બો ટ્રેનના લેવલ કરતાં ઉપર હોય અને ટ્રેનની ઝડપ સાથે મેચ થઈને જોડાઈ જાય. આજ વખતે પાછળનો ડબ્બો ઉપર આવીને છુટો થઇ જાય જેમાં પેસન્જરો ઉતારવાના હોય.

.

photo(1) – Resized

.

8 responses to “ભારતની રાજકીય રમૂજ-નોન સ્ટોપ ટ્રેન

 1. -વિપુલભાઈ, ‘ભારતની રાજકીય રમૂજ’ આપણા માટે રમૂજ પણ રાજકારણીઓ માટે અત્યારેતો ‘અમૂજ'(મૂંઝવણ )બની ગઈ હશે..!
  -‘નોન સ્ટોપ ટ્રેન’ ગમી.
  -છેલ્લા ચિત્રમાં બતાવાયું છે એમ હવેના પાંચ વરસ પછી બિસ્તરા પોટલાં બાંધીને જવાવાળા તો રહેવાનાજ છે, માત્ર ‘બેશરમ’ ચ્હેરાઓ જ બદલાશે…’ભારત’ તો બિચારી જ છેને..?

  Like

  • તમારી વાત સાચી છે. પ્રજા ચાહે તો આ બેશરમ ચહેરાઓને હઠાવી શકે. આમ આદમી પાર્ટી સારી લાગે છે, પરંતુ આ બેશરમ નેતાઓ ગાદી માટે શું નું શું કરી શકે એ બધા જાણે છે. આમ આદમી પાર્ટી પાસે જાદુઈ છડી નથી કે એક દિવસમાં બધું બદલી શકે. પરંતુ બે નંબરના હિસાબો ઓછા થઇ જશે.આપમાં હવે ઘણા બેશરમ નેતાઓ ધુસવાનો પ્રયાસ કરશે. આ બધાથી સાવચેત રહેવું પડશે. કોંગ્રેસ તો ખરી જ પરંતુ એન.ડી.એ.એ જો કાળું ધન પાછું લાવવું હોત તો તેમના વખતમાં લાવી શકી હોત. બધા ચોરના ભાઈ ઘંટી ચોર છે.

   Like

 2. ફોટોશોપ કરેલું કાર્ટુન ખુબ ગમ્યું .. કોંગ્રેસની દશા લોકોએ બગાડી દીધી ! 2014ની લોકસભાની

  ચૂંટણીમાં પણ લોકો કોંગ્રેસથી રામ રામ કરે એવી શક્યતા છે . નમો મેઝીક કામ કરી જશે .

  Like

  • મને અત્યારે જે ઇમેલો મળે છેં ને યુવાનો સાથે જે રીતની વાતચીત થાય છે તેમાં ન.મો. માટે ખાસ અભિપ્રાય “આપ” આવ્યા પછી સારો નથી. એક તો ત્રણ સ્ત્રીઓ સાથેના સબંધોની વાત જે અલગ અલગ જગ્યાએ રજુ થઇ છે. બીજું અદાણી,અંબાણી,નીરમાં અને બીજા ઉદ્યોગો જોડે ઘર જેવા સબંધો અને એક સભામાં ૩ થી ૫ કરોડના ખરચા ક્યાંથી લાવ્યા તે બધાને મૂંઝવે છે. સામે છેડે “આપ” તરફ ગુજરાત અને દેશના યુવાનો ગાંડા છે. જે ન.મો.માટે ખુબ જ ચિંતાજનક છે. એટલે જ દિલ્હીમાં બીજું ઇલેક્શન નહી થાય તેની ભા.જ.પા. કોશીશ કરશે. કારણ કે તેનો ફાયદો “આપ”ને જ થશે. આજ સુધી લોકો “આપ” માટે અવઢવમાં હતા અને લોકો જાણે છે કે કોંગ્રેસ અને ભાજપા રીઢા ગુનેગારો છે તો શા માટે “આપ”ને તક નહી આપવી? દેશભક્તો વ્યક્તી કરતાં દેશને મહત્વ આપે છે. આ તો મેં બધા ન્યુઝ પેપરો વાંચ્યા એના ઉપરથી અનુમાન કરું છું. “આપ”નો મોટો ફાયદો મીડિયા તેમની તરફેણમાં છે.

