પેપરના પંખીઓ-પ્રભુને મળવાનો સમય ક્યા છે?

પી.ડી.એફ.જોવા માટે નીચેની લીંક ક્લીક કરો:

Paper Birds by Diana Beltran Herrera

.

                પ્રભુને મળવાનો સમય ક્યા છે

                                                    ( સાંભળવા માટે નીચેનો એરો ક્લીક કરો)


.

'INIDA' HA HA HA !!!! – Resized

.

11 responses to “પેપરના પંખીઓ-પ્રભુને મળવાનો સમય ક્યા છે?

    • તમે પણ તમારા કમ્પ્યુટર ઉપર વરસાવી શકો છો. મને પણ ખબર નથી પણ કોઈ જગ્યાએથી આ આવી ગયું. “સુરતીઉધીયું” વાંચો ત્યારે કોટ પહેરીને બેસજો, શરદી થઇ ગઇ તો તમારા ઘરવાળા મને જવાબદાર માનસે. હાથમાં ગ્લાસ છે એટલે વ્હીસ્કી પીતા પીતા વાંચો તો વાધો નહી આવે. આ તો મજાક કરું છું!

      Like

      • વેલ, મારી જેવાને ઠંડી ગમતી હોય તેવાને ઠંડીની અસર ના થાય 🙂

        તમારે બરફવર્ષા રેકોર્ડ તોડતી હોય તો અહીંયા જાવ..
        https://suratiundhiyu.wordpress.com/wp-admin/options-general.php
        તેમાં સાવ નીચે “Show falling snow on my blog until January 4th.” ની આગળ ખરૂ (ટીકમાર્ક) કરેલ છે. તે કાઢી નાખો અને સેવ-ગાંઠીયા કરી દો.

        આ ક્રિસમસનો મહીનો કે’વાય એટલે આવી બરફવર્ષા તો થાય જ.. 🙂

        Like

  1. સોહામણા પક્ષીઓ અમને સહુને ગમી ગયા.
    ‘પ્રભુને મળવાનો સમય ક્યા છે ‘ ઓડીઓ ગમ્યો પણ આ તો એવું છે કે આપણે સહુ ‘પ્રવચન બદ્ધતા થી વચન બદ્ધતા ‘ તરફ પ્રયાણ કરીએ તોજ કામનું.
    ‘ऐसा देश है मेरा ‘ या ‘ऐसे देशवाले है मेरे ‘?

    Like

  2. આદરણીય શ્રી વિપુલભાઈ, ધન્યવાદ, રિક્ષા વાળા પર ભરોષો પણ ઈશ્વર પર નહિ બિલકુલ સાચું હું પણ એજ કહું છું
    કે ઈશ્વરમાં દ્રઢ શ્રધા નથી જે દેખાય છે તે બોદી શ્રધા છે પણ મારી મુજવણ એ છે કે પ્રબળ ધાર્મિક આસ્થાવાળા ભારતમાં
    જ્ઞાન અને સમજનું આચરણ નથી, પશ્ચિમના દેશો કરતા પણ વધુ ચરિત્રહીન બનાવો વધુ બને છે,તો જ્ઞાન અને સમજનું
    આચરણ સહજ થાય તે માટે શું કરી શકાય,જયસીયારામ

    Like

    • ખુબ જ સાચી વાત કહું તો આપણે બધા ઉચ્ચ વિચારો માટે ખુબ જ ઉચ્ચ વિચારીએ છીએ. હકીકત એ છે કે જરા જેટલો સ્વાર્થ આવે એટલે બધું છાજલીપર! ચરિત્રની વાત કરું તો અસલ રાજાઓ કે ઋષિમુનીઓની હાલત પણ એવી જ હતી. નહી તો વિશ્વામિત્ર જેવા મહાનઋષિ મેનકા આગળ ચલિત નહી થયા હોત. કોઈપણ ધર્મમાં માયા વીશે ખુબ જ લખાયું છે અને તેનાથી બચવું એ સહેલી વાત નથી. મેડીકલ સાયન્સ પ્રમાણે માનવ શરીરમાં અબજો જ્ઞાનતંતુઓ આવેલા હોય છે. ઘરે ઇલેક્ટ્રોનીક્સ વસ્તુનો વાયર કે કનેક્શન ઢીલું થાય તો ત્યાં મોટી ગરબડ ઉભી થાય છે. તો અબજો કોષના જ્ઞાન તંતુમાં જરા પ્રોબ્લેમ આવે તો શું થાય તે તમે કલ્પી શકો છો. કોઈ માણસ ક્રોધી,કોઈ શાંત, કોઈ અત્યાચારી આ બધું કેમ બને છે? હું તો ઘણીવાર મારી જાતને સવાલ પુછુંછું કે બીજાના દોષ જોવા પહેલા હું કેટલો સારો છું? ખરાબ વિચારો તો ડગલે ને પગલે મનમાં આવે છે અને ત્યારે કામ આવે છે પ્રભુસ્મરણ. પ્રભુસ્મરણ એટલે બીજું કંઈ નહી મગજમાં ચાલતા ખરાબ વિચારોને રોકવાનો અને બીજે વાળવાનો પ્રયાસ. આ વસ્તુ એવી છે કે સામેથી કોઈ દારુડીયો આવે તો આપણે આપનો રસ્તો બદલી નાખીને સાઈડમાંથી જઈએ છીએ. તમે સીધી રીતે કોઈને કહો કે આ વસ્તુ પાપ છે તો તેને અસર નથી થતી, આજ વસ્તુ ધર્મના નામે મુકો એટલે ગભરાઈને તે એવી વસ્તુ કરતાં અચકાય છે. તે માટે સાચો રસ્તો બતાવવા સંતો,ધર્મગુરુઓ અને કથાકારો બજારમાં આવ્યા. તેમાં જે ૧૦ ટકા સારા હતા કે છે તે પોતાનું કામ શાંતીથી કર્યે જાય છે અને બાકીનાઓએ લુંટફાટની હાટડી માંડી છે.લખવા જઈએ તો ખુબ જ લખાય એવું છે પરંતુ ટૂંકમાં તમારો ભગવાન તમારો આત્મા છે. કોઈ ખરાબ કામ કરતાં અંદરથી બે અવાજ આવે છે. એક જોરમાં “આખી દુનીયા આવું કરે છે, આપણે સંત બનવાની શી જરૂર” અને બીજો એકદમ ધીમો જે આપણે સાંભળવા છતાં તેણે ગણકારતા નથી કારણ કે જોરદાર અવાજ તેને દબાવી દે છે. માટે તમારા આત્માના ધીમા અવાજને અનુસરવાનું શરુ કરો તો તમે ઘણું પામી શકશો.

      Like

Leave a comment