   Like

 3. Non st,op train — New Idea — Liked.
  Politics is always joke !!! Everything is changing, Old wine in new bottle , saying , can be seen in elction altime !!! Enjoy election and suffer for some years with smile. Gautam.

  Like

 4. “બાપ”, આપ”, “પાપ”ના પ્રાસ સરસ બેસાડ્યાં છે…..!!!!જોક્સ અને કાર્ટુન ગુજરાતના આદીવાસી કે બંગલા દેશના હિજરતીઓ જેવા, બહુ સમયસરના છે.

  કાર્ટુનમાં તો “ગુજરાત સમાચાર”માં બહુ અફલાતૂન કાર્ટુનો આવ્યાં છે.

  જો ફરીથી ચુંટણી થાય અને “આપ” બહુમતીમાં આવે તો “નમો”ને ચિંતા તો થવાની, પણ, જો “આપે” ખરેખર, તો જે વચનો આપ્યા છે, તે વચનો નવા ટેક્સ નાંખ્યાં વગર દીલ્હીમાં લાગુ કરી દયે અને સારું કામ કરે તો “ગુજરાત”માં પણ “આપ” ફેક્ટર જરૂર ઉભું થઈ જાય……, આખા ભારતમાં “આપ”ની લહેર દોડી જાય….બાકી “નમો”ને માટે જે દુઆ કે બદદુઆ કરવી હોય, પણ તેની જ્ગ્યા લઈ શકે તેવો કોઈ નેતા ભારતમાં કોઈ પણ પક્ષમાં છે ખરો……..????? બાકી નેતાઓ વિધાન સભા કે સંસદમાં લડે, વકીલો કોર્ટમાં સામસામે લડે, પણ બહાર તો બધા “ભાઈ ભાઈ”…….બાકી નેતાઓ એકબીજાના મોઢામાં માત્ર થુંકે જ નહીં, એકબીજાના થુંક ચાટતા પણ હોય છે…..

  Like

  • હકીકતમાં જે પ્રશ્નો આપ માટે ઉભા થવાના તેના કરતાં વધારે નમો માટે ઉભા થશે. કારણ કે એક તો નક્કી જ છે કે આપ આવ્યા પછી નમોની લોકપ્રીયતામાં ઘટાડો થશે. બીજું આજે નમોની એક જાહેરસભા પાછળ ૨/૩ કરોડનો ખર્ચો ઉદ્યોગપતિઓ કરે છે તે કંઈ “ઘરના છોકરાને ઘંટી ચાટવા” નથી આપતા. ભાજપમાં નમો જેવા (કેરેક્ટરની જે વાતો આવી છે તે સિવાય) ચોક્ખા માણસો મળવા મુશ્કેલ છે. તેમણે પોતાના પક્ષમાં મિત્રો કરતાં દુશ્મનો વધારે ઉભા કર્યા છે. જો એનડીએ જેવી સરકાર બનાવે તો પક્ષમાં જે તેમની જોહુકમી ચાલે છે તે બીજી પાર્ટીઓવાળા નહી ચલાવે. ગુજરાતમાં તેમને ગુજરાતીઓ જેવી સારી પ્રજા મળી કે જે મોટા ભાગના કામો પોતે જ પતાવી શકે એટલી શક્તી ધરાવે છે જે માટે વિદેશમાં સો ઉપરાંત વર્ષોથી પ્રગતિ કરતાં ગુજરાતીઓનો દાખલો પુરતો છે. બીજું આપને જે પૈસા મળે છે તે વિદેશમાં રહેલા લોકો દેશ પ્રત્યેના પ્રેમને કારણે આપે છે એટલે ત્યાં પણ આપ મોદીની લોકપ્રિયતામાં ભાગ પડાવશે. મુખ્ય વસ્તુ આપ કે મોદી સત્તા ઉપર આવીને શું કરી બતાવે તેના ઉપર આધાર રહેશે. “હકીકત છીપ નહી શકતી બનાવટો કે અસુલો કી, ખુશ્બુ છીપ નહી શકતી કભી કાગજ કે ફૂલો કી”.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s